Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1102435
Scripture Name( English ): Sthanang Translated Scripture Name : સ્થાનાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

स्थान-५

Translated Chapter :

સ્થાન-૫

Section : उद्देशक-१ Translated Section : ઉદ્દેશક-૧
Sutra Number : 435 Category : Ang-03
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] पंचविहा जोइसिया पन्नत्ता, तं जहा–चंदा, सूरा, गहा, नक्खत्ता, ताराओ। [सूत्र] पंचविहा देवा पन्नत्ता, तं जहा–भवियदव्वदेवा, नरदेवा, धम्मदेवा, देवातिदेवा, भावदेवा।
Sutra Meaning : સૂત્ર– ૪૩૫. જ્યોતિષ્ક દેવો પાંચ ભેદે કહ્યા – ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા. દેવો પાંચ ભેદે કહ્યા છે – ભવ્યદ્રવ્યદેવ, નરદેવ, ધર્મદેવ, દેવાધિદેવ, ભાવદેવ. સૂત્ર– ૪૩૬. પરિચારણા પાંચ ભેદે કહી – કાય પરિચારણા, સ્પર્શ પરિચારણા, રૂપ પરિચારણા, શબ્દ પરિચારણા, મન પરિચારણા. સૂત્ર– ૪૩૭. અસુરેન્દ્ર અસુરરાજ ચમરની પાંચ અગ્રમહિષીઓ કહી છે – કાલી, રાતી, રજની, વિદ્યુત, મેઘા. વૈરોચનેન્દ્ર વૈરોચનરાજની પાંચ અગ્રમહિષીઓ કહી છે – શુંભા, નિશુંભા, રંભા, નિરંભા, મદના. સૂત્ર– ૪૩૮. અસુરેન્દ્ર અસુરરાજ ચમરના પાંચ સંગ્રામિક સૈન્યો અને પાંચ સંગ્રામાધિપતિઓ કહ્યા – પદાતિ સૈન્ય, અશ્વ સૈન્ય, હસ્તિ સૈન્ય, મહિષ સૈન્ય, રથ સૈન્ય. ... દ્રુમ, પદાતિ સૈન્યાધિપતિ છે, સૌદામી, અશ્વ સૈન્યાધિપતિ, કુંથુ, હસ્તિ સૈન્યાધિપતિ, લોહીતાક્ષ મહિષ સૈન્યાધિપતિ અને કિન્નર, રથ સૈન્યનો અધિપતિ છે. વૈરોચનેન્દ્ર વૈરોચન રાજના પાંચ સંગ્રામિક સૈન્ય તથા પાંચ સંગ્રામિક સૈન્યાધિપતિ છે – પાયદળ સૈન્ય યાવત્‌ રથ સૈન્ય. તેમાં મહાદ્રુમ, પદાતિ સૈન્યાધિપતિ મહાસૌદામા, અશ્વ સૈન્યાધિપતિ, માલંકાર, હસ્તિ સૈન્યાધિપતિ, મહા લોહીતાક્ષ, મહિષ સૈન્યાધિપતિ, કિંપુરિષ, રથ સૈન્યાધિપતિ છે. નાગકુમારેન્દ્ર નાગરાજ ધરણના પાંચ સંગ્રામિક સૈન્ય અને પાંચ સંગ્રામિક સૈન્યાધિપતિ કહ્યા છે. પદાતિ સૈન્ય યાવત્‌ રથ સૈન્ય. તેમાં – ભદ્રસેન, પદાતિ સૈન્યાધિપતિ, યશોધર, અશ્વસૈન્યાધિપતિ. સુદર્શન, હસ્તિ સૈન્યાધિપતિ, નીલકંઠ, મહિષ સૈન્યાધિપતિ, આનંદ, રથનો સૈન્યાધિપતિ છે. નાગકુમારેન્દ્ર નાગરાજ ભૂતાનંદના પાંચ સંગ્રામિક સૈન્ય અને પાંચ સંગ્રામિક સૈન્યાધિપતિ કહ્યા છે – પદાતિ સૈન્ય યાવત્‌ રથ સૈન્ય. તેમાં – દક્ષ, પદાતિ સૈન્યાધિપતિ સુગ્રીવ, અશ્વ સૈન્યાધિપતિ સુવિક્રમ, હસ્તિસૈન્ય અધિપતિ. શ્વેતકંઠ, મહિષ સૈન્યાધિપતિ. નંદોત્તર, રથ સૈન્યાધિપતિ છે. સુપર્ણેન્દ્ર સુપર્ણરાજ વેણુદેવના પાંચ સંગ્રામિક સૈન્ય અને પાંચ સંગ્રામિક સૈન્યાધિપતિઓ કહ્યા છે – પદાતિસૈન્યાદિ. એ રીતે જેમ ધરણેન્દ્ર કહ્યા તેમ વેણુદેવને કહેવા. વેણુદાલીને ભૂતાનંદવત્‌ કહેવા. ધરણેન્દ્રવત્‌ બધા દક્ષિણ દિશાના ઇન્દ્રો ઘોષપર્યન્ત કહેવા. ભૂતાનંદને કહ્યા તેમ બધા ઉત્તર દિશાના ઇન્દ્રો મહાઘોષ પર્યન્ત કહેવા. દેવેન્દ્ર દેવરાજ શક્રના પાંચ સંગ્રામિક સૈન્યો, પાંચ સંગ્રામિક સૈન્યઅધિપતિઓ કહ્યા છે – પદાતિ સૈન્ય યાવત્‌ રથ સૈન્ય. તેમાં – હરિણેગમેષી પદાતિ સૈન્યાધિપતિ છે. વાયુ, અશ્વસૈન્યાધિપતિ. ઐરાવત, હસ્તિસૈન્યાધિપતિ. દામર્દ્ધિ, વૃષભ સૈન્યાધિપતિ અને માઢર, રથ સૈન્યાધિપતિ છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાનના પાંચ સંગ્રામિક સૈન્યો, પાંચ સંગ્રામિક સેન્ય અધિપતિ કહ્યા છે – પદાતિ સૈન્ય યાવત્‌ રથ સૈન્ય. તેમાં લઘુપરાક્રમ, પદાતિ સૈન્યાધિપતિ, મહાવાયુ, અશ્વ સૈન્યાધિપતિ. પુષ્પદંત, હસ્તિ સૈન્યાધિપતિ, મહાદામર્દ્ધિ, વૃષભ સૈન્યાધિપતિ, મહામાઢર, રથ સૈન્યાધિપતિ છે. જેમ શક્રેન્દ્રને કહ્યા તેમ બધા દક્ષિણ દિશાના ઇન્દ્રો યાવત્‌ આરણેન્દ્ર સુધી કહેવું. જેમ ઈશાનેન્દ્ર કહ્યા તેમ ઉત્તર દિશાના બધા ઇન્દ્રો અચ્યુતેન્દ્ર સુધી કહેવા. સૂત્ર– ૪૩૯. દેવેન્દ્ર દેવરાજ શક્રની અભ્યંતર પર્ષદાના દેવોની સ્થિતિ પાંચ પલ્યોપમ કહી છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાનની અભ્યંતર પર્ષદાની દેવીની સ્થિતિ પાંચ પલ્યોપમ કહી છે. સૂત્ર સંદર્ભ– ૪૩૫–૪૩૯
Mool Sutra Transliteration : [sutra] pamchaviha joisiya pannatta, tam jaha–chamda, sura, gaha, nakkhatta, tarao. [sutra] pamchaviha deva pannatta, tam jaha–bhaviyadavvadeva, naradeva, dhammadeva, devatideva, bhavadeva.
