Sutra Navigation: Jivajivabhigam ( જીવાભિગમ ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1106028
Scripture Name( English ): Jivajivabhigam Translated Scripture Name : જીવાભિગમ ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

चतुर्विध जीव प्रतिपत्ति

Translated Chapter :

ચતુર્વિધ જીવ પ્રતિપત્તિ

Section : चंद्र सूर्य अने तेना द्वीप Translated Section : ચંદ્ર સૂર્ય અને તેના દ્વીપ
Sutra Number : 228 Category : Upang-03
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] धायइसंडं णं दीवं कालोदे नामं समुद्दे वट्टे वलयागारसंठाणसंठिते सव्वतो समंता संपरिक्खित्ताणं चिट्ठइ। कालोदे णं भंते! समुद्दे किं समचक्कवालसंठिते? विसमचक्कवालसंठिते? गोयमा! समचक्कवालसंठिते, नो विसमचक्कवालसंठिते। कालोदे णं भंते! समुद्दे केवतियं चक्कवालविक्खंभेणं? केवतियं परिक्खेवेणं पन्नत्ते? गोयमा! अट्ठ जोयणसयसहस्साइं चक्कवालविक्खंभेणं, एकाणउतिं जोयणसयसहस्साइं सत्तरिं च सहस्साइं छच्च पंचुत्तरे जोयणसते किंचिविसेसाहिए परिक्खेवेणं पन्नत्ते। से णं एगाए पउमवरवेदियाए, एगेणं वनसंडेणं सव्वओ समंता संपरिक्खित्ते दोण्हवि वण्णओ। कालोयस्स णं भंते! समुद्दस्स कति दारा पन्नत्ता? गोयमा! चत्तारि दारा पन्नत्ता, तं जहा–विजए वेजयंते जयंते अपराजिए। कहि णं भंते! कालोदस्स समुद्दस्स विजए नामं दारे पन्नत्ते? गोयमा! कालोदसमुद्दपुरत्थिम-पेरंते पुक्खरवरदीवपुरत्थिमद्धस्स पच्चत्थिमेणं सीतोदाए महानदीए उप्पिं, एत्थ णं कालोदस्स समुद्दस्स विजए नामं दारे पन्नत्ते। जंबुद्दीवगविजयसरिसा नवरं–रायहाणीओ पुरत्थिमेणं तिरियम-संखेज्जाइं जोयणसहस्साइं ओगाहित्ता अन्नंमि कालोदे समुद्दे जहा लवणे तहा चत्तारि रायहाणीओ समुद्दनामेसु। कालोयस्स णं भंते! समुद्दस्स दारस्स य दारस्स य एस णं केवतियं आबाहाए अंतरे पन्नत्ते? गोयमा!
Sutra Meaning : સૂત્ર– ૨૨૮. કાલોદ નામે સમુદ્ર વૃત્ત – વલયાકાર સંસ્થાને રહેલ છે. તે ઘાતકીખંડ દ્વીપને ચોતરફથી ઘેરીને રહેલો છે. કાલોદ સમુદ્ર શું સમચક્રવાલ સંસ્થાન સંસ્થિત છે કે વિષમ ચક્રવાલ સંસ્થાન સંસ્થિત છે ? ગૌતમ ! સમચક્રવાલ સંસ્થાન સંસ્થિત છે, વિષમ ચક્રવાલ સંસ્થાન સંસ્થિત નથી. ભગવન્‌ ! કાલોદ સમુદ્રનો ચક્રવાલ વિષ્કંભ અને પરિધિ કેટલા પ્રમાણ છે ? ગૌતમ ! આઠ લાખ યોજન ચક્રવાલ વિષ્કંભ છે અને પરિધિ ૯૧,૧૭,૬૦૫ યોજનથી કંઈક વિશેષાધિક કહી છે. તે એક પદ્મવર વેદિકા અને વનખંડથી પરિવૃત્ત છે. ભગવન્‌ ! કાલોદ સમુદ્રના કેટલા દ્વારો કહ્યા છે ? ગૌતમ ! ચાર દ્વારો. વિજય, વૈજયંત, જયંત, અપરાજિત. ભગવન્‌ ! કાલોદ સમુદ્રનું વિજયદ્વાર ક્યાં કહ્યું છે ? ગૌતમ ! કાલોદ સમુદ્રના પૂર્વ પર્યન્ત અને પૂર્વાર્દ્ધ પુષ્કરવર દ્વીપની પશ્ચિમે શીતોદા મહાનદીની ઉપર અહીં કાલોદ સમુદ્રનું વિજય નામે દ્વાર કહેલ છે. આઠ યોજન પ્રમાણ પૂર્વવત્‌ યાવત્‌ રાજધાની કહેવી. ભગવન્‌ ! કાલોદસમુદ્રનું વૈજયંત દ્વાર ક્યાં કહ્યું છે ? ગૌતમ ! કાલોદસમુદ્રના દક્ષિણ પર્યન્તે અને દક્ષિણાર્દ્ધ પુષ્કરવરદ્વીપની ઉત્તરે આ વૈજયંત દ્વાર છે. ભગવન્‌ ! કાલોદ સમુદ્રનું જયંત નામક દ્વાર