Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104463 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-२५ |
Translated Chapter : |
શતક-૨૫ |
Section : | उद्देशक-७ संयत | Translated Section : | ઉદ્દેશક-૭ સંયત |
Sutra Number : | 963 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] दुविहे तवे पन्नत्ते, तं जहा–बाहिरए य, अब्भिंतरए य। से किं तं बाहिरए तवे? बाहिरए तवे छविहे पन्नत्ते, तं जहा– | ||
Sutra Meaning : | સૂત્ર– ૯૬૩. તપ બે ભેદે છે – બાહ્ય અને અભ્યંતર. તે બાહ્ય તપ શું છે ? બાહ્ય તપ છ ભેદે છે. તે આ પ્રમાણે – સૂત્ર– ૯૬૪. અનશન, ઉણોદરી, ભિક્ષાચર્યા, રસપરિત્યાગ, કાયક્લેશ અને પ્રતિસંલીનતા. આ છ બાહ્ય તપ છે. સૂત્ર– ૯૬૫. તે અનશન શું છે ? બે ભેદે છે – ઇત્વરિક, યાવત્કથિત. તે ઇત્વરિક અનશન શું છે ? અનેક ભેદે છે, તે આ – ચતુર્થભક્ત, છઠ્ઠ ભક્ત, અઠ્ઠમભક્ત, દશમ ભક્ત, બારસ ભક્ત, ચૌદશ ભક્ત, અર્ધમાસિક ભક્ત, માસિક ભક્ત, બેમાસિક ભક્ત, ત્રિમાસિક ભક્ત યાવત્ છ માસિક. તે યાવત્કથિત શું છે? બે ભેદે છે – પાદપોપગમન, ભક્તપ્રત્યાખ્યાન. તે પાદપોપગમન શું છે ? બે ભેદે – નીર્હારિમ, અનીર્હારિમ. આ બંને નિયમથી અપ્રતિકર્મ છે. તે ભક્ત પ્રત્યાખ્યાન શું છે ? બે ભેદે છે – નીર્હારિમ, અનીર્હારિમ, આ બંને નિયમા સપ્રતિકર્મ છે. તે આ ભક્ત પ્રત્યાખ્યાન છે, તે આ યાવત્કથિત છે, તે આ અનશન છે. તે અવમોદરિકા શું છે ? બે ભેદે છે – દ્રવ્ય અવમોદરિકા અને ભાવ અવમોદરિકા. તે દ્રવ્ય અવમોદરિકા શું છે? બે ભેદે છે – ઉપકરણ દ્રવ્ય અવમોદરિકા અને ભોજન – પાન દ્રવ્ય અવમોદરિકા. તે ઉપકરણ દ્રવ્ય અવમોદરિકા શું છે? એક વસ્ત્ર, એક પાત્ર અને ત્યક્ત ઉપકરણ – સ્વદનતા અર્થાત ગૃહસ્થેપૂર્ણ ઉપયોગ કરી છોડી દીધેલા ઉપકરણ ગ્રહણ કરવા તે. તે ઉપકરણ દ્રવ્ય અવમોદરિકા છે. તે ભોજન – પાન દ્રવ્ય અવમોદરિકા શું છે ? કુકડીના ઇંડા પ્રમાણ આઠ કવલ આહાર કરવો તે અલ્પાહાર, બાર કવલ૦ આદિ જેમ શતક – ૭ના ઉદ્દેશા – ૧માં કહ્યું તેમ યાવત્ પ્રકામરસભોજી હોતા નથી એમ કહી શકાય છે. તે આ ભોજન – પાન – અવમોદરિકા, તે આ દ્રવ્ય – અવમોદરિકા છે. તે ભાવ – અવમોદરિકા શું છે ? તે અનેક ભેદે છે – અલ્પક્રોધ યાવત્ અલ્પલોભ, અલ્પશબ્દ, અલ્પઝંઝા, અલ્પ તું – તું, તે ભાવમોદરિકા. તે ભિક્ષાચર્યા શું છે ? તે અનેક ભેદે છે – દ્રવ્યાભિગ્રહચરક૦ આદિ જેમ ઉવવાઈ સૂત્રમાં કહ્યું તેમ યાવત્ શુદ્ધ એષણીય સંખ્યાદત્તિક. તે રસપરિત્યાગ શું છે ? અનેકવિધ છે. વિગઈ રહિતતા, પ્રણીત રસવર્જન૦ આદિ જેમ ઉવવાઈમાં છે, તેમ યાવત્ રૂક્ષાહાર કહેવું તે રસપરિત્યાગ. તે કાયક્લેશ શું છે ? તે અનેક ભેદે છે – સ્થાનાયતિગ(ઉભા રહેવું), ઉત્કુટુક આસનિક૦ આદિ જેમ ઉવવાઈ સૂત્રમાં છે તેમ કહેવું. યાવત્ શરીરના સર્વ સંસ્કાર અને શોભાનો ત્યાગ કરવો). તે આ કાયક્લેશ કહ્યો. તે પ્રતિસંલીનતા શું છે ? તે ચાર ભેદે છે – ઇન્દ્રિય પ્રતિસંલીનતા, કષાય પ્રતિસંલીનતા, યોગપ્રતિસંલીનતા, વિવિક્ત શયનાસન સેવનતા. તે ઇન્દ્રિય પ્રતિસંલીનતા શું છે ? પાંચ ભેદે છે – શ્રોત્રેન્દ્રિય વિષય પ્રચાર નિરોધ અથવા શ્રોત્રેન્દ્રિય વિષય પ્રાપ્ત પદાર્થોમાં રાગદ્વેષ નિગ્રહ. એ પ્રમાણે યાવત્ સ્પર્શનેન્દ્રિય વિષય પ્રચાર નિરોધ અથવા સ્પર્શનેન્દ્રિય વિષય પ્રાપ્ત પદાર્થોમાં રાગદ્વેષ નિગ્રહ. તે ઇન્દ્રિય પ્રતિસંલીનતા છે. તે કષાય પ્રતિસંલીનતા શું છે ? તે ચાર ભેદે છે – ક્રોધોદય નિરોધ અથવા ઉદય પ્રાપ્ત ક્રોધને વિફળ કરવો, એ પ્રમાણે યાવત્ લોભોદય નિરોધ અથવા ઉદય પ્રાપ્ત લોભને વિફળ કરવો. તે કષાયપ્રતિસંલીનતા છે. તે યોગ પ્રતિસંલીનતા શું છે ? તે ત્રણ ભેદે છે – મન – વચન – કાય યોગ પ્રતિસંલીનતા. તેમાં અકુશલ મન નિરોધ અથવા કુશલમન ઉદીરણા અથવા મનને એકાગ્ર કરવું તે મનયોગ પ્રતિસંલીનતા છે. વચન યોગ પ્રતિસંલીનતા ? અકુશલ વચન નિરોધ, અથવા કુશલ વચન ઉદીરણા અથવા વચનને એકાગ્ર કરવું. કાયયોગ પ્રતિસંલીનતા ? સમ્યક્ પ્રકારે સમાધિપૂર્વક પ્રશાંતભાવથી હાથ – પગને સંકુચિત કરવા, કાચબા માફક ગુપ્તેન્દ્રિય – આલીન – પ્રલીન થઈને રહેવું. તે આ કાય પ્રતિસંલીનતા છે, તે આ યોગ પ્રતિસંલીનતા છે. તે વિવિક્ત શયનાસન સેવનતા શું છે ? તે, જે આરામમાં, ઉદ્યાનમાં૦ જેમ સોમિલ ઉદ્દેશકમાં કહ્યું તેમ યાવત્ શય્યા સંસ્તારક સ્વીકારીને વિચરવું. તે વિવિક્ત શયનાસન સેવનતા, પ્રતિસંલીનતા, બાહ્ય તપ છે. તે અભ્યંતર તપ શું છે? છ ભેદે છે – પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ છે. તે પ્રાયશ્ચિત્ત શું છે ? તે દશ ભેદે છે – આલોચનાર્હ યાવત્ પારાંચિતાર્હ. તે આ પ્રાયશ્ચિત્ત છે. તે વિનય શું છે ? વિનય સાત ભેદે છે – જ્ઞાન વિનય, દર્શન વિનય, ચારિત્ર વિનય, મન વિનય, વચન વિનય, કાય વિનય, લોકોપચાર વિનય. તે જ્ઞાનવિનય શું છે પાંચ ભેદે છે – આભિનિબોધિકજ્ઞાન વિનય યાવત્ કેવળજ્ઞાન વિનય. તે આ જ્ઞાનવિનય છે. તે દર્શન વિનય શું છે ? બે ભેદે છે – શુશ્રૂષા વિનય, અનાશાતના વિનય. તે શુશ્રૂષા વિનય શું છે ? અનેક પ્રકારે છે. સત્કાર, સન્માન આદિ જેમ શતક – ૧૪, ઉદ્દેશા – ૩માં કહ્યા મુજબ યાવત્ પ્રતિસંસાધનતા. તે અનાશાતના વિનય શું છે ? તે ૪૫ ભેદે છે. તે આ પ્રમાણે – ૧.અરિહંતોની અનાશાતના, ૨.અરિહંત પ્રજ્ઞપ્ત ધર્મની અનાશાતના, ૩.