Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1103803
Scripture Name( English ): Bhagavati Translated Scripture Name : ભગવતી સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

शतक-६

Translated Chapter :

શતક-૬

Section : उद्देशक-७ शाली Translated Section : ઉદ્દેશક-૭ શાલી
Sutra Number : 303 Category : Ang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] एगमेगस्स णं भंते! मुहुत्तस्स केवतिया ऊसासद्धा वियाहिया? गोयमा! असंखेज्जाणं समयाणं समुदय-समिति-समागमेणं सा एगा आवलिय त्ति पवुच्चइ, संखेज्जा आवलिया ऊसासो, संखेज्जा आवलिया निस्सासो–
Sutra Meaning : સૂત્ર– ૩૦૩. ભગવન્‌ ! એક એક મુહૂર્ત્ત કેટલા ઉચ્છ્‌વાસ કાળ કહ્યા છે ? ગૌતમ ! અસંખ્યેય સમય મળીને જેટલો કાળ થાય, તેને એક આવલિકા કહે. સંખ્યાત આવલિકાથી એક ઉચ્છ્‌વાસ થાય, અને સંખ્યાત આવલિકાનો એક નિઃશ્વાસ થાય. સૂત્ર– ૩૦૪. હૃષ્ટ, વૃદ્ધાવસ્થા, વ્યાધિ રહિત પ્રાણીનો એક શ્વાસોચ્છ્‌વાસ તે એક પ્રાણ કહેવાય છે. સૂત્ર– ૩૦૫. સાત પ્રાણે એક સ્તોક, સાત સ્તોકે એક લવ, ૭૭ લવે એક મુહૂર્ત્ત થાય. સૂત્ર– ૩૦૬. અથવા ૩૭૭૩ ઉચ્છ્‌વાસે એક મુહૂર્ત્ત થાય તેમ અનંત જ્ઞાનીએ કહ્યું છે. સૂત્ર– ૩૦૭. આ મુહૂર્ત્ત પ્રમાણથી ૩૦ મુહૂર્ત્તે એક અહોરાત્ર. ૧૫ – અહોરાત્રનો એક પક્ષ, બે પક્ષે એક માસ, બે માસે એક ઋતુ, ત્રણ ઋતુએ એક અયન. બે અયને એક વર્ષ, પાંચ વર્ષે એક યુગ, ૨૦ યુગે ૧૦૦ વર્ષ, દશ સો વર્ષે – ૧૦૦૦, સો હજારે એક લાખ, ૮૪ લાખ વર્ષે ૧ પૂર્વાંગ, ૮૪ લાખ પૂર્વાંગે એક પૂર્વ થાય. એ પ્રમાણે ત્રુટિતાંગ, ત્રુટિત, અડડાંગ, અડડ, અવવાંગ, અવવ, હૂહૂઆંગ, હૂહૂઅ, ઉત્પલાંગ, ઉત્પલ, પદ્માંગ, પદ્મ, નાલિનાંગ, નલીન, અર્થનુપૂરાંગ, અર્થનુપૂર, અયુતાંગ, અયુત, પ્ર્યુતાંગ, પ્રયુત, નયુતાંગ, નાયુત, ચૂલીકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષ પ્રહેલિકા સૂત્રપાઠ મુજબ જાણવા. અહીં સુધી જ ગણિત છે પછી ઔપમ્ય કાળ છે. ભગવન્‌ ! તે ઔપમિક શું છે ? ગૌતમ! ઔપમિક કાળ બે પ્રકારે છે – , પલ્યોપમ અને સાગરોપમ. તે પલ્યોપમ અને સાગરોપમ શું છે? સૂત્ર– ૩૦૮. સુતીક્ષ્ણ શસ્ત્ર વડે જેને છેદી, ભેદી જ ન શકાય, તેવા પરમાણુને કેવલી ભગવંતોએ સમસ્ત પ્રમાણોનું આદિ પ્રમાણ કહેલું છે. સૂત્ર– ૩૦૯. અનંત પરમાણુના પુદ્‌ગલોના સમૂહરૂપ સમુદાયના સમાગમથી એક ઉચ્છલક્ષ્ણશ્લક્ષ્ણિકા, શ્લક્ષ્ણ – શ્લક્ષ્ણિકા, ઉર્ધ્વરેણુ, ત્રસરેણુ, રથરેણુ, વાલાગ્ર, લિક્ષા, યૂકા, યવમધ્ય અને અંગુલ થાય છે. જેમ કે – જ્યારે આઠ ઉચ્છલક્ષ્ણશ્લક્ષ્ણિકા મળે ત્યારે એક શ્લક્ષ્ણશ્લક્ષ્ણિકા થાય. આઠ શ્લક્ષ્ણશ્લક્ષ્ણિકાનો એક ઉર્ધ્વરેણુ, આઠ ઉર્ધ્વરેણુનો ત્રસરેણુ, આઠ ત્રસરેણુનો એક રથરેણુ, આઠ રથરેણુનો દેવકુરુ – ઉત્તરકુરુનો મનુષ્યનો એક વાલાગ્ર, દેવકુરુ – ઉત્તરકુરુનો