Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104393
Scripture Name( English ): Bhagavati Translated Scripture Name : ભગવતી સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

शतक-२५

Translated Chapter :

શતક-૨૫

Section : उद्देशक-५ पर्यव Translated Section : ઉદ્દેશક-૫ પર્યવ
Sutra Number : 893 Category : Ang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] कतिविहा णं भंते! पज्जवा पन्नत्ता? गोयमा! दुविहा पज्जवा पन्नत्ता, तं जहा–जीवपज्जवा य, अजीवपज्जवा य। पज्जवपदं निरवसेसं भाणियव्वं जहा पन्नवणाए।
Sutra Meaning : સૂત્ર– ૮૯૩. ભગવન્‌ ! પર્યવો કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે. તે આ – જીવપર્યવો, અજીવપર્યવો. અહી પ્રજ્ઞાપના સૂત્રનું પદ – ૫ ’પર્યવપદ’ સંપૂર્ણ કહેવું. સૂત્ર– ૮૯૪. ભગવન્‌ ! આવલિકા, શું સંખ્યાત સમયની, અસંખ્યાત સમયની કે અનંત સમયની હોય ? ગૌતમ ! તે માત્ર અસંખ્યાત સમય છે. ભગવન્‌ ! આનપ્રાણ શું સંખ્યાત સમયની હોય ? ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વવત્‌ જાણવુ. ભગવન્‌ ! સ્તોક, શું સંખ્યાત સમય હોય ? ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વવત્‌ જાણવુ. એ પ્રમાણે લવ, મુહૂર્ત્ત જાણવા. એ પ્રમાણે અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, સો વર્ષ, હજાર વર્ષ, લાખ વર્ષ, પૂર્વાંગ, પૂર્વ, ત્રુટિતાંગ, ત્રુટિત, અડડાંગ, અડડ, અવવાંગ, અવવ, હૂહુયાંગ, હુહુત, ઉત્પલાંગ, ઉત્પલ, પદ્માંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અક્ષનિપૂરાંગ, અક્ષનિપૂર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી જાણવા. ભગવન્‌ ! એક પુદ્‌ગલ પરાવર્ત શું સંખ્યાત સમયક, અસંખ્યાત સમયક કે અનંતાસમયક છે ? પ્રશ્ન. ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત સમયક નથી, અનંત સમયક છે. એ રીતે અતીત – અનાગત – સર્વકાળ જાણવો. ભગવન્‌ ! આવલિકાઓ શું સંખ્યાત સમયિક છે ? પ્રશ્ન. ગૌતમ! સંખ્યાત સમયિક નથી, કદાચ અસંખ્યાત, કદાચ અનંત સમયિક છે. ભગવન્‌ ! આનપ્રાણો, શું સંખ્યાતસમયિક છે ? પૂર્વવત્‌. ભગવન્‌ ! સ્તોકો, શું સંખ્યાત સમયિક છે૦ ? એ પ્રમાણે યાવત્‌ અવસર્પિણીઓ સુધી જાણવુ. ભગવન્‌ ! અનેક પુદ્‌ગલ પરાવર્તો, શું સંખ્યાત સમયિક છે?. ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત સમયિક નથી, અનંત સમયિક છે. ભગવન્‌ ! આનપ્રાણ, શું સંખ્યાત આવલિકારૂપ છે૦? પ્રશ્ન. ગૌતમ! સંખ્યાત આવલિકારૂપ છે, અસંખ્યાત કે અનંત આવલિકારૂપ નથી. એ પ્રમાણે સ્તોક યાવત્‌ શીર્ષ પ્રહેલિકારૂપ સુધી જાણવુ. ભગવન્‌ ! પલ્યોપમ, શું સંખ્યાત આવલિકારૂપ છે૦? પ્રશ્ન. સંખ્યાત કે અનંત આવલિકારૂપ નથી, અસંખ્યાત આવલિકારૂપ છે. એ પ્રમાણે સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી પણ જાણવા. ભગવન્‌ ! એક પુદ્‌ગલ પરાવર્ત૦ પૃચ્છા. ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત આવલિકારૂપ નથી, અનંત આવલિકા રૂપ છે. એ પ્રમાણે યાવત્‌ સર્વકાળ. ભગવન્‌ ! આનપ્રાણ શું સંખ્યાત આવલિકારૂપ છે ? ગૌતમ! કદાચ સંખ્યાત આવલિકા, કદાચ અસંખ્યાત આવલિકા, કદાચ અનંત આવલિકારૂપ છે. એ પ્રમાણે શીર્ષ પ્રહેલિકા સુધી જાણવુ. ભગવન્‌ ! પલ્યોપમની પૃચ્છા. ગૌતમ ! સંખ્યાત આવલિકારૂપ નથી, કદાચ અસંખ્યાત આવલિકા, કદાચ અનંત આવલિકા રૂપ છે. એ પ્રમાણે ઉત્સર્પિણી સુધી જાણવુ. પુદ્‌ગલ પરિવર્તની પૃચ્છા. ગૌતમ! સંખ્યાત કે અસંખ્યાત આવલિકારૂપ નથી, પણ અનંત આવલિકારૂપ છે. ભગવન્‌ ! સ્તોક શું સંખ્યાત આનપ્રાણ છે, અસંખ્યાત આનપ્રાણ છે૦ ? આવલિકા માફક આનપ્રાણ વક્તવ્યતા સંપૂર્ણ કહેવી. એ પ્રમાણે આ આલાવા વડે શીર્ષપ્રહેલિકા પર્યન્ત કહેવુ. ભગવન્‌ ! સાગરોપમ શું સંખ્યાત પલ્યોપમરૂપ છે ? પ્રશ્ન. ગૌતમ! સંખ્યાત પલ્યોપમ છે, અસંખ્યાત કે અનંત પલ્યોપમ નથી. એ રીતે અવસર્પિણી અને ઉત્સર્પિણી પણ જાણવા. ભગવન્‌ ! પુદ્‌ગલ પરિવર્ત૦ પૃચ્છા. ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત પલ્યોપમ નથી, અનંત પલ્યોપમ છે. એ પ્રમાણે સર્વકાળ પર્યન્ત જાણવુ. ભગવન્‌ ! અનેક સાગરોપમો શું સંખ્યાત પલ્યોપમરૂપ છે૦? પ્રશ્ન. ગૌતમ ! કદાચ સંખ્યાત પલ્યોપમો, કદાચ અસંખ્યાત પલ્યોપમો, કદાચ અનંતા પલ્યોપમો. એ પ્રમાણે અવસર્પિણી, ઉત્સર્પિણીમાં પણ કહેવુ. ભગવન્‌ ! અનેક પુદ્‌ગલ પરાવર્તોની પૃચ્છા. ગૌતમ! સંખ્યાત પલ્યોપમ નથી, અસંખ્યાત પલ્યોપમ નથી, પણ અનંત પલ્યોપમો છે. ભગવન્‌ ! અવસર્પિણી, શું સંખ્યાત સાગરોપમ છે૦? જેમ પલ્યોપમની વક્તવ્યતા કહી, તેમ સાગરોપમની પણ કહેવી. ભગવન્‌ ! પુદ્‌ગલ પરાવર્ત, શું સંખ્યાત અવસર્પિણી છે૦ ? ગૌતમ! સંખ્યાત કે અસંખ્યાત અવસર્પિણીઓ રૂપ નથી, પણ અનંત અવસર્પિણી – ઉત્સર્પિણીરૂપ છે. એ પ્રમાણે સર્વકાળ પર્યન્ત જાણવુ. ભગવન્‌ ! અનેક પુદ્‌ગલ પરાવર્તો શું સંખ્યાત અવસર્પિણી – ઉત્સર્પિણીઓ છે૦? પ્રશ્ન. ગૌતમ! માત્ર અનંત અવસર્પિણી ઉત્સર્પિણી છે. ભગવન્‌ ! અતીતકાળ, શું સંખ્યાત પુદ્‌ગલ પરિવર્ત૦ છે ? ગૌતમ ! તે અનંતા પુદ્‌ગલ પરિવર્ત છે. આ રીતે અનાગતકાળ, સર્વકાળ જાણવો. સૂત્ર– ૮૯૫. ભગવન્‌ ! અનાગતકાળ શું સંખ્યાત અતીતકાળરૂપ છે કે અસંખ્યાત૦ કે અનંત૦ ? ગૌતમ! સંખ્યાત – અસંખ્યાત કે અનંત અતીતકાળરૂપ નથી. અનાગતકાળ, અતીતકાળથી સમયાધિક છે. અતીતકાળ, અનાગતકાળથી સમય ન્યૂન છે. ભગવન્‌ ! સર્વકાળ શું સંખ્યાત અતીતકાળ છે૦ ? પ્રશ્ન. ગૌતમ! સંખ્યાત – અસંખ્યાત – અનંત અતીતકાળરૂપ નથી. સર્વકાળ, તે અતીતકાળથી સાતિરેક બમણો છે, અતીતકાળ, સર્વકાળથી સ્તોક ન્યૂનાર્ધ છે. ભગવન્‌ ! સર્વકાળ, શું સંખ્યાત અનાગતકાળરૂપ છે૦ ? ગૌતમ ! સંખ્યાત – અસંખ્યાત – અનંત અનાગત – કાળરૂપ નથી. સર્વકાળ અનાગતકાળથી સ્તોક ન્યૂન બમણો છે. અનાગતકાળ, સર્વકાળથી સાતિરેક અડધો છે. સૂત્ર સંદર્ભ– ૮૯૩–૮૯૫
Mool Sutra Transliteration : [sutra] kativiha nam bhamte! Pajjava pannatta? Goyama! Duviha pajjava pannatta, tam jaha–jivapajjava ya, ajivapajjava ya. Pajjavapadam niravasesam bhaniyavvam jaha pannavanae.