આચાર્યની અનાશાતના, ૪. ઉપાધ્યાયની અનાશાતના, ૫. સ્થવિરની૦ ૬. કુળની૦ ૭. ગણની૦ ૮. સંઘની૦ ૯. ક્રિયામાં૦ ૧૦. સાંભોગિકની૦ ૧૧. આભિનિબોધિક જ્ઞાનની૦ યાવત્ ૧૫. કેવળજ્ઞાનની અનાશાતના. આ પંદરની ૧. ભક્તિ, ૨. બહુમાન, ૩. ગુણકીર્તન કરવું. એટલે ૧૫ × ૩ = ૪૫ ભેદ થયા.. તે અનાશાતના વિનય, તે દર્શન વિનય છે. તે ચારિત્રવિનય શું છે ? પાંચ ભેદે – સામાયિક ચારિત્રવિનય યાવત્ યથાખ્યાત ચારિત્રવિનય. તે આ ચારિત્ર વિનય છે. તે મન વિનય શું છે ? બે ભેદે છે – પ્રશસ્ત મન વિનય અને અપ્રશસ્ત મન વિનય. તે પ્રશસ્ત મન વિનય શું છે ? સાત ભેદે છે. તે આ – અપાપક(ક્રોધાદિ પાપરહિત), અસાવદ્ય(નિરવદ્ય), અક્રિય(કાયિકી આદિ ક્રિયા રહિત), નિરૂપકલેશ(શોકાદિ કલેશ રહિત), અનાશ્રવકર(આશ્રવ રહિત), અચ્છવિકર(સ્વ પરની પીડા રહિત), અભૂતાભિ – શંકિત(જીવોને ભય ન કરનાર). તે આ પ્રશસ્ત મન વિનય છે. તે અપ્રશસ્ત મન વિનય શું છે ? તે સાત ભેદે છે. તે આ – પાપક, સાવદ્ય યાવત્ ભૂતાભિશંકિત, તે અપ્રશસ્ત વિનય, મન વિનય છે. તે વચન વિનય શું છે ? બે ભેદે છે – પ્રશસ્ત વચન વિનય, અપ્રશસ્ત વચન વિનય. તે પ્રશસ્ત વચન વિનય શું છે ? સાત ભેદે છે – અપાપક યાવત્ અભૂતાભિશંકિત. તે અપ્રશસ્ત વચન વિનય શું છે? સાત ભેદે છે – પાપક, સાવદ્ય યાવત્ ભૂતાભિશંકિત. તે આ વચન વિનય છે. તે કાય વિનય શું છે ? બે ભેદે છે – પ્રશસ્તકાય વિનય, અપ્રશસ્તકાય વિનય. તે પ્રશસ્ત કાયવિનય શું છે ? સાત ભેદે છે – ઉપયોગપૂર્વક – ૧. ગમન, ૨. સ્થાન, ૩. નિષીદન, ૪. પડખું બદલુ, ૫. ઉલ્લંઘન, ૬. પ્રલંઘન, ૭. સર્વેન્દ્રિય યોગયુંજનતા. તે પ્રશસ્તકાય વિનય છે. તે અપ્રશસ્ત કાયવિનય શું છે ? સાત ભેદે છે. અનાયુક્ત – ઉપયોગરહિત. ગમન યાવત્ સર્વેન્દ્રિય યોગ યુંજનતા. × – તે લોકોપચાર વિનય શું છે ? સાત ભેદે છે – અભ્યાસવૃત્તિતા, પરછંદાનુવર્તિતા, કાર્યહેતુ, કૃતપ્રતિક્રિયા, આત્મ ગવેષણા, દેશકાલજ્ઞતા અને સર્વાર્થ – અપ્રતિલોમતા. તે લોકોપચાર વિનય છે, તે આ વિનય છે. સૂત્ર– ૯૬૬. તે વૈયાવચ્ચ શું છે ? તે દશ ભેદે છે – આચાર્ય વૈયાવચ્ચ, ઉપાધ્યાય વૈયાવચ્ચ, સ્થવિર વૈયાવચ્ચ, તપસ્વી૦, ગ્લાન૦, શૈક્ષ વૈયા૦, કુળવૈ૦, ગણવૈ૦, સંઘવૈ૦ અને સાધર્મિક વૈયાવચ્ચ. તે આ વૈયાવચ્ચ છે. સૂત્ર– ૯૬૭. તે સ્વાધ્યાય શું છે ? પાંચ ભેદે છે, તે આ – વાંચના, પ્રતિપૃચ્છના, પરિવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા. તે આ સ્વાધ્યાય છે. સૂત્ર– ૯૬૮. તે ધ્યાન શું છે ? ચાર ભેદે છે, તે આ – આર્ત્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન. ૧. આર્ત્તધ્યાન ચાર ભેદે છે – ૧. અમનોજ્ઞ સંપ્રયોગ સંપ્રાપ્તિમાં તેના વિયોગની ચિંતા કરવી. ૨. મનોજ્ઞ સંપ્રયોગ સંપ્રાપ્તિમાં તેના અવિયોગની ચિંતા કરવી. ૩. આતંક (રોગાદિ) સંપ્રયોગ સંપ્રાપ્તિમાં તેના વિયોગની ચિંતા કરવી. ૪. પરિસેવિત કામભોગ સંપ્રયોગ સંપ્રાપ્તિમાં તેના અવિયોગની ચિંતા કરવી. આર્ત્તધ્યાનના ચાર લક્ષણો છે. તે આ – ક્રંદનતા, શોચનતા(શોક કરવો), તપનતા(આંસુ પાડવા) અને પરિવેદનતા(વિલાપ કરવો). ૨. રૌદ્રધ્યાન ચાર ભેદે છે – હિંસાનુબંધી, મૃષાનુબંધી, સ્તેયાનુબંધી, સંરક્ષણાનુબંધી. રૌદ્રધ્યાનના ચાર લક્ષણો છે. ઓસન્ન દોષ, બહુલ દોષ, અજ્ઞાન દોષ, આમરણાંત દોષ. ૩. ધર્મધ્યાન ચાર ભેદે અને ચતુષ્પ્રત્યવતાર છે – આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય, સંસ્થાન વિચય. ધર્મધ્યાનના ચાર લક્ષણ છે – આજ્ઞારૂચિ, નિસર્ગરૂચિ, સૂત્રરૂચિ, અવગાઢરૂચિ. ધર્મધ્યાનના ચાર આલંબન છે – વાચના, પ્રતિપૃચ્છના, પરિવર્તના, ધર્મકથા. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે – એકત્વાનુપ્રેક્ષા, અનિત્યાનુપ્રેક્ષા, અશરણાનુપ્રેક્ષા, સંસારાનુપ્રેક્ષા. ૪. શુક્લધ્યાન ચાર ભેદે અને ચતુષ્પ્રત્યાવતાર છે – પૃથક્ત્વવિતર્ક સવિચાર, એકત્વવિતર્ક અવિચાર, સૂક્ષ્મક્રિયા અનિવર્તી અને સમુચ્છિન્નક્રિયા અપ્રતિપાતિ. શુક્લ ધ્યાનના ચાર લક્ષણો છે – ક્ષાંતિ, મુક્તિ, આર્જવ, માર્દવ. શુક્લ ધ્યાનના ચાર આલંબન છે – અવ્યથા, અસંમોહ, વિવેક અને વ્યુત્સર્ગ. શુક્લધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે – અનંતવર્તિતાનુપ્રેક્ષા, વિપરિણામાનુપ્રેક્ષા, અશુભાનુપ્રેક્ષા, અપાયાનુપ્રેક્ષા. સૂત્ર– ૯૬૯. તે વ્યુત્સર્ગ શું છે ? બે ભેદે છે – દ્રવ્ય વ્યુત્સર્ગ, ભાવ વ્યુત્સર્ગ. તે દ્રવ્ય વ્યુત્સર્ગ શું છે ? તે ચાર ભેદે છે – ગણ વ્યુત્સર્ગ, શરીર વ્યુત્સર્ગ, ઉપધિ વ્યુત્સર્ગ, ભક્તપાન વ્યુત્સર્ગ. તે ભાવ વ્યુત્સર્ગ શું છે ? તે ત્રણ ભેદે છે – કષાય વ્યુત્સર્ગ, સંસાર વ્યુત્સર્ગ, કર્મવ્યુત્સર્ગ. તે કષાય વ્યુત્સર્ગ શું છે ? ચાર ભેદે છે – ક્રોધ વ્યુત્સર્ગ, માન વ્યુત્સર્ગ, માયા વ્યુત્સર્ગ, લોભ વ્યુત્સર્ગ. તે સંસાર વ્યુત્સર્ગ શું છે ? તે ચાર ભેદે છે – નૈરયિક સંસાર વ્યુત્સર્ગ યાવત્ દેવ સંસાર વ્યુત્સર્ગ. તે આ સંસાર વ્યુત્સર્ગ છે. તે કર્મવ્યુત્સર્ગ શું છે? તે આઠ ભેદે છે – જ્ઞાનાવરણીય કર્મ વ્યુત્સર્ગ યાવત્ અંતરાય કર્મ વ્યુત્સર્ગ. તે આ કર્મ વ્યુત્સર્ગ છે. તે આ ભાવવ્યુત્સર્ગ કહ્યો. તે અભ્યંતર તપ કહ્યું. ભગવન્ ! તે એમ જ છે. સૂત્ર સંદર્ભ– ૯૬૩–૯૬૯ | ||
Mool Sutra Transliteration : | [sutra] duvihe tave pannatte, tam jaha–bahirae ya, abbhimtarae ya. Se kim tam bahirae tave? Bahirae tave chhavihe pannatte, tam jaha– | ||
Sutra Meaning Transliteration : | Sutra– 963. Tapa be bhede chhe – bahya ane abhyamtara. Te bahya tapa shum chhe\? Bahya tapa chha bhede chhe. Te a pramane – Sutra– 964. Anashana, unodari, bhikshacharya, rasaparityaga, kayaklesha ane pratisamlinata. A chha bahya tapa chhe. Sutra– 965. Te anashana shum chhe\? Be bhede chhe – itvarika, yavatkathita. Te itvarika anashana shum chhe\? Aneka bhede chhe, te a – chaturthabhakta, chhaththa bhakta, aththamabhakta, dashama bhakta, barasa