Sutra Navigation: Suryapragnapti ( સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1107125 | ||
Scripture Name( English ): | Suryapragnapti | Translated Scripture Name : | સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
प्राभृत-१८ |
Translated Chapter : |
પ્રાભૃત-૧૮ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 125 | Category : | Upang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] ता जंबुद्दीवे णं दीवे तारारूवस्स य तारारूवस्स य एस णं केवतिए अबाधाए अंतरे पन्नत्ते? ता दुविहे अंतरे पन्नत्ते, तं जहा–वाघातिमे य निव्वाघातिमे य। तत्थ णं जेसे वाघातिमे, से णं जहन्नेणं दोन्नि छावट्ठे जोयणसते, उक्कोसेणं बारस जोयणसहस्साइं दोन्नि बाताले जोयणसते तारारूवस्स य तारारूवस्स य अबाधाए अंतरे पन्नत्ते। तत्थ णं जेसे निव्वाघातिमे से णं जहन्नेणं पंच धनुसताइं, उक्कोसेणं अद्धजोयणं तारारूवस्स य तारारूवस्स य अबाधाए अंतरे पन्नत्ते। | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૨૫. તે જંબૂદ્વીપ દ્વીપમાં એક તારાથી બીજા તારાનું કેટલું અબાધાથી અંતર કહેલ છે ? અંતર બે પ્રકારે છે – વ્યાઘાતિમ અને નિર્વ્યાઘાતિમ. તેમાં જે તે વ્યાઘાતિમ અંતર છે, તે જઘન્યથી ૨૬૬ યોજન અને ઉત્કૃષ્ટથી ૧૨૨૪૨ યોજન એક તારારૂપથી બીજા તારારૂપનું અબાધાથી અંતર કહેલ છે. તેમાં જે નિર્વ્યાઘાતિમ અંતર છે, તે જઘન્યથી ૫૦૦ ધનુષ અને ઉત્કૃષ્ટથી અર્ધયોજન એક તારારૂપથી બીજા તારારૂપનું અબાધાથી અંતર કહેલ છે. સૂત્ર– ૧૨૬. તે જ્યોતિષ્કેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્રની અગ્રમહિષીઓ કેટલી કહી છે ? તે ચાર અગ્રમહિષીઓ કહેલી છે, તે આ પ્રમાણે છે – ચંદ્રપ્રભા, જ્યોત્સનાભા, અર્ચિમાલી, પ્રભંકરા. તેમાં એક – એક દેવીનો ૪૦૦૦ દેવીઓનો પરિવાર કહેલ છે. તે દેવીઓ બીજા ૪૦૦૦ દેવીના પરિવારને વિકુર્વવા સમર્થ છે. એ પ્રમાણે બધી મળીને ૧૬,૦૦૦ દેવીઓ થાય. તેની એક ત્રુટિક જાણવી. શું તે જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર, ચંદ્રાવતંસક વિમાનમાં સુધર્માસભામાં તે ત્રુટિક સાથે દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિહરવાને સમર્થ છે ? ના, તેમ ન થાય. તે જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનમાં સુધર્માસભામાં દેવીઓની ત્રુટિક સાથે દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિહરવાને શા માટે સમર્થ નથી ? તે જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્રના ચંદ્રાવતંસક વિમાનમાં સુધર્માસભામાં માણવક ચૈત્ય સ્તંભોમાં વજ્રમય ગોલ વૃત્ત સમુદ્ગતમાં ઘણા જિનસકિ્થ સંનિક્ષિપ્ત રહે છે. તે જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર અને બીજા ઘણા જ્યોતિષ્ક દેવો અને દેવીઓને અર્ચનીય, વંદનીય, પૂજનીય, સત્કારણીય, સન્માનનીય, કલ્યાણ – મંગલ – દૈવત – ચૈત્યરૂપ અને પર્યુપાસનીય છે. એવા કારણથી જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનમાં સુધર્મા સભામાં દેવીત્રુટિક સાથે દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિચરવાને સમર્થ થઈ શકતો નથી. પરંતુ. તે જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનમાં સુધર્માસભામાં ચંદ્ર સિંહાસનમાં બેસીને ૪૦૦૦ સામાનિકો, સપરિવાર