Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120395 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
उद्गम् |
Translated Chapter : |
ઉદ્ગમ્ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 395 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] अच्छिज्जंपिय तिविहं पभू य सामी य तेणए चेव । अच्छिज्जं पडिकुट्ठं समणाण न कप्पए घेत्तुं ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૯૫. આચ્છેદ્ય પણ પ્રભુ, સ્વામી અને ચોર એમ ત્રણ પ્રકારે છે. આ આચ્છેદ્ય નિષિદ્ધ કરેલ છે, તેથી સાધુને ગ્રહણ કરવું ન કલ્પે. સૂત્ર– ૩૯૬. પ્રભુ વિષયક આચ્છેદ્ય – ગોવાળ, ભૃતક, અક્ષરક, પુત્ર, પુત્રવધૂ વિષયક આચ્છેદ્ય અપ્રીતિ અને કલહ કરાવનાર છે. કોઈ દ્વેષ પામે છે. જેમ ગોવાળ, સૂત્ર– ૩૯૭, ૩૯૮. આ જ દૃષ્ટાંતને આ બે ગાથા વડે કહે છે, જે આ પ્રમાણે છે. વસંતપુર નગર, જીનદાસ શ્રાવક અને તેની પત્ની રુક્મિણી રહેતા હતા. તેને ઘેર વત્સરાજ નામે ગોવાળ હતો. તેની સાથે એવી શરત હતી કે દર આઠમે બધી ગાયો અને ભેસોનું દૂધ તે લઇ લે. કોઈ વખતે સાધુ ભિક્ષાર્થે આવ્યા, તે જ દિવસે ગોવાળને દૂધ લઇ જવાનો વારો હતો. ત્યારે જીનદાસ શેઠે ગોવાળનું દૂધ પણ બળાત્કારે લઈને સાધુને આપ્યું. ગોવાળના મનમાં સાધુ પર દ્વેષ થયો. તેના ઘેર ઓછું દૂધ જોઈ બાળકો પણ રડવા લાગ્યા. ગોવાળ, સાધુને મારવા આવ્યો, સાધુ પણ તેને આવતો જોઇને સમજી ગયા. તેમણે ગોવાળને કહ્યું, ભાઈ ! તારા માલિકના આગ્રહથી અમે દૂધ લીધું હતું, લે તું તે પાછુ લઇ જા. ગોવાળે વાત જતી કરીને કહ્યું કે – હવે ફરી થી આવું ના કરતા. (આવો આચ્છેદ્ય આહાર ગ્રહણ ન કરતા.) સૂત્ર સંદર્ભ– ૩૯૫–૩૯૮ | ||
Mool Sutra Transliteration : | [gatha] achchhijjampiya tiviham pabhu ya sami ya tenae cheva. Achchhijjam padikuttham samanana na kappae ghettum. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 395. Achchhedya pana prabhu, svami ane chora ema trana prakare chhe. A achchhedya nishiddha karela chhe, tethi sadhune grahana karavum na kalpe. Sutra– 396. Prabhu vishayaka achchhedya – govala, bhritaka, aksharaka, putra, putravadhu vishayaka achchhedya apriti ane kalaha karavanara chhe. Koi dvesha pame chhe. Jema govala, Sutra– 397, 398. A ja drishtamtane a be gatha vade kahe chhe, je a pramane chhe. Vasamtapura nagara, jinadasa shravaka ane teni patni rukmini raheta hata. Tene ghera vatsaraja name govala hato. Teni sathe evi sharata hati ke dara athame badhi gayo ane bhesonum dudha te lai le. Koi vakhate sadhu bhiksharthe avya, te ja divase govalane dudha lai javano varo hato. Tyare jinadasa shethe govalanum dudha pana balatkare laine sadhune apyum. Govalana manamam sadhu para dvesha thayo. Tena ghera ochhum dudha joi balako pana radava lagya. Govala, sadhune marava avyo, sadhu pana tene avato joine samaji gaya. Temane govalane kahyum, bhai ! Tara malikana agrahathi ame dudha lidhum hatum, le tum te pachhu lai ja. Govale vata jati karine kahyum ke – have phari thi avum na karata. (avo achchhedya ahara grahana na karata.) Sutra samdarbha– 395–398 |