Sutra Navigation: Tandulvaicharika ( તંદુલ વૈચારિક )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1109274
Scripture Name( English ): Tandulvaicharika Translated Scripture Name : તંદુલ વૈચારિક
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

देहसंहननं आहारादि

Translated Chapter :

દેહસંહનનં આહારાદિ

Section : Translated Section :
Sutra Number : 74 Category : Painna-05
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] ववहारगणिय दिट्ठं, सुहुमं निच्छयगयं मुणेयव्वं । जइ एयं न वि एयं विसमा गणणा मुणेयव्वा ॥
Sutra Meaning : સૂત્ર– ૭૪ થી ૮૦. વ્યવહાર ગણિત જોયું, હવે સૂક્ષ્મ અને નિશ્ચયગત ગણિત જાણવું જોઈએ. જો આ પ્રકારે ન હોય તો ગણના વિષમ જાણવી. સર્વાધિક સૂક્ષ્મકાળ જેનું વિભાજન ન થઈ શકે તેને ‘સમય’ જાણવો. એક શ્વાસોચ્છ્‌વાસમાં અસંખ્યાત સમય થાય છે. હૃષ્ટપુષ્ટ ગ્લાનિ રહિત અને કષ્ટ રહિત પુરુષનો જે એક શ્વાસોચ્છ્‌વાસ હોય તેને પ્રાણ કહે છે. સાત પ્રાણોનો એક સ્તોક, સાત સ્તોકનો એક લવ, ૭૭ લવનું એક મુહૂર્ત્ત કહ્યું છે. હે ભગવન્‌! એક મુહૂર્ત્તમાં કેટલા ઉચ્છ્‌વાસ કહ્યા છે ? હે ગૌતમ ! ૩૭૭૩ ઉચ્છ્‌વાસ થાય છે. બધા જ અનંત જ્ઞાનીઓએ આ જ મુહૂર્ત્ત પરિમાણ બતાવેલ છે. બે ઘડીનું એક મુહૂર્ત્ત, ૬૦ ઘડીનો અહોરાત્ર, પંદર અહોરાત્રનો પક્ષ, બે પક્ષનો એક મહિનો થાય. સૂત્ર– ૮૧ થી ૮૬. દાડમના પુષ્પની આકૃતિવાળી લોખંડની ઘડી બનાવી તેના તળમાં છિદ્ર કરવું. ત્રણ વર્ષની ગાયના બચ્ચાની પૂંછડીના ૯૬ વાળ જે સીધા હોય અને વળેલા ન હોય તેવા આકારે ઘડીનું છિદ્ર હોવું જોઈએ. અથવા બે વર્ષના હાથીના બચ્ચાની પૂંછડીના બે વાળ જે ટૂટેલા ન હોય તેવા આકારે ઘડીનું છિદ્ર હોવું જોઈએ અથવા ચાર માસ સોનાની એક ગોળ અને કઠોર સોય, જેનું પરિમાણ ૪ અંગુલ હોય તેવું છિદ્ર હોવું જોઈએ. તે ઘડીમાં પાણીનું પરિમાણ બે આઢક હોવું જોઈએ. તે પાણીને કપડાં દ્વારા ગાળીને પ્રયોગ કરવો. મેઘનું સ્વચ્છ પાણી અને શરદકાલીન પર્વતીય નદીના જેવું પાણી લેવું. સૂત્ર– ૮૭ થી ૯૨. ૧૨ – માસનું એક વર્ષ, એક વર્ષના ૨૪ – પક્ષ, ૩૬૦ રાતદિવસ હોય છે, એક રાત્રિદિવસમાં ૧,૧૩,૯૦૦ ઉચ્છ્‌વાસ હોય છે. એક મહિનામાં ૩૩,૩૫,૭૦૦ ઉચ્છ્‌વાસ થાય છે. એક વર્ષમાં ૪,૦૭,૪૮,૪૦૦ ઉચ્છ્‌વાસ થાય છે. ૧૦૦ વર્ષના આયુમાં ૪,૦૭,૪૮,૪૦,૦૦૦ ઉચ્છ્‌વાસ થાય છે. હવે સાત દિવસ ક્ષીણ થતા આયુના ક્ષયને જુઓ. સૂત્ર– ૯૩ થી ૧૦૧. રાતદિવસમાં ૩૦ અને મહિનામાં ૯૦૦ મુહૂર્ત્ત પ્રમાદી માણસના નાશ પામે છે. પણ અજ્ઞાની તે જાણતા નથી. હેમંત ઋતુમાં સૂર્ય પુરા ૩૬૦૦ મુહૂર્ત્ત આયુના નાશ કરે છે. એ જ રીતે ૨૦ વર્ષ બાળપણ અને વૃદ્ધાવસ્થામાં નાશ પામે છે. બાકીના ૧૫ – વર્ષ ઠંડી ગરમી માર્ગગમન ભૂખ તરસ ભય શોક અને વિવિધ પ્રકારના રોગ થાય છે. એ રીતે ૮૫ વર્ષ નાશ પામે છે. ૧૦૦ વર્ષ જીવનાર એ રીતે ૧૫ – વર્ષ જીવે છે અને બધા કંઈ ૧૦૦ વર્ષ જીવનાર હોતા નથી. આ રીતે વ્યતીત થતા નિઃસાર મનુષ્ય જીવનમાં સામે આવેલ ચારિત્ર ધર્મનું પાલન કરતા નથી, તેને પાછળથી પશ્ચાત્તાપ કરવો પડશે. આ કર્મભૂમિમાં ઉત્પન્ન થઈને પણ કોઈ મનુષ્ય મોહવશ થઈ જિનેન્દ્રો દ્વારા પ્રતિપાદિત ધર્મતીર્થરૂપી શ્રેષ્ઠ માર્ગ અને આત્મસ્વરૂપને જાણતો નથી. આ જીવન નદીના વેગ જેવું ચપળ, યૌવન ફૂલો જેવું કરમાનારુ અને સુખ પણ અશાશ્વત છે. આ ત્રણે શીઘ્ર ભોગ્ય છે. જેવી રીતે મૃગના સમૂહને જાળ વીંટાઈ જાય છે, એ રીતે મનુષ્યને જરા – મરણરૂપી જાળ વીંટાઈ જાય છે. તો પણ મોહ જાલથી મૂઢ બનેલા તમે આ બધું જોઈ શકતા નથી. સૂત્ર સંદર્ભ– ૭૪–૧૦૧