bhakta, chaudasha bhakta, ardhamasika bhakta, masika bhakta, bemasika bhakta, trimasika bhakta yavat chha masika. Te yavatkathita shum chhe? Be bhede chhe – padapopagamana, bhaktapratyakhyana. Te padapopagamana shum chhe\? Be bhede – nirharima, anirharima. A bamne niyamathi apratikarma chhe. Te bhakta pratyakhyana shum chhe\? Be bhede chhe – nirharima, anirharima, a bamne niyama sapratikarma chhe. Te a bhakta pratyakhyana chhe, te a yavatkathita chhe, te a anashana chhe. Te avamodarika shum chhe\? Be bhede chhe – dravya avamodarika ane bhava avamodarika. Te dravya avamodarika shum chhe? Be bhede chhe – upakarana dravya avamodarika ane bhojana – pana dravya avamodarika. Te upakarana dravya avamodarika shum chhe? Eka vastra, eka patra ane tyakta upakarana – svadanata arthata grihasthepurna upayoga kari chhodi didhela upakarana grahana karava te. Te upakarana dravya avamodarika chhe. Te bhojana – pana dravya avamodarika shum chhe\? Kukadina imda pramana atha kavala ahara karavo te alpahara, bara kavala0 adi jema shataka – 7na uddesha – 1mam kahyum tema yavat prakamarasabhoji hota nathi ema kahi shakaya chhe. Te a bhojana – pana – avamodarika, te a dravya – avamodarika chhe. Te bhava – avamodarika shum chhe\? Te aneka bhede chhe – alpakrodha yavat alpalobha, alpashabda, alpajhamjha, alpa tum – tum, te bhavamodarika. Te bhikshacharya shum chhe\? Te aneka bhede chhe – dravyabhigrahacharaka0 adi jema uvavai sutramam kahyum tema yavat shuddha eshaniya samkhyadattika. Te rasaparityaga shum chhe\? Anekavidha chhe. Vigai rahitata, pranita rasavarjana0 adi jema uvavaimam chhe, tema yavat rukshahara kahevum te rasaparityaga. Te kayaklesha shum chhe\? Te aneka bhede chhe – sthanayatiga(ubha rahevum), utkutuka asanika0 adi jema uvavai sutramam chhe tema kahevum. Yavat sharirana sarva samskara ane shobhano tyaga karavo). Te a kayaklesha kahyo. Te pratisamlinata shum chhe\? Te chara bhede chhe – indriya pratisamlinata, kashaya pratisamlinata, yogapratisamlinata, vivikta shayanasana sevanata. Te indriya pratisamlinata shum chhe\? Pamcha bhede chhe – shrotrendriya vishaya prachara nirodha athava shrotrendriya vishaya prapta padarthomam ragadvesha nigraha. E pramane yavat sparshanendriya vishaya prachara nirodha athava sparshanendriya vishaya prapta padarthomam