Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1124289
Scripture Name( English ): Anuyogdwar Translated Scripture Name : અનુયોગદ્વારાસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अनुयोगद्वारासूत्र

Translated Chapter :

અનુયોગદ્વારાસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 289 Category : Chulika-02
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] नेरइयाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं दसवाससहस्साइं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं। जहा पन्नवणाए ठिईपए सव्वसत्ताणं। से तं सुहुमे अद्धापलिओवमे। से तं अद्धापलिओवमे जाव जहन्नेणं अंतोमुहुत्तं उक्कोसेणं पलिओवमस्स असंखिज्जइभागो अंतोमुहुत्तो एत्थ एएसिं संगहणि गाहाओ भवंति तं जहा–
Sutra Meaning : સૂત્ર– ૨૮૯. [૧] હે ભગવન્‌ ! નારકીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે ? હે ગૌતમ ! નારકીની જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ – ૩૩ સાગરોપમની છે. હે ભગવન્‌ ! રત્નપ્રભા નરકના નારકીની સ્થિતિ કેટલી છે ? હે ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની છે. હે ભગવન્‌ ! રત્નપ્રભા નરકના અપર્યાપ્ત નારકીની સ્થિતિ કેટલી છે ? હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત્તની સ્થિતિ છે. હે ભગવન્‌! રત્નપ્રભા પૃથ્વીના પર્યાપ્તા નારકીની સ્થિતિ કેટલી છે ? હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન એક સાગરોપમની છે. હે ભગવન્‌! શર્કરાપ્રભા નરકના નારકીની સ્થિતિ કેટલી છે ? હે ગૌતમ ! શર્કરાપ્રભાની જઘન્ય ૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩ સાગરોપમની સ્થિતિ છે. શર્કરાપ્રભાની જેમ વાલુકાપ્રભા વગેરે શેષ નરકના નારકીઓની સ્થિતિ વિષયક પ્રશ્ન પૂછવા. તેના ઉત્તર આ પ્રમાણે છે. – શર્કરાપ્રભાની જઘન્ય ૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩ સાગરોપમની સ્થિતિ છે. વાલુકાપ્રભાના નારકીની જઘન્ય ૩ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૭ સાગરોપમની સ્થિતિ છે. પંકપ્રભાની નારકીની જઘન્ય ૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૦ સાગરોપમની સ્થિતિ છે. ધૂમપ્રભા નરકના નારકોની જઘન્ય ૧૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૭ સાગરોપમની સ્થિતિ છે. તમપ્રભા નરકના નારકીની જઘન્ય ૧૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમની સ્થિતિ છે. તમસ્તમપ્રભા નરકના નારકીની જઘન્ય ૨૨ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિ છે. [૨] ભગવન્‌ ! અસુરકુમાર દેવની સ્થિતિ કેટલી છે ? ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ સાધિક એક સાગરોપમ. અસુરકુમાર દેવીઓની સ્થિતિ કેટલી છે? જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ સાડાચાર પલ્યોપમની. નાગકુમાર દેવોની સ્થિતિની પૃચ્છા કરવી યાવત્‌ ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમની છે. નાગકુમાર દેવીઓની સ્થિતિની પૃચ્છા કરવી યાવત્‌ ઉત્કૃષ્ટ દેશોન એક પલ્યોપમની. સુવર્ણકુમારથી સ્તનિત કુમાર સુધીના દેવ – દેવીઓની સ્થિતિ નાગકુમાર દેવ – દેવીઓ પ્રમાણે જાણવી. [૩] હે ભગવન્‌! પૃથ્વીકાયિકોની સ્થિતિ કેટલી છે ? હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષની છે. સૂક્ષ્મ પૃથ્વીકાયિક તથા અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકોની સ્થિતિ કેટલી છે ? હે ગૌતમ! ત્રણેની જઘન્ય, ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત્તની છે. બાદર પૃથ્વીકાયિકોની સ્થિતિ કેટલી છે ? હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષની છે. અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકોની સ્થિતિ કેટલી છે ? હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત્ત પ્રમાણ છે. પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકોની