Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101217
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-३ उपसर्ग परिज्ञा

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૩ ઉપસર્ગ પરિજ્ઞા

Section : उद्देशक-३ परवादी वचन जन्य अध्यात्म दुःख Translated Section : ઉદ્દેશક-૩ પરવાદી વચન જન્ય અધ્યાત્મ દુઃખ
Sutra Number : 217 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] तत्तेन अणुसिट्ठा ते अपडिण्णेन जाणया । न एस णियए मग्गे असमिक्खा वई किई ॥
Sutra Meaning : સૂત્ર– ૨૧૭. સત્ય અર્થનું નિરૂપણ કરનાર તથા તત્ત્વજ્ઞાતા મુનિ તેઓને શિક્ષા આપે છે કે – તમારો નિંદા આદિ માર્ગ યુક્તિસંગત નથી, તમારી કથની અને કરણી વિચાર્યા વિનાની અને વિવેકશૂન્ય છે, તે દૃષ્ટાંત દ્વારા બતાવે છે – સૂત્ર– ૨૧૮. ગૃહસ્થ દ્વારા લાવેલ આહાર કરવો સારો, પણ સાધુ દ્વારા લાવેલ આહાર ન કરવો. એવું તમારું કથન વાંસના અગ્રભાગ જેવું દુર્બળ છે. કારણ કે તે યુક્તિશૂન્ય છે. સૂત્ર– ૨૧૯. “દાનધર્મની પ્રરૂપણા ગૃહસ્થો માટે છે, સાધુ માટે નહીં.’’ એમ તમે કહો છો પણ પૂર્વવર્તી તીર્થંકરોએ આવો ધર્મ પ્રરૂપેલ નથી કે સાધુ ગૃહસ્થ દ્વારા લાવેલ આહાર ભોગવે, પણ સાધુ દ્વારા લાવેલ નહી. સૂત્ર સંદર્ભ– ૨૧૭–૨૧૯
Mool Sutra Transliteration : [gatha] tattena anusittha te apadinnena janaya. Na esa niyae magge asamikkha vai kii.
Sutra Meaning Transliteration : Sutra– 217. Satya arthanum nirupana karanara tatha tattvajnyata muni teone shiksha ape chhe ke – tamaro nimda adi marga yuktisamgata nathi, tamari kathani ane karani vicharya vinani ane vivekashunya chhe, te drishtamta dvara batave chhe – Sutra– 218. Grihastha dvara lavela ahara karavo saro, pana sadhu dvara lavela ahara na karavo. Evum tamarum kathana vamsana agrabhaga jevum durbala chhe. Karana ke te yuktishunya chhe. Sutra– 219. “danadharmani prarupana grihastho mate chhe, sadhu mate nahim.’’ ema tame kaho chho pana purvavarti tirthamkaroe avo dharma prarupela nathi ke sadhu grihastha dvara lavela ahara bhogave, pana sadhu dvara lavela nahi. Sutra samdarbha– 217–219