Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1103861 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-७ |
Translated Chapter : |
શતક-૭ |
Section : | उद्देशक-७ अणगार | Translated Section : | ઉદ્દેશક-૭ અણગાર |
Sutra Number : | 361 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] संवुडस्स णं भंते! अनगारस्स आउत्तं गच्छमाणस्स, आउत्तं चिट्ठमाणस्स, आउत्तं निसीयमाणस्स, आउत्तं तुयट्टमाणस्स, आउत्तं वत्थं पडिग्गह कंबलं पादपुंछणं गेण्हमाणस्स वा निक्खिवमाणस्स वा, तस्स णं भंते! किं इरियावहिया किरिया कज्जइ? संपराइया किरिया कज्जइ? गोयमा! संवुडस्स णं अनगारस्स आउत्तं गच्छमाणस्स जाव तस्स णं इरियावहिया किरिया कज्जइ, नो संपराइया किरिया कज्जइ। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–संवुडस्स णं अनगारस्स आउत्तं गच्छमाणस्स जाव नो संपराइया, किरिया कज्जइ? गोयमा! जस्स णं कोह-मान-माया-लोभा वोच्छिन्ना भवंति, तस्स णं इरियावहिया किरिया कज्जइ, जस्स णं कोह-मान-माया-लोभा अवोच्छिन्ना भवंति, तस्स णं संपराइया किरिया कज्जइ। अहासुत्तं रीयमाणस्स इरियावहिया किरिया कज्जइ, उस्सुत्तं रीयमाणस्स संपराइया किरिया कज्जइ। से णं अहासुत्तमेव रीयइ। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–संवुडस्स णं अनगारस्स आउत्तं गच्छमाणस्स जाव नो संपराइया किरिया कज्जइ। | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૬૧. ભગવન્ ! ઉપયોગપૂર્વક ચાલતા, ઉભા રહેતા, બેસતા, સૂતા, ઉપયોગપૂર્વક વસ્ત્ર – પાત્ર – કંબલ – રજોહરણને લેતા – મૂકતા એવા સંવૃત્ત અણગારને શું ઐર્યાપથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી ક્રિયા લાગે? ગૌતમ ! સંવૃત્ત અણગારને ઉપયોગપૂર્વક ચાલવું આદિ ક્રિયા કરતા યાવત્ ઐર્યાપથિકી ક્રિયા લાગે, સાંપરાયિકી ક્રિયા ન લાગે. ભગવન્ ! એમ કેમ કહ્યું કે યાવત્ઐર્યાપથિકી ક્રિયા લાગે સાંપરાયિકી ક્રિયા ન લાગે. ? ગૌતમ ! જેના ક્રોધ, માન, માયા, લોભ ઉપશાંત કે ક્ષીણ થયા છે તેને ઐર્યાપથિકી ક્રિયા લાગે, તેમજ જેમ ઉત્સૂત્રે વર્તનારને સાંપરાયિકી ક્રિયા લાગે, તેમ સૂત્રાનુસાર વર્તનારને હે ગૌતમ ! યાવત્ સાંપરાયિકી ક્રિયા ન લાગે. સૂત્ર– ૩૬૨. ભગવન્ ! કામ રૂપી છે કે અરૂપી છે ? ગૌતમ ! કામ રૂપી છે અરૂપી નથી, ભગવન્ ! કામ સચિત્ત છે કે અચિત્ત છે ? ગૌતમ ! કામ સચિત્ત પણ છે, અચિત્ત પણ છે. ભગવન્ ! કામ જીવ છે કે અજીવ છે? ગૌતમ ! કામ જીવ પણ છે, અજીવ પણ છે. ભગવન્ ! કામ જીવોને હોય કે અજીવોને હોય? ગૌતમ ! કામ જીવોને હોય, અજીવોને નહીં. ભગવન્ ! કામ કેટલા પ્રકારે છે? ગૌતમ ! કામ બે પ્રકારે છે – શબ્દ અને રૂપ. ભગવન્ ! ભોગો રૂપી છે કે અરૂપી ? ગૌતમ ! ભોગો રૂપી છે, અરૂપી નથી. ભગવન્ ! ભોગો સચિત્ત છે કે અચિત્ત ? ગૌતમ ! ભોગો સચિત્ત પણ છે અને અચિત્ત પણ છે. ભગવન્ ! ભોગો જીવ છે કે અજીવ છે ? ગૌતમ ! ભોગો જીવ પણ છે અને અજીવ પણ છે. ભગવન્ ! ભોગો જીવને હોય કે અજીવને ? ગૌતમ ! ભોગ જીવને હોય, અજીવને નહીં. ભગવન્ ! ભોગો કેટલા છે ? ગૌતમ ! ભોગો ત્રણ પકારે છે – ગંધ, રસ, સ્પર્શ. ભગવન્ ! કામ ભોગો કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે – શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ. ભગવન્ ! જીવો કામી છે કે ભોગી છે ? ગૌતમ ! જીવો કામી પણ છે, ભોગી પણ છે. ભગવન્ ! એમ કેમ કહ્યું કે જીવો કામી પણ છે, ભોગી પણ છે? ગૌતમ ! શ્રોત્રેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિયને આશ્રીને કામી છે, ઘ્રાણેન્દ્રિય, જિહ્વેન્દ્રિય, સ્પર્શનેન્દ્રિયને આશ્રીને ભોગી છે. તેથી હે ગૌતમ ! એમ કહ્યું છે. ભગવન્ ! નૈરયિકો કામી છે કે ભોગી છે ? એ પ્રમાણે જ સ્તનિતકુમાર સુધી કહેવું. ભગવન્ ! પૃથ્વીકાયિક જીવો કામી છે કે ભોગી છે ? ગૌતમ ! પૃથ્વીકાયિકો કામી નથી, ભોગી છે. ભગવાન! એમ કેમ કહ્યું ? ગૌતમ ! સ્પર્શનેન્દ્રિયને આશ્રીને ભોગી છે. એ પ્રમાણે વનસ્પતિકાય સુધી જાણવું. બેઇન્દ્રિયો પણ એમ જ છે. વિશેષ એ કે – તે જિહ્વેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયને આશ્રીને ભોગી છે. તેઇન્દ્રિય પણ એમ જ છે. વિશેષ એ કે – ઘ્રાણ – જીભ – સ્પર્શ ઇન્દ્રિયો આશ્રીને ભોગી છે. ચતુરિન્દ્રિય જીવો કામી છે કે ભોગી છે ? ગૌતમ ! ચતુરિન્દ્રિયો કામી પણ છે અને ભોગી પણ છે. ભગવન્ !એમ કેમ કહ્યું ? ગૌતમ ! તેઓ ચક્ષુરિન્દ્રિય આશ્રીને કામી છે, ઘ્રાણ – જિહ્વા – સ્પર્શન ઇન્દ્રિયોને આશ્રીને ભોગી છે, તેથી એ પ્રમાણે કહ્યું. શેષ વૈમાનિક સુધીના જીવોને સામાન્ય જીવ માફક જાણવા. ભગવન્ ! આ કામી – ભોગી, નોકામી – નોભોગી અનેભોગી જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા જીવો કામી – ભોગી છે. નોકામી – નોભોગી જીવ તેનાથી અનંતગુણ છે, ભોગી જીવો તેનાથી અનંતગુણ છે. સૂત્ર સંદર્ભ– ૩૬૧, ૩૬૨ | ||
Mool Sutra Transliteration : | [sutra] samvudassa nam bhamte! Anagarassa auttam gachchhamanassa, auttam chitthamanassa, auttam nisiyamanassa, auttam tuyattamanassa, auttam vattham padiggaha kambalam padapumchhanam genhamanassa va nikkhivamanassa va, tassa nam bhamte! Kim iriyavahiya kiriya kajjai? Samparaiya kiriya kajjai? Goyama! Samvudassa nam anagarassa auttam gachchhamanassa java tassa nam iriyavahiya kiriya kajjai, no samparaiya kiriya kajjai. Se kenatthenam bhamte! Evam vuchchai–samvudassa nam anagarassa auttam gachchhamanassa java no samparaiya, kiriya kajjai? Goyama! Jassa nam koha-mana-maya-lobha vochchhinna bhavamti, tassa nam iriyavahiya kiriya kajjai, jassa nam koha-mana-maya-lobha avochchhinna bhavamti, tassa nam samparaiya kiriya kajjai. Ahasuttam riyamanassa iriyavahiya kiriya kajjai, ussuttam riyamanassa samparaiya kiriya kajjai. Se nam ahasuttameva riyai. Se tenatthenam goyama! Evam vuchchai–samvudassa nam anagarassa auttam gachchhamanassa java no samparaiya kiriya kajjai. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 361. Bhagavan ! Upayogapurvaka chalata, ubha raheta, besata, suta, upayogapurvaka vastra – patra – kambala – rajoharanane leta – mukata eva samvritta anagarane shum airyapathiki kriya lage ke samparayiki kriya lage? Gautama ! Samvritta anagarane upayogapurvaka chalavum adi kriya karata yavat airyapathiki kriya lage, samparayiki kriya na lage. Bhagavan ! Ema kema kahyum ke yavatairyapathiki kriya lage samparayiki kriya na lage.