Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117720
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-६ गीतार्थ विहार

Translated Chapter :

અધ્યયન-૬ ગીતાર્થ વિહાર

Section : Translated Section :
Sutra Number : 1020 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] से भगवं पावयं कम्मं परं वेइय समुद्धरे। अणणुभूएण नो मोक्खं, पायच्छित्तेण किं तहिं॥
Sutra Meaning : ભગવન્‌ ! મોટું પાપકર્મ વેદીને ખપાવી શકાય છે. કેમ કે કર્મો ભોગવ્યા વિના છૂટકારો થતો નથી. તો ત્યાં પ્રાયશ્ચિત્ત કરવાથી શો લાભ ? ગૌતમ ! અનેક ક્રોડો વર્ષથી એકઠા કરેલા પાપકર્મો સૂર્યથી જેમ હીમ ઓગળી જાય તેમ પ્રાયશ્ચિત્તરૂપી સૂર્યના સ્પર્શથી ઓગળી જાય છે. ઘનઘોર અંધકારવાળી રાત્રિ હોય, પણ સૂર્યના ઉદયથી અંધકાર ચાલ્યો જાય, તે પ્રાયશ્ચિત્તરૂપી સૂર્યથી પાપરૂપી અંધકાર ચાલ્યા જાય છે પરંતુ પ્રાયશ્ચિત્ત કરનારને એટલો ખ્યાલ હોવો જોઈએ કે જે પ્રમાણે શાસ્ત્રમાં કહેલ હોય એ પ્રમાણે બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમને છૂપાવ્યા વિના અશઠભાવથી પાપશલ્યનો ઉદ્ધાર કરવો. બીજું, સર્વથા આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરી તે પણ જે આ પ્રમાણે બોલતો નથી. તેણે શલ્યનો થોડો પણ કદાચ ઉદ્ધાર કર્યો હોય તો પણ તે લાંબો કાળ ચારે ગતિમાં ભ્રમણ કરે છે. સૂત્ર સંદર્ભ– ૧૦૨૦–૧૦૨૪
Mool Sutra Transliteration : [gatha] se bhagavam pavayam kammam param veiya samuddhare. Ananubhuena no mokkham, payachchhittena kim tahim.
Sutra Meaning Transliteration : Bhagavan ! Motum papakarma vedine khapavi shakaya chhe. Kema ke karmo bhogavya vina chhutakaro thato nathi. To tyam prayashchitta karavathi sho labha\? Gautama ! Aneka krodo varshathi ekatha karela papakarmo suryathi jema hima ogali jaya tema prayashchittarupi suryana sparshathi ogali jaya chhe. Ghanaghora amdhakaravali ratri hoya, pana suryana udayathi amdhakara chalyo jaya, te prayashchittarupi suryathi paparupi amdhakara chalya jaya chhe paramtu prayashchitta karanarane etalo khyala hovo joie ke je pramane shastramam kahela hoya e pramane bala, virya, purushakara parakramane chhupavya vina ashathabhavathi papashalyano uddhara karavo. Bijum, sarvatha a pramane prayashchitta kari te pana je a pramane bolato nathi. Tene shalyano thodo pana kadacha uddhara karyo hoya to pana te lambo kala chare gatimam bhramana kare chhe. Sutra samdarbha– 1020–1024