Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104149 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-१५ गोशालक |
Translated Chapter : |
શતક-૧૫ ગોશાલક |
Section : | Translated Section : | ||
Sutra Number : | 649 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तए णं समणे भगवं महावीरे गोसालं मंखलिपुत्तं एवं वयासी–गोसाला! से जहानामए तेणए सिया, गामेल्लएहिं परब्भमाणे-परब्भमाणे कत्थ य गड्डं वा दरिं वा दुग्गं वा निन्नं वा पव्वयं वा विसमं वा अणस्सादेमाणे एगेणं महं उण्णालोमेण वा सणलोमेण वा कप्पासपम्हेण वा तणसूएण वा अत्ताणं आवरेत्ताणं चिट्ठेज्जा, से णं अणावरिए आवरियमिति अप्पाणं मण्णइ, अप्पच्छण्णे य पच्छण्णमिति अप्पाणं मण्णइ, अणिलुक्के णिलुक्कमिति अप्पाणं मण्णइ, अपलाए पलायमिति अप्पाणं मण्णइ, एवामेव तुमं पि गोसाला! अनन्ने संते अन्नमिति अप्पाणं उपलभसि, तं मा एवं गोसाला! नारिहसि गोसाला! सच्चेव ते सा छाया नो अन्ना। | ||
Sutra Meaning : | સૂત્ર– ૬૪૯. ત્યારે શ્રમણ ભગવન્ મહાવીરે ગોશાલક મંખલિપુત્રને આ પ્રમાણે કહ્યું – હે ગોશાળા! જેમ કોઈ ચોર હોય, ગ્રામવાસીથી પરાભવ પામતો હોય, તે કોઈ ખાડા, દરિ, દૂર્ગ, નિમ્નસ્થાન, પર્વત કે વિષયને પ્રાપ્ત ન કરી શકવાથી, પોતાને એક મોટા ઉનના રોમથી, શણના રોમથી, કપાસના પક્ષ્મથી કે તણખલા વડે પોતાને આવૃત્ત કરીને રહે અને ન ઢંકાયેલને પણ સ્વયં ઢંકાયેલ માને, અપ્રચ્છન્ન છતાં પોતાને પ્રચ્છન્ન માને, અલુપ્ત છતાં પોતાને લુપ્ત માને, અપલાયિત છતાં પોતાને પલાયિત માને, એ પ્રમાણે હે ગોશાલક! તું બીજો ન હોવા છતાં તને ‘બીજો છો’ તેમ બતાવે છે. તેથી હે ગોશાળા! તું આવું ન કર, આ કરવું તારે ઉચિત નથી, તું તે જ છે, તારી તે જ છાયા છે, તું બીજો કોઈ નથી. સૂત્ર– ૬૫૦. ત્યારે તે ગોશાલક મંખલિપુત્ર શ્રમણ ભગવંત મહાવીરને આમ કહેતા સાંભળીને ક્રોધિત આદિ થયો, ભગવંતને ઉટપટાંગ આક્રોશ વચનથી આક્રોશવા લાગ્યો, પરાભવકારી વચનોથી અપમાન કરવા લાગ્યો, સારા – ખરાબ શબ્દોથી નિર્ભર્ત્સના કરવા લાગ્યો. વિવિધ દુર્વચનોથી તિરસ્કાર કરવા લાગ્યો. પછી આ પ્રમાણે કહ્યું – કદાચ તમે નષ્ટ થઈ ગયા છો, વિનષ્ટ થઈ ગયા છો, ભ્રષ્ટ થઈ ગયા છો, નષ્ટ – વિનષ્ટ – ભ્રષ્ટ થઈ ગયા છો. આજે તમે જીવતા નહીં રહો, મારા દ્વારા તમારું શુભ થવાનું નથી. સૂત્ર– ૬૫૧. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય પૂર્વ દેશમાં જન્મેલ સર્વાનુભૂતિ અણગાર, જે પ્રકૃતિ ભદ્રક યાવત્ વિનીત હતા, તેણે ધર્માચાર્યના અનુરાગથી, ગોશાલકના કથન પ્રતિ અશ્રદ્ધા કરતા ઉત્થાનથી ઊઠ્યા, ઊઠીને ગોશાળા પાસે આવ્યા, આવીને ગોશાળાને કહ્યું – હે ગોશાળા! જે મનુષ્ય તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણ પાસે એક પણ આર્ય ધાર્મિક સુવચન સાંભળે છે, તે પણ તેમને વંદન – નમસ્કાર કરે છે યાવત્ કલ્યાણ – મંગલ – દેવ – ચૈત્યરૂપ તેમની પર્યુપાસના કરે છે. તો હે ગોશાળા! તારા માટે તો કહેવું જ શું ? ભગવંતે તને પ્રવ્રજિત કર્યો, ભગવંતે જ મુંડિત કર્યો, ભગવંતે જ શિક્ષા આપી, ભગવંતે જ કેળવ્યો, ભગવંતે જ બહુશ્રુત કર્યો અને તું ભગવંત પ્રત્યે જ મિથ્યાત્વ અંગીકાર કરે છે. હે ગોશાલક! તું આવું ન કર, તારે માટે આમ કરવું યોગ્ય નથી, તું તે જ ગોશાળો છો, બીજો નથી, તારી તે જ પ્રકૃતિ છે. ત્યારે તે ગોશાળો સર્વાનુભૂતિ અણગારને આમ કહેતા સાંભળી ક્રોધિતાદિ થયો. સર્વાનુભૂતિ અણગારને પોતાના તપ – તેજથી એક પ્રહારમાં કૂટાઘાત માફક યાવત્ ભસ્મરાશિ કરી દીધા. ત્યારે તે ગોશાલકે સર્વાનુભૂતિ અણગારને યાવત્ ભસ્મરાશિ કર્યા પછી બીજી વખત પણ શ્રમણ ભગવંત મહાવીરને સારા – ખરાબ શબ્દો વડે આક્રોશ કર્યો યાવત્ કહ્યું કે તમને સુખ થવાનું નથી. તે કાળે, તે સમયે ભગવંતના શિષ્ય કૌશલ જાનપદી સુનક્ષત્ર અણગાર, જે પ્રકૃતિભદ્રક, વિનીત હતા. તેણે ધર્માચાર્યના અનુરાગથી જેમ સર્વાનુભૂતિએ કહ્યું, તેમ કહ્યું યાવત્ હે ગોશાલક! તું તે જ છે, તારી પ્રકૃતિ તે જ છે, તું બીજો કોઈ નથી. સુનક્ષત્ર અણગારે આમ કહેતા ગોશાળો ક્રોધિતાદિ થયો. પોતાના તપ – તેજથી સુનક્ષત્ર અણગારને બાળી નાંખ્યા. ત્યારે તે સુનક્ષત્ર અણગાર, ગોશાળાના તપ – તેજથી પરિતાપિત થતા, ભગવંત પાસે આવ્યા, આવીને ભગવંતને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, વંદન – નમન કર્યા, સ્વયં જ પાંચ મહાવ્રતોનું પુનઃ. આરોપણ કર્યું, શ્રમણ – શ્રમણીઓને ખમાવ્યા, ખમાવીને, આલોચના – પ્રતિક્રમણ કરી, સમાધિ પામી ક્રમશઃ કાળ કર્યો. ત્યારે તે ગોશાળો સુનક્ષત્ર અણગારને પોતાના તપ – તેજથી પરિતાપીને શ્રમણ ભગવંત મહાવીરને સારા – ખરાબ શબ્દોથી આક્રોશ કરતો યાવત્ તને સુખ નથી કહ્યું. ત્યારે ભગવંતે તેને એમ કહ્યું – હે ગોશાળા! જે તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણ પાસે એક પણ ધાર્મિક વચન સાંભળે છે, યાવત્ તે તેમને પર્યુપાસે છે. હે ગોશાળા ! તારે માટે તો કહેવું જ શું ? તને મેં જ પ્રવ્રજિત કર્યો યાવત્ મેં જ બહુશ્રુત કર્યો. મારા પ્રત્યે તે મિથ્યાત્વ અપનાવ્યુ. હે ગોશાળા! તું એવું ન કર, યાવત્ તું બીજો કોઈ નથી. ત્યારે તે ગોશાલક, ભગવંતને આમ કહેતા સાંભળી ક્રોધિત આદિ થયો, તૈજસ સમુદ્ઘાતથી સમવહત થયો, પછી સાત – આઠ ડગલા પાછો ખસ્યો. ખસીને ભગવંતના વધને માટે શરીરમાં રહેલ તેજ કાઢ્યું જેમ વાતોત્કલિકા, વાત મંડલિકા પર્વત, ભીંત, સ્તંભ, સ્તૂપથી આવરિત અને નિવારિત થતી, તે પર્વતાદિ પર પોતાનો થોડો પણ પ્રભાવ ન દેખાડતી, વિશેષ પ્રભાવ ન દેખાડતી રહે. તે જ રીતે ભગવંતના વધ માટે ગોશાળાએ શરીરમાંથી કાઢેલી તેજોલેશ્યા ભગવંત પર થોડો કે વધુ પ્રભાવ ન દેખાડી શકી, માત્ર પ્રદક્ષિણા કરી, ઉપર આકાશમાં ઉછળી ગઈ. ત્યાંથી પડીને, પાછી ફરતી ગોશાળાના શરીરને વારંવાર દઝાડતી, છેલ્લે ગોશાળાના શરીરમાં જ પ્રવેશી ગઈ. ત્યારે તે ગોશાલક પોતાની તેજોલેશ્યાથી પરાભૂત થઈને શ્રમણ ભગવંત મહાવીરને કહેવા લાગ્યો. હે આયુષ્યમાન્ કાશ્યપ ! તું મારા તપ – તેજથી પરાભવ પામીને છ મહિનામાં પિત્તજ્વરગ્રસ્ત શરીરી, દાહની પીડા અનુભવતો છદ્મસ્થાવસ્થામાં જ કાળ કરીશ. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે ગોશાળાને કહ્યું – હે ગોશાળા! હું તારા તપ – તેજથી પરાભૂત થઈને છ માસમાં યાવત્ કાળ નહીં કરું. હું હજી બીજા સોળ વર્ષ ‘જિન’પણે સુહસ્તીવત્ વિચરીશ. પણ હે ગોશાળા! તું તારા પોતાના તપ – તેજથી પરાભૂત થઈને સાત રાત્રિને અંતે પિત્તજ્વરથી ગ્રસ્ત શરીરે યાવત્ છદ્મસ્થાવસ્થામાં કાળ કરીશ. ત્યારે શ્રાવસ્તી નગરીના શૃંગાટક યાવત્ માર્ગમાં ઘણા લોકો એકબીજાને આમ કહેતા યાવત્ પ્રરૂપતા હતા કે હે દેવાનુપ્રિયો ! શ્રાવસ્તી નગરી બહાર કોષ્ઠક ચૈત્યમાં બે જિનો પરસ્પર સંલાપ કરે છે – એક કહે છે – તું પહેલા કાળ કરીશ. બીજો કહે છે – તું પહેલા કાળ કરીશ. તેમાં કોણ સમ્યગ્વાદી અને કોણ મિથ્યાવાદી ? તેમાં જે મુખ્ય માણસ હતો, તેણે કહ્યું કે ભગવંત સમ્યગ્વાદી છે, ગોશાળો મિથ્યાવાદી છે. હે આર્યો! એમ શ્રમણ ભગવંત મહાવીરે શ્રમણ નિર્ગ્રન્થોને આમંત્રીને આમ કહ્યું – હે આર્યો ! જેમ કોઈ તૃણ – કાષ્ઠ – પત્ર – છાલ – તુષ – ભૂસ – છાણ કે કચરાનો ઢગલો હોય તેને અગ્નિધ્માપિત, અગ્નિ ઝોસિત, અગ્નિ પારિણામિત થવાથી હત – તેજ, ગત – તેજ, નષ્ટ – તેજ, ભ્રષ્ટ – તેજ, લુપ્ત – તેજ, વિનષ્ટ – તેજ યાવત્ થાય તેમ મંખલિપુત્ર ગોશાળાએ મારા વધને માટે શરીરમાંથી તેજોલેશ્યા કાઢી, તેથી તે હત – તેજ, ગત – તેજ યાવત્ વિનષ્ટ તેજવાળો થઈ ગયો છે, હવે હે આર્યો ! તમે સ્વેચ્છાથી ગોશાળાને ધાર્મિક પ્રતિચોદનાથી પ્રેરો, ધાર્મિક પ્રતિસારણાથી સ્મારિત કરો, ધાર્મિક પ્રત્યુપચાર વડે ઉપચાર કરો, ધાર્મિક અર્થ – હેતુ – પ્રશ્ન – વ્યાકરણ અને કારણો વડે તેને નિપૃષ્ટ પ્રશ્નવ્યાકરણ કરો. ત્યારે તે શ્રમણ નિર્ગ્રન્થો, ભગવંત આમ કહેતા, ભગવંતને વંદન – નમસ્કાર કરીને ગોશાળા પાસે ગયા, ગોશાળાને ધાર્મિક પ્રતિચોદના વડે પ્રેરે છે, ધાર્મિક પ્રતિસારણાથી સ્મારિત કરે છે, ધાર્મિક પ્રત્યુપચારથી ઉપચાર કરે છે, ધાર્મિક અર્થ – હેતુ – કારણો વડે યાવત્ નિરુત્તર કરે છે. ત્યારે તે ગોશાળો શ્રમણ – નિર્ગ્રન્થ દ્વારા ધાર્મિક પ્રતિચોદનાથી પ્રેરિત થઈને યાવત્ નિરુત્તર કરાયો ત્યારે ક્રોધિત થઈ યાવત્ દાંત કચકચાવતો ગોશાળો, તે શ્રમણ – નિર્ગ્રન્થોના શરીરને કંઈપણ આબાધા કે વ્યાબાધા ઉત્પન્ન કરવા કે શરીર છેદ કરવા સમર્થ થયો નહીં, ત્યારે કેટલાક આજીવિક સ્થવિરોએ જોયું કે શ્રમણ નિર્ગ્રન્થો દ્વારા સ્મારિત કરાતા, ધાર્મિક પ્રત્યુપચારથી ઉપચાર કરાતા, અર્થ – હેતુ આદિથી નિરુત્તર કરાતા યાવત્ ક્રોધિત થઈને યાવત્ દાંત કચકચાવતા પણ ગોશાળો શ્રમણ નિર્ગ્રન્થોના શરીરને કંઈપણ આબાધા, વ્યાબાધા કે શરીર છેદ કરી શકતો નથી, તે જોઈને ગોશાળાના પાસેથી સ્વયં નીકળી જઈને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવી, ભગવંતને ત્રણ વખત પ્રદક્ષિણા કરી, વંદન – નમસ્કાર કરી, ભગવંતનો આશ્રય કરી વિચરવા લાગ્યા. કેટલાક આજીવિક સ્થવિરો ગોશાળાના આશ્રયે જ રહ્યા. ત્યારે તે ગોશાળો જે કાર્ય માટે શીઘ્ર આવેલો, તે કાર્યને સાધી ન શક્યો, ત્યારે હતાશ થઈને ચારે દિશામાં જોતો, દીર્ઘ ઉચ્છ્વાસ નિઃશ્વાસ કરતો, દાઢીના વાળ ખેંચતો, ગરદન પાછળનો ભાગ ખંજવાળતો, કુલ્લાના ભાગ ઉપર હાથ પછાડતો, હાથ હલાવતો, બંને પગ વડે ભૂમિને પીટતો, અરેરે ! હા હા ! હું હણાઈ ગયો, એમ બડબડતો ભગવંત પાસેથી કોષ્ઠક ચૈત્યથી નીકળી ગયો, નીકળીને શ્રાવસ્તી નગરીમાં હાલાહલા કુંભારણની કુંભારાપણે આવ્યો. આવીને ત્યાં આમ્ર ગુટલી હાથમાં લઈને મદ્યપાનક કરતો વારંવાર ગાતો, વારંવાર નાચતો, વારંવાર હાલાહલા કુંભારણને અંજલિકર્મ કરતો શીતલ માટીના પાણી વડે પોતાના શરીરનું પરિસિંચન કરતો વિચરવા લાગ્યો. સૂત્ર– ૬૫૨. હે આર્યો! એમ કહીને શ્રમણ ભગવંત મહાવીરે શ્રમણ નિર્ગ્રન્થોને આમંત્રીને આમ કહ્યું – હે આર્યો! ગોશાલક મંખલિપુત્રે મારા વધને માટે તેના શરીરમાંથી તેજોલેશ્યા કાઢેલી. તે તેજ ૧૬ – જનપદોના ઘાત – વધ – ઉચ્છેદ – ભસ્મ કરવાને પર્યાપ્ત હતું તે ૧૬ – જનપદ આ પ્રમાણે – અંગ, બંગ, મગધ, મલય, માલવ, અચ્છ, વત્સ, કૌત્સ, પાટ, લાઢ, વજ્ર, મૌલી, કાશી, કૌશલ, અવધ અને સુંભુતર. હે આર્યો ! ગોશાલક મંખલિપુત્ર હાલાહલા કુંભારણની કુંભકારાપણમાં હાથમાં આમ્રગુટલી લઈને, મદ્યપાન કરતો, વારંવાર યાવત્ અંજલિકર્મ કરતો વિચરી રહ્યો છે. તે પોતાના તે પાપનું પ્રચ્છાદન કરવા માટે આ આઠ ચરિમોની પ્રરૂપણા કરે છે. તે આ – ચરમ એવા – પાન, ગાન, નાટ્ય, અંજલિકર્મ, પુષ્કલસંવર્તક મહામેઘ, સચેનક ગંધહસ્તી, મહાશિલાકંટક સંગ્રામ અને તીર્થંકર એટલે ગોશાલક મંખલિપુત્ર. હું આ અવસર્પિણીના ૨૪ – તીર્થંકરોમાં ચરમ તીર્થંકર રૂપે સિદ્ધ થઈ યાવત્ અંત કરીશ. હે આર્યો! ગોશાળો શીતલ મૃતિકા પાનક વડે આચમન ઉદકથી શરીરને પરિસિંચતો વિચરે છે, તે પાપને છૂપાવવા માટે આ ચાર પાનક પ્રરૂપશે – તે પાનક કયા છે ? પાનક ચાર ભેદે છે – ૧. ગોપુટ્ઠક, ૨. હાથથી મસળેલ, ૩. આતપથી તપેલ, ૪. શિલાથી પડેલ. તે અપાનક કયા છે ? અપાનક ચાર ભેદે છે – ૧.સ્થાલપાનક, ૨.છાલપાનક, ૩.સિંબલિપાનક, ૪.