Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1124307
Scripture Name( English ): Anuyogdwar Translated Scripture Name : અનુયોગદ્વારાસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अनुयोगद्वारासूत्र

Translated Chapter :

અનુયોગદ્વારાસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 307 Category : Chulika-02
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] वारुणं वा माहिंदं वा अन्नयरं वा पसत्थं उप्पायं पासित्ता तेणं साहिज्जइ, जहा–सुवुट्ठी भविस्सइ। से तं अनागयकालगहणं। एएसिं चेव विवज्जासे तिविहं गहणं भवइ, तं जहा–तीयकालगहणं पडुप्पन्नकालगहणं अनागयकालगहणं। से किं तं तीयकालगहणं? तीयकालगहणं–नित्तिणाइं वणाइं अनिप्फन्नसस्सं वा मेइणिं, सुक्काणि य कुंड-सर-नदि-दह-तलागाइं पासित्ता तेणं साहिज्जइ, जहा–कुवुट्ठी आसी। से तं तीयकालगहणं। से किं तं पडुप्पन्नकालगहणं? पडुप्पन्नकालगहणं–साहुं गोयरग्गगयं भिक्खं अलभमाणं पासित्ता तेणं साहि-ज्जइ, जहा–दुब्भिक्खे वट्टइ। से तं पडुप्पन्नकालगहणं। से किं तं अनागयकालगहणं? अनागयकालगहणं–
Sutra Meaning : સૂત્ર– ૩૦૭. [૧] આર્દ્રા – રોહિણી વગેરે નક્ષત્રમાં થનાર અથવા અન્ય કોઈ પણ પ્રકારના પ્રશસ્ત ઉલ્કાપાત વગેરે જોઈને અનુમાન કરવું કે આ દેશમાં સુવૃષ્ટિ થશે. તે અનાગતકાળગ્રહણ વિશેષદૃષ્ટ સાધર્મ્યવત્‌ અનુમાન છે. [૨] તેની વિપરીતતામાં પણ ત્રણ પ્રકાર ગ્રહણ થાય છે. અતીતકાળગ્રહણ, પ્રત્યુત્પન્નકાળ ગ્રહણ અને અનાગત – કાળગ્રહણ. અતીતકાળ ગ્રહણનું સ્વરૂપ કેવું છે ? તૃણરહિત વન, અનિષ્પન્ન ધાન્યવાળી ભૂમિ અને સૂકા – પાણી વિનાના કુંડ, સરોવર, નદી, દ્રહ, તળાવો જોઈ અનુમાન કરાય છે કે આ પ્રદેશમાં વૃષ્ટિ થઈ નથી. તે અતીતકાળ ગ્રહણ છે. પ્રત્યુત્પન્ન – વર્તમાનકાળ ગ્રહણનું સ્વરૂપ કેવું છે ? ગોચરી ગયેલા સાધુને ભિક્ષા મળતી નથી. તેવું જોઈને અનુમાન કરે કે આ પ્રદેશમાં દુર્ભિક્ષ છે. આ વર્તમાનકાળગ્રહણ અનુમાન છે. અનાગતકાળ ગ્રહણનું સ્વરૂપ કેવું છે ? સૂત્ર– ૩૦૮. MISSING_TEXT_IN_ORIGINAL સૂત્ર– ૩૦૯. [૧] આગ્નેય અને વાયવ્ય નક્ષત્ર અથવા અન્ય કોઈ અપ્રશસ્ત ઉલ્કાપાત વગેરે ઉત્પાત જોઈ અનુમાન કરવામાં આવે કે કુવૃષ્ટિ થશે. વરસાદ થશે નહીં, તેને અનાગતકાળ ગ્રહણ કહે છે. [૨] ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉપમા દ્વારા વસ્તુનું જ્ઞાન થાય તે ઉપમાન પ્રમાણ છે. તેના બે ભેદ છે. સાધર્મ્યોપનીત અને વૈધર્મ્યોપનીત. સાધર્મ્યોપનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? સમાન ધર્મોના આધારે જે ઉપમા આપવામાં આવે છે તે સાધર્મ્યોપનીત ઉપમાન કહેવાય છે. તેના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. કિંચિત્સાધર્મ્યોપનીત, ૨. પ્રાયઃ સાધર્મ્યોપનીત, ૩. સર્વસાધર્મ્યોપનીત. કિંચિત્સાધર્મ્યોપનીતનું સ્વરૂપ કેવું છે ? આંશિક સમાનતાના આધારે ઉપમા