Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104444
Scripture Name( English ): Bhagavati Translated Scripture Name : ભગવતી સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

शतक-२५

Translated Chapter :

શતક-૨૫

Section : उद्देशक-७ संयत Translated Section : ઉદ્દેશક-૭ સંયત
Sutra Number : 944 Category : Ang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] सामाइयसंजए णं भंते! किं ओसप्पिणिकाले होज्जा? उस्सप्पिणिकाले होज्जा? नोओसप्पिणि-नोउस्सप्पिणि-काले होज्जा? गोयमा! ओसप्पिणिकाले जहा बउसे। एवं छेदोवट्ठावणिए वि, नवरं–जम्मण-संतिभावं पडुच्च चउसु वि पलिभागेसु नत्थि, साहरणं पडुच्च अन्नयरेसु पडिभागे होज्जा, सेसं तं चेव। परिहारविसुद्धिए–पुच्छा। गोयमा! ओसप्पिणिकाले वा होज्जा, उस्सप्पिणिकाले वा होज्जा, नोओसप्पिणि-नोउस्सप्पिणि-काले नो होज्जा। जइ ओसप्पिणिकाले होज्जा–जहा पुलाओ। उस्सप्पिणिकाले वि जहा पुलाओ। सुहुमसंपराइओ जहा नियंठो। एवं अहक्खाओ वि।
Sutra Meaning : સૂત્ર– ૯૪૪. ભગવન્‌ ! સામાયિક સંયત શું અવસર્પિણીકાળે હોય, ઉત્સર્પિણીકાળે હોય કે નોઅવસર્પિણી – નોઉત્સર્પિણી કાળે હોય ? ગૌતમ ! અવસર્પિણી કાળે૦ બકુશવત્‌ કહેવું. એ રીતે છેદોપસ્થાપનીયમાં પણ કહેવુ. માત્ર જન્મ અને સદ્‌ભાવ આશ્રીને ચાર આરામાં નથી હોતા, સંહરણની અપેક્ષાએ કોઈપણ પલિભાગ (આરા)માં હોય છે. બાકી પૂર્વવત્‌. પરિહાર વિશુદ્ધિમાં પ્રશ્ન? ગૌતમ! અવસર્પિણી કે ઉત્સર્પિણી કાળમાં હોય છે. નોઅવસર્પિણી – નોઉત્સર્પિણી કાળમાં નથી હોતા. અવસર્પિણી કાળમાં હોય તો પુલાકવત્‌ જાણવા, ઉત્સર્પિણી કાળમાં પણ પુલાકવત્‌ છે. સૂક્ષ્મસંપરાય, નિર્ગ્રન્થવત્‌ છે. એ રીતે યથાખ્યાત પણ છે. સૂત્ર– ૯૪૫. ભગવન્‌ ! સામાયિક સંયત કાલધર્મ પામીને કઈ ગતિમાં જાય છે ? દેવગતિમાં જાય. દેવગતિમાં જાય તો શું ભવનપતિમાં ઉપજે કે વ્યંતર, જ્યોતિષ્ક કે વૈમાનિકમાં ઉપજે ? ગૌતમ ! ભવનપતિમાં ન ઉપજે૦ આદિ કષાયકુશીલ વત્‌ કહેવું. એ પ્રમાણે છેદોપસ્થાપનીયમાં કહેવું. પરિહાર વિશુદ્ધિકને પુલાકવત્‌ કહેવા. સૂક્ષ્મસંપરાયને નિર્ગ્રન્થવત્‌ કહેવા. યથાખ્યાત વિશે પ્રશ્ન ? ગૌતમ! એ પ્રમાણે યથાખ્યાતસંયત પણ યાવત્‌ અજઘન્યોત્કૃષ્ટ અનુત્તર વિમાનોમાં ઉપજે, કોઈક સિદ્ધ થાય, યાવત્‌ સર્વે દુઃખોનો અંત કરે છે. ભગવન્‌ ! સામાયિક સંયત, દેવલોકમાં ઉપજતા શું ઇન્દ્રપણે ઉપજે૦ પ્રશ્ન ? ગૌતમ ! અવિરાધનાને આશ્રીને, કષાયકુશીલમાં કહ્યા મુજબ જાણવુ. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ કહેવા. પરિહારવિશુદ્ધિકને પુલાકવત્‌ કહેવા. બાકીના બધાને નિર્ગ્રન્થવત્‌ કહેવા. ભગવન્‌ ! સામાયિક સંયતને દેવલોકમાં ઉપજતા કેટલો કાળ સ્થિતિ હોય છે ? ગૌતમ! જઘન્યથી બે પલ્યોપમ, ઉત્કૃષ્ટ ૩૩ – સાગરોપમ. એ પ્રમાણે છેદોપસ્થાપનીયને કહેવા. પરિહાર વિશુદ્ધિકનો પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી બે પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ૧૮ સાગરોપમ. બાકી નિર્ગ્રન્થ પ્રમાણે. સૂત્ર– ૯૪૬. ભગવન્‌ ! સામાયિક સંયતને કેટલા સંયમસ્થાનો છે ? ગૌતમ ! અસંખ્ય સંયમસ્થાનો છે. એ રીતે યાવત્‌ પરિહાર વિશુદ્ધિકને કહેવા. સૂક્ષ્મ સંપરાય વિશે પ્રશ્ન ? ગૌતમ ! અસંખ્ય અંતર્મુહૂર્ત્ત સમય સમાન. યથાખ્યાત સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ! એક અજઘન્યોત્કૃષ્ટ સંયમસ્થાન. ભગવન્‌ ! આ સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિક, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત સંયતોના સંયમ સ્થાનોમાં કોણ કોનાથી યાવત્‌ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા યથાખ્યાત સંયતના એક અજઘન્ય – ઉત્કૃષ્ટ સંયમ સ્થાન છે, સૂક્ષ્મ સંપરાય સંયતના અંતર્મુહૂર્તિક સંયમ સ્થાન અસંખ્યાતગણા છે. પરિહાર વિશુદ્ધિક સંયતના સંયમ સ્થાન અસંખ્યાતગણા છે. સામાયિક સંયતના અને છેદોપસ્થાપનીય સંયતના સંયમસ્થાનો તુલ્ય અને અસંખ્યાતગણા છે. સૂત્ર– ૯૪૭. ભગવન્‌ ! સામાયિક સંયતના કેટલા ચારિત્રપર્યવો છે ? ગૌતમ ! અનંતા ચારિત્રપર્યવો છે. એ પ્રમાણે યાવત્‌ યથાખ્યાત સંયતના છે. ભગવન્‌ ! સામાયિક સંયત, સામાયિક સંયતના સ્વસ્થાન સંનિકર્ષ ચારિત્રપર્યવોથી શું હીન – તુલ્ય કે અધિક છે ? ગૌતમ! કદાચ હીન – છ સ્થાન પતિત. ભગવન્‌ ! સામાયિક સંયત છેદોપસ્થાપનીય પરસ્થાન સંનિકર્ષ, ચારિત્રપર્યવોથી૦ પ્રશ્ન ? ગૌતમ! કદાચ હીન – છ સ્થાન પતિત. એ પ્રમાણે પરિહાર વિશુદ્ધિકના પણ જાણવા. ભગવન્‌ ! સામાયિક સંયત, સૂક્ષ્મ સંપરાય સંયતના પરસ્થાન સંનિકર્ષથી ચારિત્રપર્યવમાં પૃચ્છા. ગૌતમ! હીન છે, તુલ્ય નથી. અધિક નથી, અનંતગુણ હીન છે. એ રીતે યથાખ્યાત સંયતના પણ જાણવા. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ નીચેના ત્રણની સાથે છ સ્થાન પતિત અને ઉપરના બે સાથે તે જ પ્રમાણે અનંતગુણહીન છે. પરિહાર વિશુદ્ધિકને છેદોપસ્થાપનીય માફક જાણવા. ભગવન્‌ ! સૂક્ષ્મ સંપરાય સંયત, સામાયિક સંયતના પરસ્થાનનો પ્રશ્ન ? ગૌતમ ! હીન કે તુલ્ય નથી, અધિક છે. અનંતગુણ અધિક છે. એ પ્રમાણે છેદોપસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધિની સાથે સ્વસ્થાનથી કદાચ હીન, કદાચ તુલ્ય, કદાચ અધિક છે. જો હીન હોય તો અનંતગુણહીન, જો અધિક હોય તો અનંતગુણ અધિક હોય છે. સૂક્ષ્મ સંપરાય સંયત, યથાખ્યાત સંયતના પરસ્થાનમાં પ્રશ્ન ? ગૌતમ! હીન છે, તુલ્ય કે અધિક નહીં. અનંતગુણ હીન છે. યથાખ્યાત, નીચેના ચારમાં