Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104421
Scripture Name( English ): Bhagavati Translated Scripture Name : ભગવતી સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

शतक-२५

Translated Chapter :

શતક-૨૫

Section : उद्देशक-६ निर्ग्रन्थ Translated Section : ઉદ્દેશક-૬ નિર્ગ્રન્થ
Sutra Number : 921 Category : Ang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] पुलाए णं भंते! कति कम्मप्पगडीओ बंधति? गोयमा! आउयवज्जाओ सत्त कम्मप्पगडीओ बंधति। बउसे–पुच्छा। गोयमा! सत्तविहबंधए वा, अट्ठविहबंधए वा। सत्त बंधमाणे आउयवज्जाओ सत्त कम्मप्पगडीओ बंधति, अट्ठ बंधमाणे पडि-पुण्णाओ अट्ठ कम्मप्पगडीओ बंधति। एवं पडिसेवणाकुसीले वि। कसायकुसीले–पुच्छा। गोयमा! सत्तविहबंधए वा, अट्ठविहबंधए वा, छव्विहबंधए वा। सत्त बंधमाणे आउयवज्जाओ सत्त कम्मप्पगडीओ बंधति, अट्ठ बंधमाणे पडिपुण्णाओ अट्ठ कम्मप्पगडीओ बंधति, छ बंधमाणे आउय-मोहणिज्जवज्जाओ छक्कम्मप्पगडीओ बंधति। नियंठे णं–पुच्छा। गोयमा! एगं वेयणिज्जं कम्मं बंधइ। सिणाए–पुच्छा। गोयमा! एगविहबंधए वा, अबंधए वा। एगं बंधमाणे एगं वेयणिज्जं कम्मं बंधइ।
Sutra Meaning : સૂત્ર– ૯૨૧. ભગવન્‌ ! પુલાક, કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? ગૌતમ ! આયુને વર્જીને સાત કર્મપ્રકૃતિ બાંધે. બકુશની પૃચ્છા. ગૌતમ ! સાત કે આઠ ભેદે બાંધે. સાત બાંધે તો આયુને વર્જીને સાત કર્મપ્રકૃતિ બાંધે, આઠ બાંધે તો પ્રતિપૂર્ણ આઠ કર્મ પ્રકૃતિ બાંધે. એ રીતે પ્રતિસેવનાકુશીલ છે. કષાયકુશીલનો પ્રશ્ન ? ગૌતમ! સાત બાંધે, આઠ બાંધે કે છ ભેદે બાંધે. સાત બાંધતા આયુને વર્જીને સાત કર્મપ્રકૃતિ બાંધે. આઠ બાંધે તો પ્રતિપૂર્ણ આઠ બાંધે, છ બાંધે તો આયુ, મોહનીય સિવાયની છ બાંધે. નિર્ગ્રન્થ વિશે પ્રશ્ન ? ગૌતમ! એક વેદનીય કર્મ બાંધે. સ્નાતક વિશે પ્રશ્ન? ગૌતમ! એક ભેદે બાંધે કે ન બાંધે. જો એક બાંધે તો એક વેદનીય કર્મ બાંધે. સૂત્ર– ૯૨૨. ભગવન્‌ ! પુલાક કેટલી કર્મપ્રકૃતિ વેદે ? ગૌતમ! નિયમા આઠ કર્મપ્રકૃતિઓ વેદે. એ રીતે કષાયકુશીલ સુધી જાણવુ. નિર્ગ્રન્થ વિશે પ્રશ્ન ? ગૌતમ! મોહનીય વર્જીને સાત કર્મ પ્રકૃતિઓ વેદે છે. સ્નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ! વેદનીય – આયુ – નામ – ગોત્રને વેદે છે. સૂત્ર– ૯૨૩. ભગવન્‌ ! પુલાક કેટલી કર્મપ્રકૃતિની ઉદીરણા કરે છે ? ગૌતમ! આયુ, વેદનીય વર્જીને છ કર્મપ્રકૃતિ ઉદીરે છે. બકુશ વિશે પ્રશ્ન ? ગૌતમ! સાત ભેદે કે આઠ ભેદે કે છ ભેદે ઉદીરે છે. જો સાતને ઉદીરે તો આયુને વર્જીને સાત કર્મપ્રકૃતિ ઉદીરે છે, આઠને ઉદીરે તો પ્રતિપૂર્ણ આઠે કર્મપ્રકૃતિઓ ઉદીરે છે, છ ને ઉદીરે તો આયુ – વેદનીયને વર્જીને છ કર્મપ્રકૃતિને ઉદીરે છે. પ્રતિસેવના કુશીલ એ પ્રમાણે જ છે. કષાયકુશીલ વિશે પ્રશ્ન ? ગૌતમ! સાત – આઠ – છ કે પાંચ ભેદે ઉદીરે છે. જો સાતને ઉદીરે તો આયુને વર્જીને સાત કર્મપ્રકૃતિને ઉદીરે છે. આઠને ઉદીરે તો પ્રતિપૂર્ણ આઠ કર્મપ્રકૃતિને ઉદીરે છે. છને ઉદીરે તો આયુ અને વેદનીય વર્જીને છ કર્મપ્રકૃતિને ઉદીરે છે. જો પાંચને ઉદીરે તો આયુ – વેદનીય – મોહનીયને વર્જીને પાંચ કર્મપ્રકૃતિને ઉદીરે છે. નિર્ગ્રન્થ વિશે પ્રશ્ન ? ગૌતમ! પાંચ ભેદે ઉદીરે અથવા બે ભેદે ઉદીરે છે. પાંચને ઉદીરે તો આયુ – વેદનીય – મોહનીય ને વર્જીને પાંચ કર્મપ્રકૃતિને ઉદીરે છે. બેને ઉદીરે તો નામ અને ગોત્રને ઉદીરે છે. સ્નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ ! બે ભેદે ઉદીરણા કરે અથવા એકેની પણ ઉદીરણા ન કરે. જો બેની ઉદીરણા કરે તો નામ અને ગોત્રની ઉદીરણા કરે છે. સૂત્ર સંદર્ભ– ૯૨૧–૯૨૩
