Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104233
Scripture Name( English ): Bhagavati Translated Scripture Name : ભગવતી સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

शतक-१८

Translated Chapter :

શતક-૧૮

Section : उद्देशक-४ प्राणातिपात Translated Section : ઉદ્દેશક-૪ પ્રાણાતિપાત
Sutra Number : 733 Category : Ang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तेणं कालेणं तेणं समएणं रायगिहे जाव भगवं गोयमे एवं वयासी–अह भंते! पाणाइवाए, मुसावाए जाव मिच्छा-दंसणसल्ले, पाणाइवायवेरमणे जाव मिच्छादंसणसल्लवेरमणे, पुढविक्काइए जाव वणस्सइकाइए, धम्मत्थिकाए, अधम्मत्थिकाए, आगासत्थिकाए, जीवे असरीरपडिबद्धे, परमाणु-पोग्गले, सेलेसिं पडिवन्नए अनगारे, सव्वे य बादरबोंदिधरा कलेवरा– एए णं दुविहा जीवदव्वा य अजीवदव्वा य जीवाणं परिभोगत्ताए हव्वमागच्छंति? गोयमा! पाणाइवाए जाव एए णं दुविहा जीवदव्वा य अजीवदव्वा य अत्थेगइया जीवाणं परिभोगत्ताए हव्वमागच्छंति, अत्थे गइया जीवाणं परिभोगत्ताए नो हव्वमागच्छंति। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–पाणाइवाए जाव नो हव्वमागच्छंति? गोयमा! पाणाइवाए जाव मिच्छादंसणसल्ले, पुढविकाइए जाव वणस्सइकाइए, सव्वे य बादरबोंदिधरा कलेवरा– एए णं दुविहा जीवदव्वा य अजीवदव्वा य जीवाणं परिभोगत्ताए हव्वमागच्छंति। पाणाइवायवेरमणे जाव मिच्छादंसणसल्लविवेगे, धम्म-त्थिकाए, अधम्मत्थिकाए जाव परमाणुपोग्गले, सेलेसिं पडिवन्नए अनगारे– एए णं दुविहा जीवदव्वा य अजीवदव्वा य जीवाणं परिभोगत्ताए नो हव्वमागच्छंति। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–पाणाइवाए जाव नो हव्वमागच्छंति।
Sutra Meaning : સૂત્ર– ૭૩૩. તે કાળે, તે સમયે રાજગૃહ નગરમાં યાવત્‌ ગૌતમસ્વામીએ આમ પૂછ્યું – ભગવન્‌ ! પ્રાણાતિપાત, મૃષાવાદ, યાવત્‌ મિથ્યાદર્શન શલ્ય અને પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ યાવત્‌ મિથ્યાદર્શન શલ્ય વિરમણ, પૃથ્વીકાયિક યાવત્‌ વનસ્પતિકાયિક, ધર્માસ્તિકાય – અધર્માસ્તિકાય – આકાશાસ્તિકાય – શરીર રહિત જીવ – પરમાણુ પુદ્‌ગલ, શૈલેશી – પ્રતિપન્ન અણગાર અને સર્વે બાદર બોંદીધર કલેવર, આ બધા બે પ્રકારે છે – જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય. ભગવન્‌ ! શું આ બધા જીવના પરિભોગમાં આવે ? ગૌતમ ! પ્રાણાતિપાત યાવત્‌ આ જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય કેટલાક જીવોને પરિભોગપણે જલદી આવે છે, કેટલાક જીવોને યાવત્‌ નથી આવતા. ભગવન્‌ ! એમ કેમ કહો છો? ગૌતમ ! પ્રાણાતિપાત યાવત્‌ મિથ્યાદર્શન શલ્ય, પૃથ્વીકાયિક યાવત્‌ વનસ્પતિકાયિક, બધા બાદર બોંદીધર કલેવર, આ બધા જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય બે ભેદે છે, તે જીવના પરિભોગમાં જલદી આવે છે. પણ પ્રાણાતિપાત વિરમણ યાવત્‌ મિથ્યાદર્શન શલ્ય વિવેક ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય યાવત્‌ પરમાણુ પુદ્‌ગલ શૈલેષી પ્રતિપન્ન અણગાર. આ બધા જીવદ્રવ્ય – અજીવદ્રવ્ય બે ભેદે છે, તે જીવના પરિભોગમાં જલદી નથી આવતા, તેથી એમ કહ્યું કે યાવત્‌ જલદી આવતા નથી. સૂત્ર– ૭૩૪. ભગવન્‌ ! કષાય કેટલા ભેદે છે ? ગૌતમ ! ચાર ભેદે છે. અહીં કષાયપદ સંપૂર્ણ કહેવું યાવત્‌ લોભના વેદનથી નિર્જરશે, ત્યાં સુધીનું કથન કરવું જોઈએ. ભગવન્‌ ! યુગ્મ કેટલા છે ? ગૌતમ ! ચાર યુગ્મ છે – કૃતયુગ્મ, ત્ર્યોજ, દ્વાપરયુગ્મ, કલ્યોજ. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જે રાશિ ચતુષ્કથી અપહાર કરતા શેષ ચાર રહે, તે કૃતયુગ્મ. જેમાં રાશિ ચતુષ્કથી અપહાર કરતા શેષ ત્રણ રહે તે ત્ર્યોજ, જેમાં રાશિ ચતુષ્ક અપહાર કરતા શેષ બે રહે, તે દ્વાપરયુગ્મ, જેમાં રાશિ ચતુષ્ક અપહાર કરતા એક શેષ વધે. તે કલ્યોજ છે. તેથી હે ગૌતમ ! એમ કહ્યું યાવત્‌ કલ્યોજ રાશિ કહેવાય. ભગવન્‌ ! નૈરયિક શું કૃતયુગ્મ કે યાવત્‌ કલ્યોજ છે ? ગૌતમ ! જઘન્યપદમાં કૃતયુગ્મ, ઉત્કૃષ્ટપદમાં ત્ર્યોજ, અજઘન્યોત્કૃષ્ટ પદમાં કદાચિત્‌ કૃતયુગ્મ યાવત્‌ કલ્યોજ છે. સ્તનિતકુમાર સુધી કહેવું. વનસ્પતિકાયિકની પૃચ્છા. ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ પદમાં અપદ છે. અજઘન્યોત્કૃષ્ટ પદમાં કદાચ કૃતયુગ્મ યાવત્‌ કલ્યોજરૂપ હોય છે. બેઇન્દ્રિયની પૃચ્છા. ગૌતમ ! જઘન્યપદે કૃતયુગ્મ, ઉત્કૃષ્ટ પદે દ્વાપરયુગ્મ, અજઘન્યોત્કૃષ્ટ પદમાં કદાચ કૃતયુગ્મ યાવત્‌ કદાચ કલ્યોજ. એ પ્રમાણે યાવત્‌ ચતુરિન્દ્રિય શેષ એકેન્દ્રિયો, બેઇન્દ્રિયવત્‌ કહેવા. પંચેન્દ્રિય તિર્યંચયોનિક યાવત્‌ વૈમાનિક, નૈરયિકવત્‌ કહેવા. સિદ્ધો, વનસ્પતિકાયિક માફક કહેવા. ભગવન્‌ ! સ્ત્રીઓ શું કૃતયુગ્મ છે ? પ્રશ્ન. ગૌતમ ! જઘન્ય પદે કૃતયુગ્મ, ઉત્કૃષ્ટપદે કદાચ કૃતયુગ્મ, અજઘન્યોત્કૃષ્ટપદે કદાચ કૃતયુગ્મ યાવત્‌ કદાચ કલ્યોજ. આ પ્રમાણે અસુરકુમારની સ્ત્રીઓ યાવત્‌ સ્તનિતકુમારની સ્ત્રીઓ જાણવી. એ પ્રમાણે તિર્યંચયોનિક સ્ત્રીઓ અને માનુષી સ્ત્રીઓ જાણવી, એ પ્રમાણે યાવત વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવી જાણવી. સૂત્ર– ૭૩૫. ભગવન્‌ ! જેટલા અલ્પાયુવાળા અંધકવૃષ્ણી જીવ છે તેટલા જ ઉત્કૃષ્ટાયુવાળા અંધકવૃષ્ણી જીવ છે ? હા, ગૌતમ ! જેટલા અલ્પ આયુવાળા અંધકવૃષ્ણી જીવ છે, તેટલા ઉત્કૃષ્ટાયુવાળા અંધકવૃષ્ણી જીવ છે. ભગવન્‌ ! આપ કહો છો, તે એમ જ છે, તે એમ જ છે. સૂત્ર સંદર્ભ– ૭૩૩–૭૩૫
Mool Sutra Transliteration : [sutra] tenam kalenam tenam samaenam rayagihe java bhagavam goyame evam vayasi–aha bhamte! Panaivae, musavae java michchha-damsanasalle, panaivayaveramane java michchhadamsanasallaveramane, pudhavikkaie java vanassaikaie, dhammatthikae, adhammatthikae, agasatthikae, jive asarirapadibaddhe, paramanu-poggale, selesim padivannae anagare, savve ya badarabomdidhara kalevara– ee nam duviha jivadavva ya ajivadavva ya jivanam paribhogattae havvamagachchhamti? Goyama! Panaivae java ee nam duviha jivadavva ya ajivadavva ya atthegaiya jivanam paribhogattae havvamagachchhamti, atthe gaiya jivanam paribhogattae no havvamagachchhamti. Se kenatthenam bhamte! Evam vuchchai–panaivae java no havvamagachchhamti? Goyama! Panaivae java michchhadamsanasalle, pudhavikaie java vanassaikaie, savve ya badarabomdidhara kalevara– ee nam duviha jivadavva ya ajivadavva ya jivanam paribhogattae havvamagachchhamti. Panaivayaveramane java michchhadamsanasallavivege, dhamma-tthikae, adhammatthikae java paramanupoggale, selesim padivannae anagare– ee nam duviha jivadavva ya ajivadavva ya jivanam paribhogattae no havvamagachchhamti. Se tenatthenam goyama! Evam vuchchai–panaivae java no havvamagachchhamti.
