Sutra Navigation: Upasakdashang ( ઉપાસક દશાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1105112
Scripture Name( English ): Upasakdashang Translated Scripture Name : ઉપાસક દશાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-१ आनंद

Translated Chapter :

અધ્યયન-૧ આનંદ

Section : Translated Section :
Sutra Number : 12 Category : Ang-07
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] भंतेति! भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वयासी–पहू णं भंते! आनंदे समणोवासए देवानुप्पियाणं अंतिए मुंडे भवित्ता अगाराओ अनगारियं पव्वइत्तए? नो इणट्ठे समट्ठे। गोयमा! आनंदे णं समणोवासए बहूइं वासाइं समणोवासगपरियागं पाउणिहिति, पाउणित्ता एक्कारस य उवासगपडिमाओ सम्मं काएणं फासित्ता, मासियाए संलेहणाए अत्ताणं ज्झूसित्ता, सट्ठिं भत्ताइं अणसणाए छेदेत्ता, आलोइय-पडिक्कंते समाहिपत्ते कालमासे कालं किच्चा सोहम्मे कप्पे अरुणाभे विमाणे देवत्ताए उववज्जिहिति। तत्थ णं अत्थेगइयाणं देवाणं चत्तारि पलिओवमाइं ठिई पन्नत्ता। तत्थ णं आनंदस्स वि समणोवासगस्स चत्तारि पलिओवमाइं ठिई पन्नत्ता भविस्सई? तए णं समणे भगवं महावीरे अन्नदा कदाइ वाणियगामाओ नयराओ दूइपलासाओ चेइयाओ पडिनिक्खमइ, पडिनिक्खमित्ता बहिया जनवयविहारं विहरइ।
Sutra Meaning : સૂત્ર– ૧૨. ભંતે ! એમ કહી, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમીને કહ્યું – હે ભગવન્‌ ! આનંદ શ્રાવક આપની પાસે મુંડ યાવત્‌ દીક્ષિત થવા સમર્થ છે ? ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. આનંદ શ્રાવક ઘણા વર્ષ શ્રાવક પર્યાય પાળીને સૌધર્મકલ્પે અરુણ વિમાનમાં દેવપણે ઉપજશે. ત્યાં કેટલાક દેવોની સ્થિતિ ચાર પલ્યોપમની છે, ત્યાં આનંદ શ્રાવકની પણ ચાર પલ્યોપમ સ્થિતિ થશે. પછી ભગવંત અન્ય કોઈ દિવસે બાહ્ય યાવત્‌ વિચરે છે. સૂત્ર– ૧૩. પછી આનંદ, શ્રાવક થયો. જીવાજીવનો જ્ઞાતા થાયો યાવત્‌ સાધુ – સાધ્વીને પ્રતિલાભિત કરતો વિચરે છે. શિવાનંદા પણ શ્રાવિકા થઈ યાવત્‌ વિચરે છે. સૂત્ર– ૧૪. ત્યારપછી, તે આનંદને અનેક શીલવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન – પૌષધોપવાસ વડે આત્માને ભાવિત કરતા ચૌદ વર્ષો ગયા. પંદરમાં વર્ષમાં મધ્યમાં વર્તતા, કોઈ દિવસે મધ્યરાત્રિએ ધર્મજાગરિકા કરતા આવા પ્રકારે અધ્યવસાય, વિચાર, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે – હું વાણિજ્યગ્રામ નગરમાં ઘણા રાજા, ઇશ્વર યાવત્‌ પોતાના કુટુંબનો યાવત્‌ આધાર છું. આ વિક્ષેપોથી હું ભગવંત મહાવીર પાસે સ્વીકારેલ ધર્મપ્રજ્ઞપ્તિને કરવાને સમર્થ નથી. મારે ઉચિત છે કે આવતીકાલે યાવત્‌ સૂર્ય ઊગ્યા પછી વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવી, (ભગવતી સૂત્ર, શતક – ૩) પૂરણતાપસમાં કહ્યા મુજબ યાવત્‌ જ્યેષ્ઠપુત્રને કુટુંબમાં સ્થાપીને, તે મિત્ર, સ્વજન આદિ અને જ્યેષ્ઠ પુત્રને પૂછીને કોલ્લાગ સંનિવેશમાં જ્ઞાતકુલમાં પૌષધશાળા પ્રતિલેખીને શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મ પ્રજ્ઞપ્તિને સ્વીકારીને વિચરવું. આમ વિચારી, બીજે દિવસે પૂર્વવત્‌ જમી – જમાડીને, ભોજન બાદ તે સ્વજન, મિત્ર આદિને વિપુલ પુષ્પાદિ વડે સત્કારી, સન્માની, તે જ મિત્ર આદિની હાજરીમાં મોટા પુત્રને બોલાવીને કહ્યું – હે પુત્ર ! હું વાણિજ્યગ્રામમાં ઘણા રાજા, ઇશ્વર ઈત્યાદિના અનેક કાર્યોમાં અગ્રેસર આદિ થઇ વિચરું છું પણ મારે ઉચિત છે કે હાલ તને પોતાના કુટુંબના આલંબનાદિરૂપે સ્થાપીને યાવત્‌ ધર્મપ્રજ્ઞપ્તિ સહ વિચરું. મોટા પુત્રે ‘તહત્તિ’ કહીને આ અર્થને વિનયથી સ્વીકાર્યો. ત્યારે આનંદે તે જ મિત્ર આદિ સન્મુખ મોટા પુત્રને કુટુંબમાં સ્થાપીને કહ્યું – તમે આજથી મને બહુ કાર્યોમાં યાવત્‌ એક કે વધુ વખત પૂછશો નહીં, મારા માટે અશનાદિ ન કરાવશો, ન સંસ્કારશો. પછી આનંદે મોટા પુત્ર, મિત્રાદિને પૂછીને પોતાના ઘેરથી નીકળી, વાણિજ્યગ્રામ મધ્યેથી જઈને, કોલ્લાગ સંનિવેશમાં, જ્ઞાતકુલમાં પૌષધશાળા પાસે આવી, તેને પ્રમાર્જી, ઉચ્ચાર – પ્રસ્રવણભૂમિ પ્રતિલેખીને દર્ભ સંસ્તારક પાથરી, પૌષધશાળામાં પૌષધ લઈ દર્ભ સંથારે બેસી, ભગવંત મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ સ્વીકારીને રહ્યો. સૂત્ર સંદર્ભ– ૧૨–૧૪
