Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1102959
Scripture Name( English ): Sthanang Translated Scripture Name : સ્થાનાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

स्थान-१०

Translated Chapter :

સ્થાન-૧૦

Section : Translated Section :
Sutra Number : 959 Category : Ang-03
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] दसविहा सामायारी पन्नत्ता, तं जहा–
Sutra Meaning : સૂત્ર– ૯૫૯. સામાચારી દશ ભેદે કહી છે, તે આ પ્રમાણે – સૂત્ર– ૯૬૦. ઇચ્છાકાર, મિચ્છાકાર, તથાકાર, આવશ્યકી, નૈષેધિકી, આપૃચ્છા, પ્રતિપૃચ્છા, છંદણા, નિમંત્રણા અને ઉપસંપદા, એ રીતે દશ પ્રકારે સામાચારી થાય છે. સૂત્ર– ૯૬૧. શ્રમણ ભગવંત મહાવીર છદ્મસ્થકાળમાં અંતિમ રાત્રિમાં દશ મોટા સ્વપ્નો જોઈને જાગ્યા તે આ પ્રમાણે – (૧) એક મહાઘોર રૂપવાળા, દિપ્તધર, તાલપિશાચને સ્વપ્નમાં પરાજિત કરેલ જોઈને જાગૃત થયા. (૨) એક મહાશ્વેત પાંખવાળા પુરુષ કોકીલને સ્વપ્નમાં જોઈને જાગૃત થયા. (૩) એક મહાન ચિત્રવિચિત્ર પાંખવાળા પુરુષ કોકીલને સ્વપ્નમાં જોઈને જાગૃત થયા. (૪) એક મહાન દામયુગલ – સર્વ રત્નમય માળાને સ્વપ્નમાં જોઈને જાગૃત થયા. (૫) એક મહાન શ્વેત ગાયોનું ટોળું સ્વપ્નમાં જોઈને જાગૃત થયા. (૬) એક મહાન પદ્મસરોવર, ચોતરફ ફૂલો વડે ખીલેલ એવું સ્વપ્નમાં જોઈને જાગૃત થયા. (૭) એક મહાસાગર હજારો કલ્લોલની લહેરો વડે કલિત બંને ભૂજાઓથી તરેલ સ્વપ્નમાં જોઈને જાગૃત થયા. (૮) એક મહા દિનકર તેજ વડે પ્રકાશમાન સ્વપ્નમાં જોઈને જાગૃત થયા. (૯) એક મહા પીંગલ નીલ વૈડૂર્યમણી જેવા વર્ણ વડે સમાન માનુષોત્તર પર્વતને પોતાના આંતરડાથી સર્વતઃ સમંતાત્‌ આવેષ્ટિત, પરિવેષ્ટિત સ્વપ્નમાં જોઈને જાગૃત થયા. (૧૦) મેરુ પર્વતમાં મેરુ ચૂલિકા ઉપર એક શ્રેષ્ઠ સિંહાસને બેઠેલા પોતાને સ્વપ્નમાં જોઈને જાગ્યા. (ઉક્ત દશ સ્વપ્નો જોઈને જાગૃત થયા. હવે સ્વપ્નફળ કહે છે – ) (૧) શ્રમણ ભગવંત મહાવીર જે એક મોટો ઘોરરૂપ, દિપ્ત તેજ તાલ – પિશાચને સ્વપ્નમાં પરાજિત કરીને જાગ્યા, તેથી શ્રમણ ભગવંત મહાવીરે મોહનીય કર્મનો મૂલથી નાશ કર્યો. (૨) શ્રમણ ભગવંત મહાવીરે એક મોટા શ્વેત પાંખવાળા યાવત્‌ જાગૃત થયા તેથી શ્રમણ ભગવંત મહાવીર શુક્લ ધ્યાનને પ્રાપ્ત થઈ વિચરે છે. (૩) શ્રમણ ભગવંત મહાવીર એક મોટા ચિત્રવિચિત્ર પાંખવાળાને યાવત્‌ જાગૃત થયા, તેથી શ્રમણ ભગવંત મહાવીર સ્વસમય – પરસમયરૂપ ચિત્રવિચિત્ર દ્વાદશાંગ ગણિપિટકને સામાન્યથી કહે છે, વિશેષથી કહે છે, દર્શાવે છે, નિર્દેશે છે, ઉપદેશે છે, તે આ પ્રમાણે ‘આચાર’ યાવત્‌ દૃષ્ટિવાદ. (૪) શ્રમણ ભગવંત મહાવીર સર્વરત્નમય એક મહા દામયુગલ યાવત્‌ જાગૃત થયા, તેથી શ્રમણ ભગવંત મહાવીર બે પ્રકારનો ધર્મ પ્રરૂપે છે. તે આ – અગારધર્મ અને અણગારધર્મ. (૫) શ્રમણ ભગવંત મહાવીર એક મોટા શ્વેત ગોવર્ગને સ્વપ્નમાં યાવત્‌ જાગૃત થયા, તેથી શ્રમણ ભગવંત મહાવીરનો