સ્થિતિ કેટલી છે ? હે ગૌતમ ! પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૨૨,૦૦૦ વર્ષની જાણવી. અપ્‌કાયિકથી વનસ્પતિકાયિક સુધીના સ્થાવર જીવોની સ્થિતિ વિષયક પ્રશ્ન પૃથ્વીકાયિકની જેમ પૂછવા. તેના ઉત્તર આ પ્રમાણે છે. અપ્‌કાયિકોની ઔઘિક – સામાન્ય સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ ૭,૦૦૦ વર્ષની છે. સૂક્ષ્મ અપ્‌કાયિકોની તથા અપર્યાપ્ત – પર્યાપ્ત અપ્‌કાયિકોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત છે. બાદર અપ્‌કાયિકોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ ૭,૦૦૦ વર્ષની છે. અપર્યાપ્ત બાદર અપ્‌કાયિકોની સ્થિતિ જઘન્ય – ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત્ત પ્રમાણ છે. પર્યાપ્ત બાદર અપ્‌કાયિકોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત્તની અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૭૦૦૦ વર્ષની છે. તેજસ્કાયિકોની ઔઘિક સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રિની છે. ઔઘિક સૂક્ષ્મ તેજસ્કાયિકો તથા તેના અપર્યાપ્તા અને પર્યાપ્તાની જઘન્ય – ઉત્કૃષ્ટ બંને સ્થિતિ અંતર્મુહૂર્ત્ત પ્રમાણ છે. બાદર તેજસ્કાયિકોની ઔઘિક સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રિની છે. અપર્યાપ્તા તેજસ્કાયિકોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત્તની છે. પર્યાપ્તક તેજસ્કાયિકોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન ત્રણ અહોરાત્રિની છે. વાયુકાયિકોની ઔઘિક સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ ૩૦૦૦ વર્ષની છે. સૂક્ષ્મ વાયુકાયિકોની ઔઘિક, અપર્યાપ્તક તથા પર્યાપ્તાની જઘન્ય, ઉત્કૃષ્ટ બંને સ્થિતિ અંતર્મુહૂર્ત્ત પ્રમાણ છે બાદર વાયુકાયિકોની ઔઘિક સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ ૩૦૦૦ વર્ષની છે. અપર્યાપ્ત બાદર વાયુકાયિકોની જઘન્ય – ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત્તની છે. પર્યાપ્ત બાદર વાયુકાયિકોની જઘન્ય અંતર્મુહૂર્ત્તની, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૩૦૦૦ વર્ષની સ્થિતિ છે. વનસ્પતિકાયિકોની ઔઘિક સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ – ૧૦,૦૦૦ વર્ષની છે. સૂક્ષ્મ વનસ્પતિકાયિકોની ઔઘિક, અપર્યાપ્ત તથા પર્યાપ્તની જઘન્ય – ઉત્કૃષ્ટ બંને સ્થિતિ અંતર્મુહૂર્ત્તની છે. બાદર વનસ્પતિકાયની ઔઘિક જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ ૧૦,૦૦૦ વર્ષની છે. અપર્યાપ્તા બાદર વનસ્પતિકાયની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને સ્થિતિ અંતર્મુહૂર્ત્તની છે. પર્યાપ્તા બાદર વનસ્પતિકાયની જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૧૦,૦૦૦ વર્ષની છે. [૪] બેઇન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે ? બેઇન્દ્રિય જીવોની ઔઘિક સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ ૧૨ વર્ષ છે. અપર્યાપ્તક બેઇન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને સ્થિતિ અંતર્મુહૂર્ત્ત છે. પર્યાપ્તક બેઇન્દ્રિય જીવોની જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૧૨ વર્ષની સ્થિતિ છે. તેઇન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે ? તેઇન્દ્રિય જીવોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ ૪૯ અહોરાત્રિની છે. અપર્યાપ્ત તેઇન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને સ્થિતિ અંતર્મુહૂર્ત્ત પ્રમાણ છે. પર્યાપ્તક તેઇન્દ્રિય જીવોની જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૪૯ અહોરાત્રિની સ્થિતિ છે. ચતુરિન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે ? ચતુરિન્દ્રિયોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ છ મહિનાની છે. અપર્યાપ્તક ચતુરિન્દ્રિયની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત્તની છે. પર્યાપ્તા