ચાર અગ્રમહિષીઓ, ત્રણ પર્ષદા, સાત અનિક, સાત અનિકાધિપતિઓ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, બીજા પણ ઘણા જ્યોતિષ્ક દેવો અને દેવીઓ સાથે સંપરિવરીને મોટી આહત – નૃત્ય – ગીત – વાજિંત્ર – તંત્રી – તલ – તાલ – ત્રુટિત – ધન મૃદંગના કરાતા મધુર સ્વર વડે દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિચરવાને સમર્થ છે, માત્ર પરિવારઋદ્ધિ વડે વિચરી શકે, પણ મૈથુન નિમિત્તે સમર્થ નથી. તે જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ સૂર્યની કેટલી અગ્રમહિષીઓ કહેલી છે ? તેની ચાર અગ્રમહિષીઓ કહેલી છે, તે આ પ્રમાણે – સૂર્યપ્રભા, આતપા, અર્ચિમાલા, પ્રભંકરા. બાકી બધું ચંદ્રની માફક જાણવું. વિશેષ એ કે – સૂર્યાવતંસક વિમાન યાવત્ મૈથુન નિમિત્તરૂપ ભોગ ભોગવવાને સમર્થ નથી. સૂત્ર– ૧૨૭. જ્યોતિષ્ક દેવોની કેટલો કાળ સ્થિતિ કહેલી છે ? જઘન્યથી અષ્ટભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમ અને એક લાખ વર્ષ અધિક જાણવી. તે જ્યોતિષ્ક દેવીની કેટલી કાળ સ્થિતિ કહેલી છે ? તે જઘન્યથી અષ્ટભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી અર્ધ પલ્યોપમ અને ૫૦,૦૦૦ વર્ષ અધિક જાણવી. ચંદ્ર વિમાનમાં દેવોની કેટલો કાળ સ્થિતિ કહેલી છે ? જઘન્યથી ચતુર્ભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમ અને લાખ વર્ષ અધિક કહી છે, તેમ જાણવી. ચંદ્ર વિમાનમાં દેવીની કેટલો કાળ સ્થિતિ કહેલી છે ? જઘન્યથી ચતુર્ભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી અર્ધપલ્યોપમ અને ૫૦,૦૦૦ વર્ષ અધિક કહી છે, તેમ જાણવી. સૂર્ય વિમાનમાં દેવોની કેટલા કાળની સ્થિતિ કહેલી છે ? જઘન્યથી ચતુર્ભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમ અને ૧૦૦૦ વર્ષ અધિક જાણવી. સૂર્ય વિમાનમાં દેવીની કેટલા કાળની સ્થિતિ કહેલી છે ? જઘન્યથી ચતુર્ભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી અર્ધ પલ્યોપમ અને ૫૦૦ વર્ષ અધિક જાણવી. ગ્રહ વિમાનમાં દેવોની કેટલા કાળની સ્થિતિ કહેલી છે? જઘન્યથી ચતુર્ભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી અર્ધ પલ્યોપમ અને ૫૦૦ વર્ષ અધિક જાણવી. ગ્રહ વિમાનમાં દેવોની કેટલો કાળ સ્થિતિ કહેલી છે? જઘન્યથી ચતુર્ભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમ. ગ્રહ વિમાનમાં દેવીની કેટલો કાળ સ્થિતિ કહી છે? જઘન્યથી ચતુર્ભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી અર્ધ પલ્યોપમ. નક્ષત્ર વિમાનમાં દેવોની કેટલો કાળ સ્થિતિ કહેલી છે? જઘન્યથી ચતુર્ભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી અર્ધ – પલ્યોપમ. નક્ષત્ર વિમાનમાં દેવીની કેટલી કાળ સ્થિતિ કહી છે? જઘન્યથી અષ્ટભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી ચતુર્ભાગ પલ્યોપમ. તારા વિમાનમાં દેવોની પૃચ્છા. જઘન્યથી અષ્ટભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ચતુર્ભાગ પલ્યોપમ. તારા વિમાનમાં દેવીની પૃચ્છા. જઘન્યથી અષ્ટભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી સાતિરેક અષ્ટભાગ પલ્યોપમ. સૂત્ર– ૧૨૮. તે આ ચંદ્ર – સૂર્ય – ગ્રહ – નક્ષત્ર – તારારૂપમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? તે ચંદ્ર અને સૂર્ય આ બંને તુલ્ય છે અને સૌથી થોડાં છે, નક્ષત્રો તેનાથી સંખ્યાતગણા છે, ગ્રહો તેનાથી સંખ્યાત ગણા છે અને તારા તેનાથી સંખ્યાતગણા છે. સૂત્ર સંદર્ભ– ૧૨૫–૧૨૮ | ||