શુદ્ધપાનક. તે સ્થાલપાનક શું છે ? પાણી વડે ભીંજાયેલ – થાળ, વારક, મોટો ઘડો, કળશ હોય. જેનો હાથથી સ્પર્શ થાય, પણ પાણી પી ન શકાય તે. તે ત્વચા છાલ પાનક શું છે ? જે આમ્ર, અંબાડગ આદિ જેમ પ્રજ્ઞાપના સૂત્ર, ૧૬માં પ્રયોગપદમાં કહ્યા મુજબ યાવત્ બોર, તિંદુરુક તથા જે તરુણ, અપક્વ હોય, મુખમાં રાખીને થોડું કે વિશેષ ચૂસાય, પણ તેનું પાણી ન પી શકાય તે. તે શિંબલિપાનક શું છે ? જે કલાય – મગ – અડદ કે શિંબલીની ફલી તરુણ અને અપક્વ હોય, તેને કોઈ થોડું કે વિશેષ ચાવે, પણ પાણી પી ન શકે. તે શુદ્ધપાનક શું છે ? જે છ માસ શુદ્ધ ખાદિમ ખાય, બે માસ પૃથ્વી સંથારે સૂએ, બે માસ કાષ્ઠ સંથારે સૂએ, બે માસ દર્ભ સંથારે સૂએ. તેને છ માસ પ્રતિપૂર્ણ થતા, છેલ્લી રાત્રિમાં બે મહર્દ્ધિક યાવત્ મહાસૌખ્ય દેવ પ્રગટ થાય છે – પૂર્ણભદ્ર, માણિભદ્ર. ત્યારે તે દેવો શીતળ અને ભીના હાથો વડે તેના શરીરને સ્પર્શે છે, જે તે દેવોનું અનુમોદન કરે, તે આશીવિષ રૂપપ કર્મ કરે છે. જે તે દેવોનું અનુમોદન નથી કરતા, તેના શરીરમાં સ્વયં અગ્નિકાય સંભવે છે, તે પોતાના જ તેજ વડે શરીરને બાળે છે. ત્યાર પછી તે સિદ્ધ થાય છે યાવત્ દુઃખોનો અંત કરે છે. તે શુદ્ધ પાનક છે. તે શ્રાવસ્તી નગરીમાં અયંપુલ નામે આજીવિકોપાસક રહેતો હતો. તે ધનાઢ્ય યાવત્ અપરિભૂત હતો. હાલાહલા માફક તે આજીવિક સિદ્ધાંત વડે આત્માને ભાવિત કરતો વિચરતો હતો. ત્યારે તે અયંપુલ આજીવિકો – પાસકને મધ્ય રાત્રિના સમયે અન્ય કોઈ દિવસે કુટુંબ જાગરિકાથી જાગતા આ આવા પ્રકારનો મનોગત યાવત્ સંકલ્પ થયો કે – ‘હલ્લા’ નામે જીવડું કેવા આકારે છે ? ત્યારે તે અયંપુલ આજીવિકોપાસકને બીજી વખત પણ આવા પ્રકારનો મનોગત સંકલ્પ યાવત્ ઉત્પન્ન થયો – નિશ્ચે મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક ગોશાલક મંખલિપુત્ર ઉત્પન્ન જ્ઞાનદર્શનધર યાવત્ સર્વજ્ઞ અને સર્વદર્શી છે, આ શ્રાવસ્તી નગરીમાં હાલાહલા કુંભારણની કુંભકારાપણમાં આજીવિક સંઘથી પરિવૃત્ત થઈને આજીવિક સિદ્ધાંતથી આત્માને ભાવિત કરતા વિચરે છે. મારા માટે શ્રેયકર છે કે કાલે યાવત્ સૂર્ય જાજ્વલ્યમાન થતા તેમને વંદન યાવત્ પર્યુપાસના કરી આ અને આવા પ્રકારના પ્રશ્નો પૂછું, ઉત્તર મેળવું. એ પ્રમાણે નિશ્ચય કર્યો. બીજા દિવસે યાવત્ જાજવલ્યમાન સૂર્ય થતા અયંપુલે સ્નાન કર્યું યાવત્ અલ્પ પણ મહાર્ધ આભરણાલંકૃત શરીર કરીને પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને પગે ચાલતા શ્રાવસ્તી નગરીની મધ્યે થઈને હાલાહલા કુંભારણની કુંભકારાપણે આવ્યો. આવીને ગોશાલકને ત્યાં હાથમાં આમ્રગુટલી લઈ યાવત્ અંજલિકર્મ કરતા, શીતળ માટી વડે યાવત્ ગાત્રોને સિંચતા જોઈને લજ્જિત, ઉદાસ, વ્રીડિત થઈ ધીમે ધીમે પાછળ સરકવા લાગ્યો. જ્યારે આજીવિક સ્થવિરોએ અયંપુલ આજીવિકોપાસકને લજ્જિત યાવત્ પાછળ ખસતો જોયો, ત્યારે જોઈને આમ કહ્યું – હે અયંપુલ ! અહીં આવ્યો ત્યારે આજીવિક સ્થવિરો દ્વારા બોલાવાયેલ અયંપુલ આજીવિક સ્થવિરો પાસે આવ્યો, આવીને તેઓને વંદન, નમસ્કાર કર્યા. કરીને થોડો સમીપ બેસી પર્યુપાસવા લાગ્યો. હે અયંપુલ! એમ આમંત્રી આજીવિક સ્થવિરોએ અયંપુલ આજીવિક ઉપાસકને આમ કહ્યું – હે અયંપુલ ! મધ્યરાત્રિ પછીના કાળે તને વિચાર આવ્યો કે – ‘હલ્લા’ કયા આકારે છે ? ત્યારપછી હે અયંપુલ! બીજી વખત પણ તને એવો વિચાર આવ્યો૦ ઇત્યાદિ બધું જ કહેવું. યાવત્ શ્રાવસ્તી નગરી મધ્યેથી હાલાહલા કુંભારણની કુંભકારાપણે અહીં તું શીઘ્ર આવ્યો, હે અયંપુલ ! શું આ અર્થ બરાબર છે ? હા, ભગવાન ! બરાબરછે. હે અયંપુલ! જ્યારે તારા ધર્માચાર્ય, ધર્મોપદેશક ગોશાલક મંખલિપુત્રને અહીં હાથમાં આમ્રગુટલી લઈ યાવત્ અંજલિ કરતા વિચરે છે, તેમણે આ આઠ ચરિમો પ્રરૂપ્યા છે. ચરમ પાન યાવત્ ગોશાલક બધા દુઃખોનો અંત કરશે. હે અયંપુલ ! જે આ તારા ધર્માચાર્ય ધર્મોપદેશક ગોશાલક માટીવાળા શીતળ પાણીથી શરીરને સિંચન કરતા વિચરે છે તેમણે આ ચાર પાનક અને ચાર અપાનક પ્રરૂપેલ છે, તે પાનક કયા પ્રકારે છે ? યાવત્ ત્યારપછી તેઓ સિદ્ધ થઈ યાવત્ અંત કરશે. તેથી હે અયંપુલ! તમે જાઓ, તમારા ધર્માચાર્ય૦ને આવા પ્રશ્નો પૂછો. ત્યારે તે અયંપુલ આજીવિકોપાસક, આજીવિક સ્થવિરોએ આ પ્રમાણે કહેતા હર્ષિત, સંતુષ્ટ થઈ ઉત્થાનથી ઊઠ્યો. ઉઠીને ગોશાલક પાસે જવા નીકળ્યો. ત્યારે તે આજીવિક સ્થવિરોએ ગોશાલકને તે આમ્રગુટલી એકાંતમાં ફેંકી દેવાનો સંકેત કર્યો. ત્યારે ગોશાલકે આજીવિક સ્થવિરોના સંકેતને સ્વીકારી, તે આમ્રગુટિકાને એકાંતમાં ફેંકી દીધી. ત્યારે તે અયંપુલ આજીવિકોપાસક, ગોશાલકની પાસે ગયો. જઈને ગોશાલકને ત્રણ પ્રદક્ષિણા કરી યાવત્ પર્યુપાસવા લાગ્યો. અયંપુલાદિને આમંત્રી, ગોશાલક મંખલિપુત્રે અયંપુલને આમ કહ્યું – હે અયંપુલ ! મધ્યરાત્રિ પછીના કાળે યાવત્ તું મારી પાસે શીઘ્ર આવેલ છે. હે અયંપુલ ! શું આ અર્થ સમર્થ છે ? હા, છે. મારી પાસે તે આમ્રગુટલી નહીં, આમ્ર ફળની છાલ હતી. તારો પ્રશ્ન છે –. ‘હલ્લા’નો આકાર શું છે? હલ્લા’વાંસના મૂળના આકારે હોય છે. તેથી હે વીરો! વીણા વગાડો. હે વીરો! વીણા વગાડો. ત્યારે તે અયંપુલ, ગોશાલક મંખલિપુત્ર પાસે આ આવા પ્રકારનો ઉત્તર પામીને હૃષ્ટ, તુષ્ટ યાવત્ આનંદિત હૃદય થયો. પછી ગોશાલકને વંદન, નમસ્કાર કરી, કેટલાય પ્રશ્નો પૂછ્યા, અર્થ ગ્રહણ કર્યા. પછી ઉત્થાનથી ઉઠ્યો, ઉઠીને ગોશાલકને વંદન, નમન કરી પાછો ફર્યો. ત્યારે તે ગોશાલકે પોતાનું મરણ નજીક જાણીને આજીવિક સ્થવિરોને બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું – હે દેવાનુપ્રિયો ! તમે મને કાલગત જાણીને સુગંધી ગંધોદકથી સ્નાન કરાવજો, કરાવીને કોમળ, રૂંવાટીવાળા ગંધ – કાષાયિક વસ્ત્રથી મારું શરીર