ચાર પ્રકારનો સંઘ છે, તે આ – સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. (૬) શ્રમણ ભગવંત મહાવીર જે એક મહા પદ્મસરોવરને યાવત્‌ જાગૃત થયા, તેથી શ્રમણ ભગવંત મહાવીર ચાર પ્રકારના દેવોને પ્રરૂપે છે. તે – ભવનવાસી, વાણ – વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક. (૭) શ્રમણ ભગવંત મહાવીર જે એક મોટા કલ્લોલવાળાને યાવત્‌ જાગૃત થયા, તેથી શ્રમણ ભગવંત મહાવીર અનાદિ અનંત દીર્ઘમાર્ગવાળા ચાતુરંત સંસાર કાંતારને તર્યા. (૮) શ્રમણ ભગવંત મહાવીર જે એક મોટા સૂર્યને જોઈને જાગ્યા, તેથી શ્રમણ ભગવંત મહાવીરને અનંત, અનુત્તર યાવત્‌ (કેવલજ્ઞાન, કેવલદર્શન) ઉત્પન્ન થયેલ છે. (૯) શ્રમણ ભગવંત મહાવીર જે એક મોટા નીલ વૈડૂર્ય યાવત્‌ જાગૃત થયા, તેથી શ્રમણ ભગવંત મહાવીરને દેવ – મનુષ્ય – અસુર સહિત લોકમાં ઉદાર કીર્તિ, વર્ણ, શબ્દ, શ્લાઘા વિસ્તરી રહી છે. એવી રીતે નિશ્ચયે શ્રમણ ભગવંત મહાવીર વર્તે છે. (૧૦) શ્રમણ ભગવંત મહાવીર જે મેરુ પર્વત મેરુ ચૂલિકાએ સિંહાસને બેઠેલ યાવત્‌ જાગૃત થયા. તેથી શ્રમણ ભગવંત મહાવીર દેવ – મનુષ્ય – અસુર સહિત પર્ષદા મધ્યે કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ કહેશે, પ્રરૂપશે યાવત્‌ ઉપદેશશે. સૂત્ર સંદર્ભ– ૯૫૯–૯૬૧
Mool Sutra Transliteration : [sutra] dasaviha samayari pannatta, tam jaha–
Sutra Meaning Transliteration : Sutra– 959. Samachari dasha bhede kahi chhe, te a pramane – Sutra– 960. Ichchhakara, michchhakara, tathakara, avashyaki, naishedhiki, aprichchha, pratiprichchha, chhamdana, nimamtrana ane upasampada, e rite dasha prakare samachari thaya chhe. Sutra– 961. Shramana bhagavamta mahavira chhadmasthakalamam amtima ratrimam dasha mota svapno joine jagya te a pramane – (1) eka mahaghora rupavala, diptadhara, talapishachane svapnamam parajita karela joine jagrita thaya. (2) eka mahashveta pamkhavala purusha kokilane svapnamam joine jagrita thaya. (3) eka mahana chitravichitra pamkhavala purusha kokilane svapnamam joine jagrita thaya. (4) eka mahana damayugala – sarva ratnamaya malane svapnamam joine jagrita thaya. (5) eka mahana shveta gayonum tolum svapnamam joine jagrita thaya. (6) eka mahana padmasarovara, chotarapha phulo vade khilela evum svapnamam joine jagrita thaya. (7) eka mahasagara hajaro kallolani lahero vade kalita bamne bhujaothi tarela svapnamam joine jagrita thaya. (8) eka maha dinakara teja vade prakashamana svapnamam joine jagrita thaya. (9) eka maha pimgala nila vaiduryamani jeva varna vade samana manushottara parvatane potana amtaradathi sarvatah samamtat aveshtita, pariveshtita svapnamam joine