આપવામાં આવે તેને કિંચિત્સાધર્મ્યોપમાન કહે છે. જેમ કે – જેવો મેરુ પર્વત તેવો સરસવ અને જેવો સરસવ તેવો મેરુ પર્વત. જેવો સમુદ્ર તેવો ગોષ્પદ, જેવો ગોષ્પદ તેવો સમુદ્ર. જેવો સૂર્ય તેવો આગિયો, જેવો આગિયો તેવો સૂર્ય. જેવો ચંદ્ર તેવું કુંદ – પુષ્પ અને જેવું કુંદ – પુષ્પ તેવો ચંદ્ર. આવું કિંચિત્સાધર્મ્યોપનીતનું સ્વરૂપ જાણવું. પ્રાયઃ સાધર્મ્યોપનીતનું સ્વરૂપ કેવું છે ? ઘણા અંશવાળી સમાનતાના આધારે જે ઉપમા આપવામાં આવે તે પ્રાયઃ સાધર્મ્યોપનીત ઉપમાન કહેવાય છે. જેવી ગાય તેવો ગવય, જેવો ગવય રોઝ. તેવી ગાય. તે પ્રાયઃ સાધર્મ્યોપનીત ઉપમાન છે. સર્વ સાધર્મ્યોપનીતનું સ્વરૂપ કેવું છે ? સર્વસાધર્મ્યમાં ઉપમા હોતી નથી. તેમ છતાં તેને તેની જ ઉપમાથી ઉપમિત કરાય છે. જેમ કે અરિહંતે અરિહંત સદૃશ, ચક્રવર્તી સદૃશ, બળદેવે બળદેવ સદૃશ, વાસુદેવે વાસુદેવ સદૃશ, સાધુએ સાધુ સદૃશ કાર્ય કર્યું. આ સર્વ સાધર્મ્યોપનીત ઉપમાન પ્રમાણ છે. [૩] વૈધર્મ્યોપનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? બે પદાર્થગત વિસદૃશતાના આધારે ઉપમા આપવામાં આવે તો તેને વૈધર્મ્યોપનીત ઉપમાન પ્રમાણ કહેવામાં આવે છે. તેના ત્રણ પ્રકાર આ પ્રમાણે છે – ૧. કિંચિત્વૈધર્મ્યોપનીત, ૨. પ્રાયઃ વૈધર્મ્યોપનીત, ૩. સર્વસાધર્મ્યોપનીત. કિંચિત્વૈધર્મ્યોપનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? કોઈક ધર્મવિશેષની વિલક્ષણતા પ્રગટ કરે તેને કિંચિત્‌ વૈધર્મ્યોપનીત કહે છે. જેમ કે જેવો સબલા – અનેકરંગી ગાયનો વાછરડો હોય તેવો બહુલા – એક રંગવાળી ગાયનો વાછરડો ન હોય, જેવો બહુલા ગાયનો વાછરડો હોય તેવો શબલા ગાયનો ન હોય. આ કિંચિત વૈધર્મ્યોપનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ છે. પ્રાયઃ વૈધર્મ્યોપનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે? અધિકાંશ રૂપમાં અનેક અવયવગત વિસદૃશતા પ્રગટ કરવી તે પ્રાયઃ વૈધર્મ્યોપનીત કહેવાય છે. ઉદાહરણ – જેવો વાયસ કાગડો. છે તેવી પાયસ ખીર. નથી. જેવી ખીર છે તેવો કાગડો નથી. આ પ્રાયઃ વૈધર્મ્યોપનીત છે. સર્વવૈધર્મ્યોપનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? જેમાં કોઈપણ પ્રકારની સમાનતા ન હોય તેવી વિસદૃશતા કોઈપણ બે પદાર્થમાં હોતી નથી. તેથી સર્વવૈધર્મ્ય ઉપમા નથી. તો પણ તે પદાર્થને તે પદાર્થની જ ઉપમા આપવામાં આવે છે. નીચે નીચેના જેવું, દાસે દાસ જેવું, કાગડાએ કાગડા જેવું, શ્વાને શ્વાન જેવું, ચાંડાળે ચાંડાળ જેવું કાર્ય કર્યું. [૪] આગમ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? આગમ પ્રમાણના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. લૌકીક આગમ, ૨. લોકોત્તર આગમ. લૌકીક આગમ કોને કહેવાય ? અજ્ઞાની, મિથ્યાદૃષ્ટિ લોકો દ્વારા સ્વચ્છંદ મતિથી બુદ્ધિથી. નિર્મિત જે ગ્રંથો લોકમાં પ્રચલિત હોય, તે લૌકીક આગમ કહેવાય છે. આ લૌકીક આગમનું વર્ણન છે. લોકોત્તર આગમનું