Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117824
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-६ गीतार्थ विहार

Translated Chapter :

અધ્યયન-૬ ગીતાર્થ વિહાર

Section : Translated Section :
Sutra Number : 1124 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] सुहं सुहेण जं धम्मं सव्वो वि अणुट्ठए जणो। न कालं कडयडस्सऽज्जं धम्मस्सिति जा विचिंतइ॥
Sutra Meaning : અથવા તેમને બાજુ પર રાખો. હું જાતે જ સુખેથી બની શકે અને સર્વ લોકો કરી શકે એવો ધર્મ કહીશ. આજે આકરો ધર્મ કરવાનો કાળ નથી એમ ચિંતવે છે. તેટલામાં તો તેના ઉપર ધડ ધડ કરતી વીજળી તૂટી પડી. હે ગૌતમ ! તે ત્યાં મૃત્યુ પામીને સાતમી નરકે ઉત્પન્ન થયો. શાસન શ્રમણપણુ, શ્રુતજ્ઞાનના સંસર્ગના પ્રત્યનીક પણાના કારણે ઇશ્વર લાંબોકાળ નરકના દુઃખો અનુભવીને અહીં આવીને મહાસમુદ્રમાં મહામત્સ્ય થઈ ફરી સાતમી નરકમાં તેંત્રીશ સાગરોપમના દુઃસહ્ય કાળમાં ભયંકર દુઃખો ભોગવીને અહીં આવેલા ઇશ્વરનો જીવ તિર્યંચપક્ષીમાં કાગડો થયો. ત્યાંથી મરી પહેલી નારકીમાં જઈ, આયુ પૂર્ણ કરી અહીં દુષ્ટ શ્વાનપણે ઉત્પન્ન થઈ ફરી પહેલી નારકીમાં ગયો, ત્યાંથી નીકળી સિંહપણે ઉત્પન્ન થઈ. મરીને ચોથી નરકે ગયો. અહીં આવી, નરકે જઈ તે ઇશ્વરનો જીવ કુંભારપણે ઉપજ્યો. ત્યાં કુષ્ઠી થઈ અતિ દુઃખી થયો. કૃમિઓથી ફોલી ખવાતો ૫૦ વર્ષ સુધી પરાધીનપણે પારાવાર તેવું દુઃખ સહન કરી અકામ નિર્જરાથી દેવપણે ઉપજી. ત્યાંથી આવી અહીં રાજાપણુ પામ, સાતમી નરકે ગયો. એ પ્રમાણે ઇશ્વરનો જીવ સ્વકલ્પનાથી નારક અને તિર્યંચગતિમાં કુત્સિત મનુષ્યગતિમાં લાંબોકાળ ભમી, ઘોર દુઃખ ભોગવી, અત્યંત દુઃખી થઈ, અત્યારે ગોશાલક થયેલો છે અને તે જ આ ઇશ્વરનો જીવ છે. માટે પરમાર્થ સમજવા પૂર્વક સારાસારથી પરિપૂર્ણ એવા શાસ્ત્રભાવને જાણીને જલદી ગીતાર્થ બનવું. સૂત્ર સંદર્ભ– ૧૧૨૪–૧૧૩૮
Mool Sutra Transliteration : [gatha] suham suhena jam dhammam savvo vi anutthae jano. Na kalam kadayadassajjam dhammassiti ja vichimtai.
Sutra Meaning Transliteration : Athava temane baju para rakho. Hum jate ja sukhethi bani shake ane sarva loko kari shake evo dharma kahisha. Aje akaro dharma karavano kala nathi ema chimtave chhe. Tetalamam to tena upara dhada dhada karati vijali tuti padi. He gautama ! Te tyam mrityu pamine satami narake utpanna thayo. Shasana shramanapanu, shrutajnyanana samsargana pratyanika panana karane ishvara lambokala narakana duhkho anubhavine ahim avine mahasamudramam mahamatsya thai phari satami narakamam temtrisha sagaropamana duhsahya kalamam bhayamkara duhkho bhogavine ahim avela ishvarano jiva tiryamchapakshimam kagado thayo. Tyamthi mari paheli narakimam jai, ayu purna kari ahim dushta shvanapane utpanna thai phari paheli narakimam gayo, tyamthi nikali simhapane utpanna thai. Marine chothi narake gayo. Ahim avi, narake jai te ishvarano jiva kumbharapane upajyo. Tyam kushthi thai ati duhkhi thayo. Krimiothi pholi khavato 50 varsha sudhi paradhinapane paravara tevum duhkha sahana kari akama nirjarathi devapane upaji. Tyamthi avi ahim rajapanu pama, satami narake gayo. E pramane ishvarano jiva svakalpanathi naraka ane tiryamchagatimam kutsita manushyagatimam lambokala bhami, ghora duhkha bhogavi, atyamta duhkhi thai, atyare goshalaka thayelo chhe ane te ja a ishvarano jiva chhe. Mate paramartha samajava purvaka sarasarathi paripurna eva shastrabhavane janine jaladi gitartha banavum. Sutra samdarbha– 1124–1138