લૂંછજો. પછી સરસ ગોશીર્ષ ચંદનથી શરીરને લીંપજો, પછી મહાર્હ હંસલક્ષણ પટશાટક મને પહેરાવજો. મહાર્હ સર્વાલંકારથી વિભૂષિત કરજો. સહસ્રપુરુષવાહિની શિબિકામાં પધરાવજો, પછી શ્રાવસ્તી નગરીના શૃંગાટક યાવત્ માર્ગોમાં મોટા મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરાવતા આમ કહેજો – હે દેવાનુપ્રિયો ! ગોશાલક મંખલિપુત્ર જિન, જિનપ્રલાપી થઈ યાવત્ જિન શબ્દને પ્રકાશતો વિચરીને આ અવસર્પિણીના ૨૪ તીર્થંકરોમાં ચરમ તીર્થંકર રૂપે સિદ્ધ યાવત્ સર્વ દુઃખથી ક્ષીણ થયા, ઋદ્ધિ – સત્કાર સાથે મારા શરીરનું નીહરણ કરજો. ત્યારે આજીવિક સ્થવિરોએ ગોશાલક મંખલિપુત્રના આ કથનનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો. સૂત્ર– ૬૫૩. ત્યારપછી સાતમી રાત્રિ પસાર થતી હતી ત્યારે તે ગોશાલક મંખલિપુત્રને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું. ત્યારે તેને આવા પ્રકારે મનોગત સંકલ્પ યાવત્ સમુત્પન્ન થયો. નિશ્ચે હું જિન નથી, તો પણ હું જિનપ્રલાપી થઈ યાવત્ જિન શબ્દથી સ્વયંને પ્રગટ કરતો વિચરું છું. હું ગોશાલક મંખલિપુત્ર, શ્રમણઘાતક, શ્રમણમારક, શ્રમણપ્રત્યનીક, આચાર્ય – ઉપાધ્યાયનો અયશકારક, અવર્ણકારક, અકીર્તિકારક છું. હું અસત્ ભાવના પૂર્ણ મિથ્યાત્વ અભિનિવેશથી પોતાને – પરને – તદુભયને વ્યુદ્ગ્રાહિત કરતો, વ્યુત્પાદિત કરતો વિચરીને, મારી જ તેજોલેશ્યાથી પરાભૂત થઈને, સાતમી રાત્રિને અંતે પિત્તજ્વરથી ગ્રસ્ત શરીરી થઈને દાહથી બળતો, છદ્મસ્થાવસ્થામાં જ કાળ કરીશ, ખરેખર તો. શ્રમણ ભગવંત મહાવીર જિન, જિનપ્રલાપી યાવત્ જિનશબ્દ પ્રકાશતા વિચરે છે. ગોશાલકે આ પ્રકારે સંપ્રેક્ષણ કર્યું, કરીને આજીવિક સ્થવિરોને બોલાવ્યા. બોલાવીને ઉચ્ચ – નીચ સોગંદોથી યુક્ત કરીને આમ કહ્યું – હું જિન નથી, તો પણ જિનપ્રલાપી યાવત્ ઓળખાવતો વિચર્યો છું. હું ગોશાલક મંખલિપુત્ર, શ્રમણ ઘાતક છું યાવત્ હું છદ્મસ્થપણે જ કાળ કરીશ. શ્રમણ ભગવંત મહાવીર જિન છે, જિનપ્રલાપી છે યાવત્ જિન શબ્દથી પ્રગટ કરતા વિચરે છે. હે દેવાનુપ્રિયો! તમે મને કાળધર્મ પ્રાપ્ત જાણીને મારા ડાબા પગમાં શૂંબનું દોરડું બાંધજો, બાંધીને ત્રણ વખત મારા મોઢામાં થૂંકજો. પછી શ્રાવસ્તીનગરીના શૃંગાટક યાવત્ માર્ગોમાં અહીં – તહીં ઘસેડતા મોટા – મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતા આ પ્રમાણે કહેજો – હે દેવાનુપ્રિયો! ગોશાલક મંખલિપુત્ર જિન ન હતો, માત્ર જિનપ્રલાપી યાવત્ થઈને વિચરતો હતો. આ ગોશાલક મંખલિપુત્ર શ્રમણઘાતક હતો યાવત્ છદ્મસ્થપણે જ મર્યો. શ્રમણ ભગવંત મહાવીર જિન છે, જિનપ્રલાપી છે યાવત્ વિચરે છે. મહા અઋદ્ધિપૂર્વક, અસત્કાર કરતા મારા શરીરનું નીહરણ કરજો. આમ બોલીને કાળધર્મ પામ્યો. સૂત્ર– ૬૫૪. ત્યારે તે આજીવિક સ્થવિરોએ ગોશાળાને કાલગત જાણીને હાલાહલા કુંભારણની કુંભકારાપણના બારણા બંધ કર્યા. કરીને તે દુકાનમાં બહુમધ્યદેશભાગમાં શ્રાવસ્તીનગરી આલેખી, આલેખીને ગોશાલક મંખલિપુત્રના શરીરને ડાબા પગે શૂંબની દોરડી બાંધી, પછી ત્રણ વખત તે મૃતકના મુખમાં થૂંક્યા. થૂંકીને ચીતરેલ. શ્રાવસ્તીના શૃંગાટક યાવત્ માર્ગમાં અહીં – તહીં શરીરને. ઘસેડ્યુ. તે વખતે મંદમંદ શબ્દોથી ઉદ્ઘોષણા કરતા આમ કહ્યું કે – હે દેવાનુપ્રિયો ! ગોશાલક મંખલિપુત્ર જિન ન હતા, જિનપ્રલાપી થઈ યાવત્ વિચરતા હતા. આ ગોશાલક મંખલિપુત્ર શ્રમણઘાતક યાવત્ છદ્મસ્થપણે કાળ પામ્યા. શ્રમણ ભગવંત મહાવીર જિન છે, જિનપ્રલાપી છે, યાવત્ વિચરે છે. આ પ્રમાણે શપથ સોગંદથી મુક્ત થયા. ત્યારપછી બીજી વખત પૂજા સત્કારના સ્થિરિકરણાર્થે ગોશાલક મંખલિપુત્રના ડાબા પગથી સૂંબની દોરડી છોડી નાંખી, છોડીને હાલાહલા કુંભારણની કુંભકારાપણના દ્વાર પણ ખોલી નાંખ્યા, ખોલીને ગોશાળાના શરીરને સુગંધી ગંધોદક વડે સ્નાન કરાવ્યું ઇત્યાદિ પૂર્વવત્ યાવત્ મહાન ઋદ્ધિ સત્કાર સાથે તેના શરીરનું નીહરણ કર્યું. સૂત્ર સંદર્ભ– ૬૪૯–૬૫૪ | ||
Mool Sutra Transliteration : | [sutra] tae nam samane bhagavam mahavire gosalam mamkhaliputtam evam vayasi–gosala! Se jahanamae tenae siya, gamellaehim parabbhamane-parabbhamane kattha ya gaddam va darim va duggam va ninnam va pavvayam va visamam va anassademane egenam maham unnalomena va sanalomena va kappasapamhena va tanasuena va attanam avarettanam chitthejja, se nam anavarie avariyamiti appanam mannai, appachchhanne ya pachchhannamiti appanam mannai, anilukke nilukkamiti appanam mannai, apalae palayamiti appanam mannai, evameva tumam pi gosala! Ananne samte annamiti appanam upalabhasi, tam ma evam gosala! Narihasi gosala! Sachcheva te sa chhaya no anna. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 649. Tyare shramana bhagavan mahavire goshalaka mamkhaliputrane a pramane kahyum – he goshala! Jema koi chora hoya, gramavasithi parabhava pamato hoya, te koi khada, dari, durga, nimnasthana, parvata ke vishayane prapta na kari shakavathi, potane eka mota unana romathi, shanana romathi, kapasana pakshmathi ke tanakhala vade potane avritta karine rahe ane na dhamkayelane pana svayam dhamkayela mane, aprachchhanna chhatam potane prachchhanna mane, alupta chhatam potane lupta mane, apalayita chhatam potane palayita mane, e pramane he goshalaka! Tum bijo na hova chhatam tane ‘bijo chho’ tema batave chhe. Tethi he goshala! Tum