Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104177
Scripture Name( English ): Bhagavati Translated Scripture Name : ભગવતી સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

शतक-१६

Translated Chapter :

શતક-૧૬

Section : उद्देशक-६ स्वप्न Translated Section : ઉદ્દેશક-૬ સ્વપ્ન
Sutra Number : 677 Category : Ang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] कतिविहे णं भंते! सुविणदंसणे पन्नत्ते? गोयमा! पंचविहे सुविणदंसणे पन्नत्ते, तं जहा–अहातच्चे, पताणे, चिंतासुविणे, तव्विवरीए, अव्वत्तदंसणे। सुत्ते णं भंते! सुविणं पासति? जागरे सुविणं पासति? सुत्तजागरे सुविणं पासति? गोयमा! नो सुत्ते सुविणं पासति, नो जागरे सुविणं पासति, सुत्तजागरे सुविणं पासति। जीवा णं भंते! किं सुत्ता? जागरा? सुत्तजागरा? गोयमा! जीवा सुत्ता वि, जागरा वि, सुत्तजागरा वि। नेरइयाणं भंते! किं सुत्ता–पुच्छा। गोयमा! नेरइया सुत्ता, नो जागरा, नो सुत्तजागरा। एवं जाव चउरिंदिया। पंचिंदियतिरिक्खजोणिया णं भंते! किं सुत्ता–पुच्छा। गोयमा! सुत्ता, नो जागरा, सुत्तजागरा वि। मनुस्सा जहा जीवा। वाणमंतर-जोइसिय-वेमाणिया जहा नेरइया।
Sutra Meaning : સૂત્ર– ૬૭૭. ભગવન્‌ ! સ્વપ્નદર્શન કેટલા પ્રકારે છે ? ગૌતમ ! પાંચ પ્રકારે છે – યથાતથ્ય સ્વપ્નદર્શન, પ્રતાન સ્વપ્નદર્શન, ચિંતા સ્વપ્નદર્શન, તદ્‌વિપરીત સ્વપ્નદર્શન, અવ્યક્ત સ્વપ્નદર્શન. ભગવન્‌ ! શું સૂતા પ્રાણી સ્વપ્ન જુએ કે જાગતા પ્રાણી સ્વપ્ન જુએ કે સૂતા – જાગતા પ્રાણી સ્વપ્ન જુએ ? ગૌતમ ! સૂતા કે જાગતા સ્વપ્ન ન જુએ, સૂતા – જાગતા સ્વપ્ન જુએ છે. ભગવન્‌ ! જીવો, સૂતા છે, જાગતા છે કે સૂતા – જાગતા ? ગૌતમ ! જીવો ત્રણે છે. ભગવન્! નૈરયિકો સૂતા છે ? પ્રશ્ન. ગૌતમ ! નૈરયિકો સુપ્ત છે, જાગૃત કે સુપ્તજાગૃત નથી. એ પ્રમાણે ચઉરિન્દ્રિય સુધી કહેવું. ભગવન્‌ ! પંચેન્દ્રિય તિર્યંચયોનિક શું સૂતા છે ? પ્રશ્ન. ગૌતમ ! સુપ્ત અને સુપ્તજાગૃત છે, જાગૃત નહીં. મનુષ્યોને જીવની માફક જાણવા. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને નૈરયિકવત્‌ જાણવા. સૂત્ર– ૬૭૮. ભગવન્‌ ! સ્વપ્નને સંવૃત્ત જીવ જુએ, અસંવૃત્ત જીવ જુએ કે સંવૃતા – સંવૃત જીવ જુએ ? ગૌતમ ! ત્રણે જીવ સ્વપ્નોને જુએ છે. સંવૃત્ત જીવ જે સ્વપ્ન જુએ તે યથાતથ્ય જુએ છે. અસંવૃત્ત જે સ્વપ્ન જુએ તે તથ્ય પણ હોય અતથ્ય પણ હોય. સંવૃત્તાસંવૃત્ત જે સ્વપ્ન જુએ તે અસંવૃત્ત સમાન જાણવુ. ભગવન્‌ ! જીવો શું સંવૃત્ત છે, અસંવૃત્ત છે કે સંવૃત્તાસંવૃત્ત ? ગૌતમ ! જીવો ત્રણે પ્રકારે હોય, એ પ્રમાણે જેમ સુપ્ત દંડકમાં કહ્યું છે તેમ કહેવું. ભગવન્‌ ! સ્વપ્નો કેટલા ભેદે છે ? ગૌતમ ! ૪૨ ભેદે સ્વપ્નો છે. ભગવન્‌ ! મહાસ્વપ્ન કેટલા ભેદે છે ? ગૌતમ ! ૩૦ – ભેદે છે. ભગવન્‌ ! સર્વે સ્વપ્ના કેટલા ભેદે છે ? ગૌતમ ! ૭૨ – ભેદે કહેલા છે. ભગવન્‌ ! તીર્થંકરની માતા તીર્થંકર ગર્ભમાં આવે ત્યારે કેટલા મહાસ્વપ્નો જોઈને જાગે છે ? ગૌતમ ! ૩૦ મહાસ્વપ્નોમાંથી ૧૪ – મહાસ્વપ્નો જોઈને જાગે છે. તે આ – હાથી, વૃષભ, સિંહ, અભિષેક ઇત્યાદિ. ભગવન્‌ ! ચક્રવર્તીની માતા ચક્રવર્તી ગર્ભમાં આવે ત્યારે કેટલા મહાસ્વપ્નો જોઈને જાગે છે ? ગૌતમ ! તીર્થંકર માતા સમાન જાણવુ. ભગવન્‌ ! વાસુદેવની માતા વિશે પ્રશ્ન. ગૌતમ ! વાસુદેવ માતા યાવત્‌ વાસુદેવ ગર્ભમાં આવતા આ ચૌદ મહા સ્વપ્નોમાંથી કોઈ સાત મહાસ્વપ્ન જોઈને જાગે છે. બલદેવની માતા વિશે પ્રશ્ન. ગૌતમ ! બલદેવની માતા યાવત્‌ આ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ ચાર મહાસ્વપ્ન જોઈને જાગે છે. ભગવન્‌ ! માંડલીકની માતા. ગૌતમ ! માંડલીકની માતા યાવત્‌ આ ચૌદમાનુ કોઈ એક સ્વપ્ન જોઈને જાગે. સૂત્ર– ૬૭૯. શ્રમણ ભગવંત મહાવીર પોતાના છદ્મસ્થ કાળની અંતિમ રાત્રિએ આ દશ મહાસ્વપ્નો જોઈને જાગ્યા. તે આ પ્રમાણે – ૧. એક મહાઘોર અને તેજસ્વી રૂપવાળા તાલપિશાચને સ્વપ્નમાં પરાજિત કર્યો, જોઈને જાગ્યા. ૨. એક મહાન શ્વેત પાંખવાળા પુંસ્કોકિલને સ્વપ્નમાં જોઈને જાગ્યા. ૩. એક મહાન ચિત્રવિચિત્ર પાંખવાળા પુંસ્કોકિલને સ્વપ્નમાં જોઈને જાગ્યા. ૪. એક મહાન માળાયુગલ જે સર્વરત્નમય હતું, તે સ્વપ્નમાં જોઈને જાગ્યા. ૫. એક મોટો શ્વેતવર્ગ સ્વપ્નમાં જોઈને જાગ્યા. ૬. એક મોટા પદ્મસરોવર જે ચોતરફ કુસુમિત હતું, તે જોઈને જાગ્યા. ૭. હજારો તરંગો અને કલ્લોલોથી યુક્ત એક મોટો સાગર હતો, તેને ભૂજાથી તર્યા, તેવું સ્વપ્ન જોઈને જાગ્યા. ૮. પોતાના તેજથી જાજ્વલ્યમાન એક મહાન સૂર્યને જોઈને જાગ્યા. ૯. એક મોટા માનુષોત્તર પર્વતને નીલ વૈડૂર્ય મણિ સમાન પોતાના આંતરડાથી ચોતરફથી આવેષ્ટિત – પરિવેષ્ટિત જોઈને જાગ્યા. ૧૦. એક મહાન મંદરપર્વતની મેરુચૂલિકા પર શ્રેષ્ઠ સિંહાસન ઉપર પોતાને સ્વપ્નમાં બેસેલા જોઈને જાગ્યા. (હવે દશ સ્વપ્નના ફળને જણાવે છે.) ૧. ભગવંતે ઘોર, તેજસ્વી રૂપવાળા તાલપિશાચને સ્વપ્નમાં પરાજિત કર્યો, તેથી ભગવંત મહામોહનીય કર્મને મૂળથી નાશ કરશે. ૨. ભગવંતે જે મોટું શુક્લ પાંખવાળુ પુંસ્કોકિલ જોયું તેથી તેઓ શુક્લ ધ્યાનવાળા થઈને વિચરશે. ૩. ચિત્રવિચિત્ર પાંખાળુ પુંસ્કોકિલને જોયું, તેથી ભગવંત સ્વસમય – પરસમયિક વિચિત્ર દ્વાદશાંગી ગણિ – પિટકને કહેશે. પ્રજ્ઞપ્ત કરશે, પ્રરૂપિત કરશે, દેખાડશે, નિર્દેશશે, ઉપનિર્દેશશે. તે આચાર, સૂત્રકૃત યાવત્‌ દૃષ્ટિવાદ. ૪. ભગવંતે એક મહાન માળા યુગલ જોયું. તેથી બે ધર્મો પ્રરૂપશે. તે આ – આગાર ધર્મ, અણાગાર ધર્મ. ૫. ભગવંતે જે મોટો શ્વેત ગોવર્ગ જોયો તેથી ભગવંતને ચાતુર્વણ શ્રમણસંઘ થશે. ૬. ભગવંતે એક મહાપદ્મ સરોવર જોયું. તેથી ભગવંત ચાર પ્રકારે દેવોની પ્રરૂપણા કરશે – ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક. ૭. ભગવંત એક મહાસાગર તર્યા તેથી ભગવંત મહાવીર અનાદિ અનંત યાવત્‌ સંસાર કાંતારને તરી ગયા. ૮. ભગવંત એક મોટા સૂર્ય જોઈને જાગ્યા તેથી તેમણે અનંત, અનુત્તર, નિરાબાધ, નિર્વ્યાઘાત, સમગ્ર, પ્રતિપૂર્ણ કેવળ ઉપજ્યું. ૯. ભગવંતે પોતાના આંતરડાથી માનુષોત્તર પર્વતને વીંટ્યો. તેથી ભગવંત, ઉદાર કીર્તિ – વર્ણ – શબ્દ – શ્લોકને પ્રાપ્ત થયા. ૧૦. ભગવંત મહાવીર મેરુ પર્વતની મેરુ ચૂલિકાએ યાવત્‌ જાગ્યા, તેથી ભગવંતે દેવ – મનુષ્ય – અસુરની પર્ષદા મધ્યે કેવલી ધર્મ કહ્યો. સૂત્ર સંદર્ભ– ૬૭૭–૬૭૯