સ્વરૂપ કેવું છે ? ઉત્પન્ન જ્ઞાનદર્શન ધારક, ભૂતકાળ – વર્તમાનકાળ અને ભવિષ્યકાળના જ્ઞાતા, ત્રિલોકવર્તી જીવો દ્વારા વંદિત, પૂજિત, સર્વજ્ઞ, સર્વદર્શી એવા અરિહંત ભગવાન દ્વારા પ્રણીત આચારાંગથી દૃષ્ટિવાદ પર્યન્ત દ્વાદશાંગરૂપ ગણિપિટક તે લોકોત્તર આગમ. અથવા લોકોત્તરિક આગમના ત્રણ પ્રકાર છે – ૧. સૂત્રાગમ, ૨. અર્થાગમ, ૩. તદુભયાગમ. અથવા લોકોત્તરિક આગમના ત્રણ પ્રકાર છે – ૧. આત્માગમ, ૨. અનંતરાગમ અને ૩. પરંપરાગમ. તીર્થંકરો માટે અર્થજ્ઞાન આત્માગમ છે. ગણધરો માટે સૂત્રજ્ઞાન આત્માગમ છે અને અર્થજ્ઞાન અનંતરાગમ છે. ગણધરોના શિષ્યો માટે સૂત્રજ્ઞાન અનંતરાગમ છે અને અર્થજ્ઞાન પરંપરાગમ છે. તત્પશ્ચાત્‌ની શિષ્ય પરંપરા માટે સૂત્રજ્ઞાન અને અર્થજ્ઞાન બંને આત્માગમ નથી, અનંતરાગમ નથી પરંતુ પરંપરાગમ છે. આવું લોકોત્તરિક આગમનું સ્વરૂપ જાણવું. [૫] દર્શનગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? દર્શનગુણ પ્રમાણના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે છે – ૧. ચક્ષુદર્શન ગુણ પ્રમાણ, ૨. અચક્ષુદર્શન ગુણ પ્રમાણ, ૩. અવધિદર્શન ગુણ પ્રમાણ, ૪. કેવળદર્શન ગુણ પ્રમાણ. ૧. ચક્ષુદર્શનીનું ચક્ષુદર્શન ઘટ, પટ, કટ, રથ વગેરે પદાર્થમાં હોય છે. ૨. અચક્ષુદર્શનીનું અચક્ષુદર્શન આત્મ – ભાવમાં હોય છે અર્થાત્‌ ઘટાદિ પદાર્થ સાથે સંશ્લેષ થવા પર થાય છે. ૩. અવધિદર્શનીનું અવધિદર્શન સર્વરૂપી દ્રવ્યોમાં હોય છે પણ તેની સર્વ પર્યાયમાં નથી. ૪. કેવળદર્શનીનું કેવળદર્શન સર્વદ્રવ્ય અને તેની સર્વ પર્યાયમાં હોય છે. આ દર્શન ગુણ પ્રમાણનું સ્વરૂપ પૂર્ણ થાય છે. [૬] ચારિત્રગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? જીવના ચારિત્રગુણના જ્ઞાનને ચારિત્રગુણ પ્રમાણ કહે છે, તેના પાંચ પ્રકાર છે – ૧. સામાયિક ચારિત્ર, ૨. છેદોપસ્થાપનીય ચારિત્ર ૩. પરિહારવિશુદ્ધ ચારિત્ર ૪. સૂક્ષ્મ – સંપરાય ચારિત્ર ૫. યથાખ્યાત ચારિત્ર. ૧. સામાયિક ચારિત્રના બે ભેદ છે, તે આ પ્રમાણે છે – ઇત્વરિક અને યાવત્કથિત. ૨. છેદોપસ્થાપનીય ચારિત્રના બે ભેદ છે, તે આ પ્રમાણે છે – સાતિચાર અને નિરતિચાર. ૩. પરિહારવિશુદ્ધ ચારિત્રના બે ભેદ છે, તે આ પ્રમાણે છે – નિર્વિશ્યમાનક અને નિર્વિષ્ટકાયિક. ૪. સૂક્ષ્મસંપરાય ચારિત્રના બે ભેદ છે, તે આ પ્રમાણે છે – સંક્લિશ્ય માન અને વિશુધ્યમાન. ૫. યથાખ્યાત ચારિત્રના બે ભેદ આ પ્રમાણે છે – પ્રતિપાતિ અને અપ્રતિપાતિ અથવા છાદ્મસ્થિક અને કેવલિક. ચારિત્રગુણ પ્રમાણનું આવું સ્વરૂપ છે. સૂત્ર સંદર્ભ– ૩૦૭–૩૦૯