ચતુરેન્દ્રિયની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન છ મહિનાની છે. [૫] તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે ? સમુચ્ચય તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોની સ્થિતિ કેટલી છે ? ૧. જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ પૂર્વક્રોડ વર્ષની સ્થિતિ છે. ૨. સંમૂર્ચ્છિમ જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકની સ્થિતિ જઘન્ય – અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ પૂર્વક્રોડ વર્ષની છે. ૩. સંમૂર્ચ્છિમ જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક અપર્યાપ્તકની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત્ત છે. ૪. સંમૂર્ચ્છિમ જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક પર્યાપ્તકની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ અંત – ર્મુહૂર્ત્ત ન્યૂન ક્રોડ પૂર્વ વર્ષની છે. ૫. ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રોડ પૂર્વ વર્ષની છે. ૬. ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક અપર્યાપ્તકની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત્ત પ્રમાણ છે. ૭. ગર્ભજ જલચર પર્યાપ્તક જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન ક્રોડ પૂર્વ વર્ષની છે. હે ભગવન્‌ ! ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકની સ્થિતિ કેટલી છે ? હે ગૌતમ ! ૧. જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. ૨. સંમૂર્ચ્છિમ ચતુષ્પદ સ્થલચરની જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ ૮૪,૦૦૦ વર્ષની છે. ૩. સંમૂર્ચ્છિમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક અપર્યાપ્તાની જઘન્ય – ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્તની છે. ૪. સંમૂર્ચ્છિમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક પર્યાપ્તાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૮૪,૦૦૦ વર્ષની છે. ૫. ગર્ભજ ચતુષ્પદપંચેન્દ્રિયતિર્યંચયોનિક સ્થલચરની જઘન્ય અંતર્મુહૂર્ત્ત ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સ્થિતિ છે. ૬. ગર્ભજ ચતુષ્પદપંચેન્દ્રિયતિર્યંચયોનિકસ્થલચર અપર્યાપ્તાની જઘન્ય – ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત્ત પ્રમાણ છે. ૭. ગર્ભજ ચતુષ્પદ પંચેન્દ્રિય તિર્યંચયોનિક સ્થલચર પર્યાપ્તાની જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. હે ભગવન્‌ ! ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયની સ્થિતિ કેટલી છે ? હે ગૌતમ ! ૧. જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિ છે. ૨. સંમૂર્ચ્છિમ ઉરપરિસર્પ સ્થલચરની જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ ૫૩,૦૦૦ વર્ષની સ્થિતિ છે. ૩. સંમૂર્ચ્છિમ ઉરપરિસર્પ અપર્યાપ્તાની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત્તની છે. ૪. સંમૂર્ચ્છિમ ઉરપરિસર્પ સ્થલચર પર્યાપ્તાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૫૩,૦૦૦ વર્ષની છે. ૫. ગર્ભજ ઉરપરિસર્પની જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની છે. ૬. ગર્ભજ ઉરપરિસર્પ સ્થલચરની અપર્યાપ્તા ની જઘન્ય – ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત્તની છે. ૭. ગર્ભજ ઉરપરિસર્પ સ્થલચરની પર્યાપ્તાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત્તની અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન ક્રોડપૂર્વની સ્થિતિ છે. ભુજપરિસર્પ સ્થલચરની સ્થિતિ કેટલી છે ? ૧. જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની છે. ૨. સંમૂર્ચ્છિમ ભુજપરિસર્પની જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ ૪૨,૦૦૦ વર્ષની છે. ૩. સંમૂર્ચ્છિમ ભુજપરિસર્પના અપર્યાપ્તાની જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્તની સ્થિતિ છે. ૪. સંમૂર્ચ્છિમ ભુજપરિસર્પના પર્યાપ્તાની જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૪૨,૦૦૦ વર્ષની છે. ૫. ગર્ભજ ભુજપરિસર્પની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વની છે. ૬. ગર્ભજ ભુજપરિસર્પના અપર્યાપ્તાની જઘન્ય – ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત્તની છે. ૭. ગર્ભજ ભુજપરિસર્પના પર્યાપ્તાની જઘન્ય અંતર્મુહૂર્ત્ત ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન ક્રોડપૂર્વ વર્ષની છે. ખેચરતિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે ? ૧. જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ પલ્યો – પમના અસંખ્યાતમા ભાગની છે. ૨. સંમૂર્ચ્છિમ ખેચરની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ ૭૨,૦૦૦ વર્ષની છે. ૩. સંમૂર્ચ્છિમ ખેચરના અપર્યાપ્તાની જઘન્ય – ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત્તની છે. ૪. સંમૂર્ચ્છિમખેચરની પર્યાપ્તાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૭૨,૦૦૦ વર્ષની છે. ૫. ગર્ભજ ખેચરની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ છે. ૬. ગર્ભજ ખેચરની અપર્યાપ્તાની જઘન્ય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્તની સ્થિતિ છે. ૭. ગર્ભજ ખેચરની પર્યાપ્તાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે. પૂર્વોક્ત તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ વિષયક વર્ણન સંગ્રહણી ગાથામાં આ પ્રમાણે છે – સૂત્ર– ૨૯૦, ૨૯૧. સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયોમાં અનુક્રમથી ઉત્કૃષ્ટ સ્થિતિ ૧. જલચરની ક્રોડપૂર્વ વર્ષ, ૨. સ્થલચર ચતુષ્પદની ૮૪,૦૦૦ વર્ષ, ૩. ઉરપરિસર્પ સ્થલચર ૫૩,૦૦૦ વર્ષ, ૪. ભુજપરિસર્પ સ્થલચરની ૪૨,૦૦૦ વર્ષ, ૫. ખેચરની ૭૨,૦૦૦ વર્ષની જાણવી... ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયમાં અનુક્રમથી ૧. જલચરની ક્રોડપૂર્વ વર્ષ, ૨. સ્થલચરની ત્રણ પલ્યોપમની, ૩. ઉર – પરિસર્પની ક્રોડપૂર્વ વર્ષની, ૪. ભુજપરિસર્પની ક્રોડપૂર્વ વર્ષની, ૫. ખેચરની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ છે. સૂત્ર સંદર્ભ– ૨૮૯–૨૯૧
Mool Sutra Transliteration : [sutra] neraiyanam bhamte! Kevaiyam kalam thii pannatta? Goyama! Jahannenam dasavasasahassaim, ukkosenam tettisam sagarovamaim. Jaha pannavanae thiipae savvasattanam. Se tam suhume addhapaliovame. Se tam addhapaliovame java jahannenam amtomuhuttam ukkosenam paliovamassa asamkhijjaibhago amtomuhutto ettha eesim samgahani gahao bhavamti tam jaha–
Sutra Meaning Transliteration : Sutra– 289. [1] he bhagavan ! Narakioni sthiti ketala kalani kahi chhe\? He gautama ! Narakini jaghanya 10,000 varsha ane utkrishta – 33 sagaropamani chhe. He bhagavan ! Ratnaprabha narakana narakini sthiti ketali chhe\? He gautama ! Jaghanya 10,000 varsha ane utkrishta eka sagaropamani chhe. He bhagavan ! Ratnaprabha narakana aparyapta narakini sthiti ketali chhe\? He gautama! Jaghanya amtarmuhurtta ane utkrishta pana amtarmuhurttani sthiti chhe. He bhagavan! Ratnaprabha prithvina paryapta narakini sthiti ketali chhe\? He gautama! Jaghanya amtarmuhurtta nyuna 10,000 varsha ane utkrishta amtarmuhurtta nyuna eka sagaropamani chhe. He bhagavan! Sharkaraprabha narakana narakini sthiti ketali chhe\? He gautama ! Sharkaraprabhani jaghanya 1 sagaropama ane utkrishta 3 sagaropamani sthiti chhe. Sharkaraprabhani jema valukaprabha vagere shesha narakana narakioni sthiti vishayaka prashna puchhava. Tena uttara a pramane chhe. – Sharkaraprabhani jaghanya 1 sagaropama ane utkrishta 3 sagaropamani sthiti chhe. Valukaprabhana narakini jaghanya 3 sagaropama ane utkrishta 7 sagaropamani sthiti