Sutra Navigation: Jivajivabhigam ( જીવાભિગમ ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106050 | ||
Scripture Name( English ): | Jivajivabhigam | Translated Scripture Name : | જીવાભિગમ ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
चतुर्विध जीव प्रतिपत्ति |
Translated Chapter : |
ચતુર્વિધ જીવ પ્રતિપત્તિ |
Section : | चंद्र सूर्य अने तेना द्वीप | Translated Section : | ચંદ્ર સૂર્ય અને તેના દ્વીપ |
Sutra Number : | 250 | Category : | Upang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] समयखेत्ते मनुस्सखेत्ते णं भंते! केवतियं आयामविक्खंभेणं? केवतियं परिक्खेवेणं पन्नत्ते? गोयमा! पणयालीसं जोयणसयसहस्साइं आयामविक्खंभेणं, एगा जोयणकोडी बायालीसं च सयसहस्साइं तीसं च सहस्साइं दोन्नि य एऊणपण्णा जोयणसते किंचिविसेसाहिए परिक्खेवेणं पन्नत्ते। से केणट्ठेणं भंते! एवं वुच्चति–मनुस्सखेत्ते? मनुस्सखेत्ते? गोयमा! मनुस्सखेत्ते णं तिविधा मनुस्सा परिवसंति तं जहा–कम्मभूमगा अकम्मभूमगा अंतरदीवगा। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चति–मनुस्सखेत्ते, मनुस्सखेत्ते। अदुत्तरं च णं गोयमा! मनुस्सखेत्तस्स सासए नामधेज्जे जाव निच्चे। मनुस्सखेत्ते णं भंते! कति चंदा पभासिंसु वा पुच्छा कई सूरा तवइंसु वा पुच्छा (गोयमा) | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૫૦. ભગવન્ ! સમયક્ષેત્રની લંબાઈ, પહોળાઈ અને પરિધિ કેટલી છે ? ગૌતમ ! લંબાઈ – પહોળાઈ ૪૫ લાખ યોજન અને ૧,૪૨,૩૦,૨૪૯ યોજન પરિધિ છે. ભગવન્! મનુષ્ય ક્ષેત્રને મનુષ્યક્ષેત્ર કેમ કહે છે ? ગૌતમ ! મનુષ્ય ક્ષેત્રમાં ત્રણ ભેદે મનુષ્યો વસે છે, તે આ – કર્મભૂમક, અકર્મભૂમક, અંતર્દ્વીપક. તે કારણે હે ગૌતમ ! મનુષ્યક્ષેત્રને મનુષ્યક્ષેત્ર કહે છે. ભગવન્ ! મનુષ્ય ક્ષેત્રમાં કેટલા ચંદ્રો પ્રભાસ્યા૦ કેટલા સૂર્યો તપ્યા૦? સૂત્ર– ૨૫૧. ગૌતમ ! ૧૩૨ ચંદ્રો અને ૧૩૨ સૂર્યો પ્રભાસિત થઈને સકલ મનુષ્યક્ષેત્રમાં વિચરણ કરે છે. સૂત્ર– ૨૫૨. ૧૧,૬૧૬ મહાગ્રહો છે, ૩,૬૯૬ નક્ષત્રો છે. સૂત્ર– ૨૫૩. ૮૮,૪૦,૭૦૦ કોડાકોડી તારાગણ મનુષ્યલોકમાં – સૂત્ર– ૨૫૪. શોભતા હતા, શોભે છે અને શોભશે. સૂત્ર– ૨૫૫. આ રીતે મનુષ્યલોકમાં તારાપિંડ પૂર્વોક્ત સંખ્યાપ્રમાણ છે. મનુષ્યલોકની બહાર જિનેશ્વરોએ અસંખ્ય તારાપિંડ કહેલ છે. સૂત્ર– ૨૫૬. મનુષ્યલોકમાં જે આ તારા પ્રમાણ છે, તે જ્યોતિષ્ક દેવ છે, તે કદંબપુષ્પ સંસ્થિત છે, ચાર ચરે છે. સૂત્ર– ૨૫૭. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રનું પ્રમાણ મનુષ્યલોકમાં આટલું જ કહ્યું છે. જેના નામ ગોત્ર સામાન્યજન ન કહી શકે. સૂત્ર– ૨૫૮. બે ચંદ્ર અને બે સૂર્યની એક પિટક થાય છે. મનુષ્યલોકમાં ચંદ્ર – સૂર્યની આવી ૬૬ – ૬૬ પિટક છે. સૂત્ર– ૨૫૯. એક – એક પિટકમાં ૫૬ – ૫૬ નક્ષત્રો છે. મનુષ્યલોકમાં નક્ષત્રોની ૬૬ પિટક છે. સૂત્ર– ૨૬૦. એક – એક પિટકમાં ૧૭૬ – ૧૭૬ મહાગ્રહો છે. મનુષ્યલોકમાં મહાગ્રહોની ૬૬ પિટક છે. સૂત્ર– ૨૬૧. એક – એક પંક્તિમાં ૬૬ – ૬૬ ચંદ્ર અને સૂર્ય છે. મનુષ્યલોકમાં ચંદ્ર – સૂર્યોની ચાર – ચાર પંક્તિઓ છે. સૂત્ર– ૨૬૨. એક – એક પંક્તિમાં ૬૬ – ૬૬ નક્ષત્રો છે. મનુષ્ય લોકમાં નક્ષત્રોની ૫૬ – પંક્તિઓ છે. સૂત્ર– ૨૬૩. મનુષ્યલોકમાં ગ્રહોની ૧૭૬ પંક્તિઓ છે. તે પ્રત્યેક