Sutra Navigation: Gyatadharmakatha ( ધર્મકથાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104782 | ||
Scripture Name( English ): | Gyatadharmakatha | Translated Scripture Name : | ધર્મકથાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कंध-१ अध्ययन-८ मल्ली |
Translated Chapter : |
શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૮ મલ્લી |
Section : | Translated Section : | ||
Sutra Number : | 82 | Category : | Ang-06 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तेणं कालेणं तेणं समएणं अहेलोगवत्थव्वाओ अट्ठ दिसाकुमारीमहयरियाओ जहा जंबुद्दीवपन्नत्तीए जम्मणुस्सवं, नवरं–मिहिलाए कुंभस्स पभावईए अभिलाओ संजोएयव्वो जाव नंदीसरवरदीवे महिमा। तया णं कुंभए राया बहूहिं भवनवइ-वाणमंतर-जोइस-वेमाणिएहिं देवेहिं तित्थयरजम्मणा-भिसेयमहिमाए कयाए समाणीए पच्चूसकालसमयंसि नगरगुत्तिए सद्दावेइ जायकम्मं जाव नाम-करणं–जम्हा णं अम्हं इमीसे दारियाए माऊए मल्लसय-णिज्जंसि डोहले विणीए, तं होउ णं अम्हं दारिया नामेणं मल्ली। तए णं सा मल्ली पंचधाईपरिक्खित्ता जाव सुहंसुहेणं परिवड्ढई०। | ||
Sutra Meaning : | સૂત્ર– ૮૨. તે કાળે, તે સમયે અધોલોકમાં વસનારી આઠ મહત્તરિકા દિશાકુમારીઓ, જેમ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં જન્મ – વર્ણન છે, તે સર્વે કહેવું. વિશેષ આ – મિથિલામાં કુંભના ભવનમાં, પ્રભાવતીનો આલાવો કહેવો. યાવત્ નંદીશ્વર દ્વીપમાં મહોત્સવ કર્યો. ત્યારપછી કુંભરાજા તથા ઘણા ભવનપતિ આદિ ચારે દેવોએ તીર્થંકરનો જન્માભિષેક યાવત્ જાતકર્મ યાવત્ નામકરણ કર્યું. કેમ કે અમારી આ પુત્રીની માતાને પુષ્પની શય્યામાં સૂવાના દોહદ થયા, તેથી ‘મલ્લિ’ નામ થાઓ. જેમ ભગવતીમાં. મહાબલ નામ થયું યાવત્ મલ્લીકુમારી સુખપૂર્વક વૃદ્ધિ પામવા લાગ્યા. સૂત્ર– ૮૩. દેવલોકથી ચ્યુત તે ભગવતી વૃદ્ધિ પામી, અનુપમ શોભાવાળા થયા, દાસી – દાસોથી પરિવૃત્ત અને પીઠ મર્દોથી ઘેરાયેલી રહેવા લાગ્યા. સૂત્ર– ૮૪. તે મલ્લીકુમારી કાળા વાળયુક્ત મસ્તકવાળી, સુનયના, બિંબૌષ્ઠી, ધવલ દંતપંક્તિ વાળા, વર – કમલ – કોમલાંગી, વિકસિત કમળગંધી શ્વાસવાળી થયા. સૂત્ર– ૮૫. ત્યારે તે શ્રેષ્ઠ વિદેહ રાજકન્યા મલ્લી, બાલ્યભાવથી મુક્ત થઈ યાવત્ રૂપ, યૌવન, લાવણ્યથી અતિ – અતિ અને ઉત્કૃષ્ટ – ઉત્કૃષ્ટ શરીરવાળી થઈ. ત્યારપછી તે મલ્લી દેશોન ૧૦૦ વર્ષની થઈ, તેણી છએ રાજાને વિપુલ અવધિજ્ઞાન થી જોતી – જોતી વિચરવા લાગ્યા. તે આ – પ્રતિબુદ્ધિ યાવત્ પંચાલાધિપતિ જિતશત્રુ. ત્યારપછી તે મલ્લીએ કૌટુંબિક પુરુષોને કહ્યું – તમે અશોક વાટિકામાં એક મોહનગૃહ કરો, તે અનેક શત સ્તંભ ઉપર રચાવો. તે મોહનગૃહના બહુમધ્ય દેશભાગમાં છ ગર્ભગૃહ કરાવો, તે ગર્ભગૃહના બહુ મધ્ય દેશભાગમાં જાલગૃહ કરાવો. તે જાલગૃહના બહુમધ્ય દેશભાગે મણિપીઠિકા કરો. યાવત્ તેઓએ આજ્ઞા પાછી સોંપી. ત્યારપછી તે મણિપીઠિકા ઉપર મલ્લિએ પોતાની સદૃશ, સમાન ત્વચા – વય – લાવણ્ય – યૌવન – ગુણયુક્ત સુવર્ણમયી, મસ્તકમાં છિદ્રવાળી, પદ્મ – કમળથી ઢાંકેલી પ્રતિમા કરાવી. કરાવીને જે વિપુલ અશન આદિ આહારે છે, તે મનોજ્ઞ અશનાદિમાંથી પ્રતિદિન એક – એક કોળીયો લઈને, તે સ્વર્ણમયી, મસ્તકે છિદ્રવાળી પ્રતિમામાં એક – એક કોળીયો પ્રક્ષેપતી હતી. ત્યારપછી તે સ્વર્ણમયી યાવત્ મસ્તકે છિદ્રવાળી પ્રતિમામાં એક – એક પિંડ નાંખતી, તેમાંથી એવી દુર્ગંધ ઉત્પન્ન થતી હતી કે જાણે કોઈ સર્પનું મડદું યાવત્ એથી પણ અનિષ્ટતર, અમણામતર ગંધ હતી. સૂત્ર સંદર્ભ– ૮૨–૮૫ | ||
