Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104034 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-१२ |
Translated Chapter : |
શતક-૧૨ |
Section : | उद्देशक-२ जयंति | Translated Section : | ઉદ્દેશક-૨ જયંતિ |
Sutra Number : | 534 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तेणं कालेणं तेणं समएणं कोसंबी नामं नगरी होत्था–वण्णओ। चंदोतरणे चेइए–वण्णओ। तत्थ णं कोसंबीए नगरीए सहस्साणीयस्स रन्नो पोत्ते, सयाणीस्स रन्नो पुत्ते, चेडगस्स रन्नो नत्तुए, मिगावतीए देवीए अत्तए, जयंतीए समणोवासि-याए भत्तिज्जए उदयने नामं राया होत्था–वण्णओ। तत्थ णं कोसंबीए नगरीए सहस्साणीयस्स रन्नो सुण्हा, सयाणीस्स रन्नो भज्जा, चेडगस्स रन्नो धूया, उदयनस्स रन्नो माया, जयंतीए समणोवासियाए भाउज्जा मिगावती नामं देवी होत्था–सुकुमालपाणिपाया जाव सुरूवा समणोवासिया अभिगयजीवाजीवा जाव अहापरिग्गहिएहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणो विहरइ। तत्थ णं कोसंबीए नगरीए सहस्साणीयस्स रन्नो धूया, सयाणीस्स रन्नो भगिनी, उदयनस्स रन्नो पिउच्छा, मिगावतीए देवीए ननंदा, वेसालियसावयाणं अरहंताणं पुव्वसेज्जातरी जयंती नामं समणोवासिया होत्था–सुकुमालपाणिपाया जाव सुरूवा अभिगयजीवाजीवा जाव अहापरिग्गहिएहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणी विहरइ। | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૩૪. તે કાળે, તે સમયે કૌશાંબી નગરી હતી, ચંદ્રાવતરણ ચૈત્ય હતું, તે કૌશાંબી નગરીમાં સહસ્રાનીક રાજાનો પૌત્ર, શતાનીક રાજાનો પુત્ર, ચેટક રાજાનો દોહિત્ર, મૃગાવતી દેવીનો પુત્ર, જયંતિ શ્રાવિકાનો ભત્રીજો એવો ઉદાયન રાજા હતો. તે કૌશાંબી નગરીમાં સહસ્રાનીક રાજાની પુત્રવધૂ શતાનીક રાજાની પત્ની, ચેટક રાજાની પુત્રી, ઉદાયન રાજાની માતા, જયંતિ શ્રાવિકાની ભોજાઈ મૃગાવતી નામે રાણી હતી. તેણી સુકુમાલ યાવત્ સુરૂપા શ્રાવિકા હતી યાવત્ વિચરતી હતી. તે કૌશાંબીમાં સહસ્રાનીક રાજાની પુત્રી, શતાનીક રાજાની બહેન, ઉદાયન રાજની ફોઈ, મૃગાવતી રાણીની નણંદ, વૈશાલિક શ્રાવક, અરહંતની પૂર્વ શય્યાતરી જયંતિ નામે શ્રાવિકા હતી. તેણી સુકુમાલ યાવત્ સુરૂપા, જીવાજીવની જ્ઞાતા યાવત્ હતી. સૂત્ર– ૫૩૫. તે કાળે, તે સમયે સ્વામી સમોસર્યા યાવત્ પર્ષદા પર્યુપાસે છે. ત્યારે તે ઉદાયન રાજા આ વૃત્તાંત પ્રાપ્ત થતા હર્ષિત, તુષ્ટ થઈને કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું – હે દેવાનુપ્રિયો ! જલદીથી કૌશાંબી નગરીને અંદર – બહારથી, એ રીતે જેમ કૂણિકમાં કહ્યું તેમ બધું કહેવું યાવત્ પર્યુપાસે છે. ત્યારે જયંતિ શ્રાવિકા આ વૃત્તાંત જાણીને હર્ષિત – સંતુષ્ટ થઈને મૃગાવતી દેવી પાસે આવે છે, આવીને મૃગાવતી દેવીને આમ કહ્યું – જેમ શતક – ૯ – માં ઋષભદત્તના વર્ણનમાં કહ્યા મુજબ યાવત્ કલ્યાણકારી થશે. ત્યારે તે મૃગાવતી દેવીએ જયંતિ શ્રાવિકાના વચનને એ જ રીતે સ્વીકાર્યા, જે