પંક્તિમાં ૬૬ – ૬૬ ગ્રહો છે. સૂત્ર– ૨૬૪. આ ચંદ્ર – સૂર્યાદિ બધા જ્યોતિષ્કમંડલ મેરુપર્વતને ચોતરફથી પ્રદક્ષિણા કરે છે. તે બધા પ્રદક્ષિણા – વર્ત્ત મંડલ છે. ચંદ્ર – સૂર્ય – ગ્રહ – ગણોના મંડળ અનવસ્થિત છે. સૂત્ર– ૨૬૫. નક્ષત્ર અને તારાના મંડલ અવસ્થિત જાણવા. તેઓ પણ પ્રદક્ષિણાવર્ત્ત જ મેરુને અનુચરે છે. સૂત્ર– ૨૬૬. સૂર્ય અને ચંદ્રનો ઉપર અને નીચે સંક્રમ થતો નથી. તેમનું વિચરણ તિર્છુ અભ્યંતર – બાહ્ય મંડલમાં છે સૂત્ર– ૨૬૭. ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, મહાગ્રહોના ચાર વિશેષથી મનુષ્યોના સુખ – દુઃખ પ્રભાવિત થાય છે. સૂત્ર– ૨૬૮. બાહ્યથી અભ્યંતરમંડલમાં પ્રવેશતા તેમનું તાપક્ષેત્ર નિયમા વધે છે. બહાર નીકળતા ક્રમશઃ ઘટે છે. સૂત્ર– ૨૬૯. તે સૂર્ય – ક્ષેત્રનો તાપક્ષેત્ર માર્ગ કદંબપુષ્પના આકાર જેવો છે. તે અંદર સંકુચિત અને બહાર વિસ્તૃત હોય છે. સૂત્ર– ૨૭૦. ચંદ્ર કેમ વધે છે અને કેમ ઘટે છે? કયા કારણે કૃષ્ણપક્ષ અને શુક્લપક્ષ થાય છે ? સૂત્ર– ૨૭૧. કૃષ્ણરાહુ વિમાન ચંદ્રથી સદા ચાર આંગળ દૂર રહી ચંદ્રની નીચે ચાલે છે. સૂત્ર– ૨૭૨. શુક્લપક્ષમાં ચંદ્ર પ્રતિદિન ૬૨ – ભાગ પ્રમાણ વધે છે અને કૃષ્ણપક્ષમાં ૬૨ – ભાગ પ્રમાણ ઘટે છે. સૂત્ર– ૨૭૩. ચંદ્રવિમાનના ૧૫માં ભાગને રાહુવિમાન પોતાના ૧૫ – મા ભાગથી ઢાંકે છે અને શુક્લપક્ષમાં તેને મુક્ત કરે છે. સૂત્ર– ૨૭૪. આ પ્રમાણે ચંદ્રની વૃદ્ધિ અને હાનિ થાય છે અને આ જ કારણે કૃષ્ણપક્ષ અને શુક્લપક્ષ થાય છે. સૂત્ર– ૨૭૫. મનુષ્યક્ષેત્રમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા. એ પાંચ પ્રકારના જ્યોતિષ્ક ચારોપગ ગતિશીલ છે. સૂત્ર– ૨૭૬. મનુષ્યક્ષેત્ર બહાર જે બાકીના ચંદ્ર, સૂર્ય, ગ્રહ, તારા, નક્ષત્રોને ગતિ નથી, ચાર નથી, તે અવસ્થિતજ છે સૂત્ર– ૨૭૭. જંબૂદ્વીપમાં બે ચંદ્ર – બે સૂર્ય, લવણ સમુદ્રમાં ચાર – ચાર, ઘાતકીખંડમાં બાર – બાર ચંદ્રો – સૂર્યો છે. સૂત્ર– ૨૭૮. જંબૂદ્વીપમાં બબ્બે ચંદ્ર – સૂર્યો છે. લવણસમુદ્રમાં તેથી બમણા છે. તેનાથી ત્રણગણા ઘાતકીખંડ દ્વીપમાં છે. સૂત્ર– ૨૭૯. ધાતકીખંડને આશ્રીને આગળના સમુદ્ર અને દ્વીપોમાં પૂર્વથી ત્રણગણા કરી, તેમાં પૂર્વ પૂર્વના ચંદ્ર – સૂર્યો જોડવા. સૂત્ર– ૨૮૦. જે દ્વીપ – સમુદ્રમાં નક્ષત્ર, ગ્રહ અને તારાનું પ્રમાણ જાણવાની ઇચ્છા હોય, તેના ચંદ્ર સાથે નક્ષત્રાદિને ગુણવા. સૂત્ર– ૨૮૧. મનુષ્યક્ષેત્ર બહાર જે ચંદ્ર અને સૂર્ય છે. તે ચંદ્રથી સૂર્ય અને સૂર્યથી ચંદ્રનું અંતર ૫૦,૦૦૦ યોજન છે. સૂત્ર– ૨૮૨. સૂર્યથી સૂર્યનું અને ચંદ્રથી ચંદ્રનું અંતર માનુષોત્તર પર્વતની બહાર એક લાખ યોજન છે. સૂત્ર– ૨૮૩. સૂર્યાંતરિત ચંદ્ર અને ચંદ્રાંતરિત સૂર્ય પોતાના તેજથી પ્રકાશિત હોય છે. તેની સુખલેશ્યા – મંદલેશ્યા વિચિત્ર છે. સૂત્ર– ૨૮૪. એક ચંદ્રના પરિવારમાં ૮૮ – ગ્રહો અને ૨૮ – નક્ષત્રો હોય છે. હવે આગળ તારાનું પ્રમાણ કહીશ. સૂત્ર– ૨૮૫. એક ચંદ્રના પરિવારમાં ૬૬,૯૭૫ કોડાકોડી તારાગણ છે. સૂત્ર– ૨૮૬. માનુષોત્તર પર્વતની બહાર ચંદ્ર અને સૂર્ય અવસ્થિત યોગવાળા હોય છે. ચંદ્ર અભિજિત નક્ષત્રથી અને સૂર્ય પુષ્પ નક્ષત્રથી યુક્ત રહે છે. સૂત્ર સંદર્ભ– ૨૫૦–૨૮૬ | ||