મનુષ્યના આઠ વાલાગ્રે – હરિવર્ષ – રમ્યક્‌ ક્ષેત્રના મનુષ્યોનો એક વાલાગ્ર. હરિવર્ષ – રમ્યક્‌ ક્ષેત્રના મનુષ્યોનો આઠ વાલાગ્રે – હેમવત – ઐરણ્યવત્‌ ક્ષેત્રના મનુષ્યોનો એક વાલાગ્ર. હેમવત – ઐરણ્યવત્‌ ક્ષેત્રના મનુષ્યોનો આઠ વાલાગ્રે – પૂર્વવિદેહના મનુષ્યોનો આઠ વાલાગ્ર. પૂર્વવિદેહના મનુષ્યના આઠ વાલાગ્રે, એક લિક્ષા, આઠ લિક્ષાએ એક જૂ, આઠ જૂએ એક યવમધ્ય, આઠ યવ મધ્યે એક અંગુલ, છ અંગુલે એક પાદ, બાર અંગુલે એક વેંત, ૨૪ અંગુલે એક રત્નિ, ૪૮ અંગુલે એક કુક્ષિ, ૯૬ અંગુલે એક દંડ, ધનુષ, યુગ, નાલિકા, અક્ષ કે મુસલ. ૨૦૦૦ ધનુષનો એક ગાઉ, ચાર ગાઉએ એક યોજન. યોજન પ્રમાણ જે પલ્ય તે આયામ અને વિષ્કંભ વડે એક યોજન હોય, ઊંચાઈ એક યોજન હોય. પરિધિ સવિશેષ ત્રણ યોજન હોય. તે પલ્યમાં એક, બે, ત્રણ કે મહત્તમ સાત દિવસના ઊગેલા ક્રોડો વાલાગ્રો કાંઠા સુધી ભર્યા હોય, સંનિચિત કર્યા હોય, ખૂબ ભર્યા હોય. તે વાલાગ્રો એવી રીતે ભર્યા હોય કે જેને અગ્નિ ન બાળે, વાયુ ન હરે, કોહવાય નહીં, નાશ ન પામે, સડે નહીં, તેવા ભરેલ વાલાગ્રના પલ્યમાંથી સો સો વર્ષે એક વાલાગ્રને કાઢવામાં આવે, એ રીતે જેટલે કાળે તે પલ્ય ક્ષીણ, નિરજ, નિર્મલ, નિષ્ઠિત, નિર્લેપ, અપહૃત અને વિશુદ્ધ થાય. ત્યારે તે કાળે એક પલ્યોપમ – કાળ કહેવાય. સૂત્ર– ૩૧૦. ઉક્ત કોડાકોડી પલ્યોપમને દશગણા કરીએ ત્યારે તે કાળનું પ્રમાણ એક સાગરોપમ કાળ થાય. સૂત્ર– ૩૧૧. ઉક્ત સાગરોપમ મુજબના ચાર કોડાકોડી સાગરોપમે એક સુષમસુષમા કાળ થાય, ત્રણ કોડાકોડી સાગરોપમે સુષમા કાળ થાય, બે કોડાકોડીએ સુષમદુષમા, એક સાગરોપમ કોડાકોડીમાં ૪૨,૦૦૦ વર્ષ ન્યૂને દુષમસુષમા ૨૧,૦૦૦ વર્ષ દૂષમ, ૨૧,૦૦૦ વર્ષે દુષમ દુષમા કાળ થાય. ફરી ઉત્સર્પિણીમાં ૨૧,૦૦૦ વર્ષે દુષમ દુષમા, યાવત્‌ ચાર કોડાકોડી સાગરોપમે સુષમ સુષમા. દશ – દશ કોડાકોડી સાગરોપમે એક અવસર્પિણી – એક ઉત્સર્પિણી. ૨૦ કોડાકોડી સાગરોપમે કાલચક્ર થાય. સૂત્ર– ૩૧૨. ભગવન્‌ ! જંબૂદ્વીપ નામક દ્વીપમાં આ અવસર્પિણીમાં સુષમસુષમા કાળમાં ઉત્તમાર્થ પ્રાપ્ત ભરત – ક્ષેત્રના આકાર, ભાવપ્રત્યાવતાર કેવા હતા ? ગૌતમ ! બહુસમ રમણીય ભૂમિભાગમાં, જેમ કે આલિંગપુષ્કર, એવો ભૂમિભાગ હતો. એ પ્રમાણે ઉત્તરકુરુ વક્તવ્યતા સમાન જાણવું યાવત્‌ બેસે છે, સૂવે છે. તે અવસર્પિણી કાળમાં ભરત ક્ષેત્રમાં તે તે દેશમાં ત્યાં ત્યાં ઘણા ઉદાર ઉદ્દાલક યાવત્‌ કુશ – વિકુશથી વૃક્ષમૂલો યાવત્‌ છ પ્રકારના માણસો હતા. જેમ કે – પદ્મગંધી, મૃગગંધી, મમત્વરહિત, તેજસ્વી, સહનશીલ અને દહીને ધીમે ચાલનારા. – ભગવન્‌ ! આપ કહો છો, તે એમ જ છે, એમ જ છે. સૂત્ર સંદર્ભ– ૩૦૩–૩૧૨
Mool Sutra Transliteration : [sutra] egamegassa nam bhamte! Muhuttassa kevatiya usasaddha viyahiya? Goyama! Asamkhejjanam samayanam samudaya-samiti-samagamenam sa ega avaliya tti pavuchchai, samkhejja avaliya usaso, samkhejja avaliya nissaso–