Mool Sutra Transliteration : | [sutra] tenam kalenam tenam samaenam ahelogavatthavvao attha disakumarimahayariyao jaha jambuddivapannattie jammanussavam, navaram–mihilae kumbhassa pabhavaie abhilao samjoeyavvo java namdisaravaradive mahima. Taya nam kumbhae raya bahuhim bhavanavai-vanamamtara-joisa-vemaniehim devehim titthayarajammana-bhiseyamahimae kayae samanie pachchusakalasamayamsi nagaraguttie saddavei jayakammam java nama-karanam–jamha nam amham imise dariyae maue mallasaya-nijjamsi dohale vinie, tam hou nam amham dariya namenam malli. Tae nam sa malli pamchadhaiparikkhitta java suhamsuhenam parivaddhai0. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 82. Te kale, te samaye adholokamam vasanari atha mahattarika dishakumario, jema jambudvipa prajnyaptimam janma – varnana chhe, te sarve kahevum. Vishesha a – mithilamam kumbhana bhavanamam, prabhavatino alavo kahevo. Yavat namdishvara dvipamam mahotsava karyo. Tyarapachhi kumbharaja tatha ghana bhavanapati adi chare devoe tirthamkarano janmabhisheka yavat jatakarma yavat namakarana karyum. Kema ke amari a putrini matane pushpani shayyamam suvana dohada thaya, tethi ‘malli’ nama thao. Jema bhagavatimam. Mahabala nama thayum yavat mallikumari sukhapurvaka vriddhi pamava lagya. Sutra– 83. Devalokathi chyuta te bhagavati vriddhi pami, anupama shobhavala thaya, dasi – dasothi parivritta ane pitha mardothi gherayeli raheva lagya. Sutra– 84. Te mallikumari kala valayukta mastakavali, sunayana, bimbaushthi, dhavala damtapamkti vala, vara – kamala – komalamgi, vikasita kamalagamdhi shvasavali thaya. Sutra– 85. Tyare te shreshtha videha rajakanya malli, balyabhavathi mukta thai yavat rupa, yauvana, lavanyathi ati – ati ane utkrishta – utkrishta shariravali thai. Tyarapachhi te malli deshona 100 varshani thai, teni chhae rajane vipula avadhijnyana thi joti – joti vicharava lagya. Te a – pratibuddhi yavat pamchaladhipati jitashatru. Tyarapachhi te mallie kautumbika purushone kahyum – tame ashoka vatikamam eka mohanagriha karo, te aneka shata stambha upara rachavo. Te mohanagrihana bahumadhya deshabhagamam chha garbhagriha karavo, te garbhagrihana bahu madhya deshabhagamam jalagriha karavo. Te jalagrihana bahumadhya deshabhage manipithika karo. Yavat teoe ajnya pachhi sompi. Tyarapachhi te manipithika upara mallie potani sadrisha, samana tvacha – vaya – lavanya – yauvana – gunayukta suvarnamayi, mastakamam chhidravali, padma – kamalathi dhamkeli pratima karavi. Karavine je vipula ashana adi ahare chhe, te manojnya ashanadimamthi pratidina eka – eka koliyo laine, te svarnamayi, mastake chhidravali pratimamam eka – eka koliyo prakshepati hati. Tyarapachhi te svarnamayi yavat mastake chhidravali pratimamam eka – eka pimda namkhati, temamthi evi durgamdha utpanna thati hati ke jane koi sarpanum madadum yavat ethi pana anishtatara, amanamatara gamdha hati. Sutra samdarbha– 82–85 |