ક્યાં કહ્યું છે ? ગૌતમ ! કાલોદ સમુદ્રનો પશ્ચિમ પર્યન્ત, પશ્ચિમાર્દ્ધ પુષ્કરવરદ્વીપની પૂર્વે શીતા મહાનદી ઉપર જયંતદ્વાર છે. ભગવન્‌ ! કાલોદ સમુદ્રનું અપરાજિત દ્વાર ક્યાં છે ? ગૌતમ ! કાલોદ સમુદ્રના ઉત્તરાર્દ્ધ પર્યન્તે, ઉત્તરાર્દ્ધ પુષ્કરવર દ્વીપની દક્ષિણે આ અપરાજિત દ્વાર છે. બાકી પૂર્વવત્‌. ભગવન્‌ ! કાલોદ સમુદ્રના એક દ્વારથી બીજા દ્વારનું અબાધા અંતર કેટલું કહ્યું છે ? ગૌતમ! સૂત્ર– ૨૨૯. ૨૨,૯૨,૬૪૬ યોજન અને ત્રણ કોશ, સૂત્ર– ૨૩૦. એક દ્વારથી બીજા દ્વારનું અંતર કહેલ છે. ભગવન્‌ ! કાલોદ સમુદ્રના પ્રદેશો પુષ્કરવર દ્વીપને સ્પર્શે છે. એ જ રીતે પુષ્કરવર દ્વીપના પ્રદેશો વિશે પણ સમજવુ. એ પ્રમાણે પુષ્કરવર દ્વીપના જીવો મરીને આદિ પૂર્વવત્‌ કહેવું. ભગવન્‌ ! કાલોદ સમુદ્રને કાલોદ સમુદ્ર કેમ કહે છે ? ગૌતમ ! કાલોદ સમુદ્રનું પણ આસ્વાદ્ય, માંસલ, પેશલ, કાળનું છે. અડદની રાશિના વર્ણનું છે. સ્વાભાવિક ઉદકરસવાળુ છે. ત્યાં કાલ અને મહાકાલ એ બે મહર્દ્ધિક યાવત્‌ પલ્યોપમસ્થિતિક દેવ વસે છે. તેથી ગૌતમ! તેનું ‘કાલોદ’ એવું નામ છે. યાવત્‌ આ નામ નિત્ય છે. ભગવન્‌! કાલોદસમુદ્રમાં કેટલા ચંદ્રો પ્રકાશ્યા હતા, પ્રકાશે છે, પ્રકાશશે?, ગૌતમ! કાલોદસમુદ્રમાં ૪૨ ચંદ્રો છે સૂત્ર– ૨૩૧. ૪૨ ચંદ્રો, ૪૨ સૂર્યો કાલોદધિમાં સંબદ્ધ લેશ્યાવાળા વિચરણ કરે છે. સૂત્ર– ૨૩૨. ૧૧૭૬ નક્ષત્રો અને ૩૬૯૬ મહાગ્રહો છે. સૂત્ર– ૨૩૩. ૨૮,૧૨,૯૫૦ કોડાકોડી તારાગણ, સૂત્ર– ૨૩૪. શોભતો હતો, શોભે છે અને શોભશે. સૂત્ર સંદર્ભ– ૨૨૮–૨૩૪
Mool Sutra Transliteration : [sutra] dhayaisamdam nam divam kalode namam samudde vatte valayagarasamthanasamthite savvato samamta samparikkhittanam chitthai. Kalode nam bhamte! Samudde kim samachakkavalasamthite? Visamachakkavalasamthite? Goyama! Samachakkavalasamthite, no visamachakkavalasamthite. Kalode nam bhamte! Samudde kevatiyam chakkavalavikkhambhenam? Kevatiyam parikkhevenam pannatte? Goyama! Attha joyanasayasahassaim chakkavalavikkhambhenam, ekanautim joyanasayasahassaim sattarim cha sahassaim chhachcha pamchuttare joyanasate kimchivisesahie parikkhevenam pannatte. Se nam egae paumavaravediyae, egenam vanasamdenam savvao samamta samparikkhitte donhavi vannao. Kaloyassa nam bhamte! Samuddassa kati dara pannatta? Goyama! Chattari dara pannatta, tam jaha–vijae vejayamte jayamte aparajie. Kahi nam bhamte! Kalodassa samuddassa vijae namam dare pannatte? Goyama! Kalodasamuddapuratthima-peramte pukkharavaradivapuratthimaddhassa pachchatthimenam sitodae mahanadie uppim, ettha nam kalodassa samuddassa vijae namam dare pannatte. Jambuddivagavijayasarisa navaram–rayahanio puratthimenam tiriyama-samkhejjaim joyanasahassaim ogahitta annammi kalode samudde jaha lavane taha chattari rayahanio samuddanamesu. Kaloyassa nam bhamte! Samuddassa darassa ya darassa ya esa nam kevatiyam abahae amtare pannatte? Goyama!