Sutra Meaning Transliteration : Sutra– 303. Bhagavan ! Eka eka muhurtta ketala uchchhvasa kala kahya chhe\? Gautama ! Asamkhyeya samaya maline jetalo kala thaya, tene eka avalika kahe. Samkhyata avalikathi eka uchchhvasa thaya, ane samkhyata avalikano eka nihshvasa thaya. Sutra– 304. Hrishta, vriddhavastha, vyadhi rahita pranino eka shvasochchhvasa te eka prana kahevaya chhe. Sutra– 305. Sata prane eka stoka, sata stoke eka lava, 77 lave eka muhurtta thaya. Sutra– 306. Athava 3773 uchchhvase eka muhurtta thaya tema anamta jnyanie kahyum chhe. Sutra– 307. A muhurtta pramanathi 30 muhurtte eka ahoratra. 15 – ahoratrano eka paksha, be pakshe eka masa, be mase eka ritu, trana ritue eka ayana. Be ayane eka varsha, pamcha varshe eka yuga, 20 yuge 100 varsha, Dasha so varshe – 1000, so hajare eka lakha, 84 lakha varshe 1 purvamga, 84 lakha purvamge eka purva thaya. E pramane trutitamga, trutita, adadamga, adada, avavamga, avava, huhuamga, huhua, utpalamga, utpala, padmamga, padma, nalinamga, nalina, arthanupuramga, arthanupura, ayutamga, ayuta, pryutamga, prayuta, nayutamga, nayuta, chulikamga, chulika, shirshaprahelikamga, shirsha prahelika sutrapatha mujaba janava. Ahim sudhi ja ganita chhe pachhi aupamya kala chhe. Bhagavan ! Te aupamika shum chhe\? Gautama! Aupamika kala be prakare chhe –, palyopama ane sagaropama. Te palyopama ane sagaropama shum chhe? Sutra– 308. Sutikshna shastra vade jene chhedi, bhedi ja na shakaya, teva paramanune kevali bhagavamtoe samasta pramanonum adi pramana kahelum chhe. Sutra– 309. Anamta paramanuna pudgalona samuharupa samudayana samagamathi eka uchchhalakshnashlakshnika, shlakshna – shlakshnika, urdhvarenu, trasarenu, ratharenu, valagra, liksha, yuka, yavamadhya ane amgula thaya chhe. Jema ke – Jyare atha uchchhalakshnashlakshnika male tyare eka shlakshnashlakshnika thaya. Atha shlakshnashlakshnikano eka urdhvarenu, atha urdhvarenuno trasarenu, atha trasarenuno eka ratharenu, atha ratharenuno devakuru – uttarakuruno manushyano eka valagra, devakuru – uttarakuruno manushyana atha valagre – harivarsha – ramyak kshetrana manushyono eka valagra. Harivarsha – ramyak kshetrana manushyono atha valagre – hemavata – airanyavat kshetrana manushyono eka valagra. Hemavata – airanyavat kshetrana manushyono atha valagre – purvavidehana manushyono atha valagra. Purvavidehana manushyana atha valagre, eka liksha, atha likshae eka ju, atha jue eka yavamadhya, atha yava madhye eka amgula, chha amgule eka pada, bara amgule eka vemta, 24 amgule eka ratni, 48 amgule eka kukshi, 96 amgule eka damda, dhanusha, yuga, nalika, aksha ke musala. 2000 dhanushano eka gau, chara gaue eka yojana. Yojana pramana je palya te ayama ane vishkambha vade eka yojana hoya, umchai eka yojana hoya. Paridhi savishesha trana yojana hoya. Te palyamam eka, be, trana ke mahattama sata divasana ugela krodo valagro kamtha sudhi bharya hoya, samnichita karya hoya, khuba bharya hoya. Te valagro evi rite bharya hoya ke jene agni na bale, vayu na hare, kohavaya nahim, nasha na pame, sade nahim, teva bharela valagrana palyamamthi so so varshe eka valagrane kadhavamam ave, e rite jetale kale te palya kshina, niraja, nirmala, nishthita, nirlepa, apahrita ane vishuddha thaya. Tyare te kale eka palyopama – kala kahevaya. Sutra– 310. Ukta kodakodi palyopamane dashagana karie tyare te kalanum pramana eka sagaropama kala thaya. Sutra– 311. Ukta sagaropama mujabana chara kodakodi sagaropame eka sushamasushama kala thaya, trana kodakodi sagaropame sushama kala thaya, be kodakodie sushamadushama, eka sagaropama kodakodimam 42,000 varsha nyune dushamasushama 21,000 varsha dushama, 21,000 varshe dushama dushama kala thaya. Phari utsarpinimam 21,000 varshe dushama dushama, yavat chara kodakodi sagaropame sushama sushama. Dasha – dasha kodakodi sagaropame eka avasarpini – eka utsarpini. 20 kodakodi sagaropame kalachakra thaya. Sutra– 312. Bhagavan ! Jambudvipa namaka dvipamam a avasarpinimam sushamasushama kalamam uttamartha prapta bharata – kshetrana akara, bhavapratyavatara keva hata\? Gautama ! Bahusama ramaniya bhumibhagamam, jema ke alimgapushkara, evo bhumibhaga hato. E pramane uttarakuru vaktavyata samana janavum yavat bese chhe, suve chhe. Te avasarpini kalamam bharata kshetramam te te deshamam tyam tyam ghana udara uddalaka yavat kusha – vikushathi vrikshamulo yavat chha prakarana manaso hata. Jema ke – padmagamdhi, mrigagamdhi, mamatvarahita, tejasvi, sahanashila ane dahine dhime chalanara. – bhagavan ! Apa kaho chho, te ema ja chhe, ema ja chhe. Sutra samdarbha– 303–312