Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101315
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-५ नरक विभक्ति

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૫ નરક વિભક્તિ

Section : उद्देशक-१ Translated Section : ઉદ્દેશક-૧
Sutra Number : 315 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] नो चेव ते तत्थ मसीभवंति न मिज्जई तिव्वभिवेयणाए । तमाणुभागं अणुवेययंता दुक्खंति दुक्खी इह दुक्कडेणं ॥
Sutra Meaning : સૂત્ર– ૩૧૫. તે નરકજીવો ત્યાં નરકની આગમાં બળીને રાખ થતા નથી કે નરકની તીવ્ર વેદનાથી મરતા નથી. પણ આ લોકમાં પોતાના કરેલા દુષ્કૃત્યોથી દુઃખી થઈ નરકની વેદના ભોગવે છે. સૂત્ર– ૩૧૬. ત્યાં અતિ ઠંડીથી પીડાતા નારક જીવો પોતાની ટાઢ દૂર કરવા સુતપ્ત અગ્નિ પાસે જાય છે. પણ ત્યાં દુર્ગમ સ્થાનમાં તે બિચારા શાતા પામતા નથી. પણ ત્યાં ભયંકર અગ્નિથી બળવા લાગે છે. સૂત્ર– ૩૧૭. જેમ કોઈ નગરના વિનાશ સમયે જનતાનો કોલાહલ સંભળાય છે, તેમ નરકમાં કરુણ અને ચિત્કાર ભરેલા શબ્દો સંભળાય છે. મિથ્યાત્વનાં ઉદયવાળા પરમાધામી દેવો, કર્મોના ઉદયવાળા નારકોને પુનઃ પુનઃ ઉત્સાહથી વારંવાર દુઃખ આપે છે. સૂત્ર સંદર્ભ– ૩૧૫–૩૧૭
Mool Sutra Transliteration : [gatha] no cheva te tattha masibhavamti na mijjai tivvabhiveyanae. Tamanubhagam anuveyayamta dukkhamti dukkhi iha dukkadenam.
Sutra Meaning Transliteration : Sutra– 315. Te narakajivo tyam narakani agamam baline rakha thata nathi ke narakani tivra vedanathi marata nathi. Pana a lokamam potana karela dushkrityothi duhkhi thai narakani vedana bhogave chhe. Sutra– 316. Tyam ati thamdithi pidata naraka jivo potani tadha dura karava sutapta agni pase jaya chhe. Pana tyam durgama sthanamam te bichara shata pamata nathi. Pana tyam bhayamkara agnithi balava lage chhe. Sutra– 317. Jema koi nagarana vinasha samaye janatano kolahala sambhalaya chhe, tema narakamam karuna ane chitkara bharela shabdo sambhalaya chhe. Mithyatvanam udayavala paramadhami devo, karmona udayavala narakone punah punah utsahathi varamvara duhkha ape chhe. Sutra samdarbha– 315–317