Mool Sutra Transliteration : [sutra] kativihe nam bhamte! Suvinadamsane pannatte? Goyama! Pamchavihe suvinadamsane pannatte, tam jaha–ahatachche, patane, chimtasuvine, tavvivarie, avvattadamsane. Sutte nam bhamte! Suvinam pasati? Jagare suvinam pasati? Suttajagare suvinam pasati? Goyama! No sutte suvinam pasati, no jagare suvinam pasati, suttajagare suvinam pasati. Jiva nam bhamte! Kim sutta? Jagara? Suttajagara? Goyama! Jiva sutta vi, jagara vi, suttajagara vi. Neraiyanam bhamte! Kim sutta–puchchha. Goyama! Neraiya sutta, no jagara, no suttajagara. Evam java chaurimdiya. Pamchimdiyatirikkhajoniya nam bhamte! Kim sutta–puchchha. Goyama! Sutta, no jagara, suttajagara vi. Manussa jaha jiva. Vanamamtara-joisiya-vemaniya jaha neraiya.
Sutra Meaning Transliteration : Sutra– 677. Bhagavan ! Svapnadarshana ketala prakare chhe\? Gautama ! Pamcha prakare chhe – yathatathya svapnadarshana, pratana svapnadarshana, chimta svapnadarshana, tadviparita svapnadarshana, avyakta svapnadarshana. Bhagavan ! Shum suta prani svapna jue ke jagata prani svapna jue ke suta – jagata prani svapna jue\? Gautama ! Suta ke jagata svapna na jue, suta – jagata svapna jue chhe. Bhagavan ! Jivo, suta chhe, jagata chhe ke suta – jagata\? Gautama ! Jivo trane chhe. Bhagavan! Nairayiko suta chhe\? Prashna. Gautama ! Nairayiko supta chhe, jagrita ke suptajagrita nathi. E pramane chaurindriya sudhi kahevum. Bhagavan ! Pamchendriya tiryamchayonika shum suta chhe\? Prashna. Gautama ! Supta ane suptajagrita chhe, jagrita nahim. Manushyone jivani maphaka janava. Vyamtara, jyotishka, vaimanikane nairayikavat janava. Sutra– 678. Bhagavan ! Svapnane samvritta jiva jue, asamvritta jiva jue ke samvrita – samvrita jiva jue\? Gautama ! Trane jiva svapnone jue chhe. Samvritta jiva je svapna jue te yathatathya jue chhe. Asamvritta je svapna jue te tathya pana hoya atathya pana hoya. Samvrittasamvritta je svapna jue te asamvritta samana janavu. Bhagavan ! Jivo shum samvritta chhe, asamvritta chhe ke samvrittasamvritta\? Gautama ! Jivo trane prakare hoya, e pramane jema supta damdakamam kahyum chhe tema kahevum. Bhagavan ! Svapno ketala bhede chhe\? Gautama ! 42 bhede svapno chhe. Bhagavan ! Mahasvapna ketala bhede chhe\? Gautama ! 30 – bhede chhe. Bhagavan ! Sarve svapna ketala bhede chhe\? Gautama ! 72 – bhede kahela chhe. Bhagavan ! Tirthamkarani mata tirthamkara garbhamam ave tyare ketala mahasvapno joine jage chhe\? Gautama ! 30 mahasvapnomamthi 14 – mahasvapno joine jage chhe. Te a – hathi, vrishabha, simha, abhisheka ityadi. Bhagavan ! Chakravartini mata chakravarti garbhamam ave tyare ketala mahasvapno joine jage chhe\? Gautama ! Tirthamkara mata samana janavu. Bhagavan ! Vasudevani mata vishe prashna. Gautama ! Vasudeva mata yavat vasudeva garbhamam avata a chauda maha svapnomamthi koi sata mahasvapna joine jage