Mool Sutra Transliteration : [sutra] pulae nam bhamte! Kati kammappagadio bamdhati? Goyama! Auyavajjao satta kammappagadio bamdhati. Bause–puchchha. Goyama! Sattavihabamdhae va, atthavihabamdhae va. Satta bamdhamane auyavajjao satta kammappagadio bamdhati, attha bamdhamane padi-punnao attha kammappagadio bamdhati. Evam padisevanakusile vi. Kasayakusile–puchchha. Goyama! Sattavihabamdhae va, atthavihabamdhae va, chhavvihabamdhae va. Satta bamdhamane auyavajjao satta kammappagadio bamdhati, attha bamdhamane padipunnao attha kammappagadio bamdhati, chha bamdhamane auya-mohanijjavajjao chhakkammappagadio bamdhati. Niyamthe nam–puchchha. Goyama! Egam veyanijjam kammam bamdhai. Sinae–puchchha. Goyama! Egavihabamdhae va, abamdhae va. Egam bamdhamane egam veyanijjam kammam bamdhai.
Sutra Meaning Transliteration : Sutra– 921. Bhagavan ! Pulaka, ketali karmaprakriti bamdhe\? Gautama ! Ayune varjine sata karmaprakriti bamdhe. Bakushani prichchha. Gautama ! Sata ke atha bhede bamdhe. Sata bamdhe to ayune varjine sata karmaprakriti bamdhe, atha bamdhe to pratipurna atha karma prakriti bamdhe. E rite pratisevanakushila chhe. Kashayakushilano prashna\? Gautama! Sata bamdhe, atha bamdhe ke chha bhede bamdhe. Sata bamdhata ayune varjine sata karmaprakriti bamdhe. Atha bamdhe to pratipurna atha bamdhe, chha bamdhe to ayu, mohaniya sivayani chha bamdhe. Nirgrantha vishe prashna\? Gautama! Eka vedaniya karma bamdhe. Snataka vishe prashna? Gautama! Eka bhede bamdhe ke na bamdhe. Jo eka bamdhe to eka vedaniya karma bamdhe. Sutra– 922. Bhagavan ! Pulaka ketali karmaprakriti vede\? Gautama! Niyama atha karmaprakritio vede. E rite kashayakushila sudhi janavu. Nirgrantha vishe prashna\? Gautama! Mohaniya varjine sata karma prakritio vede chhe. Snataka vishe prashna\? Gautama! Vedaniya – ayu – nama – gotrane vede chhe. Sutra– 923. Bhagavan ! Pulaka ketali karmaprakritini udirana kare chhe\? Gautama! Ayu, vedaniya varjine chha karmaprakriti udire chhe. Bakusha vishe prashna\? Gautama! Sata bhede ke atha bhede ke chha bhede udire chhe. Jo satane udire to ayune varjine sata karmaprakriti udire chhe, athane udire to pratipurna athe karmaprakritio udire chhe, chha ne udire to ayu – vedaniyane varjine chha karmaprakritine udire chhe. Pratisevana kushila e pramane ja chhe. Kashayakushila vishe prashna\? Gautama! Sata – atha – chha ke pamcha bhede udire chhe. Jo satane udire to ayune varjine sata karmaprakritine udire chhe. Athane udire to pratipurna atha karmaprakritine udire chhe. Chhane udire to ayu ane vedaniya varjine chha karmaprakritine udire chhe. Jo pamchane udire to ayu – vedaniya – mohaniyane varjine pamcha karmaprakritine udire chhe. Nirgrantha vishe prashna\? Gautama! Pamcha bhede udire athava be bhede udire chhe. Pamchane udire to ayu – vedaniya – mohaniya ne varjine pamcha karmaprakritine udire chhe. Bene udire to nama ane gotrane udire chhe. Snataka vishe prashna\? Gautama ! Be bhede udirana kare athava ekeni pana udirana na kare. Jo beni udirana kare to nama ane gotrani udirana kare chhe. Sutra samdarbha– 921–923