Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104580
Scripture Name( English ): Bhagavati Translated Scripture Name : ભગવતી સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

उपसंहार

Translated Chapter :

ઉપસંહાર

Section : Translated Section :
Sutra Number : 1080 Category : Ang-05
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] चुलसीतिसयसहस्सा पयाण पवरवरणाण-दंसीहिं। भावाभावमणंता पन्नत्ता एत्थमंगम्मि ॥
Sutra Meaning : સૂત્ર– ૧૦૮૦. પ્રવર જ્ઞાનદર્શનધરે આ સૂત્રના ૮૪ લાખ પદો કહ્યા છે અને અનંતા ભાવાભાવ કહ્યા છે. સૂત્ર– ૧૦૮૧. ગુણ વિશાળ સંઘસમુદ્ર સદા જય પામે છે, જે જ્ઞાનરૂપી વિમલ – વિપુલ જળથી પરિપૂર્ણ છે, જેની તપ – નિયમ – વિનયરૂપી વેલા છે. જે સેંકડો હેતુરૂપ પ્રબળ વેગવાળો છે. સૂત્ર– ૧૦૮૨. ગૌતમાદિ ગણધરને નમસ્કાર થાઓ. ભગવતી વ્યાખ્યા પ્રજ્ઞપ્તિને નમસ્કાર થાઓ, દ્વાદશાંગ ગણિપિટકને નમસ્કાર થાઓ. સૂત્ર– ૧૦૮૩. કાચબા સમ સંસ્થિત ચરણવાળી, અમ્લાન કોરંટની કળી સમાન ભગવતી શ્રુતદેવી મારા મતિ અંધકારને વિનષ્ટ કરે. સૂત્ર– ૧૦૮૪. હાથમાં વિકસિત કમળવાળી, અંધકારનો નાશ કરેલ, નિત્ય બુધ અને વિબુદ્ધ દ્વારા નમંસિત શ્રુતાધિષ્ઠાત્રિ દેવી મને બુદ્ધિ આપે. સૂત્ર– ૧૦૮૫. જેના પ્રસાદથી જ્ઞાન શીખાયું, તે શ્રુત દેવતાને નમું છું. તથા શાંત કરનારી તે પ્રવચનદેવીને નમું છું. સૂત્ર– ૧૦૮૬. શ્રુતદેવતા, કુંભધર યક્ષ, બ્રહ્મશાંતિ, વૈરોટ્યા, વિદ્યા અને અંત હુંડી, લખનારને અવિઘ્ન આપો. સૂત્ર– ૧૦૮૭. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિના આરંભે આઠ શતકોના બબ્બે ઉદ્દેશકોને ઉદ્દિષ્ટ કરાય છે. પણ ચોથા શતકના આઠ ઉદ્દેશકોનો પહેલા દિવસે, બીજે દિવસે બે ઉદ્દેશકોનો ઉદ્દેશ કરાય છે. નવમા શતકથી આરંભીને જેટલુ – જેટલુ શીખે તેટલુ – તેટલુ એક દિવસે ઉદ્દેશાય છે. ઉત્કૃષ્ટથી એક દિવસમાં એક શતક, મધ્યથી બે દિવસે, જઘન્યથી ત્રણ દિવસ વડે વીસમાં શતક સુધી ઉદ્દેશો કરાય છે. માત્ર ગોશાળો એક દિવસ વડે ઉદ્દેશાય છે. જો શેષ રહી જાય તો એક આયંબિલ વડે અનુજ્ઞા કરાય છે. પછી શેષ રહે તો બે આયંબિલ વડે અનુજ્ઞા કરાય છે. ૨૧થી ૨૩ શતક એક – એક દિવસ વડે ઉદ્દેશાય છે. ૨૪મું શતક બે દિવસ વડે છ – છ ઉદ્દેશા, ૨૫મું બે દિવસે છ – છ ઉદ્દેશા વડે, બંધિશતક આદિ આઠ શતક એક દિવસથી, એ રીતે બેઇન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના બાર – બાર શતકો તથા ૨૧ – સંજ્ઞી પંચેન્દ્રિય મહાયુગ્મ શતકો આ બધાને એક – એક દિવસ વડે અલગ – અલગ. ઉદ્દેશો કરવો. છેલ્લા રાશિયુગ્મ શતકનો ઉદ્દેશો એક દિવસે કરવો. સૂત્ર સંદર્ભ– ૧૦૮૦–૧૦૮૭
Mool Sutra Transliteration : [gatha] chulasitisayasahassa payana pavaravaranana-damsihim. Bhavabhavamanamta pannatta etthamamgammi.
Sutra Meaning Transliteration : Sutra– 1080. Pravara jnyanadarshanadhare a sutrana 84 lakha pado kahya chhe ane anamta bhavabhava kahya chhe. Sutra– 1081. Guna vishala samghasamudra sada jaya pame chhe, je jnyanarupi vimala – vipula jalathi paripurna chhe, jeni tapa – niyama – vinayarupi vela chhe. Je semkado heturupa prabala vegavalo chhe. Sutra– 1082. Gautamadi ganadharane namaskara thao. Bhagavati vyakhya prajnyaptine namaskara thao, dvadashamga ganipitakane namaskara thao. Sutra– 1083. Kachaba sama samsthita charanavali, amlana koramtani kali samana bhagavati shrutadevi mara mati amdhakarane vinashta kare. Sutra– 1084. Hathamam vikasita kamalavali, amdhakarano nasha karela, nitya budha ane vibuddha dvara namamsita shrutadhishthatri devi mane buddhi ape. Sutra– 1085. Jena prasadathi jnyana shikhayum, te shruta devatane namum chhum. Tatha shamta karanari te pravachanadevine namum chhum. Sutra– 1086. Shrutadevata, kumbhadhara yaksha, brahmashamti, vairotya, vidya ane amta humdi, lakhanarane avighna apo. Sutra– 1087. Vyakhya prajnyaptina arambhe atha shatakona babbe uddeshakone uddishta karaya chhe. Pana chotha shatakana atha uddeshakono pahela divase, bije divase be uddeshakono uddesha karaya chhe. Navama shatakathi arambhine jetalu – jetalu shikhe tetalu – tetalu eka divase uddeshaya chhe. Utkrishtathi eka divasamam eka shataka, madhyathi be divase, jaghanyathi trana divasa vade visamam shataka sudhi uddesho karaya chhe. Matra goshalo eka divasa vade uddeshaya chhe. Jo shesha rahi jaya to eka ayambila vade anujnya karaya chhe. Pachhi shesha rahe to be ayambila vade anujnya karaya chhe. 21thi 23 shataka eka – eka divasa vade uddeshaya chhe. 24mum shataka be divasa vade chha – chha uddesha, 25mum be divase chha – chha uddesha vade, bamdhishataka adi atha shataka eka divasathi, e rite beindriyathi asamjnyi pamchendriya sudhina bara – bara shatako tatha 21 – samjnyi pamchendriya mahayugma shatako a badhane eka – eka divasa vade alaga – alaga. Uddesho karavo. Chhella rashiyugma shatakano uddesho eka divase karavo. Sutra samdarbha– 1080–1087