Mool Sutra Transliteration : [sutra] varunam va mahimdam va annayaram va pasattham uppayam pasitta tenam sahijjai, jaha–suvutthi bhavissai. Se tam anagayakalagahanam. Eesim cheva vivajjase tiviham gahanam bhavai, tam jaha–tiyakalagahanam paduppannakalagahanam anagayakalagahanam. Se kim tam tiyakalagahanam? Tiyakalagahanam–nittinaim vanaim anipphannasassam va meinim, sukkani ya kumda-sara-nadi-daha-talagaim pasitta tenam sahijjai, jaha–kuvutthi asi. Se tam tiyakalagahanam. Se kim tam paduppannakalagahanam? Paduppannakalagahanam–sahum goyaraggagayam bhikkham alabhamanam pasitta tenam sahi-jjai, jaha–dubbhikkhe vattai. Se tam paduppannakalagahanam. Se kim tam anagayakalagahanam? Anagayakalagahanam–
Sutra Meaning Transliteration : Sutra– 307. [1] ardra – rohini vagere nakshatramam thanara athava anya koi pana prakarana prashasta ulkapata vagere joine anumana karavum ke a deshamam suvrishti thashe. Te anagatakalagrahana visheshadrishta sadharmyavat anumana chhe. [2] teni viparitatamam pana trana prakara grahana thaya chhe. Atitakalagrahana, pratyutpannakala grahana ane anagata – kalagrahana. Atitakala grahananum svarupa kevum chhe\? Trinarahita vana, anishpanna dhanyavali bhumi ane suka – pani vinana kumda, sarovara, nadi, draha, talavo joi anumana karaya chhe ke a pradeshamam vrishti thai nathi. Te atitakala grahana chhe. Pratyutpanna – vartamanakala grahananum svarupa kevum chhe\? Gochari gayela sadhune bhiksha malati nathi. Tevum joine anumana kare ke a pradeshamam durbhiksha chhe. A vartamanakalagrahana anumana chhe. Anagatakala grahananum svarupa kevum chhe\? Sutra– 308. MISSINGTEXTINORIGINAL Sutra– 309. [1] agneya ane vayavya nakshatra athava anya koi aprashasta ulkapata vagere utpata joi anumana karavamam ave ke kuvrishti thashe. Varasada thashe nahim, tene anagatakala grahana kahe chhe. [2] upamana pramananum svarupa kevum chhe\? Upama dvara vastunum jnyana thaya te upamana pramana chhe. Tena be bheda chhe. Sadharmyopanita ane vaidharmyopanita. Sadharmyopanita upamana pramananum svarupa kevum chhe\? Samana dharmona adhare je upama apavamam ave chhe te sadharmyopanita upamana kahevaya chhe. Tena trana prakara chhe, te a pramane chhe – 1. Kimchitsadharmyopanita, 2. Prayah sadharmyopanita, 3. Sarvasadharmyopanita. Kimchitsadharmyopanitanum svarupa kevum chhe\? Amshika samanatana adhare upama apavamam ave tene kimchitsadharmyopamana kahe chhe. Jema ke – jevo meru parvata tevo sarasava ane jevo sarasava tevo meru parvata. Jevo samudra tevo goshpada, jevo goshpada tevo samudra. Jevo surya tevo agiyo, jevo agiyo tevo surya. Jevo chamdra tevum kumda – pushpa ane jevum kumda – pushpa tevo chamdra. Avum kimchitsadharmyopanitanum