Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104070 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-१३ |
Translated Chapter : |
શતક-૧૩ |
Section : | उद्देशक-४ पृथ्वी | Translated Section : | ઉદ્દેશક-૪ પૃથ્વી |
Sutra Number : | 570 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] रयणप्पभापुढविनेरइया णं भंते! केरिसयं पुढविफासं पच्चणुब्भवमाणा विहरंति? गोयमा! अनिट्ठं जाव अमणामं। एवं जाव अहेसत्तमपुढविनेरइया। एवं आउफासं, एवं जाव वणस्सइफासं। | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૭૦. ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક, કેવો પૃથ્વીસ્પર્શ અનુભવતા વિચરે છે ? ગૌતમ ! તેઓ અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ, અમણામ સ્પર્શને અનુભવે છે. એ રીતે અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક સુધી કહેવું, એ રીતે અપ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાયનો પ્રતિકુળ સ્પર્શ કહેવો. સૂત્ર– ૫૭૧. ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વી, બીજી શર્કરાપ્રભા પૃથ્વીની અપેક્ષાએ બાહલ્યથી સૌથી મોટી, ચોતરફથી સૌથી નાની છે ? હા, ગૌતમ ! છે, એ પ્રમાણે જીવાભિગમના બીજા નૈરયિક ઉદ્દેશક મુજબ કહેવું. સૂત્ર– ૫૭૨. ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોના આસપાસમાં જે પૃથ્વીકાયિકથી વનસ્પતિકાયિક સુધીના જીવો છે, તે મહાકર્મ, મહાક્રિયા, મહાશ્રવ, મહાવેદનાવાળા છે ? હા, ગૌતમ ! છે ઇત્યાદિ જીવાભિગમના નૈરયિક ઉદ્દેશકવત્ સાતમી પૃથ્વી સુધી કહેવું. સૂત્ર– ૫૭૩. ભગવન્ ! લોકનો લંબાઈનો મધ્યભાગ ક્યાં છે ? ગૌતમ ! આ રત્નપ્રભાના આકાશખંડના અસંખ્યાત ભાગને અવગાહીને લોકનો લંબાઈનો મધ્યભાગ છે. ભગવન્ ! અધોલોકનો લંબાઈનો મધ્યભાગ ક્યાં છે ? ગૌતમ ! ચોથી પંકપ્રભા પૃથ્વીના કંઈક અધિક અર્ધભાગને ઉલ્લંઘી અધોલોકનો લંબાઈનો મધ્યભાગ છે. ભગવન્ ! ઉર્ધ્વલોકનો લંબાઈનો મધ્યભાગ ક્યાં છે ? ગૌતમ ! સનત્કુમાર અને માહેન્દ્રકલ્પની ઉપર અને બ્રહ્મલોક કલ્પની નીચે રિષ્ટ વિમાન પ્રસ્તટમાં ઉર્ધ્વલોકનો આયામ મધ્ય છે. ભગવન્ ! તિર્છાલોકનો લંબાઈનો મધ્યભાગ ક્યાં છે ? ગૌતમ ! જંબૂદ્વીપમાં મેરુ પર્વતના બહુમધ્ય દેશ – ભાગમાં આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના અને નીચેના ક્ષુદ્ર પ્રતરમાં તિર્છાલોકમાં મધ્યભાગ રૂપ આઠ રૂચક પ્રદેશ કહ્યા છે. જ્યાંથી આ દશ દિશાઓ નીકળે છે. તે આ – પૂર્વા, પૂર્વદક્ષિણા એ પ્રમાણે દશમાં શતકમાં છે, તેમ કહેવું. સૂત્ર– ૫૭૪. ભગવન્ ! ઐન્દ્રી – પૂર્વ દિશાની આદિ શું છે ? ક્યાંથી તે નીકળી છે ? તેની આદિમાં કેટલા પ્રદેશ છે ? ઉત્તરમાં કેટલા પ્રદેશ છે ? કેટલા પ્રદેશવાળી છે ? ક્યાં પર્યવસાન પામે છે ? સંસ્થાન કયુ છે ? ગૌતમ ! ઐન્દ્રી દિશાની આદિમાં રૂચક છે, રૂચક પ્રદેશોથી નીકળે છે, તે આરંભે દ્વિપ્રદેશી છે, બબ્બે પ્રદેશોની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે, લોકને આશ્રીને તે અસંખ્યપ્રદેશી, અલોકને આશ્રીને અનંત પ્રદેશી છે. તે લોકને આશ્રીને સાદિ – સાંત છે, અલોકને આશ્રીને સાદિ – અનંત છે. લોકને આશ્રીને મુરજસંસ્થિત છે. અલોકને આશ્રીને ઉર્ધ્વશકટાકાર સંસ્થિત છે. ભગવન્ ! આગ્નેયી દિશાની આદિમાં શું છે ?, તેનો ઉદ્ભવ શું છે ? તેની આદિમાં કેટલા પ્રદેશ છે ? કેટલા પ્રદેશ વિસ્તીર્ણ છે ? તે કેટલા પ્રદેશી છે, તેનો અંત ક્યાં છે ? તેનું સંસ્થાન કેવું છે ? ગૌતમ ! આગ્નેયી દિશાની આદિમાં રુચક છે, તે રુચકમાંથી નીકળે છે, તે એકપ્રદેશાદિ છે, એક પ્રદેશ વિસ્તૃત છે, અનુત્તર છે. તે લોકને આશ્રીને અસંખ્યપ્રદેશી, અલોકને આશ્રીને અનંતપ્રદેશી છે. તે લોકને આશ્રીને સાદિ સાંત, અલોકને આશ્રીને સાદિ – અનંત છે. તૂટેલી મુક્તાવલી આકારે છે. યામ્યા દિશા ઐન્દ્રી માફક છે. નૈર્ઋતી, આગ્નેયીવત્ છે. એ પ્રમાણે ચારે દિશાઓનું વર્ણન ઐન્દ્રી માફક અને વિદિશા, આગ્નેયી માફક જાણવી. ભગવન્ ! વિમલાદિશા વિશે પ્રશ્ન. ગૌતમ ! વિમલાદિશાની આદિ રૂચક છે, તે રૂચકમાંથી નીકળે છે, આદિમાં ચાર પ્રદેશ છે, દ્વિપ્રદેશ વિસ્તીર્ણ છે, અનુત્તર છે. લોકને આશ્રીને૦ આદિ આગ્નેયી મુજબ જાણવું. વિશેષ એ કે તે રુચકાકાર છે એ રીતે ‘તમા’ દિશાનું વર્ણન પણ જાણવું. સૂત્ર સંદર્ભ– ૫૭૦–૫૭૪ | ||
