Sutra Navigation: Tandulvaicharika ( તંદુલ વૈચારિક )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1109309 | ||
Scripture Name( English ): | Tandulvaicharika | Translated Scripture Name : | તંદુલ વૈચારિક |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अनित्य, अशुचित्वादि |
Translated Chapter : |
અનિત્ય, અશુચિત્વાદિ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 109 | Category : | Painna-05 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] किह ताव घरकुडीरी कईसहस्सेहिं अपरितंतेहिं । वन्निज्जइ असुइबिलं जघणं ति सकज्जमूढेहिं? ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૦૯ થી ૧૧૨. અશુચિ યુક્ત સ્ત્રીના કટિભાગને હજારો કવિઓ દ્વારા અશ્રાંત ભાવથી વર્ણન કેમ કરાય છે ? તેઓ આ રીતે સ્વાર્થવશ મૂઢ બને છે, તેઓ બિચારા રાગને કારણે આ કટિભાગ અપવિત્ર મળની થેલી છે, તે જાણતા નથી. તેથી જ તેને વિકસિત નીલકમલનો સમૂહ માનીને તેનું વર્ણન કરે છે. વધારે કેટલું કહીએ ? પ્રચુર મેદયુક્ત, પરમ અપવિત્ર વિષ્ઠાની રાશિ અને ધૃણા યોગ્ય શરીરમાં મોહ કરવો ન જોઈએ. સેંકડો કૃમિ સમૂહોથી યુક્ત, અપવિત્ર મળથી વ્યાપ્ત, અશુદ્ધ, અશાશ્વત, સારસહિત, દુર્ગંધયુક્ત, પરસેવા અને મળથી મલિન આ શરીરમાં તમે નિર્વેદ પામો. સૂત્ર– ૧૧૩ થી ૧૧૯. આ શરીર દાંત – કાન – નાકનો મેલ અને મુખની પ્રચુર લાળથી યુક્ત છે. આવા બિભત્સ અને ધૃણિત શરીર પ્રત્યે રાગ કેવો ? સડન – ગલન – વિનાશ – વિધ્વંસન – દુઃખકર, મરણધર્મી, સડેલા લાકડા સમાન શરીરની અભિલાષા કોણ કરે ? અપવિત્ર, વિષ્ઠાથી પૂરિત, માંસ અને હાડકાનું ઘર, મલસ્રાવિ, રજ – વીર્યથી ઉત્પન્ન, નવ છિદ્રોથી યુક્ત, અશાશ્વત જાણ. તિલકયુક્ત, વિશેષથી રક્ત હોઠવાળી યુવતિના બાહ્ય રૂપને જુઓ છો પણ અંદર રહેલા દુર્ગંધિત મળને જોતા નથી. મોહથી ગ્રહિત થઈ જાઓ છો અને કપાળના અપવિત્ર રસને પીઓ છો, કપાળથી ઉત્પન્ન રસ, જેને સ્વયં થૂકો છો, ધૃણા કરો છો અને તેમાં જ અનુરક્ત થઈ અત્યંત આસક્તિથી તે રસ પીઓ છો. સૂત્ર– ૧૨૦ થી ૧૨૪. કપાળ અપવિત્ર છે. નાક – વિવિધ અંગ છિદ્ર – વિછિદ્ર પણ અપવિત્ર છે. શરીર પણ અપવિત્ર ચામડાથી ઢાંકેલું અંજન વડે નિર્મળ, સ્નાન – ઉદ્વર્તનથી સંસ્કારિત, સુકુમાલ પુષ્પોથી સુશોભિત કેશરાશિયુક્ત સ્ત્રીનું મુખ અજ્ઞાનીને રાગ ઉત્પન્ન કરે છે. અજ્ઞાન બુદ્ધિવાળો જે ફૂલોને મસ્તકનું આભૂષણ કહે છે, તે કેવળ ફૂલ જ છે. મસ્તકનું આભૂષણ નથી. સાંભળો! ચરબી, વસા, કફ, શ્લેષ્મ, મેદ આ બધા માથાના ભૂષણ છે. આ પોતાના શરીરના સ્વાધીન છે. આ શરીર ભૂષિત થવા માટે અયોગ્ય છે. વિષ્ઠાનું ઘર છે. બે પગ અને નવ છિદ્રોથી યુક્ત છે. તીવ્ર દુર્ગંધથી ભરેલું છે. તેમાં અજ્ઞાની મનુષ્ય અત્યંત મૂર્ચ્છિત થાય છે. સૂત્ર– ૧૨૫ થી ૧૨૯. કામરાગથી રંગાયેલા તમે ગુપ્ત અંગોને પ્રગટ કરીન દાંતોના ચીકણા મળ અને ખોપરીમાંથી નીકળતી કાંજી અર્થાત્ વિકૃત રસને પીઓ છો. હાથીના દાંત, સસલા અને મૃગનું માંસ, ચમરી ગાયના વાળ અને ચિત્તાનું ચામડું તથા નખને માટે તેમનું શરીર ગ્રહણ કરાય છે. માનવ શરીર શું કામનું છે ? હે મૂર્ખ ! આ શરીર દુર્ગંધયુક્ત અને મરણસ્વભાવી છે, તેમાં નિત્ય વિશ્વાસ કરી તમે કેમ આસક્ત થાઓ છો? એનો સ્વભાવ તો કહો – દાંત કોઈ કામના નથી, મોટા વાળ ધૃણા યોગ્ય છે, ચામડી પણ બિભત્સ છે. હવે કહો કે શેમાં રાગ રાખો છો? કફ, પિત્ત, મૂત્ર, વિષ્ઠા, ચરબી, દાઢો આદિ શેનો રાગ છે ? સૂત્ર– ૧૩૦ થી ૧૩૫. જંઘાના હાડકાં ઉપર સાથલ છે, તેના ઉપર કટિભાગ છે, કટિ ઉપર પૃષ્ઠભાગ છે, પૃષ્ઠ ભાગમાં ૧૮ હાડકાં છે. બે આંખના હાડકાં છે અને સોળ ગરદનના હાડકાં જાણવા. પીઠમાં બાર પાંસળી