Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1103960 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-९ |
Translated Chapter : |
શતક-૯ |
Section : | उद्देशक-३३ कुंडग्राम | Translated Section : | ઉદ્દેશક-૩૩ કુંડગ્રામ |
Sutra Number : | 460 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तेणं कालेणं तेणं समएणं माहणकुंडग्गामे नयरे होत्था–वण्णओ। बहुसालए चेइए–वण्णओ। तत्थ णं माहणकुंडग्गामे नयरे उसभदत्ते नामं माहणे परिवसइ–अड्ढे दित्ते वित्ते जाव वहुजणस्स अपरिभूए रिव्वेद-जजुव्वेद-सामवेद-अथव्वणवेद-इतिहासपंचमाणं निघंटुछट्ठाणं–चउण्हं वेदाणं संगोवंगाणं सरहस्साणं सारए धारए पारए सडंगवी सट्ठितंतविसारए, संखाणे सिक्खा कप्पे वागरणे छंदे निरुत्ते जोतिसामयणे, अन्नेसु य बहूसु बंभण्णएसु नयेसु सुपरिनिट्ठिए समणोवासए अभिगयजीवाजीवे उवलद्धपुण्णपावे जाव अहापरिग्गहिएहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणे विहरइ। तस्स णं उसभदत्तस्स माहणस्स देवानंदा नामं माहणी होत्था–सुकुमालपाणिपाया जाव पियदंसणा सुरूवा समणोवासिया अभिगयजीवाजीवा उवलद्धपुण्णपावा जाव अहापरिग्गहिएहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणी विहरइ। तेणं कालेणं तेणं समएणं सामी समोसढे। परिसा पज्जुवासइ। तए णं से उसभदत्ते माहणे इमीसे कहाए लद्धट्ठे समाणे हट्ठ तुट्ठचित्तमानंदिए नंदिए पीइमणे परमसोमणस्सिए हरिसवसविसप्पमाणहियए जेणेव देवानंदा माहणी तेणेव उवागच्छति, उवागच्छित्ता देवानंदं माहणिं एवं वयासी–एवं खलु देवानुप्पिए! समणे भगवं महावीरे आदिगरे जाव सव्वण्णू सव्वदरिसी आगासगएणं चक्केणं जाव सुहंसुहेणं विहरमाणे बहुसालए चेइए अहापडिरूवं ओग्गहं ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ। तं महप्फलं खलु देवानुप्पिए! तहारूवाणं अरहंताणं भगवंताणं नामगोयस्स वि सवणयाए, किमंग पुण अभिगमन-वंदन-नमंसण-पडिपुच्छण-पज्जुवासणयाए? एगस्स वि आरियस्स धम्मि-यस्स सुवयणस्स सवणयाए, किमंग पुण विउलस्स अट्ठस्स गहणयाए? तं गच्छामो णं देवानुप्पिए! समणं भगवं महावीरं वंदामो नमंसामो सक्कारेमो सम्माणेमो कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवा-समो। एयं णे इहभवे य परभवे य हियाए सुहाए खमाए निस्सेसाए आणगामियत्ताए भविस्सइ। तए णं सा देवानंदा माहणी उसभदत्तेणं माहणेणं एवं वुत्ता समाणी हट्ठ तुट्ठचित्तमानंदिया नंदिया पीइमणा परमसोमणस्सिया हरिसवसविसप्पमाण हियया करयल परिग्गहियं दसनहं सिरसावत्तं मत्थए अंजलिं कट्टु उसभदत्तस्स माहणस्स एयमट्ठं विनएणं पडिसुणेइ। तए णं से उसभदत्ते माहणे कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी–खिप्पामेव भो देवानुप्पिया! लहुकर-णजुत्त-जोइय-समखुरवालिहाण-समलिहियसिंगेहिं, जंबूणयामयकलावजुत्त-पतिविसिट्ठेहिं, रययामयघंटा-सुत्तरज्जुयपवरकंचणनत्थ-पग्गहोग्गहियएहिं, नीलुप्पलकयामेलएहिं, पवरगोणजुवाणएहिं नाणामणिरयण-घंटियाजालपरिगयं, सुजायजुगजोत्तरज्जुयजुग-पसत्थ-सुविरचियनिमियं, पवरलक्खणोववेयं-धम्मियं जाणप्पवरं जुत्तामेव उवट्ठवेह, उवट्ठवेत्ता मम एवमाणत्तियं पच्चप्पिणह। तए णं ते कोडुंबियपुरिसा उसभदत्तेणं माहणेणं एवं वुत्ता समाणा हट्ठ तुट्ठचित्तमानंदिया नंदिया पीइमणा परमसोमणस्सिया हरिसवसविसप्पमाणहियया करयल परिग्गहियं दसनहं सिरसावत्तं मत्थए अंजलिं कट्टु एवं सामी! तहत्ताणाए विनएणं वयणं पडिसुणेंति, पडिसुणेत्ता खिप्पामेव लहुकरणजुत्त जाव धम्मियं जाणप्पवरं जुत्तामेव उवट्ठवेत्ता तमाणत्तियं पच्चप्पिणंति। तए णं से उसभदत्ते माहणे ण्हाए जाव अप्पमहग्घाभरणालंकियसरीरे साओ गिहाओ पडिणिक्खमति, पडिणिक्खमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला जेणेव धम्मिए