ragadvesha nigraha. Te indriya pratisamlinata chhe. Te kashaya pratisamlinata shum chhe\? Te chara bhede chhe – krodhodaya nirodha athava udaya prapta krodhane viphala karavo, e pramane yavat lobhodaya nirodha athava udaya prapta lobhane viphala karavo. Te kashayapratisamlinata chhe. Te yoga pratisamlinata shum chhe\? Te trana bhede chhe – mana – vachana – kaya yoga pratisamlinata. Temam akushala mana nirodha athava kushalamana udirana athava manane ekagra karavum te manayoga pratisamlinata chhe. Vachana yoga pratisamlinata\? Akushala vachana nirodha, athava kushala vachana udirana athava vachanane ekagra karavum. Kayayoga pratisamlinata\? Samyak prakare samadhipurvaka prashamtabhavathi hatha – pagane samkuchita karava, kachaba maphaka guptendriya – alina – pralina thaine rahevum. Te a kaya pratisamlinata chhe, te a yoga pratisamlinata chhe. Te vivikta shayanasana sevanata shum chhe\? Te, je aramamam, udyanamam0 jema somila uddeshakamam kahyum tema yavat shayya samstaraka svikarine vicharavum. Te vivikta shayanasana sevanata, pratisamlinata, bahya tapa chhe. Te abhyamtara tapa shum chhe? Chha bhede chhe – prayashchitta, vinaya, vaiyavachcha, svadhyaya, dhyana ane vyutsarga chhe. Te prayashchitta shum chhe\? Te dasha bhede chhe – alochanarha yavat paramchitarha. Te a prayashchitta chhe. Te vinaya shum chhe\? Vinaya sata bhede chhe – jnyana vinaya, darshana vinaya, charitra vinaya, mana vinaya, vachana vinaya, kaya vinaya, lokopachara vinaya. Te jnyanavinaya shum chhe pamcha bhede chhe – abhinibodhikajnyana vinaya yavat kevalajnyana vinaya. Te a jnyanavinaya chhe. Te darshana vinaya shum chhe\? Be bhede chhe – shushrusha vinaya, anashatana vinaya. Te shushrusha vinaya shum chhe\? Aneka prakare chhe. Satkara, sanmana adi jema shataka – 14, uddesha – 3mam kahya mujaba yavat pratisamsadhanata. Te anashatana vinaya shum chhe\? Te 45 bhede chhe. Te a pramane – 1.Arihamtoni anashatana, 2.Arihamta prajnyapta dharmani anashatana, 3.Acharyani anashatana, 4. Upadhyayani anashatana, 5. Sthavirani0 6. Kulani0 7. Ganani0 8. Samghani0 9. Kriyamam0 10. Sambhogikani0 11. Abhinibodhika jnyanani0 yavat 15. Kevalajnyanani anashatana. A pamdarani 1. Bhakti, 2. Bahumana, 3. Gunakirtana karavum. Etale 15 3 = 45 bheda thaya.. Te anashatana vinaya, te