Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106733 | ||
Scripture Name( English ): | Pragnapana | Translated Scripture Name : | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
पद-१५ ईन्द्रिय |
Translated Chapter : |
પદ-૧૫ ઈન્દ્રિય |
Section : | उद्देशक-२ | Translated Section : | ઉદ્દેશક-૨ |
Sutra Number : | 433 | Category : | Upang-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] १ इंदिय-उवचय २ निव्वत्तणा य ३ समया भवे असंखेज्जा । ४ लद्धी ५ उवओगद्धा, ६ अप्पाबहुए विसेसाहिया ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૪૩૩. ઇન્દ્રિયોપચય, નિર્વર્તના, તેના અસંખ્યાત સમયો, લબ્ધિ, ઉપયોગ કાળ, અલ્પબહુત્વમાં વિશેષાધિક. સૂત્ર– ૪૩૪. અવગાહના, અપાય, ઇહા, વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, અતીત – બદ્ધ – પુરસ્કૃત્ દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. એ બાર અધિકારો બીજા ઉદ્દેશામાં છે.. સૂત્ર– ૪૩૫. ભગવન્ ! કેટલા પ્રકારે ઇન્દ્રિયોપચય છે? ગૌતમ! પાંચ પ્રકારે – શ્રોત્રેન્દ્રિયોપચય, ચક્ષુરિન્દ્રિયોપચય, ઘ્રાણેન્દ્રિયોપચય, જિહ્વેન્દ્રિયોપચય, સ્પર્શનેન્દ્રિયોપચય. ભગવન્ ! નૈરયિકોને કેટલા ઇન્દ્રિયોપચય છે ? ગૌતમ ! પાંચ ભેદે – શ્રોત્ર યાવત્ સ્પર્શન ઇન્દ્રિયોપચય. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. જેને જેટલી ઇન્દ્રિયો હોય, તેને તેટલા ભેદે ઇન્દ્રિયોપચય કહેવો. ભગવન્ ! ઇન્દ્રય નિર્વર્તના કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે – શ્રોત્રેન્દ્રિય નિર્વર્તના યાવત્ સ્પર્શનેન્દ્રિય નિર્વર્તના. એ રીતે નૈરયિકથી વૈમાનિક સુધી, જેને જેટલી ઇન્દ્રિયો હોય તે કહેવી. ભગવન્ ! શ્રોત્રેન્દ્રિય નિર્વર્તના કેટલા સમયની છે ? ગૌતમ ! અસંખ્યાતા સમયના અંતર્મુહૂર્ત્તની છે. એ પ્રમાણે સ્પર્શન ઇન્દ્રિય નિર્વર્તના સુધી જાણવું. નૈરયિકોથી વૈમાનિક સુધી જાણવું. ભગવન્ ! કેટલા પ્રકારે ઇન્દ્રિયલબ્ધિ છે? ગૌતમ ! પાંચ ભેદે – શ્રોત્રેન્દ્રિય લબ્ધિ યાવત્ સ્પર્શનેન્દ્રિય લબ્ધિ. એ રીતે નૈરયિક યાવત્ વૈમાનિકોને જાણવા. પણ જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલા ભેદે ઇન્દ્રિયલબ્ધિ કહેવી. ભગવન્ ! ઇન્દ્રિય ઉપયોગકાળ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે – શ્રોત્રેન્દ્રિય યાવત્ સ્પર્શનેન્દ્રિય ઉપયોગાદ્ધા. એ પ્રમાણે નૈરયિકથી વૈમાનિક સુધી જાણવા. પણ જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલા પ્રકારે ઇન્દ્રિય ઉપયોગકાળ કહેવો. ભગવન્ ! આ શ્રોત્રઇન્દ્રિય – ચક્ષુઇન્દ્રિય – ઘ્રાણઇન્દ્રિય – જિહ્વાઇન્દ્રિય – સ્પર્શનઇન્દ્રિયોના જઘન્ય ઉપયોગકાળ, ઉત્કૃષ્ટ ઉપયોગકાળ, જઘન્ય – ઉત્કૃષ્ટ ઉપયોગકાળમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય, વિશેષ છે ? ગૌતમ ! સૌથી થોડો ચક્ષુરિન્દ્રિયનો જઘન્ય ઉપયોગકાળ છે, શ્રોત્રેન્દ્રિય જઘન્ય ઉપયોગ કાળ વિશેષાધિક છે, ઘ્રાણેન્દ્રિયનો જઘન્ય ઉપયોગ કાળ વિશેષાધિક છે, જિહ્વેન્દ્રિય જઘન્ય ઉપયોગ કાળ વિશેષ અધિક છે. ઉત્કૃષ્ટ ઉપયોગકાળમાં સૌથી થોડો ચક્ષુરિન્દ્રિયનો ઉપયોગકાળ છે. તેનાથી શ્રોત્રઇન્દ્રિય – ઘ્રાણઇન્દ્રિય – જિહ્વાઇન્દ્રિય – સ્પર્શન ઇન્દ્રિયનો કાળ ઉત્તરોત્તર વિશેષાધિક છે. સ્પર્શનેન્દ્રિયના જઘન્ય ઉપયોગકાળથી ચક્ષુઇન્દ્રિય ઉત્કૃષ્ટ ઉપયોગકાળ વિશેષાધિક છે, તેનાથી શ્રોત્ર ઇન્દ્રિય ઘ્રાણઇન્દ્રિય જિહ્વાઇન્દ્રિય સ્પર્શન ઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગકાળ ક્રમશઃ વિશેષાધિક છે. ભગવન્ ! કેટલા પ્રકારે ઇન્દ્રિયાવગ્રહણા થાય છે ? ગૌતમ ! પાંચ પ્રકારે – શ્રોત્રેન્દ્રિય યાવત્ સ્પર્શનેન્દ્રિ – યાવગ્રહ. એમ નૈરયિકોથી વૈમાનિકને સ્વ – ઇન્દ્રિયાનુસાર કહેવા. સૂત્ર સંદર્ભ– ૪૩૩–૪૩૫ | ||
