Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1124292
Scripture Name( English ): Anuyogdwar Translated Scripture Name : અનુયોગદ્વારાસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अनुयोगद्वारासूत्र

Translated Chapter :

અનુયોગદ્વારાસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 292 Category : Chulika-02
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] मणुस्साणं भंते! केवइअं कालं ठिती पन्नत्ता? गोयमा जहन्नेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिन्नि पलिओवमाइं जाव अजहन्नमणुक्कोसं तेत्तीसं सागरोवमाइं से तं सुहुमे अद्धापलिओवमे से तं अद्धा पलिओवमे।
Sutra Meaning : [૧] હે ભગવન્‌ ! મનુષ્યોની આયુસ્થિતિ કેટલી છે ? હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. સંમૂર્ચ્છિમ મનુષ્યની જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત્તની છે. ગર્ભજ મનુષ્યોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યની જઘન્ય – ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત્ત પ્રમાણ છે. પર્યાપ્ત ગર્ભજ મનુષ્યની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન ત્રણ પલ્યોપમની છે. [૨] હે ભગવન્‌ ! વાણવ્યંતર દેવોની સ્થિતિ કેટલા કાળની છે ? હે ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ૧ પલ્યોપમની છે. હે ભગવન્‌ ! વાણવ્યંતર દેવીઓની સ્થિતિ કેટલા કાળની છે ? હે ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષની અને ઉત્કૃષ્ટ અર્ધપલ્યોપમની છે. હે ભગવન્‌ ! જ્યોતિષ્ક દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ? યાવત્‌ જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની સ્થિતિ છે. જ્યોતિષ્ક દેવીઓની સ્થિતિ કેટલા કાળની છે ? યાવત્‌ જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ ૫૦,૦૦૦ વર્ષ અધિક અર્ધ પલ્યોપમની સ્થિતિ છે. ભંતે ! ચંદ્રવિમાનવાસી દેવોની યાવત્‌ જઘન્ય સ્થિતિ પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ લાખ વર્ષ અધિક એક પલ્યોપમની છે. ભંતે ! ચંદ્રવિમાનવાસી દેવીઓની યાવત્‌ સ્થિતિ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ૫૦,૦૦૦ વર્ષ અધિક અર્ધપલ્યોપમની છે. ભંતે ! સૂર્યવિમાનના દેવોની સ્થિતિ યાવત્‌ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ ૧૦૦૦ વર્ષ અધિક એક પલ્યોપમની સ્થિતિ છે. ભંતે ! સૂર્યવિમાનના દેવીઓની યાવત્‌ સ્થિતિ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ ૫૦૦ વર્ષ અધિક અર્ધ પલ્યોપમની છે. ગ્રહવિમાનના દેવોની સ્થિતિ યાવત્‌ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની છે. ગ્રહ – વિમાનની દેવીઓની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમની છે. ભંતે ! નક્ષત્ર વિમાનના દેવોની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમની છે. ભંતે ! નક્ષત્ર વિમાનની દેવીઓની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ સાતિરેક પલ્યોપમના ચોથા ભાગની છે. ભંતે ! તારાવિમાનના દેવોની સ્થિતિ યાવત્‌ જઘન્ય પલ્યોપમનો આઠમા ભાગ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના ચોથા ભાગની છે. ભંતે ! તારા વિમાનની દેવીઓની સ્થિતિ યાવત્‌ જઘન્ય પલ્યોપમના આઠમા ભાગની અને ઉત્કૃષ્ટ પલ્યોપમના આઠમા ભાગની સાધિક છે. [૩] ભંતે ! વૈમાનિક દેવોની સ્થિતિ યાવત્‌ જઘન્ય એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. ભંતે! વૈમાનિક દેવીઓની સ્થિતિ યાવત્‌ જઘન્ય એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ ૫૫ પલ્યોપમની છે. ભંતે ! સૌધર્મકલ્પના દેવોની સ્થિતિ યાવત્‌ જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમની છે. ભંતે ! સૌધર્મકલ્પની પરિગૃહીતા દેવીઓની સ્થિતિ જઘન્ય એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ સાત