Sutra Navigation: Tandulvaicharika ( તંદુલ વૈચારિક )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1109303
Scripture Name( English ): Tandulvaicharika Translated Scripture Name : તંદુલ વૈચારિક
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अनित्य, अशुचित्वादि

Translated Chapter :

અનિત્ય, અશુચિત્વાદિ

Section : Translated Section :
Sutra Number : 103 Category : Painna-05
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] अब्भंतरंसि कुणिमं जो(जइ) परियत्तेउ बाहिरं कुज्जा । तं असुइं दट्ठूणं सया वि जननी दुगुंछेज्जा ॥
Sutra Meaning : કદાચ જો શરીરનું અંદરનું માસ પરિવર્તન કરી બહાર કરી દેવાય તો તે અશુચિને જોઈને માતા પણ ધૃણા કરે. મનુષ્યનું આ શરીર માંસ, શુક્ર, હાડકાથી અપવિત્ર છે. પણ આ વસ્ત્ર, ગંધ, માળા દ્વારા આચ્છાદિત હોવાથી શોભે છે. આ શરીર ખોપરી, ચરબી, મજ્જા, માંસ, હાડકાં, મસ્તુલિંગ, લોહી, વાલુંડક, ચર્મકોશ, નાકનો મેલ અને વિષ્ઠાનું ઘર છે. આ ખોપરી નેત્ર, કાન, હોથ, કપાળ, તાળવું આદિ અમનોજ્ઞ મળથી યુક્ત છે. હોઠનો ઘેરાવો અત્યંત લાળથી ચીકણો, મોઢું પસીનાવાળું, દાંત મળથી મલિન, જોવામાં બિભત્સ છે. હાથ – આંગળી, અંગુઠા, નખના સાંધાથી જોડેલા છે. આ અનેક તરલ – સ્રાવનું ઘર છે. આ શરીર ખભાની નસ, અનેક શિરા અને ઘણા સાંધાથી બંધાયેલું છે. શરીરમાં ફૂટેલા ઘડા જેવું કપાળ, સૂકા વૃક્ષની કોટર જેવું પેટ, વાળવાળો અશોભનીય કુક્ષિ પ્રદેશ, હાડકાં અને શિરાના સમૂહથી યુક્ત, તેમાં સર્વત્ર અને બધી તરફ રોમકૂપોમાંથી સ્વભાવથી જ અપવિત્ર અને ઘોર દુર્ગંધયુક્ત પરસેવો નીકળી રહ્યો છે. તેમાં કલેજું, આંતરડા, પિત્ત, હૃદય, ફેફસાં, પ્લીહા, ફુપ્ફુસ, ઉદર એ ગુપ્ત માંસપીંડ અને મળસ્રાવક નવ છિદ્રો છે. તેમાં ધક્‌ધક્‌ અવાજ કરતું હૃદય છે તે દુર્ગંધયુક્ત, પિત્ત – કફ – મૂત્ર અને ઔષધિનું નિવાસસ્થાન છે. ગુહ્ય પ્રદેશ, ગોઠણ, જંઘા અને પગના જોડથી જોડાયેલા, માંસ ગંધથી યુક્ત, અપવિત્ર અને નશ્વર છે. આ રીતે વિચારી અને તેનું બિભત્સ રૂપ જોઈને એ જાણવું જોઈએ કે – આ શરીર અધ્રુવ, અનિત્ય, અશાશ્વત, સડન – ગલન અને વિનાશધર્મી તથા પહેલાં કે પછી અવશ્ય નષ્ટ થનાર છે, આદિ અને અંતવાળું છે. બધા મનુષ્યોનો દેહ આવો જ છે. સૂત્ર સંદર્ભ– ૧૦૩–૧૦૫
Mool Sutra Transliteration : [gatha] abbhamtaramsi kunimam jo(jai) pariyatteu bahiram kujja. Tam asuim datthunam saya vi janani dugumchhejja.
Sutra Meaning Transliteration : Kadacha jo shariranum amdaranum masa parivartana kari bahara kari devaya to te ashuchine joine mata pana dhrina kare. Manushyanum a sharira mamsa, shukra, hadakathi apavitra chhe. Pana a vastra, gamdha, mala dvara achchhadita hovathi shobhe chhe. A sharira khopari, charabi, majja, mamsa, hadakam, mastulimga, lohi, valumdaka, charmakosha, nakano mela ane vishthanum ghara chhe. A khopari netra, kana, hotha, kapala, talavum adi amanojnya malathi yukta chhe. Hothano gheravo atyamta lalathi chikano, modhum pasinavalum, damta malathi malina, jovamam bibhatsa chhe. Hatha – amgali, amgutha, nakhana samdhathi jodela chhe. A aneka tarala – sravanum ghara chhe. A sharira khabhani nasa, aneka shira ane ghana samdhathi bamdhayelum chhe. Shariramam phutela ghada jevum kapala, suka vrikshani kotara jevum peta, valavalo ashobhaniya kukshi pradesha, hadakam ane shirana samuhathi yukta, temam sarvatra ane badhi tarapha romakupomamthi svabhavathi ja apavitra ane ghora durgamdhayukta parasevo nikali rahyo chhe. Temam kalejum, amtarada, pitta, hridaya, phephasam, pliha, phupphusa, udara e gupta mamsapimda ane malasravaka nava chhidro chhe. Temam dhakdhak avaja karatum hridaya chhe te durgamdhayukta, pitta – kapha – mutra ane aushadhinum nivasasthana chhe. Guhya pradesha, gothana, jamgha ane pagana jodathi jodayela, mamsa gamdhathi yukta, apavitra ane nashvara chhe. A rite vichari ane tenum bibhatsa rupa joine e janavum joie ke – a sharira adhruva, anitya, ashashvata, sadana – galana ane vinashadharmi tatha pahelam ke pachhi avashya nashta thanara chhe, adi ane amtavalum chhe. Badha manushyono deha avo ja chhe. Sutra samdarbha– 103–105