जाणप्पवरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता धम्मियं जाणप्पवरं दुरूढे। तए णं सा देवानंदा माहणी ण्हाया जाव अप्पमहग्घाभरणालंकियसरीरा बहूहिं खुज्जाहिं, चिलातियाहिं जाव चेडियाचक्कवाल-वरिसधर-थेरकंचुइज्ज-महत्तरगवंदपरिक्खित्ता अंतेउराओ निग्गच्छति, निग्गच्छित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला, जेणेव धम्मिए जाणप्पवरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता धम्मियं जाणप्पवरं दुरूढा। तए णं से उसभदत्ते माहणे देवानंदाए माहणीए सद्धिं धम्मियं जाणप्पवरं दुरूढे समाणे नियगपरियालसंपरिवुडे माहणकुंडग्गामं नगरं मज्झंमज्झेणं निग्गच्छइ, निग्गच्छित्ता जेणेव बहुसालए चेइए तेणेव उवागच्छइ, उवागच्छित्ता छत्तादीए तित्थ करातिसए पासइ, पासित्ता धम्मियं जाणप्पवरं ठवेइ, ठवेत्ता धम्मियाओ जाणप्पवराओ पच्चोरुहइ, पच्चोरुहित्ता समणं भगवं महावीरं पंचविहेणं अभिगमेणं अभिगच्छाति, तं जहा–१. सच्चित्ताणं दव्वाणं विओसरणयाए २. अचित्ताणं दव्वाणं अविओसरणयाए ३. एगसाडिएणं उत्तरासंगकरणेणं ४. चक्खुप्फासे अंजलिप्पग्गहेणं ५. मणसो एगत्तीकरणेणं जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता तिक्खुत्तो आयाहिण-पयाहिणं करेइ, करेत्ता वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता तिविहाए पज्जुवासणाए पज्जुवासइ। | ||
Sutra Meaning : | સૂત્ર– ૪૬૦. તે કાળે, તે સમયે બ્રાહ્મણકુંડગ્રામ નગર હતું. વર્ણન. બહુશાલ ચૈત્ય હતું. ( બંનેનું વર્ણન ઉવવાઈ સૂત્ર અનુસાર જાણવું) તે બ્રાહ્મણકુંડગ્રામ નગરમાં ઋષભદત્ત નામે બ્રાહ્મણ વસતો હતો. તે ઋદ્ધિવાન, તેજસ્વી, ધનવાન યાવત્ અનેક પુરુષો દ્વારા અપરિભૂત હતો. તે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વણવેદ આદિમાં નિપુણ હતો. શતક – ૨ માં કહેલ સ્કંદક યાવત્ બીજા ઘણા બ્રાહ્મણોના અનેક નય શાસ્ત્રોમાં સુપરિનિષ્ઠિત હતો. તે શ્રાવક, જીવાજીવનો જ્ઞાતા, પુણ્ય – પાપ તત્ત્વ ઉપલબ્ધ યાવત્ આત્માને ભાવિત કરતો વિચરતો હતો. તે ઋષભદત્ત બ્રાહ્મણની દેવાનંદા નામે બ્રાહ્મણી પત્ની. હતી. તેણી સુકુમાલ હાથ – પગવાળી યાવત્ પ્રિયદર્શના, સુરૂપા, શ્રાવિકા, જીવાજીવની જ્ઞાતા, પુણ્ય – પાપ તત્વોપલબ્ધા હતી. તે કાળે, તે સમયે ભગવંત મહાવીરસ્વામી પધાર્યા, પર્ષદા યાવત્ પર્યુપાસે છે. ત્યારે તે ઋષભદત્ત બ્રાહ્મણ આ વૃત્તાંતને જાણીને હર્ષિત યાવત્ આનંદિત હૃદય થયો. જ્યાં દેવાનંદા બ્રાહ્મણી હતી ત્યાં આવીને દેવાનંદા બ્રાહ્મણીને આમ કહ્યું – હે દેવાનુપ્રિયા ! આદિકર, શ્રમણ ભગવંત મહાવીર યાવત્ સર્વજ્ઞ, સર્વદર્શી, આકાશગત ચક્રથી યાવત્ સુખે સુખે વિચરતા બહુશાલ ચૈત્યમાં યથાપ્રતિરૂપ અવગ્રહને સ્વીકારીને, યાવત્ વિચરી રહ્યા છે. હે દેવાનુપ્રિયા! તથારૂપ અરિહંત ભગવંતના નામ – ગોત્રનું શ્રવણ પણ મહાફળને દેનારૂ છે , તો પછી તેમની સન્મુખ જવું, વંદન – નમસ્કાર કરવા, પ્રતિપૃચ્છના અને પર્યુપાસના કરવી આદિના ફળનું તો કહેવું જ શું ? એક પણ આર્ય ધાર્મિક સુવચનની શ્રવણતા થી મહાફળ થાય. તો વિપુલ અર્થની ગ્રહણતાથી કેટલો લાભ થાય ? આપણે ત્યાં જઈએ. ભગવન્ મહાવીરને વાંદી, નમી યાવત્ પર્યુપાસીએ. તે આ ભવ અને પરભવના હિત – સુખ – ક્ષેમ – નિઃશ્રેયસ – આનુગામિકપણે થશે. ત્યારે તે દેવાનંદા બ્રાહ્મણી, ઋષભદત્ત બ્રાહ્મણ પાસે આ પ્રમાણે સાંભળી હર્ષિત યાવત્ પ્રસન્ન હૃદય થઈ, બે હાથ જોડી યાવત્ ઋષભદત્ત બ્રાહ્મણની આ વાતને વિનયથી સ્વીકારે છે. ત્યારે તે ઋષભદત્ત બ્રાહ્મણે, કૌટુંબિક પુરુષોને બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો ! જલદીથી જ શીઘ્ર ચાલનાર, પ્રશસ્ત, સદૃશરૂપવાળા, સમાન ખુર અને પૂંછવાળા, સમાન શીંગડાવાળા, સ્વર્ણ નિર્મિત કલાપોથી યુક્ત, ઉત્તમગતિક, ચાંદીની ઘંટડી યુક્ત, સ્વર્ણમય નાથ દ્વારા નાથેલ, નીલકમલની