પલ્યોપમની. ભંતે ! સૌધર્મકલ્પની અપરિગૃહીતા દેવીઓની સ્થિતિ યાવત્‌ જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ૫૦ પલ્યોપમની છે. ભંતે ! ઈશાન કલ્પના દેવોની સ્થિતિ યાવત્‌ જઘન્ય સાતિરેક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ સાતિરેક બે સાગરોપમ. ભંતે ! ઈશાન કલ્પની પરિગૃહીતા દેવીઓની સ્થિતિ યાવત્‌ જઘન્ય સાધિક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ નવ પલ્યોપમની છે. હે ભગવન્‌! ઈશાન કલ્પની અપરિગૃહીતા દેવીઓની સ્થિતિ યાવત્‌ જઘન્ય સાધિક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ૫૫ પલ્યોપમની છે. ભંતે ! સનત્કુમાર કલ્પના દેવોની સ્થિતિ યાવત્‌ જઘન્ય બે સાગરોપમની અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમની છે. ભંતે ! માહેન્દ્ર કલ્પના દેવોની સ્થિતિ યાવત્‌ જઘન્ય સાધિક બે સાગરોપમ, ઉત્કૃષ્ટ સાધિક ૭ સાગરોપમ. ભંતે ! બ્રહ્મલોક કલ્પના દેવોની યાવત્‌ જઘન્ય સ્થિતિ ૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ દસ સાગરોપમ છે. લાંતક કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ ૧૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૪ સાગરોપમની છે. મહાશુક્ર કલ્પના દેવોની સ્થિતિ જઘન્ય ૧૪ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૭ સાગરોપમની છે. સહસ્રાર કલ્પના દેવોની સ્થિતિ જઘન્ય ૧૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૮ સાગરોપમની છે. આણત કલ્પના દેવોની સ્થિતિ જઘન્ય ૧૮ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૯ સાગરોપમની છે. પ્રાણત કલ્પના દેવોની સ્થિતિ જઘન્ય ૧૯ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૦ સાગરોપમની છે. આરણ કલ્પના દેવોની સ્થિતિ જઘન્ય ૨૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૧ સાગરોપમની છે. અચ્યુત કલ્પના દેવોની સ્થિતિ જઘન્ય ૨૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમની છે. અધસ્તન અધસ્તન ગ્રૈવેયકની સ્થિતિ જઘન્ય ૨૨ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૩ સાગરોપમની છે. અધસ્તન મધ્યમ ગ્રૈવેયકની સ્થિતિ જઘન્ય ૨૩ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૪ સાગરોપમની છે. અધસ્તન ઉપરિમ ગ્રૈવેયકની સ્થિતિ જઘન્ય ૨૪ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૫ સાગરોપમની છે. મધ્યમ અધસ્તન ગ્રૈવેયકની સ્થિતિ ૨૫ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૬ સાગરોપમની છે. મધ્યમ મધ્યમ ગ્રૈવેયકની સ્થિતિ જઘન્ય ૨૬ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૭ સાગરોપમની છે. મધ્યમ ઉપરિમ ગ્રૈવેયકની સ્થિતિ જઘન્ય ૨૭ સાગરોમની, ઉત્કૃષ્ટ ૨૮ સાગરોપમની છે. ઉપરિમ અધસ્તન ગ્રૈવેયકની સ્થિતિ જઘન્ય ૨૮ સાગરોપમની, ઉત્કૃષ્ટ ૨૯ સાગરોપમની છે. ઉપરિમ મધ્યમ ગ્રૈવેયકની સ્થિતિ જઘન્ય ૨૯ સાગરોપમની, ઉત્કૃષ્ટ ૩૦ સાગરોપમની છે. ઉપરિમ ઉપરિમ ગ્રૈવેયકની સ્થિતિ જઘન્ય ૩૦ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૩૧ સાગરોપમની છે. વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત વિમાનના દેવોની સ્થિતિ જઘન્ય ૩૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. હે ભગવન્‌ ! સર્વાર્થસિદ્ધ મહાવિમાનના દેવોની સ્થિતિ કેટલા કાળની છે ? સર્વાર્થસિદ્ધ મહાવિમાનના દેવોની સ્થિતિ અજઘન્ય – અનુત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. આ રીતે સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમનું વર્ણન પૂર્ણ થાય છે, તેમજ અદ્ધા પલ્યોપમની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
Mool Sutra Transliteration : [sutra] manussanam bhamte! Kevaiam kalam thiti pannatta? Goyama jahannenam amtomuhuttam ukkosenam tinni paliovamaim java ajahannamanukkosam tettisam sagarovamaim se tam suhume addhapaliovame se tam addha paliovame.