chhe. Baladevani mata vishe prashna. Gautama ! Baladevani mata yavat a chauda mahasvapnomamthi koi chara mahasvapna joine jage chhe. Bhagavan ! Mamdalikani mata. Gautama ! Mamdalikani mata yavat a chaudamanu koi eka svapna joine jage. Sutra– 679. Shramana bhagavamta mahavira potana chhadmastha kalani amtima ratrie a dasha mahasvapno joine jagya. Te a pramane – 1. Eka mahaghora ane tejasvi rupavala talapishachane svapnamam parajita karyo, joine jagya. 2. Eka mahana shveta pamkhavala pumskokilane svapnamam joine jagya. 3. Eka mahana chitravichitra pamkhavala pumskokilane svapnamam joine jagya. 4. Eka mahana malayugala je sarvaratnamaya hatum, te svapnamam joine jagya. 5. Eka moto shvetavarga svapnamam joine jagya. 6. Eka mota padmasarovara je chotarapha kusumita hatum, te joine jagya. 7. Hajaro taramgo ane kallolothi yukta eka moto sagara hato, tene bhujathi tarya, tevum svapna joine jagya. 8. Potana tejathi jajvalyamana eka mahana suryane joine jagya. 9. Eka mota manushottara parvatane nila vaidurya mani samana potana amtaradathi chotaraphathi aveshtita – pariveshtita joine jagya. 10. Eka mahana mamdaraparvatani meruchulika para shreshtha simhasana upara potane svapnamam besela joine jagya. (have dasha svapnana phalane janave chhe.) 1. Bhagavamte ghora, tejasvi rupavala talapishachane svapnamam parajita karyo, tethi bhagavamta mahamohaniya karmane mulathi nasha karashe. 2. Bhagavamte je motum shukla pamkhavalu pumskokila joyum tethi teo shukla dhyanavala thaine vicharashe. 3. Chitravichitra pamkhalu pumskokilane joyum, tethi bhagavamta svasamaya – parasamayika vichitra dvadashamgi gani – pitakane kaheshe. Prajnyapta karashe, prarupita karashe, dekhadashe, nirdeshashe, upanirdeshashe. Te achara, sutrakrita yavat drishtivada. 4. Bhagavamte eka mahana mala yugala joyum. Tethi be dharmo prarupashe. Te a – agara dharma, anagara dharma. 5. Bhagavamte je moto shveta govarga joyo tethi bhagavamtane chaturvana shramanasamgha thashe. 6. Bhagavamte eka mahapadma sarovara joyum. Tethi bhagavamta chara prakare devoni prarupana karashe – bhavanavasi, vyamtara, jyotishka, vaimanika. 7. Bhagavamta eka mahasagara tarya tethi bhagavamta mahavira anadi anamta yavat samsara kamtarane tari gaya. 8. Bhagavamta eka mota surya joine jagya tethi temane anamta, anuttara, nirabadha, nirvyaghata, samagra, pratipurna kevala upajyum. 9. Bhagavamte potana amtaradathi manushottara parvatane vimtyo. Tethi bhagavamta, udara kirti – varna – shabda – shlokane prapta thaya. 10. Bhagavamta mahavira meru parvatani meru chulikae yavat jagya, tethi bhagavamte deva – manushya – asurani parshada madhye kevali dharma kahyo. Sutra samdarbha– 677–679