છે. શિરા અને સ્નાયુથી બદ્ધ કઠોર હાડકાંનો આ ઢાંચો માંસ અને ચામડામાં લપેટાયેલો છે. આ શરીર વિષ્ઠાનું ઘર છે, આવ મળગૃહમાં કોણ રાગ કરે છે ? જેમ વિષ્ઠાના કૂવા નજીક કાગડા ફરે છે, તેમાં કૃમિ દ્વારા સુળ – સુળ શબ્દ થયા કરે છે અને સ્રોતોથી દુર્ગંધ નીકળે છે (મરેલા શરીરની પણ આ જ દશા છે. મૃત શરીરના નેત્રને પક્ષી ચાંચથી ખોદે છે. લતાની માફક હાથ ફેલાય છે, આંત બહાર કાઢી લે છે, ખોપરી ભયંકર દેખાય છે. મૃત શરીર ઉપર માખી બણબણ કરે છે. સડેલા માંસમાંથી શૂળ – શૂળ અવાજ આવે છે. તેમાં ઉત્પન્ન કૃમિ સમૂહ મિસ – મિસ અવાજ કરે છે. આંતરડામાં થિવ – થિવ શબ્દ થાય છે. આમ આ ઘણું બિભત્સ લાગે છે. સૂત્ર– ૧૩૬ થી ૧૪૨. પ્રગટ પાંસળીવાળુ, વિકરાળ, સૂકા સાંધાથી યુક્ત, ચેતના રહિત શરીરની અવસ્થા જાણો. નવ દ્વારોથી અશુચિને કાઢનાર, ઝરતા ઘડા સમાન આ શરીર પ્રતિ નિર્વેદ ભાવ ધરો. બે હાથ, બે પગ અને મસ્તક, ધડ સાથે જોડેલ છે તે મલિન મળનું કોષ્ઠાગાર છે. આ વિષ્ઠાને તમે કેમ ઉપાડીને ફરો છો ? આ રૂપાળા શરીરને રાજપથ ઉપર ફરતું જોઈને પ્રસન્ન થાઓ છો, પરગંધથી સુગંધિતને તમારી ગંધ માનો છો, ગુલાબ, ચંપો, ચમેલી, અગર, ચંદન, તુરૂષ્કની ગંધને પોતાની ગંધ માનીને પ્રસન્ન થાઓ છો. તારું મોઢું મુખવાસથી, અંગ – પ્રત્યંગ અગરથી, કેશ સ્નાનાદિ વેળા લગાડેલા સુગંધિત દ્રવ્યોથી સુગંધિત છે. તો આમાં તમારી પોતાની ગંધ શું છે ? હે પુરુષ ! આંખ – કાન – નાકનો મેલ તથા શ્લેષ્મ, અશુચિ અને મૂત્ર એ જ તો તારી પોતાની ગંધ છે. સૂત્ર સંદર્ભ– ૧૦૯–૧૪૨ | ||
Mool Sutra Transliteration : | [gatha] kiha tava gharakudiri kaisahassehim aparitamtehim. Vannijjai asuibilam jaghanam ti sakajjamudhehim?. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 109 thi 112. Ashuchi yukta strina katibhagane hajaro kavio dvara ashramta bhavathi varnana kema karaya chhe\? Teo a rite svarthavasha mudha bane chhe, teo bichara ragane karane a katibhaga apavitra malani theli chhe, te janata nathi. Tethi ja tene vikasita nilakamalano samuha manine tenum varnana kare chhe. Vadhare ketalum kahie\? Prachura medayukta, parama apavitra vishthani rashi ane dhrina yogya shariramam moha karavo na joie. Semkado krimi samuhothi yukta, apavitra malathi vyapta, ashuddha, ashashvata, sarasahita, durgamdhayukta, paraseva ane malathi malina a shariramam tame nirveda pamo. Sutra– 113 thi 119. A sharira damta – kana – nakano mela ane mukhani prachura lalathi yukta chhe. Ava bibhatsa ane dhrinita sharira pratye raga kevo\? Sadana – galana – vinasha – vidhvamsana – duhkhakara, maranadharmi, sadela lakada samana sharirani abhilasha kona kare\? Apavitra, vishthathi purita, mamsa ane hadakanum ghara, malasravi, raja – viryathi utpanna, nava chhidrothi yukta, ashashvata jana. Tilakayukta, visheshathi rakta hothavali yuvatina bahya rupane juo chho pana amdara rahela durgamdhita malane jota nathi. Mohathi grahita thai jao chho ane kapalana apavitra rasane pio chho, kapalathi utpanna rasa, jene svayam thuko chho, dhrina karo chho ane temam ja anurakta thai atyamta asaktithi te rasa pio chho. Sutra– 120 thi 124. Kapala apavitra chhe. Naka – vividha amga chhidra – vichhidra pana apavitra chhe. Sharira pana apavitra chamadathi dhamkelum amjana vade nirmala, snana – udvartanathi samskarita, sukumala