avum na kara, a karavum tare uchita nathi, tum te ja chhe, tari te ja chhaya chhe, tum bijo koi nathi. Sutra– 650. Tyare te goshalaka mamkhaliputra shramana bhagavamta mahavirane ama kaheta sambhaline krodhita adi thayo, bhagavamtane utapatamga akrosha vachanathi akroshava lagyo, parabhavakari vachanothi apamana karava lagyo, sara – kharaba shabdothi nirbhartsana karava lagyo. Vividha durvachanothi tiraskara karava lagyo. Pachhi a pramane kahyum – kadacha tame nashta thai gaya chho, vinashta thai gaya chho, bhrashta thai gaya chho, nashta – vinashta – bhrashta thai gaya chho. Aje tame jivata nahim raho, mara dvara tamarum shubha thavanum nathi. Sutra– 651. Te kale, te samaye shramana bhagavamta mahavirana shishya purva deshamam janmela sarvanubhuti anagara, je prakriti bhadraka yavat vinita hata, tene dharmacharyana anuragathi, goshalakana kathana prati ashraddha karata utthanathi uthya, uthine goshala pase avya, avine goshalane kahyum – he goshala! Je manushya tatharupa shramana ke brahmana pase eka pana arya dharmika suvachana sambhale chhe, te pana temane vamdana – namaskara kare chhe yavat kalyana – mamgala – deva – chaityarupa temani paryupasana kare chhe. To he goshala! Tara mate to kahevum ja shum\? Bhagavamte tane pravrajita karyo, bhagavamte ja mumdita karyo, bhagavamte ja shiksha api, bhagavamte ja kelavyo, bhagavamte ja bahushruta karyo ane tum bhagavamta pratye ja mithyatva amgikara kare chhe. He goshalaka! Tum avum na kara, tare mate ama karavum yogya nathi, tum te ja goshalo chho, bijo nathi, tari te ja prakriti chhe. Tyare te goshalo sarvanubhuti anagarane ama kaheta sambhali krodhitadi thayo. Sarvanubhuti anagarane potana tapa – tejathi eka praharamam kutaghata maphaka yavat bhasmarashi kari didha. Tyare te goshalake sarvanubhuti anagarane yavat bhasmarashi karya pachhi biji vakhata pana shramana bhagavamta mahavirane sara – kharaba shabdo vade akrosha karyo yavat kahyum ke tamane sukha thavanum nathi. Te kale, te samaye bhagavamtana shishya kaushala janapadi sunakshatra anagara, je prakritibhadraka, vinita hata. Tene dharmacharyana anuragathi jema sarvanubhutie kahyum, tema kahyum yavat he goshalaka! Tum te ja chhe, tari prakriti te ja chhe, tum bijo koi nathi. Sunakshatra anagare ama kaheta goshalo krodhitadi thayo. Potana tapa – tejathi sunakshatra anagarane bali namkhya. Tyare te sunakshatra anagara, goshalana tapa – tejathi paritapita thata, bhagavamta pase avya, avine bhagavamtane trana vakhata adakshina pradakshina kari, vamdana – namana karya, svayam ja pamcha mahavratonum punah. Aropana karyum, shramana – shramanione khamavya, khamavine, alochana – pratikramana kari, samadhi pami kramashah kala karyo. Tyare te goshalo sunakshatra anagarane potana tapa – tejathi paritapine shramana bhagavamta mahavirane sara – kharaba shabdothi akrosha karato yavat tane sukha nathi kahyum. Tyare bhagavamte tene ema kahyum – he goshala! Je tatharupa shramana ke brahmana pase eka pana dharmika vachana sambhale chhe, yavat te temane paryupase chhe. He goshala ! Tare mate to kahevum ja shum\? Tane mem ja pravrajita karyo yavat mem ja bahushruta karyo. Mara pratye te mithyatva apanavyu. He goshala! Tum evum na kara, yavat tum bijo koi nathi. Tyare te goshalaka, bhagavamtane ama kaheta sambhali krodhita adi thayo, taijasa samudghatathi samavahata thayo, pachhi sata – atha dagala pachho khasyo. Khasine bhagavamtana vadhane mate shariramam rahela teja kadhyum jema vatotkalika, vata mamdalika parvata, bhimta, stambha, stupathi avarita ane nivarita thati, te parvatadi para potano thodo pana prabhava na dekhadati, vishesha prabhava na dekhadati rahe. Te ja rite bhagavamtana vadha mate goshalae shariramamthi kadheli tejoleshya bhagavamta para thodo ke vadhu prabhava na dekhadi shaki, matra pradakshina kari, upara akashamam uchhali gai. Tyamthi padine, pachhi pharati goshalana sharirane varamvara dajhadati, chhelle goshalana shariramam ja praveshi gai. Tyare te goshalaka potani tejoleshyathi parabhuta thaine shramana bhagavamta mahavirane kaheva lagyo. He ayushyaman kashyapa ! Tum mara tapa – tejathi parabhava pamine chha mahinamam pittajvaragrasta shariri, dahani pida anubhavato chhadmasthavasthamam ja kala karisha. Tyare shramana bhagavamta mahavire goshalane kahyum – he goshala! Hum tara tapa – tejathi parabhuta thaine chha masamam yavat kala nahim karum. Hum haji bija sola varsha ‘jina’pane suhastivat vicharisha. Pana he goshala! Tum tara potana tapa – tejathi parabhuta thaine sata ratrine amte pittajvarathi