Sutra Meaning Transliteration : [1] he bhagavan ! Manushyoni ayusthiti ketali chhe\? He gautama ! Jaghanya amtarmuhurtta, utkrishta trana palyopamani chhe. Sammurchchhima manushyani jaghanya amtarmuhurtta ane utkrishta pana amtarmuhurttani chhe. Garbhaja manushyoni sthiti jaghanya amtarmuhurtta ane utkrishta trana palyopamani chhe. Aparyapta garbhaja manushyani jaghanya – utkrishta sthiti amtarmuhurtta pramana chhe. Paryapta garbhaja manushyani jaghanya sthiti amtarmuhurtta ane utkrishta amtarmuhurtta nyuna trana palyopamani chhe. [2] he bhagavan ! Vanavyamtara devoni sthiti ketala kalani chhe\? He gautama ! Jaghanya 10,000 varsha ane utkrishta 1 palyopamani chhe. He bhagavan ! Vanavyamtara devioni sthiti ketala kalani chhe\? He gautama ! Jaghanya 10,000 varshani ane utkrishta ardhapalyopamani chhe. He bhagavan ! Jyotishka devoni sthiti ketala kalani kahi chhe\? Yavat jaghanya palyopamano athamo bhaga ane utkrishta eka lakha varsha adhika eka palyopamani sthiti chhe. Jyotishka devioni sthiti ketala kalani chhe\? Yavat jaghanya palyopamano athamo bhaga ane utkrishta 50,000 varsha adhika ardha palyopamani sthiti chhe. Bhamte ! Chamdravimanavasi devoni yavat jaghanya sthiti palyopamano chotho bhaga ane utkrishta lakha varsha adhika eka palyopamani chhe. Bhamte ! Chamdravimanavasi devioni yavat sthiti jaghanya palyopamano chotho bhaga pramana ane utkrishta 50,000 varsha adhika ardhapalyopamani chhe. Bhamte ! Suryavimanana devoni sthiti yavat jaghanya palyopamano chotho bhaga ane utkrishta 1000 varsha adhika eka palyopamani sthiti chhe. Bhamte ! Suryavimanana devioni yavat sthiti jaghanya palyopamano chotho bhaga ane utkrishta 500 varsha adhika ardha palyopamani chhe. Grahavimanana devoni sthiti yavat jaghanya palyopamano chotho bhaga ane utkrishta eka palyopamani chhe. Graha – vimanani devioni sthiti jaghanya palyopamano chotho bhaga ane utkrishta ardha palyopamani chhe. Bhamte ! Nakshatra vimanana devoni sthiti jaghanya palyopamano chotho bhaga utkrishta ardha palyopamani chhe. Bhamte ! Nakshatra vimanani devioni sthiti jaghanya palyopamano chotho bhaga ane utkrishta satireka palyopamana chotha bhagani chhe. Bhamte ! Taravimanana devoni sthiti yavat jaghanya palyopamano athama bhaga ane utkrishta palyopamana chotha bhagani chhe. Bhamte ! Tara vimanani devioni sthiti yavat jaghanya palyopamana athama bhagani ane utkrishta palyopamana athama bhagani sadhika chhe. [3] bhamte ! Vaimanika devoni sthiti yavat jaghanya eka palyopamani ane utkrishta 33 sagaropamani chhe. Bhamte! Vaimanika devioni sthiti yavat jaghanya eka palyopamani ane utkrishta 55 palyopamani chhe. Bhamte ! Saudharmakalpana devoni sthiti yavat jaghanya eka palyopama ane utkrishta sthiti be sagaropamani chhe. Bhamte ! Saudharmakalpani parigrihita