Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1124303
Scripture Name( English ): Anuyogdwar Translated Scripture Name : અનુયોગદ્વારાસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अनुयोगद्वारासूत्र

Translated Chapter :

અનુયોગદ્વારાસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 303 Category : Chulika-02
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तं जहा–खतेण वा वणेण वा लंछणेण वा मसेण वा तिलएण वा। से तं पुव्ववं। से किं तं सेसवं? सेसवं पंचविहं पन्नत्तं, तं–कज्जेणं कारणेणं गुणेणं अवयवेणं आसएणं। से किं तं कज्जेणं? कज्जेणं–संखं सद्देणं, भेरिं तालिएणं, वसभं ढिंकिएणं, मोरं केकाइएणं, हयं हेसिएणं, हत्थिं गुलगुलाइएणं, रहं घणघणाइएणं। से तं कज्जेणं। से किं तं कारणेणं? कारणेणं–तंतवो पडस्स कारणं न पडो तंतुकारणं, वीरणा कडस्स कारणं न कडो वीरणका-रणं, मप्पिंडो घडस्स कारणं न घडो मप्पिंडकारणं। से तं कारणेणं। से किं तं गुणेणं? गुणेणं–सुवण्णं निकसेणं, पुप्फं गंधेणं, लवणं रसेणं, मइरं आसाएणं, वत्थं फासेणं। से तं गुणेणं। से किं तं अवयवेणं? अवयवेणं–महिसं सिंगेणं, कुक्कुडं सिहाए, हत्थिं विसाणेणं, वराहं दाढाए, मोरं पिंछेणं, आसं खुरेणं, वग्घं नहेणं, चमरिं वालगुंछेणं, दुपयं मणुस्सयादि, चउप्पयं गवमादि, बहुपयं गोम्हियादि, वानरं नंगुलेणं, सीहं केसरेणं, वसहं ककुहेणं, महिलं वलयबाहाए।
Sutra Meaning : સૂત્ર– ૩૦૩ થી ૩૦૫. [૧] શેષવત્‌ અનુમાનનું સ્વરૂપ કેવું છે ? શેષવત અનુમાનના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. કાર્યથી, ૨. કારણથી, ૩. ગુણથી, ૪. અવયવથી, ૫. આશ્રયથી. કાર્યલિંગ જન્ય શેષવત અનુમાનનું સ્વરૂપ કેવું છે ? કાર્ય જોઈને કારણનું જ્ઞાન થાય તેને કાર્ય લિંગજન્ય શેષવત અનુમાન કહે છે. દા.ત. શંખનો ધ્વનિ સાંભળી શંખનું જ્ઞાન, ભેરીનો શબ્દ સાંભળી ભેરીનું જ્ઞાન, ભાંભરવાના અવાજ ઉપરથી બળદનું, કેકારવ સાંભળી મયૂરનું, હણહણાટ સાંભળી ઘોડાનું, ચિંઘાડવાનો અવાજ સાંભળી હાથીનું, રણઝણાટ સાંભળી રથનું જ્ઞાન થાય તે શેષવત અનુમાન કહેવાય છે. અહીં શંખ – બળદ વગેરે પ્રત્યક્ષ નથી, તેમાંથી જે જે અવાજ ઉત્પન્ન થાય તે પ્રત્યક્ષ છે. શંખ વગેરે કારણ છે અને તેના શબ્દ વગેરે કાર્ય છે. કાર્ય પ્રત્યક્ષ છે તેના ઉપરથી કારણનું અનુમાન કરવું, જેમ કે આ પર્વતમાં ‘કેકારવ’ સંભળાય છે માટે ત્યાં મોરનો વાસ છે. આ પર્વતમાં મોરના વાસનું જ્ઞાન થયું તે કાર્યલિંગજન્ય શેષવત્‌ અનુમાન કહેવાય છે. કારણ લિંગજન્ય શેષવત અનુમાનનું સ્વરૂપ કેવું છે ? કારણના પ્રત્યક્ષથી કાર્યનું જ્ઞાન થવું તે કારણલિંગ જન્ય શેષવત અનુમાન કહેવાય છે. જેમ કે તંતુઓ પટનું કારણ છે પણ પટ તંતુનું કારણ નથી, તૃણ ચટાઈનું કારણ છે કારણ કે વિશિષ્ટ પ્રકારના તૃણમાંથી જ ચટાઈ બનાવવામાં આવે છે પણ ચટાઈ તૃણનું કારણ નથી. માટીનો પિંડ ઘડાનું કારણ છે પણ ઘડો માટીનું