Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1106850
Scripture Name( English ): Pragnapana Translated Scripture Name : પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

पद-२८ आहार

Translated Chapter :

પદ-૨૮ આહાર

Section : उद्देशक-१ Translated Section : ઉદ્દેશક-૧
Sutra Number : 550 Category : Upang-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] १-२ सच्चित्ताहारट्ठी ३ केवति ४ किं वा वि ५ सव्वओ चेव । ६ कतिभागं ७ सव्वे खलु, ८ परिणामे चेव बोधव्वे ॥
Sutra Meaning : સૂત્ર– ૫૫૦. સચિત્તાહારી, આહારાર્થી, કાળ, શેનો આહાર, સર્વતઃ, કેટલામો ભાગ, સર્વ પુદ્‌ગલ, કેવા રૂપે પરિણમે, સૂત્ર– ૫૫૧. એકેન્દ્રિયાદિ શરીરાદિ આહાર કરે ?, લોમાહાર, મનોભક્ષી એ પદોની વ્યાખ્યા કરવી.(આટલા વિષયોની અહી વિચારણા કરવની છે.) સૂત્ર– ૫૫૨. ભગવન્‌ ! નૈરયિકો સચિત્તાહારી, અચિત્તાહારી કે મિશ્રાહારી હોય ? તેઓ સચિત્ત કે મિશ્રાહારી નથી, પણ અચિત્તાહારી છે. એ રીતે અસુરકુમારથી વૈમાનિક સુધી જાણવું. ઔદારિક શરીરી યાવત્‌ મનુષ્યો સચિત્ત, અચિત્ત, મિશ્ર એ ત્રણે આહારી હોય. ભગવન્‌ ! નૈરયિકો આહારાર્થી હોય ? હા, હોય. નૈરયિકોને કેટલા કાળે આહારેચ્છા ઉત્પન્ન થાય ? ગૌતમ ! નૈરયિકોને બે પ્રકારે આહાર છે – આભોગ નિર્વર્તિત અને અનાભોગ નિર્વર્તિત. તેમાં અનાભોગ નિર્વર્તિત આહાર પ્રતિસમય નિરંતર હોય, આભોગ નિર્વર્તિત આહારની ઇચ્છા અસંખ્યાત સમયના અંતર્મુહૂર્ત્તે થાય. ભગવન્‌ ! નૈરયિકો શેનો આહાર કરે છે ? દ્રવ્યથી અનંત પ્રદેશી, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશી, કાળથી કોઈપણ સ્થિતિક, ભાવથી વર્ણ – ગંધ – રસ – સ્પર્શવાળા પુદ્‌ગલ સ્કંધોનો આહાર કરે છે. ભાવથી જે વર્ણવાળા પુદ્‌ગલો આહારે છે, તે શું એકવર્ણી યાવત્‌ પંચવર્ણી પુદ્‌ગલો આહારે છે? સ્થાન માર્ગણાથી એકવર્ણી યાવત્‌ પંચવર્ણી પુદ્‌ગલો આહારે છે ? અને વિધાન માર્ગણાથી કાળા વર્ણના યાવત્‌ શુક્લ વર્ણના પુદ્‌ગલોનો આહાર કરે છે. વર્ણથી કાળા વર્ણના પુદ્‌ગલોનો આહાર કરે છે, તે શું એકગુણ કાળા વર્ણના યાવત્‌ દશ ગુણ કાળા વર્ણના, સંખ્યાત – અસંખ્યાત કે અનંતગુણ કાળા વર્ણના પુદ્‌ગલોનો આહાર કરે છે? એક ગુણ યાવત્‌ અનંતગુણ કાળાવર્ણી પુદ્‌ગલોનો આહાર કરે છે. એ પ્રમાણે યાવત્‌ અનંતગુણ શુક્લવર્ણી પુદ્‌ગલોનો પણ આહાર કરે છે. એમ ગંધ અને સરસમાં પણ જાણવું. ભાવથી જે સ્પર્શવાળા પુદ્‌ગલોનો આહાર કરે છે, તેમાં એક – બે – ત્રણ સ્પર્શવાળાનો આહાર કરતો નથી. પણ ચારથી આઠ સ્પર્શવાળાનો આહાર કરે છે. વિધાનમાર્ગણાથી કર્કશ યાવત્‌ રૂક્ષ પુદ્‌ગલોનો પણ આહાર કરે છે. સ્પર્શથી જે કર્કશ પુદ્‌ગલોનો આહાર કરે છે તે એકગુણ યાવત્‌ અનંતગુણ કર્કશ પુદ્‌ગલોનો આહાર કરે છે, એમ આઠ સ્પર્શો