Sutra Navigation: Auppatik ( ઔપપાતિક ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1105656
Scripture Name( English ): Auppatik Translated Scripture Name : ઔપપાતિક ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

उपपात वर्णन

Translated Chapter :

ઉપપાત વર્ણન

Section : Translated Section :
Sutra Number : 56 Category : Upang-01
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] कहिं पडिहया सिद्धा? कहिं सिद्धा पइट्ठिया? । कहिं बोदिं चइत्ताणं, कत्थ गंतूण सिज्झई ॥
Sutra Meaning : સૂત્ર– ૫૬. સિદ્ધો ક્યાં પ્રતિહત છે ? સિદ્ધો ક્યાં પ્રતિષ્ઠિત છે ? અહીં શરીર ત્યાગ કરીને ક્યાં જઈને સિદ્ધ થાય છે ? સૂત્ર– ૫૭. સિદ્ધો અલોકમાં પ્રતિહત થાય છે, લોકાગ્રે પ્રતિષ્ઠિત થાય છે, અહીં શરીર છોડીને, ત્યાં જઈને સિદ્ધ થાય છે. સૂત્ર– ૫૮. જે સંસ્થાન આ ભવે છે, તેને છેલ્લા સમયે ત્યજીને પ્રદેશધન સંસ્થાન થઈને ત્યાં રહે છે. સૂત્ર– ૫૯. છેલ્લા ભવમાં દીર્ઘ કે હ્રસ્વ જે સંસ્થાન હોય છે, તેથી ત્રણ ભાગ હીન સિદ્ધની અવગાહના કહેલી છે. સૂત્ર– ૬૦. ૩૩૩ ધનુષ તથા ૧/૩ ધનુષ સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના હોય છે, તેમ સર્વજ્ઞએ કહેલ છે. સૂત્ર– ૬૧. સિદ્ધોની મધ્યમ અવગાહના ચાર હાથ અને ૧/૩ ભાગ ન્યૂન એક હાથ હોય છે, તેમ સર્વજ્ઞોએ નિરૂપિત કરેલ છે. સૂત્ર– ૬૨. સિદ્ધોની જઘન્ય અવગાહના એક હાથ અને આઠ અંગુલ હોય છે, એ પ્રમાણે સિદ્ધોએ ભણેલ છે. સૂત્ર– ૬૩. સિદ્ધો અંતિમ ભવની અવગાહનાથી ત્રીજો ભાગ ન્યૂન અવગાહના યુક્ત હોય છે. જરા – મરણથી મુક્ત થયેલનો આકાર – સંસ્થાન અનિત્થંત્થ – કોઈ લૌકીક આકારને મળતું નથી. સૂત્ર– ૬૪. જ્યાં એક સિદ્ધ છે, ત્યાં ભવક્ષયથી વિમુક્ત અનંત સિદ્ધો છે, જે પરસ્પર અવગાઢ છે, તે બધાં લોકાંતે સંસ્પર્શ કરીને છે. સૂત્ર– ૬૫. સિદ્ધો સર્વ આત્મપ્રદેશથી અનંત સિદ્ધોને સંપૂર્ણરૂપે સંસ્પર્શ કરેલ છે, તેનાથી અંખ્યાતગુણ સિદ્ધ એવા છે, જે દેશ અને પ્રદેશોથી એકબીજામાં અવગાઢ છે. સૂત્ર– ૬૬. સિદ્ધો, અશરીરી – જીવઘન – દર્શન અને જ્ઞાનોપયુક્ત છે. એ રીતે સાકાર અને અનાકાર ચેતનાએ સિદ્ધોનું લક્ષણ છે. સૂત્ર– ૬૭. તેઓ કેવળ જ્ઞાનોપયોગથી બધા પદાર્થોના ગુણો અને પર્યાયોને જાણે છે, અનંત કેવલીદર્શનથી સર્વતઃ સર્વ ભાવો જુએ છે. સૂત્ર– ૬૮. સિદ્ધોને જે અવ્યાબાધ, શાશ્વત સુખ પ્રાપ્ત છે, તે મનુષ્યોને કે સર્વે દેવતાઓને પણ પ્રાપ્ત થતું નથી. સૂત્ર– ૬૯. દેવોનું જે સુખ ત્રણે કાળનું છે, તેના સમૂહને અનંત ગુણ કરાય તો પણ તે મોક્ષ સુખની સમાન થઈ શકતું નથી. સૂત્ર– ૭૦. એક સિદ્ધના સુખોને સર્વકાળથી ગુણિત કરવાથી જે સુખરાશિ નિષ્પન્ન થાય છે, તેને જો અનંત વર્ગથી વિભાજિત કરવામાં આવે, તો જે સુખરાશિ ભાગફળના સ્વરૂપમાં પ્રાપ્ત થાય, તે પણ એટલી અધિક હોય છે કે સંપૂર્ણ આકાશમાં સમાવિષ્ટ થઈ શકતી નથી. સૂત્ર– ૭૧. જેમ કોઈ મ્લેચ્છ પુરુષ નગરના અનેકવિધ ગુણોને જાણતો પણ વનમાં તેવી ઉપમાના અભાવે તે ગુણોને વર્ણવી ન શકે. સૂત્ર– ૭૨. તેમ સિદ્ધોનું સુખ અનુપમ છે, તેની કોઈ ઉપમા નથી. તો પણ વિશેષરૂપે તેને ઉપમા દ્વારા સમજાવાય છે, તે સાંભળો. સૂત્ર– ૭૩. જેમ કોઈ પુરુષ સર્વકામગુણિત ભોજન કરી, ભૂખ – તરસથી મુક્ત થઈને અપરિમિત તૃપ્તિને અનુભવે છે, તેમ – સૂત્ર– ૭૪. સર્વકાલતૃપ્ત – અનુપમ શાંતિયુક્ત સિદ્ધ શાશ્વત તથા અવ્યાબાધ પરમ સુખમાં નિમગ્ન રહે છે. સૂત્ર– ૭૫. તેઓ સિદ્ધ છે, બુદ્ધ છે, પારગત છે, પરંપરગત છે, કર્મકવચથી ઉન્મુક્ત છે, અજર – અમર અને અસંગ છે. સૂત્ર– ૭૬. સિદ્ધ બધા દુઃખોથી નિસ્તીર્ણ છે, જન્મ – જરા – મરણ બંધનથી વિમુક્ત છે, અવ્યાબાધ – શાશ્વત સુખોને અનુભવતા રહે છે. સૂત્ર– ૭૭. અતુલ્ય સુખ સાગરમાં લીન, અવ્યાબાધ – અનુપમ મુક્તાવસ્થા પ્રાપ્ત, સિદ્ધો સર્વ અનાગતકાળમાં સદા સુખ પ્રાપ્ત રહે છે. સૂત્ર સંદર્ભ– ૫૬–૭૭
Mool Sutra Transliteration : [gatha] kahim padihaya siddha? Kahim siddha paitthiya?. Kahim bodim chaittanam, kattha gamtuna sijjhai.
