Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117590
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-६ गीतार्थ विहार

Translated Chapter :

અધ્યયન-૬ ગીતાર્થ વિહાર

Section : Translated Section :
Sutra Number : 890 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] जाव गुरुणो न रयहरणं, पव्वज्जा य न अल्लिया। तावाकज्जं न कायव्वं, लिंगमवि जिन-देसियं॥
Sutra Meaning : જ્યાં સુધી ગુરુને રજોહરણ અને પ્રવ્રજ્યા પાછા અર્પણ ન કરાય ત્યાં સુધી ચારિત્ર વિરુદ્ધ કોઈ અપકાર્ય આચરવું ન જોઈએ. જિનેશ્વરોએ ઉપદેશેલ આ વેશ – રજોહરણ ગુરુને છોડીને બીજા સ્થાને તજવું ન જોઈએ. અંજલિપૂર્વક ગુરુને રજોહરણ અર્પણ કરવું જોઈએ. જો ગુરુ સમર્થ હોય અને તેને સમજાવી શકે તો સમજાવીને માર્ગે લાવે. જો બીજા કોઈ તેને સમજાવી શકે તેમ હોય તો તેને સમજાવવા માટે કહે. ગુરુ પણ કદાચ બીજાની વાણીથી ઉપશાંત થતો હોય તો વાંધો ન લેવો. જે ભવ્ય છે, પરમાર્થ જાણેલો છે. જગતની સ્થિતિનો જાણકાર છે, હે ગૌતમ ! જે આ પદનો તિરસ્કાર કરે છે, તે જેમ આસડે માયા, પ્રપંચ અને દંભથી ચાર ગતિમાં ભ્રમણ કર્યું, તેમ તે પણ ચારે ગતિમાં ભ્રમણ કરશે. સૂત્ર સંદર્ભ– ૮૯૦–૮૯૪
Mool Sutra Transliteration : [gatha] java guruno na rayaharanam, pavvajja ya na alliya. Tavakajjam na kayavvam, limgamavi jina-desiyam.
Sutra Meaning Transliteration : Jyam sudhi gurune rajoharana ane pravrajya pachha arpana na karaya tyam sudhi charitra viruddha koi apakarya acharavum na joie. Jineshvaroe upadeshela a vesha – rajoharana gurune chhodine bija sthane tajavum na joie. Amjalipurvaka gurune rajoharana arpana karavum joie. Jo guru samartha hoya ane tene samajavi shake to samajavine marge lave. Jo bija koi tene samajavi shake tema hoya to tene samajavava mate kahe. Guru pana kadacha bijani vanithi upashamta thato hoya to vamdho na levo. Je bhavya chhe, paramartha janelo chhe. Jagatani sthitino janakara chhe, he gautama ! Je a padano tiraskara kare chhe, te jema asade maya, prapamcha ane dambhathi chara gatimam bhramana karyum, tema te pana chare gatimam bhramana karashe. Sutra samdarbha– 890–894