Mool Sutra Transliteration : | [sutra] samayakhette manussakhette nam bhamte! Kevatiyam ayamavikkhambhenam? Kevatiyam parikkhevenam pannatte? Goyama! Panayalisam joyanasayasahassaim ayamavikkhambhenam, ega joyanakodi bayalisam cha sayasahassaim tisam cha sahassaim donni ya eunapanna joyanasate kimchivisesahie parikkhevenam pannatte. Se kenatthenam bhamte! Evam vuchchati–manussakhette? Manussakhette? Goyama! Manussakhette nam tividha manussa parivasamti tam jaha–kammabhumaga akammabhumaga amtaradivaga. Se tenatthenam goyama! Evam vuchchati–manussakhette, manussakhette. Aduttaram cha nam goyama! Manussakhettassa sasae namadhejje java nichche. Manussakhette nam bhamte! Kati chamda pabhasimsu va puchchha kai sura tavaimsu va puchchha (goyama) | ||
Sutra Meaning Transliteration : | Sutra– 250. Bhagavan ! Samayakshetrani lambai, paholai ane paridhi ketali chhe\? Gautama ! Lambai – paholai 45 lakha yojana ane 1,42,30,249 yojana paridhi chhe. Bhagavan! Manushya kshetrane manushyakshetra kema kahe chhe\? Gautama ! Manushya kshetramam trana bhede manushyo vase chhe, te a – karmabhumaka, akarmabhumaka, amtardvipaka. Te karane he gautama ! Manushyakshetrane manushyakshetra kahe chhe. Bhagavan ! Manushya kshetramam ketala chamdro prabhasya0 ketala suryo tapya0? Sutra– 251. Gautama ! 132 chamdro ane 132 suryo prabhasita thaine sakala manushyakshetramam vicharana kare chhe. Sutra– 252. 11,616 mahagraho chhe, 3,696 nakshatro chhe. Sutra– 253. 88,40,700 kodakodi taragana manushyalokamam – Sutra– 254. Shobhata hata, shobhe chhe ane shobhashe. Sutra– 255. A rite manushyalokamam tarapimda purvokta samkhyapramana chhe. Manushyalokani bahara jineshvaroe asamkhya tarapimda kahela chhe. Sutra– 256. Manushyalokamam je a tara pramana chhe, te jyotishka deva chhe, te kadambapushpa samsthita chhe, chara chare chhe. Sutra– 257. Surya, chamdra, graha, nakshatranum pramana manushyalokamam atalum ja kahyum chhe. Jena nama gotra samanyajana na kahi shake. Sutra– 258. Be chamdra ane be suryani eka pitaka thaya chhe. Manushyalokamam chamdra – suryani avi 66 – 66 pitaka chhe. Sutra– 259. Eka – eka pitakamam 56 – 56 nakshatro chhe. Manushyalokamam nakshatroni 66 pitaka chhe. Sutra– 260. Eka – eka pitakamam 176 – 176 mahagraho chhe. Manushyalokamam mahagrahoni 66 pitaka chhe. Sutra– 261. Eka – eka pamktimam 66 – 66 chamdra ane surya chhe. Manushyalokamam chamdra – suryoni chara – chara pamktio chhe. Sutra– 262. Eka – eka pamktimam 66 – 66 nakshatro chhe. Manushya lokamam nakshatroni 56 – pamktio chhe. Sutra– 263. Manushyalokamam grahoni 176 pamktio chhe. Te pratyeka pamktimam 66 – 66 graho chhe. Sutra– 264. A chamdra – suryadi badha jyotishkamamdala meruparvatane chotaraphathi pradakshina kare chhe. Te badha pradakshina – vartta mamdala chhe. Chamdra – surya – graha – ganona mamdala anavasthita chhe. Sutra– 265. Nakshatra ane tarana mamdala avasthita