કલગીવાળા, બે ઉત્તમ – યુવા બળદોથી યુક્ત, અનેક મણિમય ઘંટીથી યુક્ત, ઉત્તમ કાષ્ઠમય યુગ અને જોતની ઉત્તમ બે દોરીથી યુક્ત, પ્રવરલક્ષણોપેત ધાર્મિક યાન પ્રવર તૈયાર કરીને ઉપસ્થિત કરો અને મારી આ આજ્ઞા પાછી આપો. ત્યારે તે કૌટુંબિક પુરુષો, ઋષભદત્ત બ્રાહ્મણે આમ કહેતા, હર્ષિત યાવત્ સંતુષ્ટ હૃદયી થઈને, બે હાથ જોડી, એ પ્રમાણે સ્વામી ! તહત્તિ કહી, વિનયપૂર્વક આજ્ઞા વચનને યાવત્ સ્વીકારીને, જલદીથી શીઘ્રગામી યાવત્ ધાર્મિક યાનપ્રવર જોડીને ઉપસ્થિત કર્યું યાવત્ તેમની આજ્ઞા પાલન થયાની સૂચના આપી. ત્યારે તે ઋષભદત્ત બ્રાહ્મણ સ્નાન કરીને યાવત્ અલ્પ, મહાર્ઘ આભરણથી શરીર અલંકારીને પોતાના ઘેરથી નીકળી યાવત્ જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા, જ્યાં ધાર્મિક યાન પ્રવર હતું ત્યાં આવે છે. ત્યાં આવીને ધાર્મિક યાન પ્રવર ઉપર આરૂઢ થયો. ત્યારે તે દેવાનંદા બ્રાહ્મણીએ પણ અંતઃપુરમાં સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક – મંગલ – પ્રાયશ્ચિત્ત કર્યા. ઉત્તમ પદને પ્રાપ્ત નેપૂર, મણિ, મેખલા, હાર વિરચિત, ઉચિત કડગ, ખુડ્ડા, એકાવલી, કંઠસૂત્ર, હૃદયસ્થ ગ્રૈવેયક, શ્રોણિસૂત્ર, વિવિધ મણિરત્ન ભૂષણ વિરાજિત શરીરી, ચીનાંશુક ઉત્તમ વસ્ત્ર પરિહિત, દુકુલ સુકુમાલ ઉત્તરીય, સર્વઋતુક સુરભિ કુસુમથી વેણી, ઉત્તમ ચંદન, ઉત્તમ આભરણથી ભૂષિત શરીરવાળી, કાલાગરુ – ધૂપ – ધૂપિત શ્રી સમાન વેશવાળી યાવત્ અલ્પ મહાર્ધ આભરણથી અલંકૃત શરીરી થઇ. ત્યારે અનેક કુબ્જા – ચિલાતી – વામની – વડભી – બર્બરી – ઇસીગણિતા, ચારુગણિતા, પલ્લવિતા, લ્હાસિકી, લકુશી, આરબી, દમિલી, સિંધલી, પુલીંદી, પુષ્કલી, મુરુંડી, શબરી, પારસી, વિવિધ દેશની, વિદેશપરિપંડિતા, ઇંગિત – ચિંતિત – પ્રાર્થિતને જાણનારી, પોતાના દેશ – નેપથ્યના વેશને ગ્રહણ કરેલી, કુશલ, વિનીત, દાસીઓથી પરીવરેલ, વૃદ્ધ કંચુકીઓ, માન્ય પુરુષોના વૃંદ સાથે પોતાના અંતઃપુરથી નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે, જ્યાં ધાર્મિક યાન પ્રવર છે, ત્યાં આવીને, ધાર્મિક યાનમાં બેઠી. ત્યારે તે ઋષભદત્ત બ્રાહ્મણે દેવાનંદા બ્રાહ્મણી સાથે ધાર્મિક યાન પ્રવરમાં આરૂઢ થઈને, પોતાના નિજક, પરિવારથી સંપરિવૃત્ત થઈ બ્રાહ્મણકુંડગ્રામ નગરની ઠીક મધ્યમાં થઈને નીકળે છે. નીકળીને બહુશાલ ચૈત્યે આવે છે. ત્યાં આવીને છત્ર આદિ તીર્થકર ભગવંતના અતીશય જોઈને ધાર્મિક યાન પ્રવર રોકે છે, રોકીને, ધાર્મિક યાન પ્રવરથી ઊતરીને ભગવંત મહાવીરની પાસે પંચવિધ અભિગમથી જાય છે. તે આ – ૧.સચિત્ત દ્રવ્યોનો ત્યાગ, એ પ્રમાણે જેમ બીજા શતકમાં છે તેમ કહેવું યાવત્ ત્રણ પ્રકારની પર્યુપાસનાથી સેવે છે. ત્યારે તે દેવાનંદા બ્રાહ્મણી ધાર્મિક યાન પ્રવરથી ઉતરીને અનેક કુબ્જા યાવત્ મહત્તરકના વૃંદથી પરિવૃત્ત થઈને ભગવાન મહાવીરની પાસે પંચવિધ અભિગમથી જાય છે. તે આ – ૧. સચિત્ત દ્રવ્યોનો ત્યાગ, ૨. અચિત્ત દ્રવ્યને ન છોડીને, ૩. વિનયથી શરીર નમાવીને, ૪. ભગવંતને જોતા જ બે હાથની અંજલી જોડીને, ૫. મનને એકાગ્ર કરીને. આ પાંચ અભિગમપૂર્વક શ્રમણ ભગવંત મહાવીર પાસે જઈને ભગવંતને ત્રણ વખત આદક્ષિણ – પ્રદક્ષિણા કરી, કરીને વંદન – નમસ્કાર કર્યા. વંદન – નમસ્કાર કરીને, ઋષભદત્ત બ્રાહ્મણને આગળ કરીને ઊભી. સપરિવાર શુશ્રૂષા કરતી એવી નમન કરતી એવી, વિનયથી અંજલી જોડીને સન્મુખ રહી યાવત્ પર્યુપાસે છે. સૂત્ર– ૪૬૧. ત્યારે તે દેવાનંદા બ્રાહ્મણીને પાનો ચઢ્યો – સ્તનથી દૂધની ધારા છૂટી, લોચનો વિકસિત થયા, હર્ષથી ફૂલતી બાહાને કડાએ રોકી, કંચૂક વિસ્તીર્ણ થયો, મેઘની ધારાથી વિકસિત કદંબ પુષ્પવત્ તેના રોમકૂપ વિકસિત થયા, ભગવંતને અનિમેષ દૃષ્ટિથી જોતી – જોતી ઊભી રહી. ગૌતમ સ્વામીએ ભગવંત મહાવીરને વંદન – નમસ્કાર કર્યા. વંદન – નમસ્કાર કરીને, આમ કહ્યું – ભગવન્ ! આ દેવાનંદા બ્રાહ્મણીને કેમ સ્તનથી દૂધની ધારા છૂટી યાવત્ રોમકૂપ વિસ્કવર થયા, આપને અનિમેષ દૃષ્ટિએ જોતી – જોતી ઊભી છે ? ભગવંતે ગૌતમને આમ કહ્યું – ગૌતમ ! નિશ્ચે દેવાનંદા બ્રાહ્મણી મારી માતા છે. હું દેવાનંદા બ્રાહ્મણીનો આત્મજ છું. ત્યારે તે દેવાનંદા બ્રાહ્મણીને તે પૂર્વના પુત્રના સ્નેહાનુરાગથી સ્તનથી દૂધની ધારા છૂટી યાવત્ તેણીના રોમકૂપ વિકસ્વર થયા અને મને અનિમેષ દૃષ્ટિએ જોતા – જોતા ઊભા છે. સૂત્ર– ૪૬૨. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે ઋષભદત્ત બ્રાહ્મણ, દેવાનંદા બ્રાહ્મણી અને તે મહામોટી ઋષિ પર્ષદા આદિને ધર્મ કહ્યો. યાવત્ પર્ષદા પાછી ફરી. ત્યારે ઋષભદત્ત બ્રાહ્મણે ભગવંત પાસે ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત – સંતુષ્ટ થઈને ઊભો થયો, પછી ભગવંતને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી યાવત્ વંદન – નમસ્કાર કરીને આમ કહ્યું – ભગવન્ ! તે એમ જ છે, તે એ પ્રમાણે છે, શતક – ૨ માં સ્કંદકની માફક યાવત્ જેમ આપ કહો છો, તે એ જ પ્રકારે છે, એમ કહીને ઈશાન ખૂણામાં જઈને, સ્વયં જ આભરણ અલંકાર ઊતાર્યા, ઊતારીને જાતે જ પંચમુષ્ટી લોચ કર્યો. કરીને ભગવંત મહાવીર પાસે આવીને, ભગવંતને ત્રણ વખત આદક્ષિણ – પ્રદક્ષિણા કરી યાવત્ નમીને આ પ્રમાણે કહ્યું – ભગવન્ ! આલોક ચોતરફથી સળગી રહ્યો છે, ભગવન્ ! આ લોક પ્રદીપ્ત છે, ભગવન્ ! આ લોક આલિત્ત – પ્રદીપ્ત છે, ભગવન્ ! આલોક જરામરણથી યુક્ત છે. એ પ્રમાણે એ ક્રમથી જેમ સ્કંદકમાં કહ્યું, તેમ પ્રવ્રજિત થઈને યાવત્ સામાયિક આદિ ૧૧ અંગને ભણ્યો યાવત્ ઘણા ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, દશમ યાવત્ વિવિધ તપકર્મ વડે આત્માને ભાવિત કરતા ઘણા વર્ષોનો શ્રામણ્ય પર્યાય પાળીને માસિકી સંલેખનાથી આત્માને આરાધી, ૬૦ ભક્તોને અનશન વડે ભેદીને જે હેતુથી નગ્ન ભાગ સ્વીકારેલ, તે અર્થને આરાધે છે. યાવત્ તે અર્થને આરાધીને તેઓ યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા. તે દેવાનંદા બ્રાહ્મણીએ પણ ભગવંત પાસે ધર્મ સાંભળી, અવધારીને હર્ષિત, તુષ્ટિત થઈ, ભગવંતને ત્રણ વખત આદક્ષિણ – પ્રદક્ષિણા કરી, વંદન – નમસ્કાર કર્યા. વંદન – નમસ્કાર કરીને, આ પ્રમાણે કહ્યું – ભગવન્ ! આપ જે કહો છો તે એમ જ છે, તેમ જ છે. એ રીતે ઋષભદત્ત બ્રાહ્મણ માફક યાવત્ ધર્મ સાંભળ્યો પછી નિવેદન કર્યું કે – ભગવન્ ! હું પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઈચ્છું છું. પછી ભગવંતે સ્વયં જ દેવાનંદા બ્રાહ્મણીને પ્રવ્રજિત કર્યા, પોતે જ આર્યા ચંદનાને શિષ્યારૂપે આપ્યા. પછી આર્યા ચંદનાએ, આર્યા દેવાનંદાને આ આવા પ્રકારનો ધર્મોપદેશ સારી રીતે સ્વીકારાવ્યો, તેમની આજ્ઞાથી જ તેણી જાય છે યાવત્ સંયમથી સંયમિત રહે છે. આર્યા ચંદના પાસે આર્યા દેવાનંદા ૧૧ – અંગોનો અભ્યાસ કરી યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા. સૂત્ર સંદર્ભ– ૪૬૦–૪૬૨ | ||
Mool Sutra Transliteration : | [sutra] tenam kalenam tenam samaenam mahanakumdaggame nayare hottha–vannao. Bahusalae cheie–vannao. Tattha nam mahanakumdaggame nayare usabhadatte namam mahane parivasai–addhe ditte vitte java vahujanassa aparibhue rivveda-jajuvveda-samaveda-athavvanaveda-itihasapamchamanam nighamtuchhatthanam–chaunham vedanam samgovamganam sarahassanam sarae dharae parae sadamgavi satthitamtavisarae, samkhane sikkha kappe vagarane chhamde nirutte jotisamayane, annesu ya bahusu bambhannaesu nayesu suparinitthie samanovasae abhigayajivajive uvaladdhapunnapave java ahapariggahiehim tavokammehim appanam bhavemane viharai. Tassa nam usabhadattassa mahanassa devanamda namam mahani