Sutra Meaning Transliteration : Sutra– 228. Kaloda name samudra vritta – valayakara samsthane rahela chhe. Te ghatakikhamda dvipane chotaraphathi gherine rahelo chhe. Kaloda samudra shum samachakravala samsthana samsthita chhe ke vishama chakravala samsthana samsthita chhe\? Gautama ! Samachakravala samsthana samsthita chhe, vishama chakravala samsthana samsthita nathi. Bhagavan ! Kaloda samudrano chakravala vishkambha ane paridhi ketala pramana chhe\? Gautama ! Atha lakha yojana chakravala vishkambha chhe ane paridhi 91,17,605 yojanathi kamika visheshadhika kahi chhe. Te eka padmavara vedika ane vanakhamdathi parivritta chhe. Bhagavan ! Kaloda samudrana ketala dvaro kahya chhe\? Gautama ! Chara dvaro. Vijaya, vaijayamta, jayamta, aparajita. Bhagavan ! Kaloda samudranum vijayadvara kyam kahyum chhe\? Gautama ! Kaloda samudrana purva paryanta ane purvarddha pushkaravara dvipani pashchime shitoda mahanadini upara ahim kaloda samudranum vijaya name dvara kahela chhe. Atha yojana pramana purvavat yavat rajadhani kahevi. Bhagavan ! Kalodasamudranum vaijayamta dvara kyam kahyum chhe\? Gautama ! Kalodasamudrana dakshina paryante ane dakshinarddha pushkaravaradvipani uttare a vaijayamta dvara chhe. Bhagavan ! Kaloda samudranum jayamta namaka dvara kyam kahyum chhe\? Gautama ! Kaloda samudrano pashchima paryanta, pashchimarddha pushkaravaradvipani purve shita mahanadi upara jayamtadvara chhe. Bhagavan ! Kaloda samudranum aparajita dvara kyam chhe\? Gautama ! Kaloda samudrana uttararddha paryante, uttararddha pushkaravara dvipani dakshine a aparajita dvara chhe. Baki purvavat. Bhagavan ! Kaloda samudrana eka dvarathi bija dvaranum abadha amtara ketalum kahyum chhe\? Gautama! Sutra– 229. 22,92,646 yojana ane trana kosha, Sutra– 230. Eka dvarathi bija dvaranum amtara kahela chhe. Bhagavan ! Kaloda samudrana pradesho pushkaravara dvipane sparshe chhe. E ja rite pushkaravara dvipana pradesho vishe pana samajavu. E pramane pushkaravara dvipana jivo marine adi purvavat kahevum. Bhagavan ! Kaloda samudrane kaloda samudra kema kahe chhe\? Gautama ! Kaloda samudranum pana asvadya, mamsala, peshala, kalanum chhe. Adadani rashina varnanum chhe. Svabhavika udakarasavalu chhe. Tyam kala ane mahakala e be maharddhika yavat palyopamasthitika deva vase chhe. Tethi gautama! Tenum ‘kaloda’ evum nama chhe. Yavat a nama nitya chhe. Bhagavan! Kalodasamudramam ketala chamdro prakashya hata, prakashe chhe, prakashashe?, gautama! Kalodasamudramam 42 chamdro chhe Sutra– 231. 42 chamdro, 42 suryo kalodadhimam sambaddha leshyavala vicharana kare chhe. Sutra– 232. 1176 nakshatro ane 3696 mahagraho chhe. Sutra– 233. 28,12,950 kodakodi taragana, Sutra– 234. Shobhato hato, shobhe chhe ane shobhashe. Sutra samdarbha– 228–234