Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1118018
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-६ गीतार्थ विहार

Translated Chapter :

અધ્યયન-૬ ગીતાર્થ વિહાર

Section : Translated Section :
Sutra Number : 1318 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] जं पुन गोयम ते भणियं-परिवाडिए कीरइ। अत्थक्के-हुडि-दुद्धेणं कज्जं तं कत्थ लब्भए॥
Sutra Meaning : ગૌતમ ! પૂર્વે તેં જ કહેલું કે પરિપાટી ક્રમાનુસાર કહેલા અનુષ્ઠાનો કરવા જોઈએ. ગૌતમ! દૃષ્ટાંત સાંભળ – મોટા સમુદ્રમાં બીજા અનેક મગર – મત્સ્યો આદિના અથડાવાથી ભય પામેલો કાચબો જળમાં બુડાબુડ કરતો, ક્યાંક બીજા જંતુથી બટકા ભરાતો, દુઃખાતો, ઊંચે ફેંકાતો, ધક્કા ખાતો, ગળી જવાતો, ત્રાસ પામતો, નાસતો, દોડતો, પલાયન થતો, દરેક દિશામાં ઉછળતો, પડતો, પછડાતો, કૂટાતો ત્યાં અનેક પરેશાની ભોગવતો સહેતો ક્ષણવાર પલકારા જેટલો કાળ પણ ક્યાંય મુશ્કેલીથી સ્થાન ન પામતો, દુઃખથી સંતાપ પામતો, ઘણા લાંબા કાળે, જળને અવગાહતો ઉપરના ભાગે પહોંચ્યો, ઉપરના ભાગે પદ્મિનીનું ગાઢુ વન હતું. તેમાં લીલ ફૂગના ગાઢ પડથી કંઈપણ ઉપરના ભાગે દેખાતું ન હતું. પરંતુ આમતેમ ફરતા મહામુશ્કેલીથી જામેલ નીલફુગમાં છિદ્ર મેળવીને જોયું તો તે સમયે શરદપૂર્ણિમા હોવાથી નિર્મળ આકાશમાં ગ્રહ – નક્ષત્રોથી પરિવરેલ પૂનમનો ચંદ્ર જોવામાં આવ્યો. સૂત્ર સંદર્ભ– ૧૩૧૮–૧૩૨૩
Mool Sutra Transliteration : [gatha] jam puna goyama te bhaniyam-parivadie kirai. Atthakke-hudi-duddhenam kajjam tam kattha labbhae.
Sutra Meaning Transliteration : Gautama ! Purve tem ja kahelum ke paripati kramanusara kahela anushthano karava joie. Gautama! Drishtamta sambhala – mota samudramam bija aneka magara – matsyo adina athadavathi bhaya pamelo kachabo jalamam budabuda karato, kyamka bija jamtuthi bataka bharato, duhkhato, umche phemkato, dhakka khato, gali javato, trasa pamato, nasato, dodato, palayana thato, dareka dishamam uchhalato, padato, pachhadato, kutato tyam aneka pareshani bhogavato saheto kshanavara palakara jetalo kala pana kyamya mushkelithi sthana na pamato, duhkhathi samtapa pamato, ghana lamba kale, jalane avagahato uparana bhage pahomchyo, Uparana bhage padmininum gadhu vana hatum. Temam lila phugana gadha padathi kamipana uparana bhage dekhatum na hatum. Paramtu amatema pharata mahamushkelithi jamela nilaphugamam chhidra melavine joyum to te samaye sharadapurnima hovathi nirmala akashamam graha – nakshatrothi parivarela punamano chamdra jovamam avyo. Sutra samdarbha– 1318–1323