grasta sharire yavat chhadmasthavasthamam kala karisha. Tyare shravasti nagarina shrimgataka yavat margamam ghana loko ekabijane ama kaheta yavat prarupata hata ke he devanupriyo ! Shravasti nagari bahara koshthaka chaityamam be jino paraspara samlapa kare chhe – eka kahe chhe – tum pahela kala karisha. Bijo kahe chhe – tum pahela kala karisha. Temam kona samyagvadi ane kona mithyavadi\? Temam je mukhya manasa hato, tene kahyum ke bhagavamta samyagvadi chhe, goshalo mithyavadi chhe. He aryo! Ema shramana bhagavamta mahavire shramana nirgranthone amamtrine ama kahyum – he aryo ! Jema koi trina – kashtha – patra – chhala – tusha – bhusa – chhana ke kacharano dhagalo hoya tene agnidhmapita, agni jhosita, agni parinamita thavathi hata – teja, gata – teja, nashta – teja, bhrashta – teja, lupta – teja, vinashta – teja yavat thaya tema mamkhaliputra goshalae mara vadhane mate shariramamthi tejoleshya kadhi, tethi te hata – teja, gata – teja yavat vinashta tejavalo thai gayo chhe, have he aryo ! Tame svechchhathi goshalane dharmika pratichodanathi prero, dharmika pratisaranathi smarita karo, dharmika pratyupachara vade upachara karo, dharmika artha – hetu – prashna – vyakarana ane karano vade tene niprishta prashnavyakarana karo. Tyare te shramana nirgrantho, bhagavamta ama kaheta, bhagavamtane vamdana – namaskara karine goshala pase gaya, goshalane dharmika pratichodana vade prere chhe, dharmika pratisaranathi smarita kare chhe, dharmika pratyupacharathi upachara kare chhe, dharmika artha – hetu – karano vade yavat niruttara kare chhe. Tyare te goshalo shramana – nirgrantha dvara dharmika pratichodanathi prerita thaine yavat niruttara karayo tyare krodhita thai yavat damta kachakachavato goshalo, te shramana – nirgranthona sharirane kamipana abadha ke vyabadha utpanna karava ke sharira chheda karava samartha thayo nahim, tyare ketalaka ajivika sthaviroe joyum ke shramana nirgrantho dvara smarita karata, dharmika pratyupacharathi upachara karata, artha – hetu adithi niruttara karata yavat krodhita thaine yavat damta kachakachavata pana goshalo shramana nirgranthona sharirane kamipana abadha, vyabadha ke sharira chheda kari shakato nathi, te joine goshalana pasethi svayam nikali jaine jyam shramana bhagavamta mahavira hata, tyam avi, bhagavamtane trana vakhata pradakshina kari, vamdana – namaskara kari, bhagavamtano ashraya kari vicharava lagya. Ketalaka ajivika sthaviro goshalana ashraye ja rahya. Tyare te goshalo je karya mate shighra avelo, te karyane sadhi na shakyo, tyare hatasha thaine chare dishamam joto, dirgha uchchhvasa nihshvasa karato, dadhina vala khemchato, garadana pachhalano bhaga khamjavalato, kullana bhaga upara hatha pachhadato, hatha halavato, bamne paga vade bhumine pitato, arere ! Ha ha ! Hum hanai gayo, ema badabadato bhagavamta pasethi koshthaka chaityathi nikali gayo, nikaline shravasti nagarimam halahala kumbharanani kumbharapane avyo. Avine tyam amra gutali hathamam laine madyapanaka karato varamvara gato, varamvara nachato, varamvara halahala kumbharanane amjalikarma karato shitala matina pani vade potana shariranum parisimchana karato vicharava lagyo. Sutra– 652. He aryo! Ema kahine shramana bhagavamta mahavire shramana nirgranthone amamtrine ama kahyum – he aryo! Goshalaka mamkhaliputre mara vadhane mate tena shariramamthi tejoleshya kadheli. Te teja 16 – janapadona ghata – vadha – uchchheda – bhasma karavane paryapta hatum te 16 – janapada a pramane – amga, bamga, magadha, malaya, malava, achchha, vatsa, kautsa, pata, ladha, vajra, mauli, kashi, kaushala, avadha ane sumbhutara. He aryo ! Goshalaka mamkhaliputra halahala kumbharanani kumbhakarapanamam hathamam amragutali laine, madyapana karato, varamvara yavat amjalikarma karato vichari rahyo chhe. Te potana te papanum prachchhadana karava mate a atha charimoni prarupana kare chhe. Te a – charama eva – pana, gana, natya, amjalikarma, pushkalasamvartaka mahamegha, sachenaka gamdhahasti, mahashilakamtaka samgrama ane tirthamkara etale goshalaka mamkhaliputra. Hum a avasarpinina 24 – tirthamkaromam charama tirthamkara rupe siddha thai yavat amta karisha. He aryo! Goshalo shitala mritika panaka vade achamana udakathi sharirane parisimchato vichare chhe, te papane chhupavava mate a chara panaka prarupashe – te panaka kaya chhe\? Panaka chara bhede chhe – 1. Goputthaka, 2. Hathathi masalela, 3. Atapathi tapela, 4. Shilathi padela. Te apanaka kaya chhe\? Apanaka chara bhede chhe – 1.Sthalapanaka, 2.Chhalapanaka, 3.Simbalipanaka, 