chhe. Pamkaprabhani narakini jaghanya 7 sagaropama ane utkrishta 10 sagaropamani sthiti chhe. Dhumaprabha narakana narakoni jaghanya 10 sagaropama ane utkrishta 17 sagaropamani sthiti chhe. Tamaprabha narakana narakini jaghanya 17 sagaropama ane utkrishta 22 sagaropamani sthiti chhe. Tamastamaprabha narakana narakini jaghanya 22 sagaropama ane utkrishta 33 sagaropamani sthiti chhe. [2] bhagavan ! Asurakumara devani sthiti ketali chhe\? Gautama! Jaghanya 10,000 varsha ane utkrishta sadhika eka sagaropama. Asurakumara devioni sthiti ketali chhe? Jaghanya 10,000 varsha ane utkrishta sadachara palyopamani. Nagakumara devoni sthitini prichchha karavi yavat utkrishta deshona be palyopamani chhe. Nagakumara devioni sthitini prichchha karavi yavat utkrishta deshona eka palyopamani. Suvarnakumarathi stanita kumara sudhina deva – devioni sthiti nagakumara deva – devio pramane janavi. [3] he bhagavan! Prithvikayikoni sthiti ketali chhe\? He gautama! Jaghanya amtarmuhurtta ane utkrishta 22,000 varshani chhe. Sukshma prithvikayika tatha aparyapta ane paryapta sukshma prithvikayikoni sthiti ketali chhe\? He gautama! Traneni jaghanya, utkrishta sthiti amtarmuhurttani chhe. Badara prithvikayikoni sthiti ketali chhe\? He gautama! Jaghanya amtarmuhurtta ane utkrishta 22,000 varshani chhe. Aparyapta badara prithvikayikoni sthiti ketali chhe\? He gautama ! Jaghanya ane utkrishta bamne amtarmuhurtta pramana chhe. Paryapta badara prithvikayikoni sthiti ketali chhe\? He gautama ! Paryapta badara prithvikayikoni sthiti jaghanya amtarmuhurtta ane utkrishta amtarmuhurtta nyuna 22,000 varshani janavi. Apkayikathi vanaspatikayika sudhina sthavara jivoni sthiti vishayaka prashna prithvikayikani jema puchhava. Tena uttara a pramane chhe. Apkayikoni aughika – samanya sthiti jaghanya amtarmuhurtta ane utkrishta 7,000 varshani chhe. Sukshma apkayikoni tatha aparyapta – paryapta apkayikoni sthiti jaghanya ane utkrishta amtarmuhurtta chhe. Badara apkayikoni sthiti jaghanya amtarmuhurtta ane utkrishta 7,000 varshani chhe. Aparyapta badara apkayikoni sthiti jaghanya – utkrishta bamne amtarmuhurtta pramana chhe. Paryapta badara apkayikoni jaghanya sthiti amtarmuhurttani ane utkrishta amtarmuhurtta nyuna 7000 varshani chhe. Tejaskayikoni aughika sthiti jaghanya amtarmuhurtta ane utkrishta trana ahoratrini chhe. Aughika sukshma tejaskayiko tatha tena aparyapta ane paryaptani jaghanya – utkrishta bamne sthiti amtarmuhurtta pramana chhe. Badara tejaskayikoni aughika sthiti jaghanya amtarmuhurtta ane utkrishta trana ahoratrini chhe. Aparyapta tejaskayikoni jaghanya ane utkrishta sthiti amtarmuhurttani chhe. Paryaptaka tejaskayikoni jaghanya sthiti amtarmuhurtta ane utkrishta amtarmuhurtta nyuna trana ahoratrini chhe. Vayukayikoni aughika sthiti jaghanya amtarmuhurtta ane utkrishta 3000 varshani chhe. Sukshma vayukayikoni aughika, aparyaptaka tatha paryaptani jaghanya, utkrishta bamne sthiti amtarmuhurtta pramana chhe Badara vayukayikoni aughika sthiti jaghanya amtarmuhurtta ane utkrishta 3000 varshani chhe. Aparyapta badara vayukayikoni jaghanya – utkrishta sthiti amtarmuhurttani chhe. Paryapta badara vayukayikoni jaghanya amtarmuhurttani, utkrishta amtarmuhurtta nyuna 3000 varshani sthiti chhe. Vanaspatikayikoni aughika sthiti jaghanya amtarmuhurtta, utkrishta – 10,000 varshani chhe. Sukshma vanaspatikayikoni aughika, aparyapta tatha paryaptani jaghanya – utkrishta bamne sthiti amtarmuhurttani chhe. Badara vanaspatikayani aughika jaghanya sthiti amtarmuhurtta, utkrishta 10,000 varshani chhe. Aparyapta badara vanaspatikayani jaghanya ane utkrishta bamne sthiti amtarmuhurttani chhe. Paryapta badara vanaspatikayani jaghanya amtarmuhurtta ane utkrishta amtarmuhurtta nyuna 10,000 varshani chhe. [4] beindriya jivoni sthiti ketali chhe\? Beindriya jivoni aughika sthiti jaghanya amtarmuhurtta ane utkrishta 12 varsha chhe. Aparyaptaka beindriya jivoni jaghanya ane utkrishta bamne sthiti amtarmuhurtta chhe. Paryaptaka beindriya jivoni jaghanya amtarmuhurtta ane utkrishta amtarmuhurtta nyuna 12 varshani sthiti chhe. Teindriya jivoni sthiti ketali chhe\? Teindriya jivoni jaghanya sthiti amtarmuhurtta ane utkrishta 49 ahoratrini chhe. Aparyapta teindriya jivoni jaghanya ane utkrishta bamne sthiti amtarmuhurtta pramana chhe. Paryaptaka teindriya jivoni jaghanya amtarmuhurtta ane utkrishta amtarmuhurtta nyuna 49 ahoratrini sthiti chhe. Chaturindriya jivoni sthiti ketali chhe\? Chaturindriyoni sthiti jaghanya amtarmuhurtta ane utkrishta chha mahinani chhe. Aparyaptaka chaturindriyani jaghanya ane utkrishta sthiti amtarmuhurttani chhe. Paryapta chaturendriyani jaghanya sthiti amtarmuhurtta ane utkrishta amtarmuhurtta nyuna chha mahinani chhe. [5] tiryamcha pamchendriya jivoni sthiti ketali chhe\? Samuchchaya tiryamcha pamchendriya jivoni sthiti jaghanya amtarmuhurtta ane utkrishta trana palyopamani chhe. Jalachara pamchendriya tiryamchayonika jivoni sthiti ketali chhe\? 1. Jaghanya amtarmuhurtta ane utkrishta purvakroda varshani sthiti chhe. 2. Sammurchchhima jalachara pamchendriya tiryamchayonikani sthiti jaghanya – amtarmuhurtta ane utkrishta purvakroda varshani chhe. 3. Sammurchchhima jalachara pamchendriya tiryamchayonika aparyaptakani sthiti jaghanya amtarmuhurtta ane utkrishta pana amtarmuhurtta chhe. 4. Sammurchchhima jalachara pamchendriya tiryamchayonika paryaptakani sthiti jaghanya amtarmuhurtta, utkrishta amta – rmuhurtta nyuna kroda purva varshani chhe. 5. Garbhaja jalachara pamchendriya tiryamchayonika jaghanya sthiti amtarmuhurtta ane utkrishta sthiti kroda purva varshani chhe. 6. Garbhaja jalachara pamchendriya tiryamchayonika aparyaptakani jaghanya ane utkrishta sthiti amtarmuhurtta pramana chhe. 7. Garbhaja jalachara paryaptaka jaghanya amtarmuhurtta ane utkrishta amtarmuhurtta nyuna kroda purva varshani chhe. He bhagavan ! Chatushpada sthalachara pamchendriya tiryamchayonikani sthiti ketali chhe\? He gautama ! 1. Jaghanya sthiti amtarmuhurtta ane utkrishta trana palyopamani sthiti chhe. 2. Sammurchchhima chatushpada sthalacharani jaghanya amtarmuhurtta ane utkrishta 84,000 varshani chhe. 3. Sammurchchhima chatushpada sthalachara pamchendriya tiryamchayonika aparyaptani jaghanya – utkrishta amtarmuhurttani chhe. 4. Sammurchchhima chatushpada sthalachara pamchendriya tiryamchayonika paryaptani jaghanya sthiti amtarmuhurtta, utkrishta amtarmuhurtta nyuna 84,000 varshani chhe. 5. Garbhaja chatushpadapamchendriyatiryamchayonika sthalacharani jaghanya amtarmuhurtta utkrishta trana palyopama sthiti chhe. 6. Garbhaja chatushpadapamchendriyatiryamchayonikasthalachara aparyaptani jaghanya – utkrishta sthiti amtarmuhurtta pramana chhe. 7. Garbhaja chatushpada pamchendriya tiryamchayonika sthalachara paryaptani jaghanya amtarmuhurtta ane utkrishta amtarmuhurtta nyuna trana palyopamani sthiti chhe. He bhagavan ! Uraparisarpa sthalachara tiryamcha pamchendriyani sthiti ketali chhe\? He gautama ! 