રીતે દેવાનંદાએ સ્વીકારેલા. ત્યારે તે મૃગાવતી દેવીએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને કહ્યું – ઓ દેવાનુપ્રિયો ! જલદી જેમાં વેગવાન ઘોડા જોડેલ હોય તેવો યાવત્ ધાર્મિક યાન પ્રવર જોડીને ઉપસ્થિત કરો. યાવત્ તેઓ ઉપસ્થિત કરે છે, યાવત્ તે પુરુષોએ આજ્ઞા પાછી સોંપી. ત્યારે તે મૃગાવતી દેવી, જયંતિ શ્રાવિકા સાથે, સ્નાન કરીને, બલિકર્મ કરીને યાવત્ શરીરે અલંકૃત થઈને, ઘણી કુબ્જા દાસી સાથે યાવત્ અંતઃપુરથી નીકળે છે, નીકળીને બાહ્ય ઉપસ્થાનશાળામાં ધાર્મિક શ્રેષ્ઠ યાન પાસે આવીને યાવત્ તેમાં બેઠી. ત્યારે મૃગાવતી દેવી, જયંતિ શ્રાવિકા સાથે ધાર્મિક શ્રેષ્ઠ યાનમાં બેસીને પોતાના પરિવાર સાથે નીકળે છે, યાવત જેમ ‘ઋષભદત્ત’માં કહ્યું તેમ યાવત્ ધાર્મિક યાનથી નીચે ઊતરી. ત્યારે તે મૃગાવતી દેવી, જયંતિ શ્રાવિકા સાથે, ઘણી કુબ્જા દાસી સાથે જેમ ‘દેવાનંદા’માં કહ્યું તેમ યાવત્ વાંદી, નમીને ઉદાયન રાજાને આગળ કરીને ત્યાં રહી અને યાવત્ ભગવંતને પર્યુપાસે છે. ત્યારે ભગવંત મહાવીર, રાજા ઉદાયન, રાણી મૃગાવતી, જયંતિ શ્રાવિકા અને તે મોટી પર્ષદાને યાવત્ ધર્મ કહે છે, પર્ષદા પાછી ફરી, ઉદાયન પાછો ફર્યો, મૃગાવતી દેવી પણ પાછી ફરી. સૂત્ર– ૫૩૬. ત્યારે તે જયંતિ શ્રાવિકા શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત – સંતુષ્ટ થઈને ભગવંતને વાંદી – નમીને આમ કહે છે – ભગવન્ ! જીવો કયા કારણે જલદી ગુરુત્વને(ભારેપણાને) પામે? હે જયંતિ ! પ્રાણાતિપાતથી યાવત્ મિથ્યા દર્શન શલ્યથી, એ રીતે જીવો ગુરુત્વને જલદી પામે, પ્રથમ શતક મુજબ યાવત્ કર્મસ્થિતિ વધારે છે અને સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે અને પ્રાણાતિપાત આદિના ત્યાગથી કર્મસ્થિતિ ઘટાડે છે અને સંસારનો પાર પામે છે. ભગવન્ ! જીવોનું ભવસિદ્ધિકત્વ સ્વાભાવિક કે પારિણામિક ? હે જયંતિ! સ્વાભાવિક છે, પારિણામિક નથી. ભગવન્ ! ભવસિદ્ધિક બધા જીવો શું સિદ્ધ થશે ? હા, જયંતિ ! થશે. ભગવન્ ! જ્યારે બધા ભવસિદ્ધિક જીવો સિદ્ધ થશે, ત્યારે શું લોક ભવસિદ્ધિક રહિત થઈ જશે ? ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્ ! કયા કારણથી એમ કહો છો કે બધા ભવસિદ્ધિક જીવો સિદ્ધ થશે ત્યારે ભવસિદ્ધિક રહિત લોક થશે નહીં ? હે જયંતિ ! જે રીતે કોઈ સર્વાકાશ શ્રેણી હોય, જે અનાદિ, અનંત, પરિત્ત, પરિવૃત્ત હોય, તેમાંથી સમયે સમયે એક – એક પરમાણુ પુદ્ગલ ખંડ કાઢતા – કાઢતા અનંત ઉત્સર્પિણી, અવસર્પિણી સુધી કાઢવામાં આવે તો પણ તે શ્રેણી ખાલી થતી નથી, તે પ્રમાણે હે જયંતિ ! બધા ભવ્યો સિદ્ધ થશે, લોક ભવિજીવ રહિત થશે, ઇત્યાદિ. ભગવન્ ! જીવો સૂતા સારા કે જાગતા સારા ? હે જયંતિ! કેટલાક જીવો સૂતા સારા, કેટલાક જીવો જાગતા સારા. ભગવન્ ! એમ કેમ કહો છો ? હે જયંતિ! જે આ જીવો અધાર્મિક, અધર્માનુગ, અધર્મિષ્ઠ, અધર્મકથી, અધર્મપ્રલોકી, અધર્મમાં આસક્ત, અધર્મ સમુદાચાર, અધર્મ વડે જ વૃત્તિને કરતા વિચરે છે, એવા