jagrita thaya. (10) meru parvatamam meru chulika upara eka shreshtha simhasane bethela potane svapnamam joine jagya. (ukta dasha svapno joine jagrita thaya. Have svapnaphala kahe chhe – ) (1) shramana bhagavamta mahavira je eka moto ghorarupa, dipta teja tala – pishachane svapnamam parajita karine jagya, tethi shramana bhagavamta mahavire mohaniya karmano mulathi nasha karyo. (2) shramana bhagavamta mahavire eka mota shveta pamkhavala yavat jagrita thaya tethi shramana bhagavamta mahavira shukla dhyanane prapta thai vichare chhe. (3) shramana bhagavamta mahavira eka mota chitravichitra pamkhavalane yavat jagrita thaya, tethi shramana bhagavamta mahavira svasamaya – parasamayarupa chitravichitra dvadashamga ganipitakane samanyathi kahe chhe, visheshathi kahe chhe, darshave chhe, nirdeshe chhe, upadeshe chhe, te a pramane ‘achara’ yavat drishtivada. (4) shramana bhagavamta mahavira sarvaratnamaya eka maha damayugala yavat jagrita thaya, tethi shramana bhagavamta mahavira be prakarano dharma prarupe chhe. Te a – agaradharma ane anagaradharma. (5) shramana bhagavamta mahavira eka mota shveta govargane svapnamam yavat jagrita thaya, tethi shramana bhagavamta mahavirano chara prakarano samgha chhe, te a – sadhu, sadhvi, shravaka, shravika. (6) shramana bhagavamta mahavira je eka maha padmasarovarane yavat jagrita thaya, tethi shramana bhagavamta mahavira chara prakarana devone prarupe chhe. Te – bhavanavasi, vana – vyamtara, jyotishka, vaimanika. (7) shramana bhagavamta mahavira je eka mota kallolavalane yavat jagrita thaya, tethi shramana bhagavamta mahavira anadi anamta dirghamargavala chaturamta samsara kamtarane tarya. (8) shramana bhagavamta mahavira je eka mota suryane joine jagya, tethi shramana bhagavamta mahavirane anamta, anuttara yavat (kevalajnyana, kevaladarshana) utpanna thayela chhe. (9) shramana bhagavamta mahavira je eka mota nila vaidurya yavat jagrita thaya, tethi shramana bhagavamta mahavirane deva – manushya – asura sahita lokamam udara kirti, varna, shabda, shlagha vistari rahi chhe. Evi rite nishchaye shramana bhagavamta mahavira varte chhe. (10) shramana bhagavamta mahavira je meru parvata meru chulikae simhasane bethela yavat jagrita thaya. Tethi shramana bhagavamta mahavira deva – manushya – asura sahita parshada madhye kevali prajnyapta dharma kaheshe, prarupashe yavat upadeshashe. Sutra samdarbha– 959–961