કહેવા. યાવત્‌ અનંતગુણ રૂક્ષ પુદ્‌ગલોનો પણ આહાર કરે છે. ભગવન્‌! જે અનંતગુણ રૂક્ષ પુદ્‌ગલ દ્રવ્યોનો આહાર કરે છે, તે સ્પૃષ્ટ કે અસ્પૃષ્ટ પુદ્‌ગલોનો આહાર કરે છે? ગૌતમ! સ્પૃષ્ટનો આહાર કરે છે, અસ્પૃષ્ટ પુદ્‌ગલોનો નહીં – ઇત્યાદિ જેમ ભાષા ઉદ્દેશામાં કહ્યું તેમ યાવત્‌ છ દિશાથી આહાર કરે છે. બહુલતાથી વર્ણથી કાળા અને લીલા, ગંધથી દુર્ગંધી, રસથી કડવા અને તીખા, સ્પર્શથી કર્કશ, ગુરુ, શીત, રૂક્ષ પુદ્‌ગલ દ્રવ્યોનો આહાર કરે છે. તેઓના પૂર્વના વર્ણ – ગંધ – રસ – સ્પર્શ ગુણનો વિપરિણામ કરી, પરિપીડન કરી, નાશ કરી, વિધ્વંસ કરી બીજા અપૂર્વ વર્ણ – ગંધ – રસ – સ્પર્શ ગુણને ઉત્પન્ન કરી પોતાના શરીરરૂપ ક્ષેત્રમાં રહેલા પુદ્‌ગલોનો સર્વાત્મા વડે આહાર કરે છે. ભગવન્‌ ! નૈરયિકો સર્વતઃ આહાર કરે છે, સર્વતઃ પરિણમાવે છે, સર્વાત્મા વડે ઉચ્છ્‌વાસ લે છે – નિઃશ્વાસ મૂકે છે, વારંવાર આહાર કરે છે – પરિણમાવે છે – ઉચ્છ્‌વાસ લે છે – નિઃશ્વાસ મૂકે છે ? ગૌતમ ! હા, બધું તે પ્રમાણે જ કહેવું. ભગવન્‌ ! નૈરયિકો જે પુદ્‌ગલો આહારપણે ગ્રહણ કરે છે, તે પુદ્‌ગલોના કેટલા ભાગે ભાવિકાળે આહાર કરે છે, કેટલા ભાગે આસ્વાદ કરે છે ? ગૌતમ! અસંખ્યાતમા ભાગનો આહારપણે ઉપયોગ કરે, અનંતમાં ભાગનો આસ્વાદ લે. ભગવન્‌ ! નૈરયિકો જે પુદ્‌ગલો આહારપણે ગ્રહણ કરે છે તે બધા પુદ્‌ગલોનો આહાર કરે છે કે કરતો નથી ? બધા અપરિશેષ પુદ્‌ગલોનો આહાર કરે છે. જે પુદ્‌ગલો આહારપણે ગ્રહણ કરે છે, તે પુદ્‌ગલો તેઓને કેવા રૂપે વારંવાર પરિણમે છે ? તેમને શ્રોત્ર યાવત્‌ સ્પર્શનેન્દ્રિયપણે, અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ, અમનોહર, અનિચ્છનીય, અનભિલાષિતપણે, અધોપણે પણ ઉર્ધ્વપણે નહીં, દુઃખરૂપે પણ સુખરૂપે નહીં, એ રીતે પરિણમે છે. સૂત્ર– ૫૫૩. ભગવન્‌ ! અસુરકુમારો આહારેચ્છાવાળા હોય ? હા, હોય. નૈરયિકોવત્‌ અસુરકુમારોને કહેવું યાવત્‌ તેમને વારંવાર પરિણમે છે. તેમાં આભોગ નિર્વર્તિત આહાર જઘન્યથી એક દિવસે, ઉત્કૃષ્ટ સાધિક હજાર વર્ષે આહારેચ્છા થાય છે. સામાન્ય કારણથી વર્ણથી પીળા અને સફેદ, ગંધથી સુગંધી, રસથી ખાટા અને મધુર, સ્પર્શથી મૃદુ, લઘુ, સ્નિગ્ધ, ઉષ્ણ પુદ્‌ગલો તથા તેઓના પૂર્વના વર્ણગુણનો વિપરિણામ કરી યાવત્‌ સ્પર્શનેન્દ્રિયપણે યાવત્‌ મનોહરપણે, ઇચ્છનીયપણે, અભિલષિતપણે, ઉર્ધ્વપણે, લઘુપણે, સુખરૂપે વારંવાર પરિણમે છે, બાકી બધું નૈરયિકવત્‌ સમજવું. એમ સ્તનિતકુમાર સુધી જાણવું. પણ ઇચ્છાપૂર્વક આહાર સંબંધે ઉત્કૃષ્ટ દિવસ પૃથક્ત્વે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. સૂત્ર સંદર્ભ– ૫૫૦–૫૫૩
Mool Sutra Transliteration : [gatha] 1-2 sachchittaharatthi 3 kevati 4 kim va vi 5 savvao cheva. 6 katibhagam 7 savve khalu, 8 pariname cheva bodhavve.