જીવોનું સૂતા રહેવું સારુ છે, આવા જીવો સૂતા રહીને, ઘણા પ્રાણ – ભૂત – જીવ – સત્વોને દુઃખ, શોક યાવત્ પરિતાપ દેવામાં પ્રવૃત્ત થતા નથી. આવા જીવો સૂતા રહીને પોતાને, પરને, તદુભયને ઘણા અધાર્મિક સંયોગોમાં ફસાવતા નથી, આવા જીવોનું સૂતા રહેવું સારું. હે જયંતિ ! જે આ જીવો ધાર્મિક, ધર્માનુગ યાવત્ ધર્મ વડે વૃત્તિ કરતા વિચરે છે, આ જીવોનું જાગવુ સારું. આવા જીવો જાગતા રહીને ઘણા પ્રાણો યાવત્ સત્ત્વોને દુઃખ ન આપીને યાવત્ પરિતાપ ન આપીને વર્તે છે તે જીવો જાગતા રહીને પોતાને, બીજાને, તદુભયને ઘણા ધાર્મિક સંજોગોમાં જોડનાર થાય છે. આવા જીવો જાગતા રહીને ધર્મ જાગરિકાથી પોતાને જાગૃત રાખનારા થાય છે. આવા જીવો જાગતા સારા, માટે હે જયંતિ! એવું કહેલ કે કેટલાક જીવો ઉંઘતા સારા અને, કેટલાક જીવો જાગતા સારા. ભગવન્ ! જીવોમાં સબલત્વ સારું કે દુર્બલત્વ સારું ? હે જયંતિ ! કેટલાક જીવોનું સબલત્વ સારું, કેટલાક જીવોનું દુર્બલત્વ સારું. ભગવન્ ! એમ કેમ કહો છો ? જયંતિ ! જે આ અધાર્મિક જીવો યાવત્ વિચરે છે, એ જીવોનું દુર્બલત્વ સારું, અહીં સૂતેલા જીવોની માફક દુર્બલત્વ વક્તવ્યતા કહેવી. સબલત્વને જાગતા જીવોની જેમ કહેવા યાવત્ ધાર્મિક સંજોગમાં જોડનારા થાય છે. આવા જીવોનું બલવાનપણુ સારું. તેથી હે જયંતિ! એમ કહ્યું. ભગવન્ ! જીવોમાં દક્ષત્વ(ઉદ્યમીપણું) સારું કે આળસીત્વ સારું ? જયંતિ ! કેટલાક જીવોનું દક્ષત્વ સારું, કેટલાક જીવોનું આળસીત્વ સારું. ભગવન્ ! એમ કેમ કહો છો? હે જયંતિ ! જે આ અધાર્મિક જીવો યાવત્ વિચરે છે, આ જીવોનું આળસુપણુ સારું, આ જીવો આળસી થઈને, ઘણા જીવોને જેમ સૂતા જીવોમાં કહ્યું તેમ જાણવું, જાગતા જીવો માફક દક્ષ જીવોને કહેવા. યાવત્ ધાર્મિક સંયોગ કરનારા થાય. આ જીવો દક્ષત્વથી ઘણા આચાર્યની વૈયાવચ્ચાદિ યાવત્ ઉપાધ્યાય – સ્થવિર – તપસ્વી – ગ્લાન – શૈક્ષ – કુલ – ગણ – સંઘ – સાધર્મિકોની વૈયાવચ્ચ વડે આત્માને જોડનારા થાય છે. આવા જીવોનું દક્ષત્વ સારું, તેથી એ પ્રમાણે કહેવામાં આવેલ છે. ભગવન્ ! શ્રોત્રેન્દ્રિયને વશ જીવો શું બાંધે ? જેમ ક્રોધને વશમાં કહ્યું તેમ યાવત્ સંસારમાં ભ્રમણ કરે છે. એ પ્રમાણે ચક્ષુરિન્દ્રિયવશાર્ત્ત, એ પ્રમાણે યાવત્ સ્પર્શનેન્દ્રિય વશાર્ત્ત જીવો ભ્રમણ કરે છે. ત્યારે તે જયંતિ શ્રાવિકા શ્રમણ ભગવંત મહાવીર પાસે આ અર્થને સાંભળી, અવધારી, હર્ષિત – તુષ્ટિત થઈ, બાકી દેવાનંદામાં જેમ કહ્યું તેમ જયંતિ શ્રાવિકા પ્રવ્રજિત થઈ યાવત્ સર્વ દુઃખથી મુક્ત થઈ. ભગવન્ ! તે એમ જ છે. સૂત્ર સંદર્ભ– ૫૩૪–૫૩૬ | ||