Mool Sutra Transliteration : | [gatha] 1 imdiya-uvachaya 2 nivvattana ya 3 samaya bhave asamkhejja. 4 laddhi 5 uvaogaddha, 6 appabahue visesahiya. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 433. Indriyopachaya, nirvartana, tena asamkhyata samayo, labdhi, upayoga kala, alpabahutvamam visheshadhika. Sutra– 434. Avagahana, apaya, iha, vyamjanavagraha, arthavagraha, atita – baddha – puraskrit dravyendriya ane bhavendriya. E bara adhikaro bija uddeshamam chhe.. Sutra– 435. Bhagavan ! Ketala prakare indriyopachaya chhe? Gautama! Pamcha prakare – shrotrendriyopachaya, chakshurindriyopachaya, ghranendriyopachaya, jihvendriyopachaya, sparshanendriyopachaya. Bhagavan ! Nairayikone ketala indriyopachaya chhe\? Gautama ! Pamcha bhede – shrotra yavat sparshana indriyopachaya. E pramane vaimanika sudhi janavum. Jene jetali indriyo hoya, tene tetala bhede indriyopachaya kahevo. Bhagavan ! Indraya nirvartana ketala bhede chhe\? Gautama ! Pamcha bhede – shrotrendriya nirvartana yavat sparshanendriya nirvartana. E rite nairayikathi vaimanika sudhi, jene jetali indriyo hoya te kahevi. Bhagavan ! Shrotrendriya nirvartana ketala samayani chhe\? Gautama ! Asamkhyata samayana amtarmuhurttani chhe. E pramane sparshana indriya nirvartana sudhi janavum. Nairayikothi vaimanika sudhi janavum. Bhagavan ! Ketala prakare indriyalabdhi chhe? Gautama ! Pamcha bhede – shrotrendriya labdhi yavat sparshanendriya labdhi. E rite nairayika yavat vaimanikone janava. Pana jene jetali indriyo hoya tene tetala bhede indriyalabdhi kahevi. Bhagavan ! Indriya upayogakala ketala bhede chhe\? Gautama ! Pamcha bhede – shrotrendriya yavat sparshanendriya upayogaddha. E pramane nairayikathi vaimanika sudhi janava. Pana jene jetali indriyo hoya tene tetala prakare indriya upayogakala kahevo. Bhagavan ! A shrotraindriya – chakshuindriya – ghranaindriya – jihvaindriya – sparshanaindriyona jaghanya upayogakala, utkrishta upayogakala, jaghanya – utkrishta upayogakalamam kona konathi alpa, bahu, tulya, vishesha chhe\? Gautama ! Sauthi thodo chakshurindriyano jaghanya upayogakala chhe, shrotrendriya jaghanya upayoga kala visheshadhika chhe, ghranendriyano jaghanya upayoga kala visheshadhika chhe, jihvendriya jaghanya upayoga kala vishesha adhika chhe. Utkrishta upayogakalamam sauthi thodo chakshurindriyano upayogakala chhe. Tenathi shrotraindriya – ghranaindriya – jihvaindriya – sparshana indriyano kala uttarottara visheshadhika chhe. Sparshanendriyana jaghanya upayogakalathi chakshuindriya utkrishta upayogakala visheshadhika chhe, tenathi shrotra indriya ghranaindriya jihvaindriya sparshana indriyano utkrishta upayogakala kramashah visheshadhika chhe. Bhagavan ! Ketala prakare indriyavagrahana thaya chhe\? Gautama ! Pamcha prakare – shrotrendriya yavat sparshanendri – yavagraha. Ema nairayikothi vaimanikane sva – indriyanusara kaheva. Sutra samdarbha– 433–435 |