Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1103980
Scripture Name( English ): Bhagavati Translated Scripture Name : ભગવતી સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

शतक-१०

Translated Chapter :

શતક-૧૦

Section : उद्देशक-२ संवृत्त अणगार Translated Section : ઉદ્દેશક-૨ સંવૃત્ત અણગાર
Sutra Number : 480 Category : Ang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] मासियण्णं भिक्खुपडिमं पडिवन्नस्स अनगारस्स, निच्चं वोसट्ठकाए, चियत्तदेहे जे केइ परीसहोवसग्गा उप्पज्जंति, तं जहा–दिव्वा वा माणुसा वा तिरिक्खजोणिया वा ते उप्पन्ने सम्मं सहइ खमइ तितिक्खइ अहियासेइ। एवं मासिया भिक्खुपडिमा निरवसेसा भाणियव्वा, जहा दसाहिं जाव आराहिया भवइ।
Sutra Meaning : સૂત્ર– ૪૮૦. ભગવન્‌ ! માસિકી ભિક્ષુપ્રતિમા સ્વીકારેલ અનગારે, નિત્ય કાયાને વોસીરાવી છે,, દેહ મમત્ત્વ ત્યાગ કર્યો છે. તે દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી ઉપસર્ગોને સમ્યક્ ભાવે સહન કરે છે. ઈત્યાદિ માસિકી ભિક્ષુપ્રતિમા સંપૂર્ણ કહેવી. યાવત્‌ દશાશ્રુતસ્કંધ મુજબ તેનું વર્ણન જાણવું યાવત્‌ તે આરાધિતા હોય છે. સૂત્ર– ૪૮૧. કોઈ ભિક્ષુ કોઈ અકૃત્ય સ્થાન સેવીને, તે સ્થાનની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના કાળ કરે, તેને આરાધના થતી નથી. જો તે, તે સ્થાનની આલોચના – પ્રતિક્રમણ કરીને કાળ કરે, તો તેને આરાધના છે. ભિક્ષુને કોઈ અકૃત્ય સ્થાન સેવીને એમ થાય કે પછી હું ચરમ કાળ સમયે આ સ્થાનને આલોચીશ યાવત્‌ પ્રાયશ્ચિત્ત સ્વીકારીશ. તે, તે સ્થાનની આલોચના – પ્રતિક્રમણ ન કરે, તો તેને આરાધના નથી. જો તે, તે સ્થાનની આલોચના – પ્રતિક્રમણ કરી કાળ કરે, તો તેને આલોચના છે. ભિક્ષુને કોઈ અકૃત્ય સ્થાનને સેવીને એમ થાય કે જો શ્રાવક પણ કાળ માસે કાળ કરીને કોઈ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે, તો હું શું અણપન્નિ દેવત્વ પણ પ્રાપ્ત નહીં કરી શકું ? એમ વિચારી તે, તે સ્થાનની આલોચના – પ્રતિક્રમણ કર્યા સિવાય કાળ કરે, તો તેને આરાધના નથી. જો તે, તે સ્થાનની આલોચના – પ્રતિક્રમણ કરી કાળ કરે, તો તેને આરાધના છે. ભગવન્‌ ! તે એમ જ છે, એમ જ છે. સૂત્ર સંદર્ભ– ૪૮૦, ૪૮૧
Mool Sutra Transliteration : [sutra] masiyannam bhikkhupadimam padivannassa anagarassa, nichcham vosatthakae, chiyattadehe je kei parisahovasagga uppajjamti, tam jaha–divva va manusa va tirikkhajoniya va te uppanne sammam sahai khamai titikkhai ahiyasei. Evam masiya bhikkhupadima niravasesa bhaniyavva, jaha dasahim java arahiya bhavai.
Sutra Meaning Transliteration : Sutra– 480. Bhagavan ! Masiki bhikshupratima svikarela anagare, nitya kayane vosiravi chhe,, deha mamattva tyaga karyo chhe. Te deva, manushya ke tiryamcha sambamdhi upasargone samyak bhave sahana kare chhe. Ityadi masiki bhikshupratima sampurna kahevi. Yavat dashashrutaskamdha mujaba tenum varnana janavum yavat te aradhita hoya chhe. Sutra– 481. Koi bhikshu koi akritya sthana sevine, te sthanani alochana, pratikramana karya vina kala kare, tene aradhana thati nathi. Jo te, te sthanani alochana – pratikramana karine kala kare, to tene aradhana chhe. Bhikshune koi akritya sthana sevine ema thaya ke pachhi hum charama kala samaye a sthanane alochisha yavat prayashchitta svikarisha. Te, te sthanani alochana – pratikramana na kare, to tene aradhana nathi. Jo te, te sthanani alochana – pratikramana kari kala kare, to tene alochana chhe. Bhikshune koi akritya sthanane sevine ema thaya ke jo shravaka pana kala mase kala karine koi devalokamam devapane utpanna thaya chhe, to hum shum anapanni devatva pana prapta nahim kari shakum\? Ema vichari te, te sthanani alochana – pratikramana karya sivaya kala kare, to tene aradhana nathi. Jo te, te sthanani alochana – pratikramana kari kala kare, to tene aradhana chhe. Bhagavan ! Te ema ja chhe, ema ja chhe. Sutra samdarbha– 480, 481