Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1106751
Scripture Name( English ): Pragnapana Translated Scripture Name : પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

पद-१७ लेश्या

Translated Chapter :

પદ-૧૭ લેશ્યા

Section : उद्देशक-२ Translated Section : ઉદ્દેશક-૨
Sutra Number : 451 Category : Upang-04
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] कति णं भंते! लेस्साओ पन्नत्ताओ? गोयमा! छल्लेस्साओ पन्नत्ताओ, तं जहा–कण्हलेस्सा नीललेस्सा काउलेस्सा तेउलेस्सा पम्हलेस्सा सुक्कलेस्सा।
Sutra Meaning : સૂત્ર– ૪૫૧. ભગવન્‌ ! લેશ્યા કેટલી છે ? ગૌતમ ! છ, આ પ્રમાણે – કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજોલેશ્યા, પદ્મલેશ્યા, શુક્લલેશ્યા. સૂત્ર– ૪૫૨. ભગવન્‌ ! નૈરયિકોને કેટલી લેશ્યા છે ? ગૌતમ ! ત્રણ – કૃષ્ણ, નીલ, કાપોત. ભગવન્‌ ! તિર્યંચોને કેટલી લેશ્યા છે ? ગૌતમ ! છ – કૃષ્ણ યાવત્‌ શુક્લલેશ્યા. ભગવન્‌! એકેન્દ્રિયોને કેટલી લેશ્યા છે ? ગૌતમ ! ચાર – કૃષ્ણ યાવત્‌ તેજોલેશ્યા. ભગવન્‌ ! પૃથ્વીકાયિકોને કેટલી લેશ્યા છે ? ગૌતમ ! એકેન્દ્રિય પ્રમાણે જાણવું. અપ્‌કાયિક અને વનસ્પતિ – કાયિકોને પણ એમ જ જાણવું. તેઉકાયિકો વાયુકાયિકો વિકલેન્દ્રિયોને નૈરયિકોની માફક જાણવા. પંચેન્દ્રિય તિર્યંચની પૃચ્છા. ગૌતમ ! તેમને છ લેશ્યા હોય – કૃષ્ણલેશ્યા યાવત્‌ શુક્લલેશ્યા. સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયની પૃચ્છા – ગૌતમ! નૈરયિકોવત્‌ જાણવું. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોની પૃચ્છા – ગૌતમ ! છ લેશ્યા હોય – કૃષ્ણ યાવત્‌ શુક્લ૦ તિર્યંચયોનિક સ્ત્રી સંબંધી પૃચ્છા – ગૌતમ ! એ જ છ લેશ્યાઓ હોય છે. મનુષ્યોની પૃચ્છા – ગૌતમ ! એ જ છ લેશ્યા હોય છે. સંમૂર્ચ્છિમ મનુષ્યોની પૃચ્છા – ગૌતમ ! નૈરયિકોવત્‌ જાણવું. ગર્ભજ મનુષ્યોની પૃચ્છા – છ લેશ્યા છે, કૃષ્ણ યાવત્‌ લેશ્યા મનુષ્ય સ્ત્રી વિશે પૃચ્છા – ગૌતમ ! એમ જ જાણવું. દેવ વિશે પૃચ્છા – એ જ છ લેશ્યાઓ હોય. દેવી વિશે પૃચ્છા – ચાર લેશ્યા હોય, કૃષ્ણ યાવત્‌ તેજોલેશ્યા. ભવનવાસી દેવો વિશે પૃચ્છા – ગૌતમ ! એમ જ છે. ભવનવાસી દેવી પણ તેમજ જાણવા. વ્યંતર દેવ અને દેવી પણ તેમજ જાણવા. જ્યોતિષ્ક વિશે પૃચ્છા – ગૌતમ! એક તેજોલેશ્યા હોય. એ પ્રમાણે જ્યોતિષ્ક દેવી પણ જાણવી. વૈમાનિક વિશે પૃચ્છા – ગૌતમ! ત્રણ – તેજો, પદ્મ, શુક્લ લેશ્યા. વૈમાનિકીને એક તેજોલેશ્યા. સૂત્ર– ૪૫૩. ભગવન્‌ ! આ સલેશ્યી, કૃષ્ણલેશ્યી યાવત્‌ શુક્લલેશ્યી અને અલેશ્યી જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં જીવો શુક્લલેશ્યી છે, પદ્મલેશ્યી તેથી સંખ્યાતગણા, તેજોલેશ્યી તેથી સંખ્યાતગણા, અલેશ્યી તેથી અનંતગણા, કાપોતલેશ્યી તેથી અનંતગણા, નીલલેશ્યી વિશેષાધિક, કૃષ્ણલેશ્યી વિશેષાધિક અને તેનાથી સલેશ્યી જીવો વિશેષાધિક છે. સૂત્ર સંદર્ભ– ૪૫૧–૪૫૩