svarupa janavum. Prayah sadharmyopanitanum svarupa kevum chhe\? Ghana amshavali samanatana adhare je upama apavamam ave te prayah sadharmyopanita upamana kahevaya chhe. Jevi gaya tevo gavaya, jevo gavaya rojha. Tevi gaya. Te prayah sadharmyopanita upamana chhe. Sarva sadharmyopanitanum svarupa kevum chhe\? Sarvasadharmyamam upama hoti nathi. Tema chhatam tene teni ja upamathi upamita karaya chhe. Jema ke arihamte arihamta sadrisha, chakravarti sadrisha, baladeve baladeva sadrisha, vasudeve vasudeva sadrisha, sadhue sadhu sadrisha karya karyum. A sarva sadharmyopanita upamana pramana chhe. [3] vaidharmyopanita upamana pramananum svarupa kevum chhe\? Be padarthagata visadrishatana adhare upama apavamam ave to tene vaidharmyopanita upamana pramana kahevamam ave chhe. Tena trana prakara a pramane chhe – 1. Kimchitvaidharmyopanita, 2. Prayah vaidharmyopanita, 3. Sarvasadharmyopanita. Kimchitvaidharmyopanita upamana pramananum svarupa kevum chhe\? Koika dharmavisheshani vilakshanata pragata kare tene kimchit vaidharmyopanita kahe chhe. Jema ke jevo sabala – anekaramgi gayano vachharado hoya tevo bahula – eka ramgavali gayano vachharado na hoya, jevo bahula gayano vachharado hoya tevo shabala gayano na hoya. A kimchita vaidharmyopanita upamana pramananum svarupa chhe. Prayah vaidharmyopanita upamana pramananum svarupa kevum chhe? Adhikamsha rupamam aneka avayavagata visadrishata pragata karavi te prayah vaidharmyopanita kahevaya chhe. Udaharana – jevo vayasa kagado. Chhe tevi payasa khira. Nathi. Jevi khira chhe tevo kagado nathi. A prayah vaidharmyopanita chhe. Sarvavaidharmyopanita upamana pramananum svarupa kevum chhe\? Jemam koipana prakarani samanata na hoya tevi visadrishata koipana be padarthamam hoti nathi. Tethi sarvavaidharmya upama nathi. To pana te padarthane te padarthani ja upama apavamam ave chhe. Niche nichena jevum, dase dasa jevum, kagadae kagada jevum, shvane shvana jevum, chamdale chamdala jevum karya karyum. [4] agama pramananum svarupa kevum chhe\? Agama pramanana be prakara chhe, te a pramane chhe – 1. Laukika agama, 2. Lokottara agama. Laukika agama kone kahevaya\? Ajnyani, mithyadrishti loko dvara svachchhamda matithi buddhithi. Nirmita je gramtho lokamam prachalita hoya, te laukika agama kahevaya chhe. A laukika agamanum varnana chhe. Lokottara agamanum svarupa kevum chhe\? Utpanna jnyanadarshana