[सूत्र] जे भिक्खू कोउहल्लपडियाए अन्नयरं तसपाणजातिं तणपासएण वा मुंजपासएण वा कट्ठपासएण वा चम्मपासएण वा वेत्तपासएण वा रज्जुपासएण वा० सुत्तपासएण वा बंधति, बंधंतं वा सातिज्जति।
Sutra Meaning :
વર્ણન સંદર્ભ:
આ ઉદ્દેશામાં સૂત્ર – ૧૧૦૯ થી ૧૨૫૯ એટલે કે કુલ ૧૫૧ – સૂત્રો છે. તેમાંનાં કોઈપણ દોષનું સેવન કરનારને ‘ચાતુર્માસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક’ પ્રાયશ્ચિત્ત આવે જેને ‘લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત’ પણ કહે છે.
પ્રત્યેક સૂત્રને અંતે આ ‘લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે’ એ વાક્ય જોડી દેવું.
અનુવાદ:
જે સાધુ – સાધ્વી કુતૂહલવૃત્તિથી કોઈ ત્રસ પ્રાણીને
૧. તૃણપાશ, મુંજપાશ, કાષ્ઠપાશ, ચર્મપાશ, વેંતપાશ, રજ્જુપાશ કે સૂત્રપાશથી બાંધે – બાંધનારને અનુમોદે.
૨. તૃણપાશ યાવત્ સૂત્રપાશથી બાંધલા ત્રસ પ્રાણીને ખોલે અથવા ખોલનારની અનુમોદના કરે.
સૂત્ર સંદર્ભ– ૧૧૦૯, ૧૧૧૦
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu kouhallapadiyae annayaram tasapanajatim tanapasaena va mumjapasaena va katthapasaena va chammapasaena va vettapasaena va rajjupasaena va0 suttapasaena va bamdhati, bamdhamtam va satijjati.