Sutra Navigation: Acharang ( આચારાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1100421
Scripture Name( English ): Acharang Translated Scripture Name : આચારાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-२

चूलिका-१

अध्ययन-२ शय्यैषणा

Translated Chapter :

શ્રુતસ્કંધ-૨

ચૂલિકા-૧

અધ્યયન-૨ શય્યૈષણા

Section : उद्देशक-३ Translated Section : ઉદ્દેશક-૩
Sutra Number : 421 Category : Ang-01
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] सिय नो सुलभे फासुए उंछे अहेसणिज्जे, णोय खलु सुद्धे इमेहिं पाहुडेहिं, तं जहा–छायणओ, लेवनओ, संथार-दुवार-पिहणओ, पिंडवाएसणाओ। से भिक्खू चरिया-रए, ठाण-रए, निसीहिया-रए, सेज्जा-संथार-पिंडवाएसणा-रए। संति भिक्खुणी एवमक्खाइनो उज्जुया णियाग-पडिवन्ना अमायं कुव्वमाणा वियाहिया। संतेगइया पाहुडिया उक्खित्तपुव्वा भवइ, एवं णिक्खित्तपुव्वा भवइ, परिभाइय-पुव्वा भवइ, परिभुत्त-पुव्वा भवइ, परिट्ठविय-पुव्वा भवइ, एवं वियागरेमाणे समियाए वियागरेति? हंता भवइ।
Sutra Meaning : તે પ્રાસુક, ઉંછ અર્થાત્ લીંપણ આદિ દોષ રહિત, એષણીય ઉપાશ્રય સુલભ નથી અને આ સાવદ્યકર્મોના કારણે નિર્દોષ વસતી દુર્લભ છે. જેમ કે – આચ્છાદન, લેપન, સંથારાભૂમિને દ્વાર લગાવવા, કદાચ ઉક્ત દોષરહિત ઉપાશ્રય મળી પણ જાય, તો પણ આવશ્યક ક્રિયા યોગ્ય ઉપાશ્રય મળવો મુશ્કેલ છે. કેમ કે તે સાધુ ચર્યારત, કાયોત્સર્ગસ્થ, શય્યા સંસ્તારક અને પિંડપાત આહાર – પાણી) ગવેષણારત હોય છે. આ પ્રકારે મોક્ષપથ સ્વીકારેલ કેટલાક સરળ અને નિષ્કપટ સાધુ માયા ન કરતા ઉપાશ્રયના યથાવસ્થિત ગુણ – દોષ ગૃહસ્થોને બતાવી દે છે. કેટલાક ગૃહસ્થો ઉત્ક્ષિપ્તપૂર્વા અર્થાત્ ગૃહસ્થોએ કોઇપણ વ્યક્તિના નિમિત્ત વિના મકાન બનાવી સંગ્રહરૂપે રાખેલ હોય, નિક્ષિપ્તપૂર્વા અર્થાત્ ભાવિમાં પોતાના રહેવા માટે બનાવીને રાખ્યા હોય, પરિભાઈયપૂર્વા અર્થાત્ ભાવિમાં પોતાના સ્વજ્નોનને ભાગ પાડીને આપવા માટે રાખેલ હોય, પરિભૂત્તપૂર્વા અર્થાત્ ગૃહસ્થ ત્યાં રહેતા હોય અન મકાન મોટું હોવાથી સાધુને રહેવા જગ્યા આપી શકે તેમ હોય કે પરિટ્ઠવિયપૂર્વા અર્થાત્ ગૃહસ્થે પોતા માટે નવું મકાન બનાવેલ હોય તેથી જુનું મકાન ખાલી પડેલ હોય. સાધુ આવા છળ – કપટને જાણીને તે દોષો ગૃહસ્થને સારી રીતે બતાવે. શું આમ કહેનાર મુનિ સમ્યક્‌ વક્તા છે ? હા, તે મુનિ સમ્યક્‌ વક્તા છે.
Mool Sutra Transliteration : [sutra] siya no sulabhe phasue umchhe ahesanijje, noya khalu suddhe imehim pahudehim, tam jaha–chhayanao, levanao, samthara-duvara-pihanao, pimdavaesanao. Se bhikkhu chariya-rae, thana-rae, nisihiya-rae, sejja-samthara-pimdavaesana-rae. Samti bhikkhuni evamakkhaino ujjuya niyaga-padivanna amayam kuvvamana viyahiya. Samtegaiya pahudiya ukkhittapuvva bhavai, evam nikkhittapuvva bhavai, paribhaiya-puvva bhavai, paribhutta-puvva bhavai, paritthaviya-puvva bhavai, evam viyagaremane samiyae viyagareti? Hamta bhavai.
Sutra Meaning Transliteration : Te prasuka, umchha arthat limpana adi dosha rahita, eshaniya upashraya sulabha nathi ane a savadyakarmona karane nirdosha vasati durlabha chhe. Jema ke – achchhadana, lepana, samtharabhumine dvara lagavava, kadacha ukta dosharahita upashraya mali pana jaya, to pana avashyaka kriya yogya upashraya malavo mushkela chhe. Kema ke te sadhu charyarata, kayotsargastha, shayya samstaraka ane pimdapata ahara – pani) gaveshanarata hoya chhe. A prakare mokshapatha svikarela ketalaka sarala ane nishkapata sadhu maya na karata upashrayana yathavasthita guna – dosha grihasthone batavi de chhe. Ketalaka grihastho utkshiptapurva arthat grihasthoe koipana vyaktina nimitta vina makana banavi samgraharupe rakhela hoya, nikshiptapurva arthat bhavimam potana raheva mate banavine rakhya hoya, paribhaiyapurva arthat bhavimam potana svajnonane bhaga padine apava mate rakhela hoya, paribhuttapurva arthat grihastha tyam raheta hoya ana makana motum hovathi sadhune raheva jagya api shake tema hoya ke paritthaviyapurva arthat grihasthe pota mate navum makana banavela hoya tethi junum makana khali padela hoya. Sadhu ava chhala – kapatane janine te dosho grihasthane sari rite batave. Shum ama kahenara muni samyak vakta chhe\? Ha, te muni samyak vakta chhe.