Sutra Meaning Transliteration : Sutra– 56. Siddho kyam pratihata chhe\? Siddho kyam pratishthita chhe\? Ahim sharira tyaga karine kyam jaine siddha thaya chhe\? Sutra– 57. Siddho alokamam pratihata thaya chhe, lokagre pratishthita thaya chhe, ahim sharira chhodine, tyam jaine siddha thaya chhe. Sutra– 58. Je samsthana a bhave chhe, tene chhella samaye tyajine pradeshadhana samsthana thaine tyam rahe chhe. Sutra– 59. Chhella bhavamam dirgha ke hrasva je samsthana hoya chhe, tethi trana bhaga hina siddhani avagahana kaheli chhe. Sutra– 60. 333 dhanusha tatha 1/3 dhanusha siddhoni utkrishta avagahana hoya chhe, tema sarvajnyae kahela chhe. Sutra– 61. Siddhoni madhyama avagahana chara hatha ane 1/3 bhaga nyuna eka hatha hoya chhe, tema sarvajnyoe nirupita karela chhe. Sutra– 62. Siddhoni jaghanya avagahana eka hatha ane atha amgula hoya chhe, e pramane siddhoe bhanela chhe. Sutra– 63. Siddho amtima bhavani avagahanathi trijo bhaga nyuna avagahana yukta hoya chhe. Jara – maranathi mukta thayelano akara – samsthana anitthamttha – koi laukika akarane malatum nathi. Sutra– 64. Jyam eka siddha chhe, tyam bhavakshayathi vimukta anamta siddho chhe, je paraspara avagadha chhe, te badham lokamte samsparsha karine chhe. Sutra– 65. Siddho sarva atmapradeshathi anamta siddhone sampurnarupe samsparsha karela chhe, tenathi amkhyataguna siddha eva chhe, je desha ane pradeshothi ekabijamam avagadha chhe. Sutra– 66. Siddho, ashariri – jivaghana – darshana ane jnyanopayukta chhe. E rite sakara ane anakara chetanae siddhonum lakshana chhe. Sutra– 67. Teo kevala jnyanopayogathi badha padarthona guno ane paryayone jane chhe, anamta kevalidarshanathi sarvatah sarva bhavo jue chhe. Sutra– 68. Siddhone je avyabadha, shashvata sukha prapta chhe, te manushyone ke sarve devataone pana prapta thatum nathi. Sutra– 69. Devonum je sukha trane kalanum chhe, tena samuhane anamta guna karaya to pana te moksha sukhani samana thai shakatum nathi. Sutra– 70. Eka siddhana sukhone sarvakalathi gunita karavathi je sukharashi nishpanna thaya chhe, tene jo anamta vargathi vibhajita karavamam ave, to je sukharashi bhagaphalana svarupamam prapta thaya, te pana etali adhika hoya chhe ke sampurna akashamam samavishta thai shakati nathi. Sutra– 71. Jema koi mlechchha purusha nagarana anekavidha gunone janato pana vanamam tevi upamana abhave te gunone varnavi na shake. Sutra– 72. Tema siddhonum sukha anupama chhe, teni koi upama nathi. To pana vishesharupe tene upama dvara samajavaya chhe, te sambhalo. Sutra– 73. Jema koi purusha sarvakamagunita bhojana kari, bhukha – tarasathi mukta thaine aparimita triptine anubhave chhe, tema – Sutra– 74. Sarvakalatripta – anupama shamtiyukta siddha shashvata tatha avyabadha parama sukhamam nimagna rahe chhe. Sutra– 75. Teo siddha chhe, buddha chhe, paragata chhe, paramparagata chhe, karmakavachathi unmukta chhe, ajara – amara ane asamga chhe. Sutra– 76. Siddha badha duhkhothi nistirna chhe, janma – jara – marana bamdhanathi vimukta chhe, avyabadha – shashvata sukhone anubhavata rahe chhe. Sutra– 77. Atulya sukha sagaramam lina, avyabadha – anupama muktavastha prapta, siddho sarva anagatakalamam sada sukha prapta rahe chhe. Sutra samdarbha– 56–77