Sutra Meaning Transliteration : Sutra– 893. Bhagavan ! Paryavo ketala bhede chhe? Gautama! Be bhede. Te a – jivaparyavo, ajivaparyavo. Ahi prajnyapana sutranum pada – 5 ’paryavapada’ sampurna kahevum. Sutra– 894. Bhagavan ! Avalika, shum samkhyata samayani, asamkhyata samayani ke anamta samayani hoya\? Gautama ! Te matra asamkhyata samaya chhe. Bhagavan ! Anaprana shum samkhyata samayani hoya\? Ityadi prashna. Purvavat janavu. Bhagavan ! Stoka, shum samkhyata samaya hoya\? Ityadi prashna. Purvavat janavu. E pramane lava, muhurtta janava. E pramane ahoratra, paksha, masa, ritu, ayana, samvatsara, yuga, so varsha, hajara varsha, lakha varsha, purvamga, purva, trutitamga, trutita, adadamga, adada, avavamga, avava, huhuyamga, huhuta, utpalamga, utpala, padmamga, padma, nalinamga, nalina, akshanipuramga, akshanipura, ayutamga, ayuta, nayutamga, nayuta, prayutamga, prayuta, chulikamga, chulika, shirshaprahelikamga, shirshaprahelika, palyopama, sagaropama, avasarpini, utsarpini janava. Bhagavan ! Eka pudgala paravarta shum samkhyata samayaka, asamkhyata samayaka ke anamtasamayaka chhe\? Prashna. Gautama ! Samkhyata ke asamkhyata samayaka nathi, anamta samayaka chhe. E rite atita – anagata – sarvakala janavo. Bhagavan ! Avalikao shum samkhyata samayika chhe\? Prashna. Gautama! Samkhyata samayika nathi, kadacha asamkhyata, kadacha anamta samayika chhe. Bhagavan ! Anaprano, shum samkhyatasamayika chhe\? Purvavat. Bhagavan ! Stoko, shum samkhyata samayika chhe0\? E pramane yavat avasarpinio sudhi janavu. Bhagavan ! Aneka pudgala paravarto, shum samkhyata samayika chhe?. Gautama ! Samkhyata ke asamkhyata samayika nathi, anamta samayika chhe. Bhagavan ! Anaprana, shum samkhyata avalikarupa chhe0? Prashna. Gautama! Samkhyata avalikarupa chhe, asamkhyata ke anamta avalikarupa nathi. E pramane stoka yavat shirsha prahelikarupa sudhi janavu. Bhagavan ! Palyopama, shum samkhyata avalikarupa chhe0? Prashna. Samkhyata ke anamta avalikarupa nathi, asamkhyata avalikarupa chhe. E pramane sagaropama, avasarpini, utsarpini pana janava. Bhagavan ! Eka pudgala paravarta0 prichchha. Gautama ! Samkhyata ke asamkhyata avalikarupa nathi, anamta avalika rupa chhe. E pramane yavat sarvakala. Bhagavan ! Anaprana shum samkhyata avalikarupa chhe\? Gautama! Kadacha samkhyata avalika, kadacha asamkhyata avalika, kadacha anamta avalikarupa chhe. E pramane shirsha prahelika sudhi janavu. Bhagavan ! Palyopamani prichchha. Gautama ! Samkhyata avalikarupa nathi, kadacha asamkhyata avalika, kadacha anamta avalika rupa chhe. E pramane utsarpini sudhi janavu. Pudgala parivartani prichchha. Gautama! Samkhyata ke asamkhyata avalikarupa nathi, pana anamta avalikarupa chhe. Bhagavan ! Stoka shum samkhyata anaprana chhe, asamkhyata anaprana chhe0\? Avalika maphaka anaprana vaktavyata sampurna kahevi. E pramane a alava vade shirshaprahelika paryanta kahevu. Bhagavan ! Sagaropama shum samkhyata palyopamarupa chhe\? Prashna. Gautama! Samkhyata palyopama chhe, asamkhyata ke anamta palyopama nathi. E rite avasarpini ane utsarpini pana janava. Bhagavan ! Pudgala parivarta0 prichchha. Gautama ! Samkhyata ke asamkhyata palyopama nathi, anamta palyopama chhe. E pramane sarvakala paryanta janavu. Bhagavan ! Aneka sagaropamo shum samkhyata palyopamarupa chhe0? Prashna. Gautama ! Kadacha samkhyata palyopamo, kadacha asamkhyata palyopamo, kadacha anamta palyopamo. E pramane avasarpini, utsarpinimam pana kahevu. Bhagavan ! Aneka pudgala paravartoni prichchha. Gautama! Samkhyata palyopama nathi, asamkhyata palyopama nathi, pana anamta palyopamo chhe. Bhagavan ! Avasarpini, shum samkhyata sagaropama chhe0? Jema palyopamani vaktavyata kahi, tema sagaropamani pana kahevi. Bhagavan ! Pudgala paravarta, shum samkhyata avasarpini chhe0\? Gautama! Samkhyata ke asamkhyata avasarpinio rupa nathi, pana anamta avasarpini – utsarpinirupa chhe. E pramane sarvakala paryanta janavu. Bhagavan ! Aneka pudgala paravarto shum samkhyata avasarpini – utsarpinio chhe0? Prashna. Gautama! Matra anamta avasarpini utsarpini chhe. Bhagavan ! Atitakala, shum samkhyata pudgala parivarta0 chhe\? Gautama ! Te anamta pudgala parivarta chhe. A rite anagatakala, sarvakala janavo. Sutra– 895. Bhagavan ! Anagatakala shum samkhyata atitakalarupa chhe ke asamkhyata0 ke anamta0\? Gautama! Samkhyata – asamkhyata ke anamta atitakalarupa nathi. Anagatakala, atitakalathi samayadhika chhe. Atitakala, anagatakalathi samaya nyuna chhe. Bhagavan ! Sarvakala shum samkhyata atitakala chhe0\? Prashna. Gautama! Samkhyata – asamkhyata – anamta atitakalarupa nathi. Sarvakala, te atitakalathi satireka bamano chhe, atitakala, sarvakalathi stoka nyunardha chhe. Bhagavan ! Sarvakala, shum samkhyata anagatakalarupa chhe0\? Gautama ! Samkhyata – asamkhyata – anamta anagata – kalarupa nathi. Sarvakala anagatakalathi stoka nyuna bamano chhe. Anagatakala, sarvakalathi satireka adadho chhe. Sutra samdarbha– 893–895