હીન કે તુલ્ય નહીં, અધિક છે – અનંતગુણ અધિક છે. સ્વસ્થાનમાં હીન નથી, તુલ્ય છે, અધિક નથી. ભગવન્‌ ! આ સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત સંયતોના જઘન્ય – ઉત્કૃષ્ટ ચારિત્રપર્યવોમાં કોણ, કોનાથી યાવત્‌ વિશેષાધિક છે ? ગૌતમ! સામાયિક સંયતના અને છેદોપસ્થાપનીય સંયતના આ જઘન્ય ચારિત્રપર્યવો બંને તુલ્ય અને સૌથી થોડા છે. પરિહારવિશુદ્ધિક સંયતના જઘન્ય ચારિત્રપર્યવો અનંતગણા છે, તેના જ ઉત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંતગણા છે. સામાયિક અને છેદોપસ્થાપનીય સંયતના ઉત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંતગણા છે, તેનાથી યથાખ્યાત સંયતના અજઘન્ય – ઉત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંતગણા છે. ભગવન્‌ ! સામાયિકસંયત શું સયોગી હોય કે અયોગી ? ગૌતમ ! સયોગી, પુલાકવત્‌ જાણવા. એ પ્રમાણે યાવત્‌ સૂક્ષ્મસંપરાય સંયત કહેવા. યથાખ્યાતને સ્તાનકવત્‌ જાણવા. ભગવન્‌ ! સામાયિક સંયત શું સાકારોપયુક્ત છે કે અનાકારોપયુક્ત ? ગૌતમ! સાકારોપયુક્ત, પુલાકવત્‌ છે. એ રીતે યથાખ્યાત સુધી કહેવું. માત્ર સૂક્ષ્મ સંપરાય, સાકારોપયુક્ત હોય, અનાકારોપયુક્ત ન હોય. ભગવન્‌ ! સામાયિક સંયત શું સકષાયી હોય કે અકષાયી ? ગૌતમ ! સકષાયી હોય, અકષાયી ન હોય, જેમ કષાયકુશીલ કહ્યા એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ કહેવા. પરિહાર વિશુદ્ધિકને પુલાકવત્‌ કહેવા. સૂક્ષ્મ સંપરાયનો પ્રશ્ન ? ગૌતમ! સકષાયી હોય, અકષાયી નહીં. જો સકષાયી હોય તો હે ભગવન્‌ ! તે કેટલા કષાયોમાં હોય ? ગૌતમ ! એક જ સંજ્વલન લોભમાં હોય. યથાખ્યાત સંયતને નિર્ગ્રન્થવત્‌ કહેવા. ભગવન્‌ ! સામાયિક સંયત, શું સલેશ્યી હોય કે અલેશ્યી ? ગૌતમ! સલેશ્યી હોય, જેમ કષાયકુશીલ કહ્યા. એ રીતે છેદોપસ્થાપનીય કહેવા. પરિહારવિશુદ્ધિક, પુલાકવત્‌ કહેવા. સૂક્ષ્મસંપરાય, નિર્ગ્રન્થવત્‌ કહેવા. યથાખ્યાત સ્નાતકવત્‌ કહેવા. માત્ર સલેશ્યી હોય, એક શુક્લલેશ્યા હોય. સૂત્ર સંદર્ભ– ૯૪૪–૯૪૭
Mool Sutra Transliteration : [sutra] samaiyasamjae nam bhamte! Kim osappinikale hojja? Ussappinikale hojja? Noosappini-noussappini-kale hojja? Goyama! Osappinikale jaha bause. Evam chhedovatthavanie vi, navaram–jammana-samtibhavam paduchcha chausu vi palibhagesu natthi, saharanam paduchcha annayaresu padibhage hojja, sesam tam cheva. Pariharavisuddhie–puchchha. Goyama! Osappinikale va hojja, ussappinikale va hojja, noosappini-noussappini-kale no hojja. Jai osappinikale hojja–jaha pulao. Ussappinikale vi jaha pulao. Suhumasamparaio jaha niyamtho. Evam ahakkhao vi.