Mool Sutra Transliteration : | [sutra] ta jambuddive nam dive tararuvassa ya tararuvassa ya esa nam kevatie abadhae amtare pannatte? Ta duvihe amtare pannatte, tam jaha–vaghatime ya nivvaghatime ya. Tattha nam jese vaghatime, se nam jahannenam donni chhavatthe joyanasate, ukkosenam barasa joyanasahassaim donni batale joyanasate tararuvassa ya tararuvassa ya abadhae amtare pannatte. Tattha nam jese nivvaghatime se nam jahannenam pamcha dhanusataim, ukkosenam addhajoyanam tararuvassa ya tararuvassa ya abadhae amtare pannatte. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 125. Te jambudvipa dvipamam eka tarathi bija taranum ketalum abadhathi amtara kahela chhe\? Amtara be prakare chhe – vyaghatima ane nirvyaghatima. Temam je te vyaghatima amtara chhe, te jaghanyathi 266 yojana ane utkrishtathi 12242 yojana eka tararupathi bija tararupanum abadhathi amtara kahela chhe. Temam je nirvyaghatima amtara chhe, te jaghanyathi 500 dhanusha ane utkrishtathi ardhayojana eka tararupathi bija tararupanum abadhathi amtara kahela chhe. Sutra– 126. Te jyotishkendra jyotisharaja chamdrani agramahishio ketali kahi chhe\? Te chara agramahishio kaheli chhe, te a pramane chhe – chamdraprabha, jyotsanabha, archimali, prabhamkara. Temam eka – eka devino 4000 deviono parivara kahela chhe. Te devio bija 4000 devina parivarane vikurvava samartha chhe. E pramane badhi maline 16,000 devio thaya. Teni eka trutika janavi. Shum te jyotishendra jyotisharaja chamdra, chamdravatamsaka vimanamam sudharmasabhamam te trutika sathe divya bhogopabhoga bhogavato viharavane samartha chhe\? Na, tema na thaya. Te jyotishendra jyotisharaja chamdra chamdravatamsaka vimanamam sudharmasabhamam devioni trutika sathe divya bhogopabhoga bhogavato viharavane sha mate samartha nathi\? Te jyotishendra jyotisharaja chamdrana chamdravatamsaka vimanamam sudharmasabhamam manavaka chaitya stambhomam vajramaya gola vritta samudgatamam ghana jinasakitha samnikshipta rahe chhe. Te jyotishendra jyotisharaja chamdra ane bija ghana jyotishka devo ane devione archaniya, vamdaniya, pujaniya, satkaraniya, sanmananiya, kalyana – mamgala – daivata – chaityarupa ane paryupasaniya chhe. Eva karanathi jyotishendra jyotisharaja chamdra chamdravatamsaka vimanamam sudharma sabhamam devitrutika sathe divya bhogopabhoga bhogavato vicharavane samartha thai shakato nathi. Paramtu. Te jyotishendra jyotisharaja chamdra chamdravatamsaka vimanamam sudharmasabhamam chamdra simhasanamam besine 4000 samaniko, saparivara chara agramahishio, trana parshada, sata anika, sata anikadhipatio, 16,000 atmarakshaka devo, bija pana ghana jyotishka devo ane devio