Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117920
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-६ गीतार्थ विहार

Translated Chapter :

અધ્યયન-૬ ગીતાર્થ વિહાર

Section : Translated Section :
Sutra Number : 1220 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] जम्म-दरिद्दस्स गेहम्मि, मानुसत्तं समागओ। तत्थ दो मास-जायस्स, माया पंचत्तं उवगया॥
Sutra Meaning : પછી તે જીવ આજન્મ દારિદ્રીને ઘેર જન્મ્યો. પણ બે માસ પછી તેની માતા મૃત્યુ પામી. ત્યારે તેના પિતાએ ઘેરઘેર ફેરવી સ્તનપાન કરાવીને મહાકલેશથી જીવાડ્યો. પછી ગોકુળમાં ગોપાળ તરીકે રખડ્યો. ત્યાં ગાયોના વાછરડા પોતાની માતાનું સ્તનપાન કરતા હોય, તેમને દોરડાથી ખીલે બાંધીને દોહતો હતો. તે સમયે જે અંતરાય કર્મ ઉપાર્જન કર્યું, તેના કારણે લક્ષ્મણાના જીવે કોડાકોડી ભવો સુધી સ્તનપાન પ્રાપ્ત ન કર્યું. દોરડાથી બંધાતો, રોકાતો, સાંકળોથી જકડાતો, દમન કરાતો, માતા આદિ સાથે વિયોગ પામતો ઘણા ભવો ભટક્યો. પછી મનુષ્ય યોનિમાં ડાકણ સ્ત્રીપણે ઉત્પન્ન થયો. હે ગૌતમ ! ત્યાં શ્વાનપાલકે તેને ઘાયલ કરી, છોડીને ચાલી ગયા. ત્યાંથી મૃત્યુ પામી, અહીં મનુષ્યપણુ પામી, શરીરદોષથી આ મહાપૃથ્વીમાં પાંચ ઘરવાળા ગામ, નગર, શહેર કે પટ્ટણમાં એક પ્રહર, અર્ધ પ્રહર કે ઘડીભર પણ સુખ ન પામી. સૂત્ર સંદર્ભ– ૧૨૨૦–૧૨૨૬
Mool Sutra Transliteration : [gatha] jamma-dariddassa gehammi, manusattam samagao. Tattha do masa-jayassa, maya pamchattam uvagaya.
Sutra Meaning Transliteration : Pachhi te jiva ajanma daridrine ghera janmyo. Pana be masa pachhi teni mata mrityu pami. Tyare tena pitae gheraghera pheravi stanapana karavine mahakaleshathi jivadyo. Pachhi gokulamam gopala tarike rakhadyo. Tyam gayona vachharada potani matanum stanapana karata hoya, temane doradathi khile bamdhine dohato hato. Te samaye je amtaraya karma uparjana karyum, tena karane lakshmanana jive kodakodi bhavo sudhi stanapana prapta na karyum. Doradathi bamdhato, rokato, samkalothi jakadato, damana karato, mata adi sathe viyoga pamato ghana bhavo bhatakyo. Pachhi manushya yonimam dakana stripane utpanna thayo. He gautama ! Tyam shvanapalake tene ghayala kari, chhodine chali gaya. Tyamthi mrityu pami, ahim manushyapanu pami, shariradoshathi a mahaprithvimam pamcha gharavala gama, nagara, shahera ke pattanamam eka prahara, ardha prahara ke ghadibhara pana sukha na pami. Sutra samdarbha– 1220–1226