કારણ નથી. રેશમી તંતુઓના સમૂહ સાથે કાર્ય કરતા વણકરને જોઈ રેશમી વસ્ત્રનું જ્ઞાન થાય તેને કારણલિંગ જન્ય શેષવત અનુમાન કહેવાય છે. ગુણલિંગ જન્ય શેષવત અનુમાનનુ સ્વરૂપ શું છે ? ગુણના પ્રત્યક્ષથી, પરોક્ષ એવા ગુણીનું જ્ઞાન થાય તે ગુણલિંગ જન્ય શેષવત અનુમાન કહેવાય છે. જેમ કે નિકષ – કસોટીથી સુવર્ણનું, ગંધથી પુષ્પનું, રસથી મીઠાનું, આસ્વાદ – ચાખવાથી મદિરાનું અને સ્પર્શથી વસ્ત્રનું અનુમાન થાય તે ગુણનિષ્પન્ન શેષવત અનુમાન છે. અવયવરૂપ લિંગનિષ્પન્ન શેષવત અનુમાન શું છે ? અવયવી પ્રત્યક્ષ ન હોય પરંતુ અવયવના પ્રત્યક્ષથી, અવયવ – અવયવીના સંબંધનું સ્મરણ કરી, અવયવના આધારે અવયવીનું જ્ઞાન થાય તે અવયવ નિષ્પન્ન શેષવત અનુમાન પ્રમાણ કહેવાય છે. જેમ કે – શીંગડાથી ભેંસનું, શિખા – કલગીથી કૂકડાનું, દાંતથી હાથીનું, દાઢાથી વરાહનું, પીંછાથી મોરનું, ખરીથી ઘોડાનું, નહોરથી વાઘનું, વાળના ગુચ્છાથી ચમરી ગાયનું, દ્વિપદથી મનુષ્યનું, ચતુષ્પદથી ગાયનું, બહુપદથી ગોમિકાદિનું, કેસરાલથી સિંહનું, કકુદ – ખૂંધથી બળદનું, ચૂડીવાળા હાથથી મહિલાનું.શસ્ત્ર સજ્જ પોશાકથી યોદ્ધાનું, પહેરવેષથી સ્ત્રીનું, એક દાણાના ચડી જવાથી દ્રોણપાકનું અને એક ગાથાથી કવિનું જ્ઞાન થાય તે અવયવલિંગ જન્ય શેષવત અનુમાન કહેવાય છે. આશ્રયલિંગ જન્ય શેષવત અનુમાનનું સ્વરૂપ કેવું છે ? આશ્રયી પરોક્ષ હોય પણ તેના આશ્રયે જે વસ્તુ હોય તે પ્રત્યક્ષ થવાથી આશ્રયીનું જ્ઞાન થાય, તે આશ્રય નિષ્પન્ન શેષવત અનુમાન કહેવાય છે. જેમ કે અગ્નિના આશ્રયે ધૂમાડો હોય છે. ધૂમાડાથી અગ્નિનું જ્ઞાન થાય. પર્વત પર ધૂમાડો જોઈ અપ્રત્યક્ષ એવા અગ્નિનું જ્ઞાન થાય તે આશ્રય લિંગ જન્ય શેષવત અનુમાન કહેવાય. તે જ રીતે બગલાની પંક્તિથી પામીનું, મેઘવિકારથી વરસાદનું શીલ – સદાચારથી કુળપુત્રનું, શરીર ચેષ્ટાઓ, ભાષણ, નેત્ર – મુખ વિકારથી આંતરિક મનોભાવનું જ્ઞાન થવું. આવું આશ્રયજન્ય શેષવત અનુમાનનું સ્વરૂપ જાણવું. [૨] દૃષ્ટ સાધર્મ્યવત્‌ અનુમાનનું સ્વરૂપ કેવું છે? દૃષ્ટ સાધર્મ્યવત્‌ અનુમાનના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે – સામાન્યદૃષ્ટ અને વિશેષદૃષ્ટ. સામાન્ય દૃષ્ટ અનુમાનનું સ્વરૂપ કેવું છે ? સામાન્ય ધર્મના આધારે એકને જોઈ તત્સદૃશ અનેકનું અને એકને જોઈ એકનું સામાન્ય ધર્મથી જ્ઞાન થાય તેને સામાન્ય દૃષ્ટ અનુમાન કહે છે. જેવો એક પુરુષ હોય છે તેવા અનેક પુરુષ હોય છે. જેવા અનેક પુરુષ હોય છે તેવો એક પુરુષ હોય છે, જેવો એક કાર્ષાપણ સિક્કો. તેવા અનેક કાર્ષાપણ અને જેવા અનેક કાર્ષાપણ તેવો એક કાર્ષાપણ હોય છે. વિશેષદૃષ્ટ અનુમાનનું સ્વરૂપ કેવું છે ? જેમ કોઈ યથાનામ. પુરુષ ઘણા પુરુષોની વચ્ચે રહેલા પૂર્વદૃષ્ટ પુરુષને ઓળખી લે કે આ તે જ પુરુષ છે અથવા અનેક કાર્ષાપણ વચ્ચે રહેલા પૂર્વદૃષ્ટ કાર્ષાપણને ઓળખી લે કે આ તે જ કાર્ષાપણ છે. તેને વિશેષદૃષ્ટ સાધર્મ્યવત્‌ અનુમાન છે. તેનો વિષય સંક્ષેપમાં ત્રણ પ્રકારનો છે. ૧. અતીતકાળ – ભૂતકાળ ગ્રહણ, ૨. વર્તમાન કાળગ્રહણ, ૩. અનાગત – ભવિષ્યકાળ ગ્રહણ અર્થાત્‌ વિશેષદૃષ્ટ સાધર્મ્યવત્‌ અનુમાન દ્વારા ત્રણે કાળના પદાર્થનું અનુમાન કરાય છે. [૩] અતીતકાળગ્રહણ અનુમાનનું સ્વરૂપ કેવું છે ? વનમાં ઊગેલા ઘાસ, ઊગેલા ધાન્યવાળી પૃથ્વી તથા કુંડ, સરોવર, નદી, તળાવ વગેરેને પાણીથી ભરેલા જોઈ અનુમાન કરવું કે અહીં સારી વૃષ્ટિ થઈ હશે. તે અતીત કાળ ગ્રહણ વિશેષદૃષ્ટ સાધર્મ્યવત્‌ અનુમાન છે. પ્રત્યુત્પન્ન – વર્તમાન કાળગ્રહણ અનુમાનનું સ્વરૂપ કેવું છે ? ગોચરી ગયેલા સાધુને, ગૃહસ્થ દ્વારા પ્રચૂર માત્રામાં આહાર – પાણી આપતા જોઈને કોઈ અનુમાન કરે કે આ દેશ સુભિક્ષ છે. તેને વર્તમાનકાળ ગ્રહણ વિશેષદૃષ્ટ સાધર્મ્યવત્‌ અનુમાન કહે છે. અનાગતકાળ ગ્રહણનું સ્વરૂપ કેવું છે ? સૂત્ર– ૩૦૬. આકાશની નિર્મળતા, કાળા દેખાતા પર્વતો, વિજળી સહિત મેઘની ગર્જના, અનુકૂળ પવન, સ્નિગ્ધ અને રક્તવર્ણી સંધ્યા, સૂત્ર સંદર્ભ– ૩૦૩–૩૦૬
Mool Sutra Transliteration : [sutra] tam jaha–khatena va vanena va lamchhanena va masena va tilaena va. Se tam puvvavam. Se kim tam sesavam? Sesavam pamchaviham pannattam, tam–kajjenam karanenam gunenam avayavenam asaenam. Se kim tam kajjenam? Kajjenam–samkham saddenam, bherim talienam, vasabham dhimkienam, moram kekaienam, hayam hesienam, hatthim gulagulaienam, raham ghanaghanaienam. Se tam kajjenam. Se kim tam karanenam? Karanenam–tamtavo padassa karanam na pado tamtukaranam, virana kadassa karanam na kado viranaka-ranam, mappimdo ghadassa karanam na ghado mappimdakaranam. Se tam karanenam. Se kim tam gunenam? Gunenam–suvannam nikasenam, puppham gamdhenam, lavanam rasenam, mairam asaenam, vattham phasenam. Se tam gunenam. Se kim tam avayavenam? Avayavenam–mahisam simgenam, kukkudam sihae, hatthim visanenam, varaham dadhae, moram pimchhenam, asam khurenam, vaggham nahenam, chamarim valagumchhenam, dupayam manussayadi, chauppayam gavamadi, bahupayam gomhiyadi, vanaram namgulenam, siham kesarenam, vasaham kakuhenam, mahilam valayabahae.
Sutra Meaning Transliteration : Sutra– 303 thi 305. [1] sheshavat anumananum svarupa kevum chhe\? Sheshavata anumanana pamcha prakara chhe, te a pramane chhe – 1. Karyathi, 2. Karanathi, 3. Gunathi, 4. Avayavathi, 5. Ashrayathi. Karyalimga janya sheshavata anumananum svarupa kevum chhe\? Karya joine karananum jnyana thaya tene karya limgajanya sheshavata anumana kahe chhe. DA.Ta. Shamkhano dhvani sambhali shamkhanum jnyana, bherino shabda sambhali bherinum jnyana, bhambharavana avaja uparathi baladanum, kekarava sambhali mayuranum, hanahanata sambhali