sathe samparivarine moti ahata – nritya – gita – vajimtra – tamtri – tala – tala – trutita – dhana mridamgana karata madhura svara vade divya bhogopabhoga bhogavato vicharavane samartha chhe, matra parivarariddhi vade vichari shake, pana maithuna nimitte samartha nathi. Te jyotishendra jyotisharaja suryani ketali agramahishio kaheli chhe\? Teni chara agramahishio kaheli chhe, te a pramane – suryaprabha, atapa, archimala, prabhamkara. Baki badhum chamdrani maphaka janavum. Vishesha e ke – suryavatamsaka vimana yavat maithuna nimittarupa bhoga bhogavavane samartha nathi. Sutra– 127. Jyotishka devoni ketalo kala sthiti kaheli chhe\? Jaghanyathi ashtabhaga palyopama ane utkrishtathi palyopama ane eka lakha varsha adhika janavi. Te jyotishka devini ketali kala sthiti kaheli chhe\? Te jaghanyathi ashtabhaga palyopama ane utkrishtathi ardha palyopama ane 50,000 varsha adhika janavi. Chamdra vimanamam devoni ketalo kala sthiti kaheli chhe\? Jaghanyathi chaturbhaga palyopama ane utkrishtathi palyopama ane lakha varsha adhika kahi chhe, tema janavi. Chamdra vimanamam devini ketalo kala sthiti kaheli chhe\? Jaghanyathi chaturbhaga palyopama, utkrishtathi ardhapalyopama ane 50,000 varsha adhika kahi chhe, tema janavi. Surya vimanamam devoni ketala kalani sthiti kaheli chhe\? Jaghanyathi chaturbhaga palyopama ane utkrishtathi palyopama ane 1000 varsha adhika janavi. Surya vimanamam devini ketala kalani sthiti kaheli chhe\? Jaghanyathi chaturbhaga palyopama ane utkrishtathi ardha palyopama ane 500 varsha adhika janavi. Graha vimanamam devoni ketala kalani sthiti kaheli chhe? Jaghanyathi chaturbhaga palyopama ane utkrishtathi ardha palyopama ane 500 varsha adhika janavi. Graha vimanamam devoni ketalo kala sthiti kaheli chhe? Jaghanyathi chaturbhaga palyopama ane utkrishtathi palyopama. Graha vimanamam devini ketalo kala sthiti kahi chhe? Jaghanyathi chaturbhaga palyopama ane utkrishtathi ardha palyopama. Nakshatra vimanamam devoni ketalo kala sthiti kaheli chhe? Jaghanyathi chaturbhaga palyopama ane utkrishtathi ardha – palyopama. Nakshatra vimanamam devini ketali kala sthiti kahi chhe? Jaghanyathi ashtabhaga palyopama ane utkrishtathi chaturbhaga palyopama. Tara vimanamam devoni prichchha. Jaghanyathi ashtabhaga palyopama, utkrishtathi chaturbhaga palyopama. Tara vimanamam devini prichchha. Jaghanyathi ashtabhaga palyopama ane utkrishtathi satireka ashtabhaga palyopama. Sutra– 128. Te a chamdra – surya – graha – nakshatra – tararupamam kona konathi alpa, bahu, tulya ke visheshadhika chhe\? Te chamdra ane surya a bamne tulya chhe ane sauthi thodam chhe, nakshatro tenathi samkhyatagana chhe, graho tenathi samkhyata gana chhe ane tara tenathi samkhyatagana chhe. Sutra samdarbha– 125–128 |