Mool Sutra Transliteration : | [sutra] tenam kalenam tenam samaenam kosambi namam nagari hottha–vannao. Chamdotarane cheie–vannao. Tattha nam kosambie nagarie sahassaniyassa ranno potte, sayanissa ranno putte, chedagassa ranno nattue, migavatie devie attae, jayamtie samanovasi-yae bhattijjae udayane namam raya hottha–vannao. Tattha nam kosambie nagarie sahassaniyassa ranno sunha, sayanissa ranno bhajja, chedagassa ranno dhuya, udayanassa ranno maya, jayamtie samanovasiyae bhaujja migavati namam devi hottha–sukumalapanipaya java suruva samanovasiya abhigayajivajiva java ahapariggahiehim tavokammehim appanam bhavemano viharai. Tattha nam kosambie nagarie sahassaniyassa ranno dhuya, sayanissa ranno bhagini, udayanassa ranno piuchchha, migavatie devie nanamda, vesaliyasavayanam arahamtanam puvvasejjatari jayamti namam samanovasiya hottha–sukumalapanipaya java suruva abhigayajivajiva java ahapariggahiehim tavokammehim appanam bhavemani viharai. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 534. Te kale, te samaye kaushambi nagari hati, chamdravatarana chaitya hatum, te kaushambi nagarimam sahasranika rajano pautra, shatanika rajano putra, chetaka rajano dohitra, mrigavati devino putra, jayamti shravikano bhatrijo evo udayana raja hato. Te kaushambi nagarimam sahasranika rajani putravadhu shatanika rajani patni, chetaka rajani putri, udayana rajani mata, jayamti shravikani bhojai mrigavati name rani hati. Teni sukumala yavat surupa shravika hati yavat vicharati hati. Te kaushambimam sahasranika rajani putri, shatanika rajani bahena, udayana rajani phoi, mrigavati ranini nanamda, vaishalika shravaka, arahamtani purva shayyatari jayamti name shravika hati. Teni sukumala yavat surupa, jivajivani jnyata yavat hati. Sutra– 535. Te kale, te samaye svami samosarya yavat parshada paryupase chhe. Tyare te udayana raja a vrittamta prapta thata harshita, tushta thaine kautumbika purushone bolave chhe, bolavine ama kahyum – he devanupriyo ! Jaladithi kaushambi nagarine amdara – baharathi, e rite jema kunikamam kahyum tema badhum kahevum yavat paryupase chhe. Tyare jayamti shravika a vrittamta janine harshita – samtushta thaine mrigavati devi pase ave chhe, avine mrigavati devine ama kahyum – jema shataka – 9 – mam rishabhadattana varnanamam kahya mujaba yavat kalyanakari thashe. Tyare te mrigavati devie jayamti shravikana vachanane e ja rite svikarya, je rite devanamdae svikarela. Tyare te mrigavati devie kautumbika purushone bolavya, bolavine kahyum – o devanupriyo ! Jaladi jemam vegavana ghoda jodela hoya tevo yavat dharmika yana pravara jodine upasthita karo. Yavat teo upasthita kare chhe, yavat te purushoe ajnya pachhi sompi. Tyare te mrigavati devi, jayamti shravika sathe, snana karine, balikarma