ghodanum, chimghadavano avaja sambhali hathinum, ranajhanata sambhali rathanum jnyana thaya te sheshavata anumana kahevaya chhe. Ahim shamkha – balada vagere pratyaksha nathi, temamthi je je avaja utpanna thaya te pratyaksha chhe. Shamkha vagere karana chhe ane tena shabda vagere karya chhe. Karya pratyaksha chhe tena uparathi karananum anumana karavum, jema ke a parvatamam ‘kekarava’ sambhalaya chhe mate tyam morano vasa chhe. A parvatamam morana vasanum jnyana thayum te karyalimgajanya sheshavat anumana kahevaya chhe. Karana limgajanya sheshavata anumananum svarupa kevum chhe\? Karanana pratyakshathi karyanum jnyana thavum te karanalimga janya sheshavata anumana kahevaya chhe. Jema ke tamtuo patanum karana chhe pana pata tamtunum karana nathi, trina chatainum karana chhe karana ke vishishta prakarana trinamamthi ja chatai banavavamam ave chhe pana chatai trinanum karana nathi. Matino pimda ghadanum karana chhe pana ghado matinum karana nathi. Reshami tamtuona samuha sathe karya karata vanakarane joi reshami vastranum jnyana thaya tene karanalimga janya sheshavata anumana kahevaya chhe. Gunalimga janya sheshavata anumananu svarupa shum chhe\? Gunana pratyakshathi, paroksha eva guninum jnyana thaya te gunalimga janya sheshavata anumana kahevaya chhe. Jema ke nikasha – kasotithi suvarnanum, gamdhathi pushpanum, rasathi mithanum, asvada – chakhavathi madiranum ane sparshathi vastranum anumana thaya te gunanishpanna sheshavata anumana chhe. Avayavarupa limganishpanna sheshavata anumana shum chhe\? Avayavi pratyaksha na hoya paramtu avayavana pratyakshathi, avayava – avayavina sambamdhanum smarana kari, avayavana adhare avayavinum jnyana thaya te avayava nishpanna sheshavata anumana pramana kahevaya chhe. Jema ke – shimgadathi bhemsanum, shikha – kalagithi kukadanum, damtathi hathinum, dadhathi varahanum, pimchhathi moranum, kharithi ghodanum, nahorathi vaghanum, valana guchchhathi chamari gayanum, dvipadathi manushyanum, chatushpadathi gayanum, bahupadathi gomikadinum, kesaralathi simhanum, kakuda – khumdhathi baladanum, chudivala hathathi mahilanuM.Shastra sajja poshakathi yoddhanum, paheraveshathi strinum, eka danana chadi javathi dronapakanum ane eka gathathi kavinum jnyana thaya te avayavalimga janya sheshavata anumana kahevaya chhe. Ashrayalimga janya sheshavata anumananum svarupa kevum chhe\? Ashrayi paroksha hoya pana tena ashraye je vastu hoya te pratyaksha