Sutra Meaning Transliteration : Sutra– 733. Te kale, te samaye rajagriha nagaramam yavat gautamasvamie ama puchhyum – bhagavan ! Pranatipata, mrishavada, yavat mithyadarshana shalya ane pranatipata viramana, mrishavada viramana yavat mithyadarshana shalya viramana, prithvikayika yavat vanaspatikayika, dharmastikayaadharmastikaya – akashastikaya – sharira rahita jiva – paramanu pudgala, shaileshi – pratipanna anagara ane sarve badara bomdidhara kalevara, a badha be prakare chhe – jiva dravya ane ajiva dravya. Bhagavan ! Shum a badha jivana paribhogamam ave\? Gautama ! Pranatipata yavat a jivadravya ane ajivadravya ketalaka jivone paribhogapane jaladi ave chhe, ketalaka jivone yavat nathi avata. Bhagavan ! Ema kema kaho chho? Gautama ! Pranatipata yavat mithyadarshana shalya, prithvikayika yavat vanaspatikayika, badha badara bomdidhara kalevara, a badha jivadravya ane ajivadravya be bhede chhe, te jivana paribhogamam jaladi ave chhe. Pana pranatipata viramana yavat mithyadarshana shalya viveka dharmastikaya, adharmastikaya yavat paramanu pudgala shaileshi pratipanna anagara. A badha jivadravya – ajivadravya be bhede chhe, te jivana paribhogamam jaladi nathi avata, tethi ema kahyum ke yavat jaladi avata nathi. Sutra– 734. Bhagavan ! Kashaya ketala bhede chhe\? Gautama ! Chara bhede chhe. Ahim kashayapada sampurna kahevum yavat lobhana vedanathi nirjarashe, tyam sudhinum kathana karavum joie. Bhagavan ! Yugma ketala chhe\? Gautama ! Chara yugma chhe – kritayugma, tryoja, dvaparayugma, kalyoja. Bhagavan ! Ema kema kahyum\? Gautama ! Je rashi chatushkathi apahara karata shesha chara rahe, te kritayugma. Jemam rashi chatushkathi apahara karata shesha trana rahe te tryoja, jemam rashi chatushka apahara karata shesha be rahe, te dvaparayugma, jemam rashi chatushka apahara karata eka shesha vadhe. Te kalyoja chhe. Tethi he gautama ! Ema kahyum yavat kalyoja rashi kahevaya. Bhagavan ! Nairayika shum kritayugma ke yavat kalyoja chhe\? Gautama ! Jaghanyapadamam kritayugma, utkrishtapadamam tryoja, ajaghanyotkrishta padamam kadachit kritayugma yavat kalyoja chhe. Stanitakumara sudhi kahevum. Vanaspatikayikani prichchha. Gautama ! Jaghanya ane utkrishta padamam apada chhe. Ajaghanyotkrishta padamam kadacha kritayugma yavat kalyojarupa hoya chhe. Beindriyani prichchha. Gautama ! Jaghanyapade kritayugma, utkrishta pade dvaparayugma, ajaghanyotkrishta padamam kadacha kritayugma yavat kadacha kalyoja. E pramane yavat chaturindriya shesha ekendriyo, beindriyavat kaheva. Pamchendriya tiryamchayonika yavat vaimanika, nairayikavat kaheva. Siddho, vanaspatikayika maphaka kaheva. Bhagavan ! Strio shum kritayugma chhe\? Prashna. Gautama ! Jaghanya pade kritayugma, utkrishtapade kadacha kritayugma, ajaghanyotkrishtapade kadacha kritayugma yavat kadacha kalyoja. A pramane asurakumarani strio yavat stanitakumarani strio janavi. E pramane tiryamchayonika strio ane manushi strio janavi, e pramane yavata vyamtara, jyotishka, vaimanika devi janavi. Sutra– 735. Bhagavan ! Jetala alpayuvala amdhakavrishni jiva chhe tetala ja utkrishtayuvala amdhakavrishni jiva chhe\? Ha, gautama ! Jetala alpa ayuvala amdhakavrishni jiva chhe, tetala utkrishtayuvala amdhakavrishni jiva chhe. Bhagavan ! Apa kaho chho, te ema ja chhe, te ema ja chhe. Sutra samdarbha– 733–735