4.Shuddhapanaka. Te sthalapanaka shum chhe\? Pani vade bhimjayela – thala, varaka, moto ghado, kalasha hoya. Jeno hathathi sparsha thaya, pana pani pi na shakaya te. Te tvacha chhala panaka shum chhe\? Je amra, ambadaga adi jema prajnyapana sutra, 16mam prayogapadamam kahya mujaba yavat bora, timduruka tatha je taruna, apakva hoya, mukhamam rakhine thodum ke vishesha chusaya, pana tenum pani na pi shakaya te. Te shimbalipanaka shum chhe\? Je kalaya – maga – adada ke shimbalini phali taruna ane apakva hoya, tene koi thodum ke vishesha chave, pana pani pi na shake. Te shuddhapanaka shum chhe\? Je chha masa shuddha khadima khaya, be masa prithvi samthare sue, be masa kashtha samthare sue, be masa darbha samthare sue. Tene chha masa pratipurna thata, chhelli ratrimam be maharddhika yavat mahasaukhya deva pragata thaya chhe – purnabhadra, manibhadra. Tyare te devo shitala ane bhina hatho vade tena sharirane sparshe chhe, je te devonum anumodana kare, te ashivisha rupapa karma kare chhe. Je te devonum anumodana nathi karata, tena shariramam svayam agnikaya sambhave chhe, te potana ja teja vade sharirane bale chhe. Tyara pachhi te siddha thaya chhe yavat duhkhono amta kare chhe. Te shuddha panaka chhe. Te shravasti nagarimam ayampula name ajivikopasaka raheto hato. Te dhanadhya yavat aparibhuta hato. Halahala maphaka te ajivika siddhamta vade atmane bhavita karato vicharato hato. Tyare te ayampula ajiviko – pasakane madhya ratrina samaye anya koi divase kutumba jagarikathi jagata a ava prakarano manogata yavat samkalpa thayo ke – ‘halla’ name jivadum keva akare chhe\? Tyare te ayampula ajivikopasakane biji vakhata pana ava prakarano manogata samkalpa yavat utpanna thayo – nishche mara dharmacharya, dharmopadeshaka goshalaka mamkhaliputra utpanna jnyanadarshanadhara yavat sarvajnya ane sarvadarshi chhe, a shravasti nagarimam halahala kumbharanani kumbhakarapanamam ajivika samghathi parivritta thaine ajivika siddhamtathi atmane bhavita karata vichare chhe. Mara mate shreyakara chhe ke kale yavat surya jajvalyamana thata temane vamdana yavat paryupasana kari a ane ava prakarana prashno puchhum, uttara melavum. E pramane nishchaya karyo. Bija divase yavat jajavalyamana surya thata ayampule snana karyum yavat alpa pana mahardha abharanalamkrita sharira karine potana gherathi nikalyo. Nikaline page chalata shravasti nagarini madhye thaine halahala kumbharanani kumbhakarapane avyo. Avine goshalakane tyam hathamam amragutali lai yavat amjalikarma karata, shitala mati vade yavat gatrone simchata joine lajjita, udasa, vridita thai dhime dhime pachhala sarakava lagyo. Jyare ajivika sthaviroe ayampula ajivikopasakane lajjita yavat pachhala khasato joyo, tyare joine ama kahyum – he ayampula ! Ahim avyo tyare ajivika sthaviro dvara bolavayela ayampula ajivika sthaviro pase avyo, avine teone vamdana, namaskara karya. Karine thodo samipa besi paryupasava lagyo. He ayampula! Ema amamtri ajivika sthaviroe ayampula ajivika upasakane ama kahyum – he ayampula ! Madhyaratri pachhina kale tane vichara avyo ke – ‘halla’ kaya akare chhe\? Tyarapachhi he ayampula! Biji vakhata pana tane evo vichara avyo0 ityadi badhum ja kahevum. Yavat shravasti nagari madhyethi halahala kumbharanani kumbhakarapane ahim tum shighra avyo, he ayampula ! Shum a artha barabara chhe\? Ha, bhagavana ! Barabarachhe. He ayampula! Jyare tara dharmacharya, dharmopadeshaka goshalaka mamkhaliputrane ahim hathamam amragutali lai yavat amjali karata vichare chhe, temane a atha charimo prarupya chhe. Charama pana yavat goshalaka badha duhkhono amta karashe. He ayampula ! Je a tara dharmacharya dharmopadeshaka goshalaka mativala shitala panithi sharirane simchana karata vichare chhe temane a chara panaka ane chara apanaka prarupela chhe, te panaka kaya prakare chhe\? Yavat tyarapachhi teo siddha thai yavat amta karashe. Tethi he ayampula! Tame jao, tamara dharmacharya0ne ava prashno puchho. Tyare te ayampula ajivikopasaka, ajivika sthaviroe a pramane kaheta harshita, samtushta thai utthanathi uthyo. Uthine goshalaka pase java nikalyo. Tyare te ajivika sthaviroe goshalakane te amragutali ekamtamam phemki devano samketa karyo. Tyare goshalake ajivika sthavirona samketane svikari, te amragutikane ekamtamam phemki didhi. Tyare te ayampula ajivikopasaka, goshalakani pase gayo. Jaine goshalakane trana pradakshina kari yavat paryupasava lagyo. Ayampuladine amamtri, goshalaka mamkhaliputre ayampulane ama kahyum – he ayampula ! Madhyaratri pachhina kale yavat tum mari pase shighra avela