Mool Sutra Transliteration : [sutra] bhamteti! Bhagavam goyame samanam bhagavam mahaviram vamdai namamsai, vamditta namamsitta evam vayasi–pahu nam bhamte! Anamde samanovasae devanuppiyanam amtie mumde bhavitta agarao anagariyam pavvaittae? No inatthe samatthe. Goyama! Anamde nam samanovasae bahuim vasaim samanovasagapariyagam paunihiti, paunitta ekkarasa ya uvasagapadimao sammam kaenam phasitta, masiyae samlehanae attanam jjhusitta, satthim bhattaim anasanae chhedetta, aloiya-padikkamte samahipatte kalamase kalam kichcha sohamme kappe arunabhe vimane devattae uvavajjihiti. Tattha nam atthegaiyanam devanam chattari paliovamaim thii pannatta. Tattha nam anamdassa vi samanovasagassa chattari paliovamaim thii pannatta bhavissai? Tae nam samane bhagavam mahavire annada kadai vaniyagamao nayarao duipalasao cheiyao padinikkhamai, padinikkhamitta bahiya janavayaviharam viharai.
Sutra Meaning Transliteration : Sutra– 12. Bhamte ! Ema kahi, gautamasvamie shramana bhagavamta mahavirane vamdi, namine kahyum – he bhagavan ! Anamda shravaka apani pase mumda yavat dikshita thava samartha chhe\? Gautama ! Te artha samartha nathi. Anamda shravaka ghana varsha shravaka paryaya paline saudharmakalpe aruna vimanamam devapane upajashe. Tyam ketalaka devoni sthiti chara palyopamani chhe, tyam anamda shravakani pana chara palyopama sthiti thashe. Pachhi bhagavamta anya koi divase bahya yavat vichare chhe. Sutra– 13. Pachhi anamda, shravaka thayo. Jivajivano jnyata thayo yavat sadhu – sadhvine pratilabhita karato vichare chhe. Shivanamda pana shravika thai yavat vichare chhe. Sutra– 14. Tyarapachhi, te anamdane aneka shilavrata, gunavrata, viramana, pratyakhyana – paushadhopavasa vade atmane bhavita karata chauda varsho gaya. Pamdaramam varshamam madhyamam vartata, koi divase madhyaratrie dharmajagarika karata ava prakare adhyavasaya, vichara, prarthita, manogata samkalpa utpanna thayo ke – hum vanijyagrama nagaramam ghana raja, ishvara yavat potana kutumbano yavat adhara chhum. A vikshepothi hum bhagavamta mahavira pase svikarela dharmaprajnyaptine karavane samartha nathi. Mare uchita chhe ke avatikale yavat surya ugya pachhi vipula ashana, pana, khadima, svadima taiyara karavi, (bhagavati sutra, shataka – 3) puranatapasamam kahya mujaba yavat jyeshthaputrane kutumbamam sthapine, te mitra, svajana adi ane jyeshtha putrane puchhine kollaga samniveshamam jnyatakulamam paushadhashala pratilekhine shramana bhagavamta mahavira pase dharma prajnyaptine svikarine vicharavum. Ama vichari, bije divase purvavat jami – jamadine, bhojana bada te svajana, mitra adine vipula pushpadi vade satkari, sanmani, te ja mitra adini hajarimam mota putrane bolavine kahyum – he putra ! Hum vanijyagramamam ghana raja, ishvara ityadina aneka karyomam agresara adi thai vicharum chhum pana mare uchita chhe ke hala tane potana kutumbana alambanadirupe sthapine yavat dharmaprajnyapti saha vicharum. Mota putre ‘tahatti’ kahine a arthane vinayathi svikaryo. Tyare anamde te ja mitra adi sanmukha mota putrane kutumbamam sthapine kahyum – tame ajathi mane bahu karyomam yavat eka ke vadhu vakhata puchhasho nahim, mara mate ashanadi na karavasho, na samskarasho. Pachhi anamde mota putra, mitradine puchhine potana gherathi nikali, vanijyagrama madhyethi jaine, kollaga samniveshamam, jnyatakulamam paushadhashala pase avi, tene pramarji, uchchara – prasravanabhumi pratilekhine darbha samstaraka pathari, paushadhashalamam paushadha lai darbha samthare besi, bhagavamta mahavirani dharmaprajnyapti svikarine rahyo. Sutra samdarbha– 12–14