વર્ણન સંદર્ભ:
આ વ્યવહાર છેદસૂત્રમાં દશ ઉદ્દેશાઓ છે. દશે ઉદ્દેશા મળીને કુલ ૨૮૫ સૂત્રો નોંધાયેલા છે. વ્યવહાર સૂત્રનું ભાષ્ય હાલ ઉપલબ્ધ છે. તેના ઉપર પૂજ્ય મલયગિરિજીની ટીકા રચાયેલી છે. જે બંને અમારા ‘આગમ – સુત્તાણી સટીકં’માં છપાયેલા છે. અમારી ઇચ્છા સંપૂર્ણ અનુવાદની હોવા છતાં, વડીલોમાં સટીક – અનુવાદ પ્રગટ કરવા વિશે એકમતી ન હોવાથી માત્ર સૂત્રનો અનુવાદ કરેલ છે.
આ ઉદ્દેશામાં સૂત્ર – ૧ થી ૩૫ એટલે કે કુલ – ૩૫ સૂત્રો છે. તેનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે છે –
અનુવાદ:
જે સાધુ એક વખત માસિક પરિહાર સ્થાનની પ્રતિસેવના કરી આલોચના કરે તો તેને માયારહિત આલોચના કરે તો એક માસનું પ્રાયશ્ચિત્ત આવે, માયાસહિત આલોચના કરે તો બે માસ પ્રાયશ્ચિત્ત.