darshana vinaya chhe. Te charitravinaya shum chhe\? Pamcha bhede – samayika charitravinaya yavat yathakhyata charitravinaya. Te a charitra vinaya chhe. Te mana vinaya shum chhe\? Be bhede chhe – prashasta mana vinaya ane aprashasta mana vinaya. Te prashasta mana vinaya shum chhe\? Sata bhede chhe. Te a – apapaka(krodhadi paparahita), asavadya(niravadya), akriya(kayiki adi kriya rahita), nirupakalesha(shokadi kalesha rahita), anashravakara(ashrava rahita), achchhavikara(sva parani pida rahita), abhutabhi – shamkita(jivone bhaya na karanara). Te a prashasta mana vinaya chhe. Te aprashasta mana vinaya shum chhe\? Te sata bhede chhe. Te a – papaka, savadya yavat bhutabhishamkita, te aprashasta vinaya, mana vinaya chhe. Te vachana vinaya shum chhe\? Be bhede chhe – prashasta vachana vinaya, aprashasta vachana vinaya. Te prashasta vachana vinaya shum chhe\? Sata bhede chhe – apapaka yavat abhutabhishamkita. Te aprashasta vachana vinaya shum chhe? Sata bhede chhe – papaka, savadya yavat bhutabhishamkita. Te a vachana vinaya chhe. Te kaya vinaya shum chhe\? Be bhede chhe – prashastakaya vinaya, aprashastakaya vinaya. Te prashasta kayavinaya shum chhe\? Sata bhede chhe – upayogapurvaka – 1. Gamana, 2. Sthana, 3. Nishidana, 4. Padakhum badalu, 5. Ullamghana, 6. Pralamghana, 7. Sarvendriya yogayumjanata. Te prashastakaya vinaya chhe. Te aprashasta kayavinaya shum chhe\? Sata bhede chhe. Anayukta – upayogarahita. Gamana yavat sarvendriya yoga yumjanata. – Te lokopachara vinaya shum chhe\? Sata bhede chhe – abhyasavrittita, parachhamdanuvartita, karyahetu, kritapratikriya, atma gaveshana, deshakalajnyata ane sarvartha – apratilomata. Te lokopachara vinaya chhe, te a vinaya chhe. Sutra– 966. Te vaiyavachcha shum chhe\? Te dasha bhede chhe – acharya vaiyavachcha, upadhyaya vaiyavachcha, sthavira vaiyavachcha, tapasvi0, glana0, shaiksha vaiya0, kulavai0, ganavai0, samghavai0 ane sadharmika vaiyavachcha. Te a vaiyavachcha chhe. Sutra– 967. Te svadhyaya shum chhe\? Pamcha bhede chhe, te a – vamchana, pratiprichchhana, parivartana, anupreksha, dharmakatha. Te a svadhyaya chhe. Sutra– 968. Te dhyana shum chhe\? Chara bhede chhe, te a – arttadhyana, raudradhyana, dharmadhyana ane shukladhyana. 1. Arttadhyana chara bhede chhe – 1. Amanojnya samprayoga sampraptimam tena viyogani chimta karavi. 