devioni sthiti jaghanya eka palyopamani ane utkrishta sata palyopamani. Bhamte ! Saudharmakalpani aparigrihita devioni sthiti yavat jaghanya eka palyopama ane utkrishta 50 palyopamani chhe. Bhamte ! Ishana kalpana devoni sthiti yavat jaghanya satireka palyopama ane utkrishta satireka be sagaropama. Bhamte ! Ishana kalpani parigrihita devioni sthiti yavat jaghanya sadhika palyopama ane utkrishta nava palyopamani chhe. He bhagavan! Ishana kalpani aparigrihita devioni sthiti yavat jaghanya sadhika palyopama ane utkrishta 55 palyopamani chhe. Bhamte ! Sanatkumara kalpana devoni sthiti yavat jaghanya be sagaropamani ane utkrishta sata sagaropamani chhe. Bhamte ! Mahendra kalpana devoni sthiti yavat jaghanya sadhika be sagaropama, utkrishta sadhika 7 sagaropama. Bhamte ! Brahmaloka kalpana devoni yavat jaghanya sthiti 7 sagaropama ane utkrishta dasa sagaropama chhe. Lamtaka kalpana devoni jaghanya sthiti 10 sagaropama ane utkrishta 14 sagaropamani chhe. Mahashukra kalpana devoni sthiti jaghanya 14 sagaropama ane utkrishta 17 sagaropamani chhe. Sahasrara kalpana devoni sthiti jaghanya 17 sagaropama ane utkrishta 18 sagaropamani chhe. Anata kalpana devoni sthiti jaghanya 18 sagaropama ane utkrishta 19 sagaropamani chhe. Pranata kalpana devoni sthiti jaghanya 19 sagaropama ane utkrishta 20 sagaropamani chhe. Arana kalpana devoni sthiti jaghanya 20 sagaropama ane utkrishta 21 sagaropamani chhe. Achyuta kalpana devoni sthiti jaghanya 21 sagaropama ane utkrishta 22 sagaropamani chhe. Adhastana adhastana graiveyakani sthiti jaghanya 22 sagaropama ane utkrishta 23 sagaropamani chhe. Adhastana madhyama graiveyakani sthiti jaghanya 23 sagaropama, utkrishta 24 sagaropamani chhe. Adhastana uparima graiveyakani sthiti jaghanya 24 sagaropama ane utkrishta 25 sagaropamani chhe. Madhyama adhastana graiveyakani sthiti 25 sagaropama ane utkrishta 26 sagaropamani chhe. Madhyama madhyama graiveyakani sthiti jaghanya 26 sagaropama ane utkrishta 27 sagaropamani chhe. Madhyama uparima graiveyakani sthiti jaghanya 27 sagaromani, utkrishta 28 sagaropamani chhe. Uparima adhastana graiveyakani sthiti jaghanya 28 sagaropamani, utkrishta 29 sagaropamani chhe. Uparima madhyama graiveyakani sthiti jaghanya 29 sagaropamani, utkrishta 30 sagaropamani chhe. Uparima uparima graiveyakani sthiti jaghanya 30 sagaropama, utkrishta 31 sagaropamani chhe. Vijaya, vaijayamta, jayamta ane aparajita vimanana devoni sthiti jaghanya 31 sagaropama ane utkrishta 33 sagaropamani chhe. He bhagavan ! Sarvarthasiddha mahavimanana devoni sthiti ketala kalani chhe\? Sarvarthasiddha mahavimanana devoni sthiti ajaghanya – anutkrishta 33 sagaropamani chhe. A rite sukshma addha palyopamanum varnana purna thaya chhe, temaja addha palyopamani vaktavyata purna thaya chhe.