janava. Teo pana pradakshinavartta ja merune anuchare chhe. Sutra– 266. Surya ane chamdrano upara ane niche samkrama thato nathi. Temanum vicharana tirchhu abhyamtara – bahya mamdalamam chhe Sutra– 267. Chamdra, surya, nakshatra, mahagrahona chara visheshathi manushyona sukha – duhkha prabhavita thaya chhe. Sutra– 268. Bahyathi abhyamtaramamdalamam praveshata temanum tapakshetra niyama vadhe chhe. Bahara nikalata kramashah ghate chhe. Sutra– 269. Te surya – kshetrano tapakshetra marga kadambapushpana akara jevo chhe. Te amdara samkuchita ane bahara vistrita hoya chhe. Sutra– 270. Chamdra kema vadhe chhe ane kema ghate chhe? Kaya karane krishnapaksha ane shuklapaksha thaya chhe\? Sutra– 271. Krishnarahu vimana chamdrathi sada chara amgala dura rahi chamdrani niche chale chhe. Sutra– 272. Shuklapakshamam chamdra pratidina 62 – bhaga pramana vadhe chhe ane krishnapakshamam 62 – bhaga pramana ghate chhe. Sutra– 273. Chamdravimanana 15mam bhagane rahuvimana potana 15 – ma bhagathi dhamke chhe ane shuklapakshamam tene mukta kare chhe. Sutra– 274. A pramane chamdrani vriddhi ane hani thaya chhe ane a ja karane krishnapaksha ane shuklapaksha thaya chhe. Sutra– 275. Manushyakshetramam chamdra, surya, graha, nakshatra, tara. E pamcha prakarana jyotishka charopaga gatishila chhe. Sutra– 276. Manushyakshetra bahara je bakina chamdra, surya, graha, tara, nakshatrone gati nathi, chara nathi, te avasthitaja chhe Sutra– 277. Jambudvipamam be chamdra – be surya, lavana samudramam chara – chara, ghatakikhamdamam bara – bara chamdro – suryo chhe. Sutra– 278. Jambudvipamam babbe chamdra – suryo chhe. Lavanasamudramam tethi bamana chhe. Tenathi tranagana ghatakikhamda dvipamam chhe. Sutra– 279. Dhatakikhamdane ashrine agalana samudra ane dvipomam purvathi tranagana kari, temam purva purvana chamdra – suryo jodava. Sutra– 280. Je dvipa – samudramam nakshatra, graha ane taranum pramana janavani ichchha hoya, tena chamdra sathe nakshatradine gunava. Sutra– 281. Manushyakshetra bahara je chamdra ane surya chhe. Te chamdrathi surya ane suryathi chamdranum amtara 50,000 yojana chhe. Sutra– 282. Suryathi suryanum ane chamdrathi chamdranum amtara manushottara parvatani bahara eka lakha yojana chhe. Sutra– 283. Suryamtarita chamdra ane chamdramtarita surya potana tejathi prakashita hoya chhe. Teni sukhaleshya – mamdaleshya vichitra chhe. Sutra– 284. Eka chamdrana parivaramam 88 – graho ane 28 – nakshatro hoya chhe. Have agala taranum pramana kahisha. Sutra– 285. Eka chamdrana parivaramam 66,975 kodakodi taragana chhe. Sutra– 286. Manushottara parvatani bahara chamdra ane surya avasthita yogavala hoya chhe. Chamdra abhijita nakshatrathi ane surya pushpa nakshatrathi yukta rahe chhe. Sutra samdarbha– 250–286 |