\? Gautama ! Jena krodha, mana, maya, lobha upashamta ke kshina thaya chhe tene airyapathiki kriya lage, temaja jema utsutre vartanarane samparayiki kriya lage, tema sutranusara vartanarane he gautama ! Yavat samparayiki kriya na lage. Sutra– 362. Bhagavan ! Kama rupi chhe ke arupi chhe\? Gautama ! Kama rupi chhe arupi nathi, Bhagavan ! Kama sachitta chhe ke achitta chhe\? Gautama ! Kama sachitta pana chhe, achitta pana chhe. Bhagavan ! Kama jiva chhe ke ajiva chhe? Gautama ! Kama jiva pana chhe, ajiva pana chhe. Bhagavan ! Kama jivone hoya ke ajivone hoya? Gautama ! Kama jivone hoya, ajivone nahim. Bhagavan ! Kama ketala prakare chhe? Gautama ! Kama be prakare chhe – shabda ane rupa. Bhagavan ! Bhogo rupi chhe ke arupi\? Gautama ! Bhogo rupi chhe, arupi nathi. Bhagavan ! Bhogo sachitta chhe ke achitta\? Gautama ! Bhogo sachitta pana chhe ane achitta pana chhe. Bhagavan ! Bhogo jiva chhe ke ajiva chhe\? Gautama ! Bhogo jiva pana chhe ane ajiva pana chhe. Bhagavan ! Bhogo jivane hoya ke ajivane\? Gautama ! Bhoga jivane hoya, ajivane nahim. Bhagavan ! Bhogo ketala chhe\? Gautama ! Bhogo trana pakare chhe – gamdha, rasa, sparsha. Bhagavan ! Kama bhogo ketala bhede chhe\? Gautama ! Pamcha bhede chhe – shabda, rupa, rasa, gamdha, sparsha. Bhagavan ! Jivo kami chhe ke bhogi chhe\? Gautama ! Jivo kami pana chhe, bhogi pana chhe. Bhagavan ! Ema kema kahyum ke jivo kami pana chhe, bhogi pana chhe? Gautama ! Shrotrendriya ane chakshurindriyane ashrine kami chhe, ghranendriya, jihvendriya, sparshanendriyane ashrine bhogi chhe. Tethi he gautama ! Ema kahyum chhe. Bhagavan ! Nairayiko kami chhe ke bhogi chhe\? E pramane ja stanitakumara sudhi kahevum. Bhagavan ! Prithvikayika jivo kami chhe ke bhogi chhe\? Gautama ! Prithvikayiko kami nathi, bhogi chhe. Bhagavana! Ema kema kahyum\? Gautama ! Sparshanendriyane ashrine bhogi chhe. E pramane vanaspatikaya sudhi janavum. Beindriyo pana ema ja chhe. Vishesha e ke – te jihvendriya ane sparshanendriyane ashrine bhogi chhe. Teindriya pana ema ja chhe. Vishesha e ke – ghrana – jibha – sparsha indriyo ashrine bhogi chhe. Chaturindriya jivo kami chhe ke bhogi chhe\? Gautama ! Chaturindriyo kami pana chhe ane bhogi pana chhe. Bhagavan !Ema kema kahyum\? Gautama ! Teo chakshurindriya ashrine kami chhe, ghrana – jihva – sparshana indriyone ashrine bhogi chhe, tethi e pramane kahyum. Shesha vaimanika sudhina jivone samanya jiva maphaka janava. Bhagavan ! A kami – bhogi, nokami – nobhogi anebhogi jivomam kona konathi alpa, bahu, tulya ke visheshadhika chhe\? Gautama ! Sauthi thoda jivo kami – bhogi chhe. Nokami – nobhogi jiva tenathi anamtaguna chhe, bhogi jivo tenathi anamtaguna chhe. Sutra samdarbha– 361, 362 |