hottha–sukumalapanipaya java piyadamsana suruva samanovasiya abhigayajivajiva uvaladdhapunnapava java ahapariggahiehim tavokammehim appanam bhavemani viharai. Tenam kalenam tenam samaenam sami samosadhe. Parisa pajjuvasai. Tae nam se usabhadatte mahane imise kahae laddhatthe samane hattha tutthachittamanamdie namdie piimane paramasomanassie harisavasavisappamanahiyae jeneva devanamda mahani teneva uvagachchhati, uvagachchhitta devanamdam mahanim evam vayasi–evam khalu devanuppie! Samane bhagavam mahavire adigare java savvannu savvadarisi agasagaenam chakkenam java suhamsuhenam viharamane bahusalae cheie ahapadiruvam oggaham oginhitta samjamenam tavasa appanam bhavemane viharai. Tam mahapphalam khalu devanuppie! Taharuvanam arahamtanam bhagavamtanam namagoyassa vi savanayae, kimamga puna abhigamana-vamdana-namamsana-padipuchchhana-pajjuvasanayae? Egassa vi ariyassa dhammi-yassa suvayanassa savanayae, kimamga puna viulassa atthassa gahanayae? Tam gachchhamo nam devanuppie! Samanam bhagavam mahaviram vamdamo namamsamo sakkaremo sammanemo kallanam mamgalam devayam cheiyam pajjuva-samo. Eyam ne ihabhave ya parabhave ya hiyae suhae khamae nissesae anagamiyattae bhavissai. Tae nam sa devanamda mahani usabhadattenam mahanenam evam vutta samani hattha tutthachittamanamdiya namdiya piimana paramasomanassiya harisavasavisappamana hiyaya karayala pariggahiyam dasanaham sirasavattam matthae amjalim kattu usabhadattassa mahanassa eyamattham vinaenam padisunei. Tae nam se usabhadatte mahane kodumbiyapurise saddavei, saddavetta evam vayasi–khippameva bho devanuppiya! Lahukara-najutta-joiya-samakhuravalihana-samalihiyasimgehim, jambunayamayakalavajutta-pativisitthehim, rayayamayaghamta-suttarajjuyapavarakamchananattha-paggahoggahiyaehim, niluppalakayamelaehim, pavaragonajuvanaehim nanamanirayana-ghamtiyajalaparigayam, sujayajugajottarajjuyajuga-pasattha-suvirachiyanimiyam, pavaralakkhanovaveyam-dhammiyam janappavaram juttameva uvatthaveha, uvatthavetta mama evamanattiyam pachchappinaha. Tae nam te kodumbiyapurisa usabhadattenam mahanenam evam vutta samana hattha tutthachittamanamdiya namdiya piimana paramasomanassiya harisavasavisappamanahiyaya karayala pariggahiyam dasanaham sirasavattam matthae amjalim kattu evam sami! Tahattanae vinaenam vayanam padisunemti, padisunetta khippameva lahukaranajutta java dhammiyam janappavaram juttameva uvatthavetta tamanattiyam pachchappinamti. Tae nam se usabhadatte mahane nhae java appamahagghabharanalamkiyasarire sao gihao padinikkhamati, padinikkhamitta jeneva bahiriya uvatthanasala jeneva dhammie janappavare teneva uvagachchhai, uvagachchhitta dhammiyam janappavaram durudhe. Tae nam sa devanamda mahani nhaya java appamahagghabharanalamkiyasarira bahuhim khujjahim, chilatiyahim java chediyachakkavala-varisadhara-therakamchuijja-mahattaragavamdaparikkhitta amteurao niggachchhati, niggachchhitta jeneva bahiriya uvatthanasala, jeneva dhammie janappavare teneva uvagachchhai, uvagachchhitta dhammiyam janappavaram durudha. Tae nam se usabhadatte mahane devanamdae mahanie saddhim dhammiyam janappavaram durudhe samane