Mool Sutra Transliteration : [gatha] vavaharaganiya dittham, suhumam nichchhayagayam muneyavvam. Jai eyam na vi eyam visama ganana muneyavva.
Sutra Meaning Transliteration : Sutra– 74 thi 80. Vyavahara ganita joyum, have sukshma ane nishchayagata ganita janavum joie. Jo a prakare na hoya to ganana vishama janavi. Sarvadhika sukshmakala jenum vibhajana na thai shake tene ‘samaya’ janavo. Eka shvasochchhvasamam asamkhyata samaya thaya chhe. Hrishtapushta glani rahita ane kashta rahita purushano je eka shvasochchhvasa hoya tene prana kahe chhe. Sata pranono eka stoka, sata stokano eka lava, 77 lavanum eka muhurtta kahyum chhe. He bhagavan! Eka muhurttamam ketala uchchhvasa kahya chhe\? He gautama ! 3773 uchchhvasa thaya chhe. Badha ja anamta jnyanioe a ja muhurtta parimana batavela chhe. Be ghadinum eka muhurtta, 60 ghadino ahoratra, pamdara ahoratrano paksha, be pakshano eka mahino thaya. Sutra– 81 thi 86. Dadamana pushpani akritivali lokhamdani ghadi banavi tena talamam chhidra karavum. Trana varshani gayana bachchani pumchhadina 96 vala je sidha hoya ane valela na hoya teva akare ghadinum chhidra hovum joie. Athava be varshana hathina bachchani pumchhadina be vala je tutela na hoya teva akare ghadinum chhidra hovum joie Athava chara masa sonani eka gola ane kathora soya, jenum parimana 4 amgula hoya tevum chhidra hovum joie. Te ghadimam paninum parimana be adhaka hovum joie. Te panine kapadam dvara galine prayoga karavo. Meghanum svachchha pani ane sharadakalina parvatiya nadina jevum pani levum. Sutra– 87 thi 92. 12 – masanum eka varsha, eka varshana 24 – paksha, 360 ratadivasa hoya chhe, Eka ratridivasamam 1,13,900 uchchhvasa hoya chhe. Eka mahinamam 33,35,700 uchchhvasa thaya chhe. Eka varshamam 4,07,48,400 uchchhvasa thaya chhe. 100 varshana ayumam 4,07,48,40,000 uchchhvasa thaya chhe. Have sata divasa kshina thata ayuna kshayane juo. Sutra– 93 thi 101. Ratadivasamam 30 ane mahinamam 900 muhurtta pramadi manasana nasha pame chhe. Pana ajnyani te janata nathi. Hemamta ritumam surya pura 3600 muhurtta ayuna nasha kare chhe. E ja rite 20 varsha balapana ane vriddhavasthamam nasha pame chhe. Bakina 15 – varsha thamdi garami margagamana bhukha tarasa bhaya shoka ane vividha prakarana roga thaya chhe. E rite 85 varsha nasha pame chhe. 100 varsha jivanara e rite 15 – varsha jive chhe ane badha kami 100 varsha jivanara hota nathi. A rite vyatita thata nihsara manushya jivanamam same avela charitra dharmanum palana karata nathi, tene pachhalathi pashchattapa karavo padashe. A karmabhumimam utpanna thaine pana koi manushya mohavasha thai jinendro dvara pratipadita dharmatirtharupi shreshtha marga ane atmasvarupane janato nathi. A jivana nadina vega jevum chapala, yauvana phulo jevum karamanaru ane sukha pana ashashvata chhe. A trane shighra bhogya chhe. Jevi rite mrigana samuhane jala vimtai jaya chhe, e rite manushyane jara – maranarupi jala vimtai jaya chhe. To pana moha jalathi mudha banela tame a badhum joi shakata nathi. Sutra samdarbha– 74–101