Sutra Meaning Transliteration : Sutra– 435. Jyotishka devo pamcha bhede kahya – chamdra, surya, graha, nakshatra, tara. Devo pamcha bhede kahya chhe – bhavyadravyadeva, naradeva, dharmadeva, devadhideva, bhavadeva. Sutra– 436. Paricharana pamcha bhede kahi – kaya paricharana, sparsha paricharana, rupa paricharana, shabda paricharana, mana paricharana. Sutra– 437. Asurendra asuraraja chamarani pamcha agramahishio kahi chhe – kali, rati, rajani, vidyuta, megha. Vairochanendra vairochanarajani pamcha agramahishio kahi chhe – shumbha, nishumbha, rambha, nirambha, madana. Sutra– 438. Asurendra asuraraja chamarana pamcha samgramika sainyo ane pamcha samgramadhipatio kahya – padati sainya, ashva sainya, hasti sainya, mahisha sainya, ratha sainya.\... Druma, padati sainyadhipati chhe, saudami, ashva sainyadhipati, kumthu, hasti sainyadhipati, lohitaksha mahisha sainyadhipati ane kinnara, ratha sainyano adhipati chhe. Vairochanendra vairochana rajana pamcha samgramika sainya tatha pamcha samgramika sainyadhipati chhe – payadala sainya yavat ratha sainya. Temam mahadruma, padati sainyadhipati mahasaudama, ashva sainyadhipati, malamkara, hasti sainyadhipati, maha lohitaksha, mahisha sainyadhipati, kimpurisha, ratha sainyadhipati chhe. Nagakumarendra nagaraja dharanana pamcha samgramika sainya ane pamcha samgramika sainyadhipati kahya chhe. Padati sainya yavat ratha sainya. Temam – bhadrasena, padati sainyadhipati, yashodhara, ashvasainyadhipati. Sudarshana, hasti sainyadhipati, nilakamtha, mahisha sainyadhipati, anamda, rathano sainyadhipati chhe. Nagakumarendra nagaraja bhutanamdana pamcha samgramika sainya ane pamcha samgramika sainyadhipati kahya chhe – padati sainya yavat ratha sainya. Temam – daksha, padati sainyadhipati sugriva, ashva sainyadhipati suvikrama, hastisainya adhipati. Shvetakamtha, mahisha sainyadhipati. Namdottara, ratha sainyadhipati chhe. Suparnendra suparnaraja venudevana pamcha samgramika sainya ane pamcha samgramika sainyadhipatio kahya chhe – padatisainyadi. E rite jema dharanendra kahya tema venudevane kaheva. Venudaline bhutanamdavat kaheva. Dharanendravat badha dakshina dishana indro ghoshaparyanta kaheva. Bhutanamdane kahya tema badha uttara dishana indro mahaghosha paryanta kaheva. Devendra devaraja shakrana pamcha samgramika sainyo, pamcha samgramika sainyaadhipatio kahya chhe – padati sainya yavat ratha sainya. Temam – harinegameshi padati sainyadhipati chhe. Vayu, ashvasainyadhipati. Airavata, hastisainyadhipati. Damarddhi, vrishabha sainyadhipati ane madhara, ratha sainyadhipati chhe. Devendra devaraja ishanana pamcha samgramika sainyo, pamcha samgramika senya adhipati kahya chhe – padati sainya yavat ratha sainya. Temam laghuparakrama, padati sainyadhipati, mahavayu, ashva sainyadhipati. Pushpadamta, hasti sainyadhipati, mahadamarddhi, vrishabha sainyadhipati, mahamadhara, ratha sainyadhipati chhe. Jema shakrendrane kahya tema badha dakshina dishana indro yavat aranendra sudhi kahevum. Jema ishanendra kahya tema uttara dishana badha indro achyutendra sudhi kaheva. Sutra– 439. Devendra devaraja shakrani abhyamtara parshadana devoni sthiti pamcha palyopama kahi chhe. Devendra devaraja ishanani abhyamtara parshadani devini sthiti pamcha palyopama kahi chhe. Sutra samdarbha– 435–439