niyagapariyalasamparivude mahanakumdaggamam nagaram majjhammajjhenam niggachchhai, niggachchhitta jeneva bahusalae cheie teneva uvagachchhai, uvagachchhitta chhattadie tittha karatisae pasai, pasitta dhammiyam janappavaram thavei, thavetta dhammiyao janappavarao pachchoruhai, pachchoruhitta samanam bhagavam mahaviram pamchavihenam abhigamenam abhigachchhati, tam jaha–1. Sachchittanam davvanam viosaranayae 2. Achittanam davvanam aviosaranayae 3. Egasadienam uttarasamgakaranenam 4. Chakkhupphase amjalippaggahenam 5. Manaso egattikaranenam jeneva samane bhagavam mahavire teneva uvagachchhai, uvagachchhitta tikkhutto ayahina-payahinam karei, karetta vamdai namamsai, vamditta namamsitta tivihae pajjuvasanae pajjuvasai. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 460. Te kale, te samaye brahmanakumdagrama nagara hatum. Varnana. Bahushala chaitya hatum. ( bamnenum varnana uvavai sutra anusara janavum) te brahmanakumdagrama nagaramam rishabhadatta name brahmana vasato hato. Te riddhivana, tejasvi, dhanavana yavat aneka purusho dvara aparibhuta hato. Te rigveda, yajurveda, samaveda, atharvanaveda adimam nipuna hato. Shataka – 2 mam kahela skamdaka yavat bija ghana brahmanona aneka naya shastromam suparinishthita hato. Te shravaka, jivajivano jnyata, punya – papa tattva upalabdha yavat atmane bhavita karato vicharato hato. Te rishabhadatta brahmanani devanamda name brahmani patni. Hati. Teni sukumala hatha – pagavali yavat priyadarshana, surupa, shravika, jivajivani jnyata, punya – papa tatvopalabdha hati. Te kale, te samaye bhagavamta mahavirasvami padharya, parshada yavat paryupase chhe. Tyare te rishabhadatta brahmana a vrittamtane janine harshita yavat anamdita hridaya thayo. Jyam devanamda brahmani hati tyam avine devanamda brahmanine ama kahyum – he devanupriya ! Adikara, shramana bhagavamta mahavira yavat sarvajnya, sarvadarshi, akashagata chakrathi yavat sukhe sukhe vicharata bahushala chaityamam yathapratirupa avagrahane svikarine, yavat vichari rahya chhe. He devanupriya! Tatharupa arihamta bhagavamtana nama – gotranum shravana pana mahaphalane denaru chhe, to pachhi temani sanmukha javum, vamdana – namaskara karava, pratiprichchhana ane paryupasana karavi adina phalanum to kahevum ja shum\? Eka pana arya dharmika suvachanani shravanata thi mahaphala thaya. To vipula arthani grahanatathi ketalo labha thaya\? Apane tyam jaie. Bhagavan mahavirane vamdi, nami yavat paryupasie. Te a bhava ane parabhavana hita – sukha – kshema – nihshreyasa – anugamikapane thashe. Tyare te devanamda brahmani, rishabhadatta brahmana pase a pramane sambhali harshita yavat prasanna hridaya thai, be hatha jodi yavat rishabhadatta brahmanani a vatane vinayathi svikare chhe. Tyare te rishabhadatta brahmane, kautumbika purushone bolavine teone a pramane kahyum – he devanupriyo ! Jaladithi ja shighra chalanara, prashasta, sadrisharupavala, samana khura ane pumchhavala, samana shimgadavala, svarna nirmita kalapothi yukta, uttamagatika, chamdini ghamtadi yukta, svarnamaya natha dvara nathela, nilakamalani kalagivala, be uttama – yuva baladothi yukta, aneka manimaya