chhe. He ayampula ! Shum a artha samartha chhe\? Ha, chhe. Mari pase te amragutali nahim, amra phalani chhala hati. Taro prashna chhe –. ‘halla’no akara shum chhe? Halla’vamsana mulana akare hoya chhe. Tethi he viro! Vina vagado. He viro! Vina vagado. Tyare te ayampula, goshalaka mamkhaliputra pase a ava prakarano uttara pamine hrishta, tushta yavat anamdita hridaya thayo. Pachhi goshalakane vamdana, namaskara kari, ketalaya prashno puchhya, artha grahana karya. Pachhi utthanathi uthyo, uthine goshalakane vamdana, namana kari pachho pharyo. Tyare te goshalake potanum marana najika janine ajivika sthavirone bolavya, bolavine ama kahyum – he devanupriyo ! Tame mane kalagata janine sugamdhi gamdhodakathi snana karavajo, karavine komala, rumvativala gamdha – kashayika vastrathi marum sharira lumchhajo. Pachhi sarasa goshirsha chamdanathi sharirane limpajo, pachhi maharha hamsalakshana patashataka mane paheravajo. Maharha sarvalamkarathi vibhushita karajo. Sahasrapurushavahini shibikamam padharavajo, pachhi shravasti nagarina shrimgataka yavat margomam mota mota shabdothi udghoshana karavata ama kahejo – He devanupriyo ! Goshalaka mamkhaliputra jina, jinapralapi thai yavat jina shabdane prakashato vicharine a avasarpinina 24 tirthamkaromam charama tirthamkara rupe siddha yavat sarva duhkhathi kshina thaya, riddhi – satkara sathe mara shariranum niharana karajo. Tyare ajivika sthaviroe goshalaka mamkhaliputrana a kathanano vinayapurvaka svikara karyo. Sutra– 653. Tyarapachhi satami ratri pasara thati hati tyare te goshalaka mamkhaliputrane samyaktva prapta thayum. Tyare tene ava prakare manogata samkalpa yavat samutpanna thayo. Nishche hum jina nathi, to pana hum jinapralapi thai yavat jina shabdathi svayamne pragata karato vicharum chhum. Hum goshalaka mamkhaliputra, shramanaghataka, shramanamaraka, shramanapratyanika, acharya – upadhyayano ayashakaraka, avarnakaraka, akirtikaraka chhum. Hum asat bhavana purna mithyatva abhiniveshathi potane – parane – tadubhayane vyudgrahita karato, vyutpadita karato vicharine, mari ja tejoleshyathi parabhuta thaine, satami ratrine amte pittajvarathi grasta shariri thaine dahathi balato, chhadmasthavasthamam ja kala karisha, kharekhara to. Shramana bhagavamta mahavira jina, jinapralapi yavat jinashabda prakashata vichare chhe. Goshalake a prakare samprekshana karyum, karine ajivika sthavirone bolavya. Bolavine uchcha – nicha sogamdothi yukta karine ama kahyum – hum jina nathi, to pana jinapralapi yavat olakhavato vicharyo chhum. Hum goshalaka mamkhaliputra, shramana ghataka chhum yavat hum chhadmasthapane ja kala karisha. Shramana bhagavamta mahavira jina chhe, jinapralapi chhe yavat jina shabdathi pragata karata vichare chhe. He devanupriyo! Tame mane kaladharma prapta janine mara daba pagamam shumbanum doradum bamdhajo, bamdhine trana vakhata mara modhamam thumkajo. Pachhi shravastinagarina shrimgataka yavat margomam ahim – tahim ghasedata mota – mota shabdothi udghoshana karata a pramane kahejo – he devanupriyo! Goshalaka mamkhaliputra jina na hato, matra jinapralapi yavat thaine vicharato hato. A goshalaka mamkhaliputra shramanaghataka hato yavat chhadmasthapane ja maryo. Shramana bhagavamta mahavira jina chhe, jinapralapi chhe yavat vichare chhe. Maha ariddhipurvaka, asatkara karata mara shariranum niharana karajo. Ama boline kaladharma pamyo. Sutra– 654. Tyare te ajivika sthaviroe goshalane kalagata janine halahala kumbharanani kumbhakarapanana barana bamdha karya. Karine te dukanamam bahumadhyadeshabhagamam shravastinagari alekhi, alekhine goshalaka mamkhaliputrana sharirane daba page shumbani doradi bamdhi, pachhi trana vakhata te mritakana mukhamam thumkya. Thumkine chitarela. Shravastina shrimgataka yavat margamam ahim – tahim sharirane. Ghasedyu. Te vakhate mamdamamda shabdothi udghoshana karata ama kahyum ke – He devanupriyo ! Goshalaka mamkhaliputra jina na hata, jinapralapi thai yavat vicharata hata. A goshalaka mamkhaliputra shramanaghataka yavat chhadmasthapane kala pamya. Shramana bhagavamta mahavira jina chhe, jinapralapi chhe, yavat vichare chhe. A pramane shapatha sogamdathi mukta thaya. Tyarapachhi biji vakhata puja satkarana sthirikaranarthe goshalaka mamkhaliputrana daba pagathi sumbani doradi chhodi namkhi, chhodine halahala kumbharanani kumbhakarapanana dvara pana kholi namkhya, kholine goshalana sharirane sugamdhi gamdhodaka vade snana karavyum ityadi purvavat yavat mahana riddhi satkara sathe tena shariranum niharana karyum. Sutra samdarbha– 649–654 |