Sutra Meaning Transliteration : Sutra– 550. Sachittahari, ahararthi, kala, sheno ahara, sarvatah, ketalamo bhaga, sarva pudgala, keva rupe pariname, Sutra– 551. Ekendriyadi shariradi ahara kare\?, lomahara, manobhakshi e padoni vyakhya karavi.(atala vishayoni ahi vicharana karavani chhe.) Sutra– 552. Bhagavan ! Nairayiko sachittahari, achittahari ke mishrahari hoya\? Teo sachitta ke mishrahari nathi, pana achittahari chhe. E rite asurakumarathi vaimanika sudhi janavum. Audarika shariri yavat manushyo sachitta, achitta, mishra e trane ahari hoya. Bhagavan ! Nairayiko ahararthi hoya\? Ha, hoya. Nairayikone ketala kale aharechchha utpanna thaya\? Gautama ! Nairayikone be prakare ahara chhe – abhoga nirvartita ane anabhoga nirvartita. Temam anabhoga nirvartita ahara pratisamaya niramtara hoya, abhoga nirvartita aharani ichchha asamkhyata samayana amtarmuhurtte thaya. Bhagavan ! Nairayiko sheno ahara kare chhe\? Dravyathi anamta pradeshi, kshetrathi asamkhyata pradeshi, kalathi koipana sthitika, bhavathi varna – gamdha – rasa – sparshavala pudgala skamdhono ahara kare chhe. Bhavathi je varnavala pudgalo ahare chhe, te shum ekavarni yavat pamchavarni pudgalo ahare chhe? Sthana marganathi ekavarni yavat pamchavarni pudgalo ahare chhe\? Ane vidhana marganathi kala varnana yavat shukla varnana pudgalono ahara kare chhe. Varnathi kala varnana pudgalono ahara kare chhe, te shum ekaguna kala varnana yavat dasha guna kala varnana, samkhyata – asamkhyata ke anamtaguna kala varnana pudgalono ahara kare chhe? Eka guna yavat anamtaguna kalavarni pudgalono ahara kare chhe. E pramane yavat anamtaguna shuklavarni pudgalono pana ahara kare chhe. Ema gamdha ane sarasamam pana janavum. Bhavathi je sparshavala pudgalono ahara kare chhe, temam eka – be – trana sparshavalano ahara karato nathi. Pana charathi atha sparshavalano ahara kare chhe. Vidhanamarganathi karkasha yavat ruksha pudgalono pana ahara kare chhe. Sparshathi je karkasha pudgalono ahara kare chhe te ekaguna yavat anamtaguna karkasha pudgalono ahara kare chhe, ema atha sparsho kaheva. Yavat anamtaguna ruksha pudgalono pana ahara kare chhe. Bhagavan! Je anamtaguna ruksha pudgala dravyono ahara kare chhe, te sprishta ke asprishta pudgalono ahara kare chhe? Gautama! Sprishtano ahara