Sutra Meaning Transliteration : Sutra– 944. Bhagavan ! Samayika samyata shum avasarpinikale hoya, utsarpinikale hoya ke noavasarpini – noutsarpini kale hoya\? Gautama ! Avasarpini kale0 bakushavat kahevum. E rite chhedopasthapaniyamam pana kahevu. Matra janma ane sadbhava ashrine chara aramam nathi hota, samharanani apekshae koipana palibhaga (ara)mam hoya chhe. Baki purvavat. Parihara vishuddhimam prashna? Gautama! Avasarpini ke utsarpini kalamam hoya chhe. Noavasarpini – noutsarpini kalamam nathi hota. Avasarpini kalamam hoya to pulakavat janava, utsarpini kalamam pana pulakavat chhe. Sukshmasamparaya, nirgranthavat chhe. E rite yathakhyata pana chhe. Sutra– 945. Bhagavan ! Samayika samyata kaladharma pamine kai gatimam jaya chhe\? Devagatimam jaya. Devagatimam jaya to shum bhavanapatimam upaje ke vyamtara, jyotishka ke vaimanikamam upaje\? Gautama ! Bhavanapatimam na upaje0 adi kashayakushila vat kahevum. E pramane chhedopasthapaniyamam kahevum. Parihara vishuddhikane pulakavat kaheva. Sukshmasamparayane nirgranthavat kaheva. Yathakhyata vishe prashna\? Gautama! E pramane yathakhyatasamyata pana yavat ajaghanyotkrishta anuttara vimanomam upaje, koika siddha thaya, yavat sarve duhkhono amta kare chhe. Bhagavan ! Samayika samyata, devalokamam upajata shum indrapane upaje0 prashna\? Gautama ! Aviradhanane ashrine, kashayakushilamam kahya mujaba janavu. E pramane chhedopasthapaniya pana kaheva. Pariharavishuddhikane pulakavat kaheva. Bakina badhane nirgranthavat kaheva. Bhagavan ! Samayika samyatane devalokamam upajata ketalo kala sthiti hoya chhe\? Gautama! Jaghanyathi be palyopama, utkrishta 33 – sagaropama. E pramane chhedopasthapaniyane kaheva. Parihara vishuddhikano prashna\? Gautama ! Jaghanyathi be palyopama, utkrishtathi 18 sagaropama. Baki nirgrantha pramane. Sutra– 946. Bhagavan ! Samayika samyatane ketala samyamasthano chhe\? Gautama ! Asamkhya samyamasthano chhe. E rite yavat parihara vishuddhikane kaheva. Sukshma samparaya vishe prashna\? Gautama ! Asamkhya amtarmuhurtta samaya samana. Yathakhyata samyata vishe prashna\? Gautama! Eka ajaghanyotkrishta samyamasthana. Bhagavan ! A samayika, chhedopasthapaniya, pariharavishuddhika, sukshma samparaya, yathakhyata samyatona samyama sthanomam kona konathi yavat visheshadhika chhe\? Gautama! Sauthi thoda yathakhyata samyatana eka ajaghanya – utkrishta samyama sthana chhe, sukshma samparaya samyatana amtarmuhurtika samyama sthana asamkhyatagana chhe. Parihara vishuddhika samyatana samyama sthana asamkhyatagana chhe. Samayika samyatana ane chhedopasthapaniya samyatana samyamasthano tulya ane asamkhyatagana chhe. Sutra– 947. Bhagavan ! Samayika samyatana ketala charitraparyavo chhe\? Gautama ! Anamta charitraparyavo chhe. E pramane yavat yathakhyata samyatana chhe. Bhagavan ! Samayika samyata, samayika samyatana svasthana samnikarsha charitraparyavothi shum hina – tulya ke adhika chhe\? Gautama! Kadacha hina – chha sthana patita. Bhagavan ! Samayika