Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104385
Scripture Name( English ): Bhagavati Translated Scripture Name : ભગવતી સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

शतक-२५

Translated Chapter :

શતક-૨૫

Section : उद्देशक-४ युग्म Translated Section : ઉદ્દેશક-૪ યુગ્મ
Sutra Number : 885 Category : Ang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] कति णं भंते! सरीरगा पन्नत्ता? गोयमा! पंच सरीरगा पन्नत्ता, तं जहा–ओरालिए जाव कम्मए। एत्थ सरीरगपदं निरवसेसं भाणियव्वं जहा पन्नवणाए।
Sutra Meaning : સૂત્ર– ૮૮૫. ભગવન્‌ ! શરીરો કેટલા છે ? ગૌતમ! પાંચ. તે આ – ઔદારિક યાવત્‌ કાર્મણ. અહીં પન્નવણાનુ પદ – ૧૨ ‘શરીર પદ’ સંપૂર્ણ કહેવું. સૂત્ર– ૮૮૬. ભગવન્‌ ! જીવો, સકંપ છે કે નિષ્કંપ ? ગૌતમ! બંને. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ! જીવો બે પ્રકારે – સંસારી, અસંસારી. તેમાં જે અસંસારી છે, તેઓ સિદ્ધ છે. આ સિદ્ધો બે ભેદે છે – અનંતરસિદ્ધ અને પરંપર સિદ્ધ. તેમાં જે પરંપરસિદ્ધ છે, તે નિષ્કંપ છે, તેમાં જે અનંતરસિદ્ધ છે, તે સકંપ છે. ભગવન્‌ ! તે દેશકંપક છે કે સર્વકંપક? ગૌતમ! દેશકંપક નથી, પણ સર્વકંપક છે. તે જીવોમાં સંસારી કહ્યા તે બે ભેદે – શૈલેશી પ્રતિપન્નક અને અશૈલેશી પ્રતિપન્નક. તેમાં જે શૈલેશી પ્રતિપન્નક છે તે નિષ્કંપ છે, જે અશૈલેષી પ્રતિપન્નક છે તે સકંપ છે. ભગવન્‌ ! તેઓ શું દેશકંપક છે કે સર્વકંપક? ગૌતમ! બંને. તેથી કહ્યું કે યાવત્‌ નિષ્કંપ છે. ભગવન્‌ ! નૈરયિકો શું દેશકંપક છે કે સર્વકંપક ? ગૌતમ! બંને. એમ કેમ કહ્યું ? ગૌતમ! નૈરયિકો બે ભેદે – વિગ્રહગતિ સમાપન્નક અને અવિગ્રહગતિ સમાપન્નક. તેમાં જે વિગ્રહગતિ સમાપન્નક છે તે સર્વકંપક છે અને જે અવિગ્રહગતિ સમાપન્નક છે, તે દેશકંપક છે. તેથી એમ કહ્યું કે યાવત્‌ સર્વકંપક છે. આ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. સૂત્ર સંદર્ભ– ૮૮૫, ૮૮૬
Mool Sutra Transliteration : [sutra] kati nam bhamte! Sariraga pannatta? Goyama! Pamcha sariraga pannatta, tam jaha–oralie java kammae. Ettha sariragapadam niravasesam bhaniyavvam jaha pannavanae.
Sutra Meaning Transliteration : Sutra– 885. Bhagavan ! Shariro ketala chhe\? Gautama! Pamcha. Te a – audarika yavat karmana. Ahim pannavananu pada – 12 ‘sharira pada’ sampurna kahevum. Sutra– 886. Bhagavan ! Jivo, sakampa chhe ke nishkampa\? Gautama! Bamne. Bhagavan ! Ema kema kahyum\? Gautama! Jivo be prakare – samsari, asamsari. Temam je asamsari chhe, teo siddha chhe. A siddho be bhede chhe – anamtarasiddha ane parampara siddha. Temam je paramparasiddha chhe, te nishkampa chhe, temam je anamtarasiddha chhe, te sakampa chhe. Bhagavan ! Te deshakampaka chhe ke sarvakampaka? Gautama! Deshakampaka nathi, pana sarvakampaka chhe. Te jivomam samsari kahya te be bhede – shaileshi pratipannaka ane ashaileshi pratipannaka. Temam je shaileshi pratipannaka chhe te nishkampa chhe, je ashaileshi pratipannaka chhe te sakampa chhe. Bhagavan ! Teo shum deshakampaka chhe ke sarvakampaka? Gautama! Bamne. Tethi kahyum ke yavat nishkampa chhe. Bhagavan ! Nairayiko shum deshakampaka chhe ke sarvakampaka\? Gautama! Bamne. Ema kema kahyum\? Gautama! Nairayiko be bhede – vigrahagati samapannaka ane avigrahagati samapannaka. Temam je vigrahagati samapannaka chhe te sarvakampaka chhe ane je avigrahagati samapannaka chhe, te deshakampaka chhe. Tethi ema kahyum ke yavat sarvakampaka chhe. A pramane vaimanika sudhi kahevum. Sutra samdarbha– 885, 886