dharaka, bhutakala – vartamanakala ane bhavishyakalana jnyata, trilokavarti jivo dvara vamdita, pujita, sarvajnya, sarvadarshi eva arihamta bhagavana dvara pranita acharamgathi drishtivada paryanta dvadashamgarupa ganipitaka te lokottara agama. Athava lokottarika agamana trana prakara chhe – 1. Sutragama, 2. Arthagama, 3. Tadubhayagama. Athava lokottarika agamana trana prakara chhe – 1. Atmagama, 2. Anamtaragama ane 3. Paramparagama. Tirthamkaro mate arthajnyana atmagama chhe. Ganadharo mate sutrajnyana atmagama chhe ane arthajnyana anamtaragama chhe. Ganadharona shishyo mate sutrajnyana anamtaragama chhe ane arthajnyana paramparagama chhe. Tatpashchatni shishya parampara mate sutrajnyana ane arthajnyana bamne atmagama nathi, anamtaragama nathi paramtu paramparagama chhe. Avum lokottarika agamanum svarupa janavum. [5] darshanaguna pramananum svarupa kevum chhe\? Darshanaguna pramanana chara prakara chhe. Te a pramane chhe – 1. Chakshudarshana guna pramana, 2. Achakshudarshana guna pramana, 3. Avadhidarshana guna pramana, 4. Kevaladarshana guna pramana. 1. Chakshudarshaninum chakshudarshana ghata, pata, kata, ratha vagere padarthamam hoya chhe. 2. Achakshudarshaninum achakshudarshana atma – bhavamam hoya chhe arthat ghatadi padartha sathe samshlesha thava para thaya chhe. 3. Avadhidarshaninum avadhidarshana sarvarupi dravyomam hoya chhe pana teni sarva paryayamam nathi. 4. Kevaladarshaninum kevaladarshana sarvadravya ane teni sarva paryayamam hoya chhe. A darshana guna pramananum svarupa purna thaya chhe. [6] charitraguna pramananum svarupa kevum chhe\? Jivana charitragunana jnyanane charitraguna pramana kahe chhe, tena pamcha prakara chhe – 1. Samayika charitra, 2. Chhedopasthapaniya charitra 3. Pariharavishuddha charitra 4. Sukshma – samparaya charitra 5. Yathakhyata charitra. 1. Samayika charitrana be bheda chhe, te a pramane chhe – itvarika ane yavatkathita. 2. Chhedopasthapaniya charitrana be bheda chhe, te a pramane chhe – satichara ane niratichara. 3. Pariharavishuddha charitrana be bheda chhe, te a pramane chhe – nirvishyamanaka ane nirvishtakayika. 4. Sukshmasamparaya charitrana be bheda chhe, te a pramane chhe – samklishya mana ane vishudhyamana. 5. Yathakhyata charitrana be bheda a pramane chhe – pratipati ane apratipati athava chhadmasthika ane kevalika. Charitraguna pramananum avum svarupa chhe. Sutra samdarbha– 307–309