Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1102362
Scripture Name( English ): Sthanang Translated Scripture Name : સ્થાનાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

स्थान-४

Translated Chapter :

સ્થાન-૪

Section : उद्देशक-४ Translated Section : ઉદ્દેશક-૪
Sutra Number : 362 Category : Ang-03
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] चत्तारि पसप्पगा पन्नत्ता, तं जहा–अनुप्पण्णाणं भोगाणं उप्पाएत्ता एगे पसप्पए, पुव्वुप्पण्णाणं भोगाणं अविप्पओगेणं एगे पसप्पए, अनुप्पण्णाणं सोक्खाणं उप्पाइत्ता एगे पसप्पए, पुव्वुप्पण्णाणं सोक्खाणं अविप्पओगेणं एगे पसप्पए।
Sutra Meaning : સૂત્ર– ૩૬૨. ચાર પ્રસર્પકો કહ્યા છે – ૧. અનુત્પન્ન ભોગોને મેળવવા સંચરે છે, ૨. પૂર્વોત્પન્ન ભોગોને રક્ષણ કરવા સંચરે છે. ૩. અનુત્પન્ન સુખોને પામવા સંચરે છે અને ૪. પૂર્વોત્પન્ન સુખોના રક્ષણાર્થે સંચરે છે. સૂત્ર– ૩૬૩. નૈરયિકોને ચાર ભેદે આહાર છે – અંગારા જેવો, મુર્મુર જેવો, શીતલ અને હિમશીતલ. તિર્યંચયોનિકને ચતુર્વિધ આહાર કહ્યો છે – કંકોપમ, બિલોપમ, પ્રાણમાંસોપમ, પુત્રમાંસોપમ. મનુષ્યોને ચતુર્વિધ આહાર કહ્યો છે – અશન, પાન, ખાદિમ, સ્વાદિમ. દેવોને ચતુર્વિધાહાર કહ્યો છે – વર્ણવાન્‌, ગંધવાન્‌, રસવાન્‌, સ્પર્શવાન્‌. સૂત્ર– ૩૬૪. જાતિ આશીવિષો ચાર ભેદે કહ્યા છે – વીંછું જાતિય આશીવિષ, મંડુક જાતિય આશીવિષ, ઉરગ જાતિય આશીવિષ, મનુષ્ય જાતિય આશીવિષ. હે ભગવન્‌ ! વીંછી જાતિના આશીવિષનો વિષય કેટલો કહ્યો છે ? વીંછી જાતિનો આશીવિષ અર્ધભરત પ્રમાણ શરીરને વિષમય કરી, શરીર વિદારવા સમર્થ છે, આ વિષના અર્થપણાની શક્તિમાત્ર છે, પણ નિશ્ચયથી તેમ કર્યું નથી – કરતા નથી – કરશે નહીં. મંડુક જાતિના આશીવિષનો પ્રશ્ન. મંડુક જાતિય આશીવિષ ભરત ક્ષેત્ર પ્રમાણ શરીરને વિષમય કરવા સમર્થ છે યાવત્‌ કરશે નહીં. ઉરગ જાતિના આશીવિષનો પ્રશ્ન – ઉરગ જાતિય આશીવિષ પોતાના વિષ વડે જંબૂદ્વીપ પ્રમાણ શરીરને વિષમય કરવા સમર્થ છે. શેષ પૂર્વવત્‌. મનુષ્યજાતિના આશીવિષનો પ્રશ્ન – મનુષ્ય જાતિનો આશીવિષ સમયક્ષેત્ર પ્રમાણ શરીરને વિષમય કરવા અને શરીરને વિદારવા સમર્થ છે, પણ નિશ્ચયથી તેણે એમ કર્યું નથી યાવત્‌ કરશે નહીં. સૂત્ર સંદર્ભ– ૩૬૨–૩૬૪
Mool Sutra Transliteration : [sutra] chattari pasappaga pannatta, tam jaha–anuppannanam bhoganam uppaetta ege pasappae, puvvuppannanam bhoganam avippaogenam ege pasappae, anuppannanam sokkhanam uppaitta ege pasappae, puvvuppannanam sokkhanam avippaogenam ege pasappae.
Sutra Meaning Transliteration : Sutra– 362. Chara prasarpako kahya chhe – 1. Anutpanna bhogone melavava samchare chhe, 2. Purvotpanna bhogone rakshana karava samchare chhe. 3. Anutpanna sukhone pamava samchare chhe ane 4. Purvotpanna sukhona rakshanarthe samchare chhe. Sutra– 363. Nairayikone chara bhede ahara chhe – amgara jevo, murmura jevo, shitala ane himashitala. Tiryamchayonikane chaturvidha ahara kahyo chhe – kamkopama, bilopama, pranamamsopama, putramamsopama. Manushyone chaturvidha ahara kahyo chhe – ashana, pana, khadima, svadima. Devone chaturvidhahara kahyo chhe – varnavan, gamdhavan, rasavan, sparshavan. Sutra– 364. Jati ashivisho chara bhede kahya chhe – vimchhum jatiya ashivisha, mamduka jatiya ashivisha, uraga jatiya ashivisha, manushya jatiya ashivisha. He bhagavan ! Vimchhi jatina ashivishano vishaya ketalo kahyo chhe\? Vimchhi jatino ashivisha ardhabharata pramana sharirane vishamaya kari, sharira vidarava samartha chhe, a vishana arthapanani shaktimatra chhe, pana nishchayathi tema karyum nathi – karata nathi – karashe nahim. Mamduka jatina ashivishano prashna. Mamduka jatiya ashivisha bharata kshetra pramana sharirane vishamaya karava samartha chhe yavat karashe nahim. Uraga jatina ashivishano prashna – uraga jatiya ashivisha potana visha vade jambudvipa pramana sharirane vishamaya karava samartha chhe. Shesha purvavat. Manushyajatina ashivishano prashna – manushya jatino ashivisha samayakshetra pramana sharirane vishamaya karava ane sharirane vidarava samartha chhe, pana nishchayathi tene ema karyum nathi yavat karashe nahim. Sutra samdarbha– 362–364