2. Manojnya samprayoga sampraptimam tena aviyogani chimta karavi. 3. Atamka (rogadi) samprayoga sampraptimam tena viyogani chimta karavi. 4. Parisevita kamabhoga samprayoga sampraptimam tena aviyogani chimta karavi. Arttadhyanana chara lakshano chhe. Te a – kramdanata, shochanata(shoka karavo), tapanata(amsu padava) ane parivedanata(vilapa karavo). 2. Raudradhyana chara bhede chhe – himsanubamdhi, mrishanubamdhi, steyanubamdhi, samrakshananubamdhi. Raudradhyanana chara lakshano chhe. Osanna dosha, bahula dosha, ajnyana dosha, amaranamta dosha. 3. Dharmadhyana chara bhede ane chatushpratyavatara chhe – ajnyavichaya, apayavichaya, vipakavichaya, samsthana vichaya. Dharmadhyanana chara lakshana chhe – ajnyaruchi, nisargaruchi, sutraruchi, avagadharuchi. Dharmadhyanana chara alambana chhe – vachana, pratiprichchhana, parivartana, dharmakatha. Dharmadhyanani chara anupreksha chhe – ekatvanupreksha, anityanupreksha, asharananupreksha, samsaranupreksha. 4. Shukladhyana chara bhede ane chatushpratyavatara chhe – prithaktvavitarka savichara, ekatvavitarka avichara, sukshmakriya anivarti ane samuchchhinnakriya apratipati. Shukla dhyanana chara lakshano chhe – kshamti, mukti, arjava, mardava. Shukla dhyanana chara alambana chhe – avyatha, asammoha, viveka ane vyutsarga. Shukladhyanani chara anupreksha chhe – anamtavartitanupreksha, viparinamanupreksha, ashubhanupreksha, apayanupreksha. Sutra– 969. Te vyutsarga shum chhe\? Be bhede chhe – dravya vyutsarga, bhava vyutsarga. Te dravya vyutsarga shum chhe\? Te chara bhede chhe – gana vyutsarga, sharira vyutsarga, upadhi vyutsarga, bhaktapana vyutsarga. Te bhava vyutsarga shum chhe\? Te trana bhede chhe – kashaya vyutsarga, samsara vyutsarga, karmavyutsarga. Te kashaya vyutsarga shum chhe\? Chara bhede chhe – krodha vyutsarga, mana vyutsarga, maya vyutsarga, lobha vyutsarga. Te samsara vyutsarga shum chhe\? Te chara bhede chhe – nairayika samsara vyutsarga yavat deva samsara vyutsarga. Te a samsara vyutsarga chhe. Te karmavyutsarga shum chhe? Te atha bhede chhe – jnyanavaraniya karma vyutsarga yavat amtaraya karma vyutsarga. Te a karma vyutsarga chhe. Te a bhavavyutsarga kahyo. Te abhyamtara tapa kahyum. Bhagavan ! Te ema ja chhe. Sutra samdarbha– 963–969 |