Mool Sutra Transliteration : [sutra] kati nam bhamte! Lessao pannattao? Goyama! Chhallessao pannattao, tam jaha–kanhalessa nilalessa kaulessa teulessa pamhalessa sukkalessa.
Sutra Meaning Transliteration : Sutra– 451. Bhagavan ! Leshya ketali chhe\? Gautama ! Chha, a pramane – krishnaleshya, nilaleshya, kapotaleshya, tejoleshya, padmaleshya, shuklaleshya. Sutra– 452. Bhagavan ! Nairayikone ketali leshya chhe\? Gautama ! Trana – krishna, nila, kapota. Bhagavan ! Tiryamchone ketali leshya chhe\? Gautama ! Chha – krishna yavat shuklaleshya. Bhagavan! Ekendriyone ketali leshya chhe\? Gautama ! Chara – krishna yavat tejoleshya. Bhagavan ! Prithvikayikone ketali leshya chhe\? Gautama ! Ekendriya pramane janavum. Apkayika ane vanaspati – kayikone pana ema ja janavum. Teukayiko vayukayiko vikalendriyone nairayikoni maphaka janava. Pamchendriya tiryamchani prichchha. Gautama ! Temane chha leshya hoya – krishnaleshya yavat shuklaleshya. Sammurchchhima tiryamcha pamchendriyani prichchha – gautama! Nairayikovat janavum. Garbhaja pamchendriya tiryamchoni prichchha – gautama ! Chha leshya hoya – krishna yavat shukla0 Tiryamchayonika stri sambamdhi prichchha – gautama ! E ja chha leshyao hoya chhe. Manushyoni prichchha – gautama ! E ja chha leshya hoya chhe. Sammurchchhima manushyoni prichchha – gautama ! Nairayikovat janavum. Garbhaja manushyoni prichchha – chha leshya chhe, krishna yavat leshya Manushya stri vishe prichchha – gautama ! Ema ja janavum. Deva vishe prichchha – e ja chha leshyao hoya. Devi vishe prichchha – chara leshya hoya, krishna yavat tejoleshya. Bhavanavasi devo vishe prichchha – gautama ! Ema ja chhe. Bhavanavasi devi pana temaja janava. Vyamtara deva ane devi pana temaja janava. Jyotishka vishe prichchha – gautama! Eka tejoleshya hoya. E pramane jyotishka devi pana janavi. Vaimanika vishe prichchha – gautama! Trana – tejo, padma, shukla leshya. Vaimanikine eka tejoleshya. Sutra– 453. Bhagavan ! A saleshyi, krishnaleshyi yavat shuklaleshyi ane aleshyi jivomam kona konathi alpa, bahu, tulya ke visheshadhika chhe\? Gautama ! Sauthi thodam jivo shuklaleshyi chhe, padmaleshyi tethi samkhyatagana, tejoleshyi tethi samkhyatagana, aleshyi tethi anamtagana, kapotaleshyi tethi anamtagana, nilaleshyi visheshadhika, krishnaleshyi visheshadhika ane tenathi saleshyi jivo visheshadhika chhe. Sutra samdarbha– 451–453