karine yavat sharire alamkrita thaine, ghani kubja dasi sathe yavat amtahpurathi nikale chhe, nikaline bahya upasthanashalamam dharmika shreshtha yana pase avine yavat temam bethi. Tyare mrigavati devi, jayamti shravika sathe dharmika shreshtha yanamam besine potana parivara sathe nikale chhe, yavata jema ‘rishabhadatta’mam kahyum tema yavat dharmika yanathi niche utari. Tyare te mrigavati devi, jayamti shravika sathe, ghani kubja dasi sathe jema ‘devanamda’mam kahyum tema yavat vamdi, namine udayana rajane agala karine tyam rahi ane yavat bhagavamtane paryupase chhe. Tyare bhagavamta mahavira, raja udayana, rani mrigavati, jayamti shravika ane te moti parshadane yavat dharma kahe chhe, parshada pachhi phari, udayana pachho pharyo, mrigavati devi pana pachhi phari. Sutra– 536. Tyare te jayamti shravika shramana bhagavamta mahavirani pase dharma sambhali, avadhari, harshita – samtushta thaine bhagavamtane vamdi – namine ama kahe chhe – Bhagavan ! Jivo kaya karane jaladi gurutvane(bharepanane) pame? He jayamti ! Pranatipatathi yavat mithya darshana shalyathi, e rite jivo gurutvane jaladi pame, prathama shataka mujaba yavat karmasthiti vadhare chhe ane samsaramam varamvara paribhramana kare chhe ane pranatipata adina tyagathi karmasthiti ghatade chhe ane samsarano para pame chhe. Bhagavan ! Jivonum bhavasiddhikatva svabhavika ke parinamika\? He jayamti! Svabhavika chhe, parinamika nathi. Bhagavan ! Bhavasiddhika badha jivo shum siddha thashe\? Ha, jayamti ! Thashe. Bhagavan ! Jyare badha bhavasiddhika jivo siddha thashe, tyare shum loka bhavasiddhika rahita thai jashe\? Na, te artha samartha nathi. Bhagavan ! Kaya karanathi ema kaho chho ke badha bhavasiddhika jivo siddha thashe tyare bhavasiddhika rahita loka thashe nahim\? He jayamti ! Je rite koi sarvakasha shreni hoya, je anadi, anamta, paritta, parivritta hoya, temamthi samaye samaye eka – eka paramanu pudgala khamda kadhata – kadhata anamta utsarpini, avasarpini sudhi kadhavamam ave to pana te shreni khali thati nathi, te pramane he jayamti ! Badha bhavyo siddha thashe, loka bhavijiva rahita thashe, ityadi. Bhagavan ! Jivo suta sara ke jagata sara\? He jayamti! Ketalaka jivo suta sara, ketalaka jivo jagata sara. Bhagavan ! Ema kema kaho chho\? He jayamti! Je a jivo adharmika, adharmanuga, adharmishtha, adharmakathi, adharmapraloki, adharmamam asakta, adharma samudachara, adharma vade ja vrittine karata vichare