thavathi ashrayinum jnyana thaya, te ashraya nishpanna sheshavata anumana kahevaya chhe. Jema ke agnina ashraye dhumado hoya chhe. Dhumadathi agninum jnyana thaya. Parvata para dhumado joi apratyaksha eva agninum jnyana thaya te ashraya limga janya sheshavata anumana kahevaya. Te ja rite bagalani pamktithi paminum, meghavikarathi varasadanum shila – sadacharathi kulaputranum, sharira cheshtao, bhashana, netra – mukha vikarathi amtarika manobhavanum jnyana thavum. Avum ashrayajanya sheshavata anumananum svarupa janavum. [2] drishta sadharmyavat anumananum svarupa kevum chhe? Drishta sadharmyavat anumanana be prakara chhe. Te a pramane chhe – samanyadrishta ane visheshadrishta. Samanya drishta anumananum svarupa kevum chhe\? Samanya dharmana adhare ekane joi tatsadrisha anekanum ane ekane joi ekanum samanya dharmathi jnyana thaya tene samanya drishta anumana kahe chhe. Jevo eka purusha hoya chhe teva aneka purusha hoya chhe. Jeva aneka purusha hoya chhe tevo eka purusha hoya chhe, jevo eka karshapana sikko. Teva aneka karshapana ane jeva aneka karshapana tevo eka karshapana hoya chhe. Visheshadrishta anumananum svarupa kevum chhe\? Jema koi yathanama. Purusha ghana purushoni vachche rahela purvadrishta purushane olakhi le ke a te ja purusha chhe athava aneka karshapana vachche rahela purvadrishta karshapanane olakhi le ke a te ja karshapana chhe. Tene visheshadrishta sadharmyavat anumana chhe. Teno vishaya samkshepamam trana prakarano chhe. 1. Atitakala – bhutakala grahana, 2. Vartamana kalagrahana, 3. Anagata – bhavishyakala grahana arthat visheshadrishta sadharmyavat anumana dvara trane kalana padarthanum anumana karaya chhe. [3] atitakalagrahana anumananum svarupa kevum chhe\? Vanamam ugela ghasa, ugela dhanyavali prithvi tatha kumda, sarovara, nadi, talava vagerene panithi bharela joi anumana karavum ke ahim sari vrishti thai hashe. Te atita kala grahana visheshadrishta sadharmyavat anumana chhe. Pratyutpanna – vartamana kalagrahana anumananum svarupa kevum chhe\? Gochari gayela sadhune, grihastha dvara prachura matramam ahara – pani apata joine koi anumana kare ke a desha subhiksha chhe. Tene vartamanakala grahana visheshadrishta sadharmyavat anumana kahe chhe. Anagatakala grahananum svarupa kevum chhe\? Sutra– 306. Akashani nirmalata, kala dekhata parvato, vijali sahita meghani garjana, anukula pavana, snigdha ane raktavarni samdhya, Sutra samdarbha– 303–306