1. Jaghanya amtarmuhurtta ane utkrishta krodapurva varshani sthiti chhe. 2. Sammurchchhima uraparisarpa sthalacharani jaghanya amtarmuhurtta, utkrishta 53,000 varshani sthiti chhe. 3. Sammurchchhima uraparisarpa aparyaptani jaghanya utkrishta sthiti amtarmuhurttani chhe. 4. Sammurchchhima uraparisarpa sthalachara paryaptani sthiti jaghanya amtarmuhurtta ane utkrishta amtarmuhurtta nyuna 53,000 varshani chhe. 5. Garbhaja uraparisarpani jaghanya amtarmuhurtta, utkrishta krodapurva varshani chhe. 6. Garbhaja uraparisarpa sthalacharani aparyapta ni jaghanya – utkrishta sthiti amtarmuhurttani chhe. 7. Garbhaja uraparisarpa sthalacharani paryaptani jaghanya sthiti amtarmuhurttani ane utkrishta amtarmuhurtta nyuna krodapurvani sthiti chhe. Bhujaparisarpa sthalacharani sthiti ketali chhe\? 1. Jaghanya amtarmuhurtta ane utkrishta krodapurvani chhe. 2. Sammurchchhima bhujaparisarpani jaghanya amtarmuhurtta, utkrishta 42,000 varshani chhe. 3. Sammurchchhima bhujaparisarpana aparyaptani jaghanya utkrishta amtarmuhurttani sthiti chhe. 4. Sammurchchhima bhujaparisarpana paryaptani jaghanya amtarmuhurtta, utkrishta amtarmuhurtta nyuna 42,000 varshani chhe. 5. Garbhaja bhujaparisarpani jaghanya sthiti amtarmuhurtta ane utkrishta kroda purvani chhe. 6. Garbhaja bhujaparisarpana aparyaptani jaghanya – utkrishta sthiti amtarmuhurttani chhe. 7. Garbhaja bhujaparisarpana paryaptani jaghanya amtarmuhurtta utkrishta amtarmuhurtta nyuna krodapurva varshani chhe. Khecharatiryamcha pamchendriya jivoni sthiti ketali chhe\? 1. Jaghanya amtarmuhurtta ane utkrishta palyo – pamana asamkhyatama bhagani chhe. 2. Sammurchchhima khecharani jaghanya sthiti amtarmuhurtta ane utkrishta 72,000 varshani chhe. 3. Sammurchchhima khecharana aparyaptani jaghanya – utkrishta sthiti amtarmuhurttani chhe. 4. Sammurchchhimakhecharani paryaptani sthiti jaghanya amtarmuhurtta ane utkrishta amtarmuhurtta nyuna 72,000 varshani chhe. 5. Garbhaja khecharani sthiti jaghanya amtarmuhurtta ane utkrishta palyopamana asamkhyatama bhaga chhe. 6. Garbhaja khecharani aparyaptani jaghanya, utkrishta amtarmuhurttani sthiti chhe. 7. Garbhaja khecharani paryaptani sthiti jaghanya amtarmuhurtta ane utkrishta amtarmuhurtta nyuna palyopamana asamkhyatama bhagani chhe. Purvokta tiryamcha pamchendriya jivoni sthiti vishayaka varnana samgrahani gathamam a pramane chhe – Sutra– 290, 291. Sammurchchhima tiryamcha pamchendriyomam anukramathi utkrishta sthiti 1. Jalacharani krodapurva varsha, 2. Sthalachara chatushpadani 84,000 varsha, 3. Uraparisarpa sthalachara 53,000 varsha, 4. Bhujaparisarpa sthalacharani 42,000 varsha, 5. Khecharani 72,000 varshani janavi... Garbhaja tiryamcha pamchendriyamam anukramathi 1. Jalacharani krodapurva varsha, 2. Sthalacharani trana palyopamani, 3. Ura – parisarpani krodapurva varshani, 4. Bhujaparisarpani krodapurva varshani, 5. Khecharani palyopamana asamkhyatama bhaga pramana sthiti chhe. Sutra samdarbha– 289–291