pushpothi sushobhita kesharashiyukta strinum mukha ajnyanine raga utpanna kare chhe. Ajnyana buddhivalo je phulone mastakanum abhushana kahe chhe, te kevala phula ja chhe. Mastakanum abhushana nathi. Sambhalo! Charabi, vasa, kapha, shleshma, meda a badha mathana bhushana chhe. A potana sharirana svadhina chhe. A sharira bhushita thava mate ayogya chhe. Vishthanum ghara chhe. Be paga ane nava chhidrothi yukta chhe. Tivra durgamdhathi bharelum chhe. Temam ajnyani manushya atyamta murchchhita thaya chhe. Sutra– 125 thi 129. Kamaragathi ramgayela tame gupta amgone pragata karina damtona chikana mala ane khoparimamthi nikalati kamji arthat vikrita rasane pio chho. Hathina damta, sasala ane mriganum mamsa, chamari gayana vala ane chittanum chamadum tatha nakhane mate temanum sharira grahana karaya chhe. Manava sharira shum kamanum chhe\? He murkha ! A sharira durgamdhayukta ane maranasvabhavi chhe, temam nitya vishvasa kari tame kema asakta thao chho? Eno svabhava to kaho – damta koi kamana nathi, mota vala dhrina yogya chhe, chamadi pana bibhatsa chhe. Have kaho ke shemam raga rakho chho? Kapha, pitta, mutra, vishtha, charabi, dadho adi sheno raga chhe\? Sutra– 130 thi 135. Jamghana hadakam upara sathala chhe, tena upara katibhaga chhe, kati upara prishthabhaga chhe, prishtha bhagamam 18 hadakam chhe. Be amkhana hadakam chhe ane sola garadanana hadakam janava. Pithamam bara pamsali chhe. Shira ane snayuthi baddha kathora hadakamno a dhamcho mamsa ane chamadamam lapetayelo chhe. A sharira vishthanum ghara chhe, ava malagrihamam kona raga kare chhe\? Jema vishthana kuva najika kagada phare chhe, temam krimi dvara sula – sula shabda thaya kare chhe ane srotothi durgamdha nikale chhe (marela sharirani pana a ja dasha chhe. Mrita sharirana netrane pakshi chamchathi khode chhe. Latani maphaka hatha phelaya chhe, amta bahara kadhi le chhe, khopari bhayamkara dekhaya chhe. Mrita sharira upara makhi banabana kare chhe. Sadela mamsamamthi shula – shula avaja ave chhe. Temam utpanna krimi samuha misa – misa avaja kare chhe. Amtaradamam thiva – thiva shabda thaya chhe. Ama a ghanum bibhatsa lage chhe. Sutra– 136 thi 142. Pragata pamsalivalu, vikarala, suka samdhathi yukta, chetana rahita sharirani avastha jano. Nava dvarothi ashuchine kadhanara, jharata ghada samana a sharira prati nirveda bhava dharo. Be hatha, be paga ane mastaka, dhada sathe jodela chhe te malina malanum koshthagara chhe. A vishthane tame kema upadine pharo chho\? A rupala sharirane rajapatha upara pharatum joine prasanna thao chho, paragamdhathi sugamdhitane tamari gamdha mano chho, gulaba, champo, chameli, agara, chamdana, turushkani gamdhane potani gamdha manine prasanna thao chho. Tarum modhum mukhavasathi, amga – pratyamga agarathi, kesha snanadi vela lagadela sugamdhita dravyothi sugamdhita chhe. To amam tamari potani gamdha shum chhe\? He purusha ! Amkha – kana – nakano mela tatha shleshma, ashuchi ane mutra e ja to tari potani gamdha chhe. Sutra samdarbha– 109–142 |