Mool Sutra Transliteration : | [sutra] rayanappabhapudhavineraiya nam bhamte! Kerisayam pudhaviphasam pachchanubbhavamana viharamti? Goyama! Anittham java amanamam. Evam java ahesattamapudhavineraiya. Evam auphasam, evam java vanassaiphasam. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 570. Bhagavan ! Ratnaprabha prithvi nairayika, kevo prithvisparsha anubhavata vichare chhe\? Gautama ! Teo anishta, akamta, apriya, amanojnya, amanama sparshane anubhave chhe. E rite adhahsaptami prithvi nairayika sudhi kahevum, e rite apkaya, teukaya, vayukaya, vanaspatikayano pratikula sparsha kahevo. Sutra– 571. Bhagavan ! Ratnaprabha prithvi, biji sharkaraprabha prithvini apekshae bahalyathi sauthi moti, chotaraphathi sauthi nani chhe\? Ha, gautama ! Chhe, e pramane jivabhigamana bija nairayika uddeshaka mujaba kahevum. Sutra– 572. Bhagavan ! A ratnaprabha prithvina narakavasona asapasamam je prithvikayikathi vanaspatikayika sudhina jivo chhe, te mahakarma, mahakriya, mahashrava, mahavedanavala chhe\? Ha, gautama ! Chhe ityadi jivabhigamana nairayika uddeshakavat satami prithvi sudhi kahevum. Sutra– 573. Bhagavan ! Lokano lambaino madhyabhaga kyam chhe\? Gautama ! A ratnaprabhana akashakhamdana asamkhyata bhagane avagahine lokano lambaino madhyabhaga chhe. Bhagavan ! Adholokano lambaino madhyabhaga kyam chhe\? Gautama ! Chothi pamkaprabha prithvina kamika adhika ardhabhagane ullamghi adholokano lambaino madhyabhaga chhe. Bhagavan ! Urdhvalokano lambaino madhyabhaga kyam chhe\? Gautama ! Sanatkumara ane mahendrakalpani upara ane brahmaloka kalpani niche rishta vimana prastatamam urdhvalokano ayama madhya chhe. Bhagavan ! Tirchhalokano lambaino madhyabhaga kyam chhe\? Gautama ! Jambudvipamam meru parvatana bahumadhya desha – bhagamam a ratnaprabha prithvina uparana ane nichena kshudra prataramam tirchhalokamam madhyabhaga rupa atha ruchaka pradesha kahya chhe. Jyamthi a dasha dishao nikale chhe. Te a – purva, purvadakshina e pramane dashamam shatakamam chhe, tema kahevum. Sutra– 574. Bhagavan ! Aindri – purva dishani adi shum chhe\? Kyamthi te nikali chhe\? Teni adimam ketala pradesha chhe\? Uttaramam ketala pradesha chhe\? Ketala pradeshavali chhe\? Kyam paryavasana pame chhe\? Samsthana kayu chhe\? Gautama ! Aindri dishani adimam ruchaka chhe, ruchaka pradeshothi nikale chhe, te arambhe dvipradeshi chhe, babbe pradeshoni uttarottara vriddhi thaya chhe, lokane ashrine te asamkhyapradeshi, alokane ashrine anamta pradeshi chhe. Te lokane ashrine sadi – samta chhe, alokane ashrine sadi – anamta chhe. Lokane ashrine murajasamsthita chhe. Alokane ashrine urdhvashakatakara samsthita chhe. Bhagavan ! Agneyi dishani adimam shum chhe\?, teno udbhava shum chhe\? Teni adimam ketala pradesha chhe\? Ketala pradesha vistirna chhe\? Te ketala pradeshi chhe, teno amta kyam chhe\? Tenum samsthana kevum chhe\? Gautama ! Agneyi dishani adimam ruchaka chhe, te ruchakamamthi nikale chhe, te ekapradeshadi chhe, eka pradesha vistrita chhe, anuttara chhe. Te lokane ashrine asamkhyapradeshi, alokane ashrine anamtapradeshi chhe. Te lokane ashrine sadi samta, alokane ashrine sadi – anamta chhe. Tuteli muktavali akare chhe. Yamya disha aindri maphaka chhe. Nairriti, agneyivat chhe. E pramane chare dishaonum varnana aindri maphaka ane vidisha, agneyi maphaka janavi. Bhagavan ! Vimaladisha vishe prashna. Gautama ! Vimaladishani adi ruchaka chhe, te ruchakamamthi nikale chhe, adimam chara pradesha chhe, dvipradesha vistirna chhe, anuttara chhe. Lokane ashrine0 adi agneyi mujaba janavum. Vishesha e ke te ruchakakara chhe e rite ‘tama’ dishanum varnana pana janavum. Sutra samdarbha– 570–574 |