samyata chhedopasthapaniya parasthana samnikarsha, charitraparyavothi0 prashna\? Gautama! Kadacha hina – chha sthana patita. E pramane parihara vishuddhikana pana janava. Bhagavan ! Samayika samyata, sukshma samparaya samyatana parasthana samnikarshathi charitraparyavamam prichchha. Gautama! Hina chhe, tulya nathi. Adhika nathi, anamtaguna hina chhe. E rite yathakhyata samyatana pana janava. E pramane chhedopasthapaniya pana nichena tranani sathe chha sthana patita ane uparana be sathe te ja pramane anamtagunahina chhe. Parihara vishuddhikane chhedopasthapaniya maphaka janava. Bhagavan ! Sukshma samparaya samyata, samayika samyatana parasthanano prashna\? Gautama ! Hina ke tulya nathi, adhika chhe. Anamtaguna adhika chhe. E pramane chhedopasthapaniya ane parihara vishuddhini sathe svasthanathi kadacha hina, kadacha tulya, kadacha adhika chhe. Jo hina hoya to anamtagunahina, jo adhika hoya to anamtaguna adhika hoya chhe. Sukshma samparaya samyata, yathakhyata samyatana parasthanamam prashna\? Gautama! Hina chhe, tulya ke adhika nahim. Anamtaguna hina chhe. Yathakhyata, nichena charamam hina ke tulya nahim, adhika chhe – anamtaguna adhika chhe. Svasthanamam hina nathi, tulya chhe, adhika nathi. Bhagavan ! A samayika, chhedopasthapaniya, pariharavishuddhi, sukshmasamparaya, yathakhyata samyatona jaghanya – utkrishta charitraparyavomam kona, konathi yavat visheshadhika chhe\? Gautama! Samayika samyatana ane chhedopasthapaniya samyatana a jaghanya charitraparyavo bamne tulya ane sauthi thoda chhe. Pariharavishuddhika samyatana jaghanya charitraparyavo anamtagana chhe, tena ja utkrishta charitraparyavo anamtagana chhe. Samayika ane chhedopasthapaniya samyatana utkrishta charitraparyavo anamtagana chhe, tenathi yathakhyata samyatana ajaghanya – utkrishta charitraparyavo anamtagana chhe. Bhagavan ! Samayikasamyata shum sayogi hoya ke ayogi\? Gautama ! Sayogi, pulakavat janava. E pramane yavat sukshmasamparaya samyata kaheva. Yathakhyatane stanakavat janava. Bhagavan ! Samayika samyata shum sakaropayukta chhe ke anakaropayukta\? Gautama! Sakaropayukta, pulakavat chhe. E rite yathakhyata sudhi kahevum. Matra sukshma samparaya, sakaropayukta hoya, anakaropayukta na hoya. Bhagavan ! Samayika samyata shum sakashayi hoya ke akashayi\? Gautama ! Sakashayi hoya, akashayi na hoya, jema kashayakushila kahya e pramane chhedopasthapaniya pana kaheva. Parihara vishuddhikane pulakavat kaheva. Sukshma samparayano prashna\? Gautama! Sakashayi hoya, akashayi nahim. Jo sakashayi hoya to he bhagavan ! Te ketala kashayomam hoya\? Gautama ! Eka ja samjvalana lobhamam hoya. Yathakhyata samyatane nirgranthavat kaheva. Bhagavan ! Samayika samyata, shum saleshyi hoya ke aleshyi\? Gautama! Saleshyi hoya, jema kashayakushila kahya. E rite chhedopasthapaniya kaheva. Pariharavishuddhika, pulakavat kaheva. Sukshmasamparaya, nirgranthavat kaheva. Yathakhyata snatakavat kaheva. Matra saleshyi hoya, eka shuklaleshya hoya. Sutra samdarbha– 944–947