ghamtithi yukta, uttama kashthamaya yuga ane jotani uttama be dorithi yukta, pravaralakshanopeta dharmika yana pravara taiyara karine upasthita karo ane mari a ajnya pachhi apo. Tyare te kautumbika purusho, rishabhadatta brahmane ama kaheta, harshita yavat samtushta hridayi thaine, be hatha jodi, e pramane svami ! Tahatti kahi, vinayapurvaka ajnya vachanane yavat svikarine, jaladithi shighragami yavat dharmika yanapravara jodine upasthita karyum yavat temani ajnya palana thayani suchana api. Tyare te rishabhadatta brahmana snana karine yavat alpa, mahargha abharanathi sharira alamkarine potana gherathi nikali yavat jyam bahya upasthana shala, jyam dharmika yana pravara hatum tyam ave chhe. Tyam avine dharmika yana pravara upara arudha thayo. Tyare te devanamda brahmanie pana amtahpuramam snana karyum, balikarma karyum, kautuka – mamgala – prayashchitta karya. Uttama padane prapta nepura, mani, mekhala, hara virachita, uchita kadaga, khudda, ekavali, kamthasutra, hridayastha graiveyaka, shronisutra, vividha maniratna bhushana virajita shariri, chinamshuka uttama vastra parihita, dukula sukumala uttariya, sarvarituka surabhi kusumathi veni, uttama chamdana, uttama abharanathi bhushita shariravali, kalagaru – dhupa – dhupita shri samana veshavali yavat alpa mahardha abharanathi alamkrita shariri thai. Tyare aneka kubja – chilati – vamani – vadabhi – barbari – isiganita, charuganita, pallavita, lhasiki, lakushi, arabi, damili, simdhali, pulimdi, pushkali, murumdi, shabari, parasi, vividha deshani, videshaparipamdita, imgita – chimtita – prarthitane jananari, potana desha – nepathyana veshane grahana kareli, kushala, vinita, dasiothi parivarela, vriddha kamchukio, manya purushona vrimda sathe potana amtahpurathi nikaline jyam bahya upasthanashala chhe, jyam dharmika yana pravara chhe, tyam avine, dharmika yanamam bethi. Tyare te rishabhadatta brahmane devanamda brahmani sathe dharmika yana pravaramam arudha thaine, potana nijaka, parivarathi samparivritta thai brahmanakumdagrama nagarani thika madhyamam thaine nikale chhe. Nikaline bahushala chaitye ave chhe. Tyam avine chhatra adi tirthakara bhagavamtana atishaya joine dharmika yana pravara roke chhe, rokine, dharmika yana pravarathi utarine bhagavamta mahavirani pase pamchavidha abhigamathi jaya chhe. Te a – 1.Sachitta dravyono tyaga, e pramane jema bija shatakamam chhe tema kahevum yavat trana prakarani paryupasanathi seve chhe. Tyare te devanamda brahmani dharmika yana pravarathi utarine aneka kubja yavat mahattarakana vrimdathi parivritta thaine bhagavana mahavirani pase pamchavidha abhigamathi jaya chhe. Te a – 1. Sachitta dravyono tyaga, 2. Achitta dravyane na chhodine, 3. Vinayathi sharira namavine, 4. Bhagavamtane jota ja be hathani amjali jodine, 5. Manane ekagra karine. A pamcha abhigamapurvaka shramana bhagavamta mahavira pase jaine bhagavamtane trana vakhata adakshina – pradakshina kari, karine vamdana – namaskara karya. Vamdana – namaskara karine, rishabhadatta brahmanane agala karine ubhi. Saparivara shushrusha karati evi namana karati evi, vinayathi amjali jodine