Sutra Navigation: Nandisutra ( નન્દીસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1123547
Scripture Name( English ): Nandisutra Translated Scripture Name : નન્દીસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

नन्दीसूत्र

Translated Chapter :

નન્દીસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 47 Category : Chulika-01
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] सा समासओ तिविहा पन्नत्ता, तं जहा– जाणिया, अजाणिया, दुव्वियड्ढा। जाणिया जहा–
Sutra Meaning : સૂત્ર– ૪૭. તે શ્રોતાઓની પરીષદ ત્રણ પ્રકારની છે, જેમ કે – ૧. જાણનાર પરીષદ ૨. અજાણ પરીષદ ૩. દુર્વેદજ્ઞ પરીષદ. તેનું લક્ષણ આ પ્રમાણે છે. સૂત્ર– ૪૮. જેમ ઉત્તમ જાતિનો રાજહંસ પાણીને છોડીને દૂધનું પાન કરે છે એમ ગુણસંપન્ન શ્રોતાઓ દુર્ગુણને છોડીને ગુણોને ગ્રહણ કરે છે. એવા શ્રોતાઓની પરીષદને જાણનાર પરીષદ સમજુ પરીષદ. સમજવી જોઈએ. સૂત્ર– ૪૯. અજાણ પરીષદનું સ્વરૂપ આ પ્રમાણે છે – સૂત્ર– ૫૦. જે શ્રોતાઓ હરણના, સિંહના અને કૂકડાના બચ્ચાઓની જેમ સ્વભાવથી જ મધુર, સરળ હૃદયી અને ભોળા હોય છે. તેને જેવી શિક્ષા દેવામાં આવે એવી ગ્રહણ કરી લે છે. તેઓ ખાણમાંથી નીકળેલા રત્નોની જેમ સંસ્કારહીન હોય છે. રત્નોને ઇચ્છા મુજબ ઘડી શકાય છે એ જ રીતે અનભિજ્ઞ શ્રોતાઓમાં ઇચ્છા મુજબ સંસ્કારનું સિંચન કરી શકાય છે. એવા અબુધજનોના સમૂહને અજાણ પરીષદ કહેવાય છે. સૂત્ર– ૫૧. દુર્વેદજ્ઞ પરીષદનું લક્ષણ આ પ્રમાણે છે – સૂત્ર– ૫૨. જે અલ્પજ્ઞ પંડિત જ્ઞાનમાં અપૂર્ણ હોય છે પરંતુ અપમાનના ભયથી તે કોઈ પણ વિદ્વાન પાસે પોતાની શંકાનું સમાધાન કરતા નથી, એવા પંડિતો પોતાની પ્રશંસા સાંભળીને મિથ્યાભિમાનથી હવા ભરેલ મશકની જેમ ફૂલ્યા કરે છે. એવા પ્રકારના લોકને દુર્વેદજ્ઞ પરીષદ સભા. કહેવાય છે. જ્ઞાન સૂત્ર સંદર્ભ– ૪૭–૫૨
Mool Sutra Transliteration : [sutra] sa samasao tiviha pannatta, tam jaha– Janiya, ajaniya, duvviyaddha. Janiya jaha–
Sutra Meaning Transliteration : Sutra– 47. Te shrotaoni parishada trana prakarani chhe, jema ke – 1. Jananara parishada 2. Ajana parishada 3. Durvedajnya parishada. Tenum lakshana a pramane chhe. Sutra– 48. Jema uttama jatino rajahamsa panine chhodine dudhanum pana kare chhe ema gunasampanna shrotao durgunane chhodine gunone grahana kare chhe. Eva shrotaoni parishadane jananara parishada samaju parishada. Samajavi joie. Sutra– 49. Ajana parishadanum svarupa a pramane chhe – Sutra– 50. Je shrotao haranana, simhana ane kukadana bachchaoni jema svabhavathi ja madhura, sarala hridayi ane bhola hoya chhe. Tene jevi shiksha devamam ave evi grahana kari le chhe. Teo khanamamthi nikalela ratnoni jema samskarahina hoya chhe. Ratnone ichchha mujaba ghadi shakaya chhe e ja rite anabhijnya shrotaomam ichchha mujaba samskaranum simchana kari shakaya chhe. Eva abudhajanona samuhane ajana parishada kahevaya chhe. Sutra– 51. Durvedajnya parishadanum lakshana a pramane chhe – Sutra– 52. Je alpajnya pamdita jnyanamam apurna hoya chhe paramtu apamanana bhayathi te koi pana vidvana pase potani shamkanum samadhana karata nathi, eva pamdito potani prashamsa sambhaline mithyabhimanathi hava bharela mashakani jema phulya kare chhe. Eva prakarana lokane durvedajnya parishada sabha. Kahevaya chhe. Jnyana Sutra samdarbha– 47–52