kare chhe, asprishta pudgalono nahim – ityadi jema bhasha uddeshamam kahyum tema yavat chha dishathi ahara kare chhe. Bahulatathi varnathi kala ane lila, gamdhathi durgamdhi, rasathi kadava ane tikha, sparshathi karkasha, guru, shita, ruksha pudgala dravyono ahara kare chhe. Teona purvana varna – gamdha – rasa – sparsha gunano viparinama kari, paripidana kari, nasha kari, vidhvamsa kari bija apurva varna – gamdha – rasa – sparsha gunane utpanna kari potana sharirarupa kshetramam rahela pudgalono sarvatma vade ahara kare chhe. Bhagavan ! Nairayiko sarvatah ahara kare chhe, sarvatah parinamave chhe, sarvatma vade uchchhvasa le chhe – nihshvasa muke chhe, varamvara ahara kare chhe – parinamave chhe – uchchhvasa le chhe – nihshvasa muke chhe\? Gautama ! Ha, badhum te pramane ja kahevum. Bhagavan ! Nairayiko je pudgalo aharapane grahana kare chhe, te pudgalona ketala bhage bhavikale ahara kare chhe, ketala bhage asvada kare chhe\? Gautama! Asamkhyatama bhagano aharapane upayoga kare, anamtamam bhagano asvada le. Bhagavan ! Nairayiko je pudgalo aharapane grahana kare chhe te badha pudgalono ahara kare chhe ke karato nathi\? Badha aparishesha pudgalono ahara kare chhe. Je pudgalo aharapane grahana kare chhe, te pudgalo teone keva rupe varamvara pariname chhe\? Temane shrotra yavat sparshanendriyapane, anishta, akamta, apriya, ashubha, amanojnya, amanohara, anichchhaniya, anabhilashitapane, adhopane pana urdhvapane nahim, duhkharupe pana sukharupe nahim, e rite pariname chhe. Sutra– 553. Bhagavan ! Asurakumaro aharechchhavala hoya\? Ha, hoya. Nairayikovat asurakumarone kahevum yavat temane varamvara pariname chhe. Temam abhoga nirvartita ahara jaghanyathi eka divase, utkrishta sadhika hajara varshe aharechchha thaya chhe. Samanya karanathi varnathi pila ane sapheda, gamdhathi sugamdhi, rasathi khata ane madhura, sparshathi mridu, laghu, snigdha, ushna pudgalo tatha teona purvana varnagunano viparinama kari yavat sparshanendriyapane yavat manoharapane, ichchhaniyapane, abhilashitapane, urdhvapane, laghupane, sukharupe varamvara pariname chhe, baki badhum nairayikavat samajavum. Ema stanitakumara sudhi janavum. Pana ichchhapurvaka ahara sambamdhe utkrishta divasa prithaktve aharani ichchha utpanna thaya chhe. Sutra samdarbha– 550–553