sanmukha rahi yavat paryupase chhe. Sutra– 461. Tyare te devanamda brahmanine pano chadhyo – stanathi dudhani dhara chhuti, lochano vikasita thaya, harshathi phulati bahane kadae roki, kamchuka vistirna thayo, meghani dharathi vikasita kadamba pushpavat tena romakupa vikasita thaya, bhagavamtane animesha drishtithi joti – joti ubhi rahi. Gautama svamie bhagavamta mahavirane vamdana – namaskara karya. Vamdana – namaskara karine, ama kahyum – bhagavan ! A devanamda brahmanine kema stanathi dudhani dhara chhuti yavat romakupa viskavara thaya, apane animesha drishtie joti – joti ubhi chhe\? Bhagavamte gautamane ama kahyum – gautama ! Nishche devanamda brahmani mari mata chhe. Hum devanamda brahmanino atmaja chhum. Tyare te devanamda brahmanine te purvana putrana snehanuragathi stanathi dudhani dhara chhuti yavat tenina romakupa vikasvara thaya ane mane animesha drishtie jota – jota ubha chhe. Sutra– 462. Tyare shramana bhagavamta mahavire rishabhadatta brahmana, devanamda brahmani ane te mahamoti rishi parshada adine dharma kahyo. Yavat parshada pachhi phari. Tyare rishabhadatta brahmane bhagavamta pase dharma sambhali, avadhari, harshita – samtushta thaine ubho thayo, pachhi bhagavamtane trana vakhata adakshina pradakshina kari yavat vamdana – namaskara karine ama kahyum – bhagavan ! Te ema ja chhe, te e pramane chhe, shataka – 2 mam skamdakani maphaka yavat jema apa kaho chho, te e ja prakare chhe, ema kahine ishana khunamam jaine, svayam ja abharana alamkara utarya, utarine jate ja pamchamushti locha karyo. Karine bhagavamta mahavira pase avine, bhagavamtane trana vakhata adakshina – pradakshina kari yavat namine a pramane kahyum – Bhagavan ! Aloka chotaraphathi salagi rahyo chhe, bhagavan ! A loka pradipta chhe, bhagavan ! A loka alitta – pradipta chhe, bhagavan ! Aloka jaramaranathi yukta chhe. E pramane e kramathi jema skamdakamam kahyum, tema pravrajita thaine yavat samayika adi 11 amgane bhanyo yavat ghana upavasa, chhaththa, aththama, dashama yavat vividha tapakarma vade atmane bhavita karata ghana varshono shramanya paryaya paline masiki samlekhanathi atmane aradhi, 60 bhaktone anashana vade bhedine je hetuthi nagna bhaga svikarela, te arthane aradhe chhe. Yavat te arthane aradhine teo yavat sarva duhkhathi mukta thaya. Te devanamda brahmanie pana bhagavamta pase dharma sambhali, avadharine harshita, tushtita thai, bhagavamtane trana vakhata adakshina – pradakshina kari, vamdana – namaskara karya. Vamdana – namaskara karine, a pramane kahyum – bhagavan ! Apa je kaho chho te ema ja chhe, tema ja chhe. E rite rishabhadatta brahmana maphaka yavat dharma sambhalyo pachhi nivedana karyum ke – Bhagavan ! Hum pravrajya amgikara karava ichchhum chhum. Pachhi bhagavamte svayam ja devanamda brahmanine pravrajita karya, pote ja arya chamdanane shishyarupe apya. Pachhi arya chamdanae, arya devanamdane a ava prakarano dharmopadesha sari rite svikaravyo, temani ajnyathi ja teni jaya chhe yavat samyamathi samyamita rahe chhe. Arya chamdana pase arya devanamda 11 – amgono abhyasa kari yavat sarva duhkhathi mukta thaya. Sutra samdarbha– 460–462 |