chhe, eva jivonum suta rahevum saru chhe, ava jivo suta rahine, ghana prana – bhuta – jiva – satvone duhkha, shoka yavat paritapa devamam pravritta thata nathi. Ava jivo suta rahine potane, parane, tadubhayane ghana adharmika samyogomam phasavata nathi, ava jivonum suta rahevum sarum. He jayamti ! Je a jivo dharmika, dharmanuga yavat dharma vade vritti karata vichare chhe, a jivonum jagavu sarum. Ava jivo jagata rahine ghana prano yavat sattvone duhkha na apine yavat paritapa na apine varte chhe te jivo jagata rahine potane, bijane, tadubhayane ghana dharmika samjogomam jodanara thaya chhe. Ava jivo jagata rahine dharma jagarikathi potane jagrita rakhanara thaya chhe. Ava jivo jagata sara, mate he jayamti! Evum kahela ke ketalaka jivo umghata sara ane, ketalaka jivo jagata sara. Bhagavan ! Jivomam sabalatva sarum ke durbalatva sarum\? He jayamti ! Ketalaka jivonum sabalatva sarum, ketalaka jivonum durbalatva sarum. Bhagavan ! Ema kema kaho chho\? Jayamti ! Je a adharmika jivo yavat vichare chhe, e jivonum durbalatva sarum, ahim sutela jivoni maphaka durbalatva vaktavyata kahevi. Sabalatvane jagata jivoni jema kaheva yavat dharmika samjogamam jodanara thaya chhe. Ava jivonum balavanapanu sarum. Tethi he jayamti! Ema kahyum. Bhagavan ! Jivomam dakshatva(udyamipanum) sarum ke alasitva sarum\? Jayamti ! Ketalaka jivonum dakshatva sarum, ketalaka jivonum alasitva sarum. Bhagavan ! Ema kema kaho chho? He jayamti ! Je a adharmika jivo yavat vichare chhe, a jivonum alasupanu sarum, a jivo alasi thaine, ghana jivone jema suta jivomam kahyum tema janavum, jagata jivo maphaka daksha jivone kaheva. Yavat dharmika samyoga karanara thaya. A jivo dakshatvathi ghana acharyani vaiyavachchadi yavat upadhyaya – sthavira – tapasvi – glana – shaiksha – kula – gana – samgha – sadharmikoni vaiyavachcha vade atmane jodanara thaya chhe. Ava jivonum dakshatva sarum, tethi e pramane kahevamam avela chhe. Bhagavan ! Shrotrendriyane vasha jivo shum bamdhe\? Jema krodhane vashamam kahyum tema yavat samsaramam bhramana kare chhe. E pramane chakshurindriyavashartta, e pramane yavat sparshanendriya vashartta jivo bhramana kare chhe. Tyare te jayamti shravika shramana bhagavamta mahavira pase a arthane sambhali, avadhari, harshita – tushtita thai, baki devanamdamam jema kahyum tema jayamti shravika pravrajita thai yavat sarva duhkhathi mukta thai. Bhagavan ! Te ema ja chhe. Sutra samdarbha– 534–536 |