Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104078
Scripture Name( English ): Bhagavati Translated Scripture Name : ભગવતી સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

शतक-१३

Translated Chapter :

શતક-૧૩

Section : उद्देशक-४ पृथ्वी Translated Section : ઉદ્દેશક-૪ પૃથ્વી
Sutra Number : 578 Category : Ang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] एगे भंते! धम्मत्थिकायपदेसे केवतिएहिं धम्मत्थिकायपदेसेहिं पुट्ठे? गोयमा! जहन्नपदे तिहिं, उक्कोसपदे छहिं। केवतिएहिं अधम्मत्थिकायपदेसेहिं पुट्ठे? जहन्नपदे चउहिं, उक्कोसपदे सत्तहिं। केवतिएहिं आगासत्थिकायपदेसेहिं पुट्ठे? सत्तहिं। केवतिएहिं जीवत्थिकायपदेसेहिं पुट्ठे? अनंतेहिं। केवतिएहिं पोग्गलत्थिकायप-देसेहिं पुट्ठे? अनंतेहिं। केवतिएहिं अद्धासमएहिं पुट्ठे? सिय पुट्ठे सिय नो पुट्ठे, जइ पुट्ठे नियमं अनंतेहिं। एगे भंते! अधम्मत्थिकायपदेसे केवतिएहिं धम्मत्थिकायपदेसेहिं पुट्ठे? गोयमा! जहन्नपदे चउहिं, उक्कोसपदे सतहिं। केवतिएहिं अधम्मत्थिकायपदेसेहिं पुट्ठे? जहन्नपदे तिहिं, उक्कोसपदे छहिं। सेसं जहा धम्मत्थिकायस्स। एगे भंते! आगासत्थिकायपदेसे केवतिएहिं धम्मत्थिकायपदेसेहिं पुट्ठे? गोयमा! सिय पुट्ठे सिय नो पुट्ठे, जइ पुट्ठे जहन्नपदे एक्केण वा दोहिं वा तीहिं वा, उक्कोसपदे सत्तहिं। एवं अधम्मत्थिकायपदेसेहिं वि। केवतिएहिं आगासत्थिकायपदेसेहिं पुट्ठे? छहिं। केवतिएहिं जीवत्थिकायपदेसेहिं पुट्ठे? सिय पुट्ठे सिय नो पुट्ठे, जइ पुट्ठे नियमं अनंतेहिं। एवं पोग्गलत्थि-कायपदेसेहिं वि, अद्धासमएहिं वि।
Sutra Meaning : સૂત્ર– ૫૭૮. ભગવન્‌ ! ધર્માસ્તિકાયનો એક પ્રદેશ કેટલા ધર્માસ્તિકાય પ્રદેશો વડે સ્પૃષ્ટ છે ? ગૌતમ ! જઘન્યપદે ત્રણ પ્રદેશોને અને ઉત્કૃષ્ટથી છ પ્રદેશોને સ્પર્શે છે. ભગવન્‌ ! ધર્માસ્તિકાયનો એક પ્રદેશ કેટલા અધર્માસ્તિકાય પ્રદેશથી સ્પૃષ્ટ છે ? ગૌતમ ! જઘન્યથી ચાર, ઉત્કૃષ્ટથી સાત. કેટલા આકાશાસ્તિકાય પ્રદેશથી સ્પૃષ્ટ છે ? ગૌતમ ! સાત. કેટલા જીવાસ્તિકાય પ્રદેશથી સ્પૃષ્ટ છે? અનંતથી. કેટલા પુદ્‌ગલાસ્તિકાયથી સ્પૃષ્ટ છે ? ગૌતમ ! અનંતથી. કેટલા અદ્ધા સમયથી સ્પૃષ્ટ છે ? કદાચ સ્પૃષ્ટ હોય, કદાચ ન હોય. જો સ્પૃષ્ટ હોય તો નિયમા અનંતથી સ્પૃષ્ટ હોય. ભગવન્‌ ! એક અધર્માસ્તિકાયનો પ્રદેશ કેટલા ધર્માસ્તિકાય પ્રદેશથી સ્પૃષ્ટ છે ? ગૌતમ ! જઘન્યથી ચાર, ઉત્કૃષ્ટથી સાત વડે. કેટલા અધર્માસ્તિકાયથી સ્પૃષ્ટ છે ? જઘન્યથી ત્રણ, ઉત્કૃષ્ટથી છ વડે. બાકી બધું ધર્માસ્તિકાય મુજબ જાણવુ. ભગવન્‌ ! એક આકાશાસ્તિકાય પ્રદેશ કેટલા ધર્માસ્તિકાય પ્રદેશ વડે સ્પૃષ્ટ છે ? ગૌતમ ! કદાચ સ્પૃષ્ટ હોય, કદાચ સ્પૃષ્ટ ન હોય. જો સ્પૃષ્ટ હોય તો જઘન્યથી એક, બે, ત્રણ કે ચાર વડે હોય. ઉત્કૃષ્ટથી સાત વડે હોય. એ રીતે અધર્માસ્તિકાય પ્રદેશમાં પણ જાણવું. ભગવન્‌ ! કેટલા આકાશાસ્તિકાય પ્રદેશથી સ્પૃષ્ટ હોય ? ગૌતમ ! છ વડે. કેટલા જીવાસ્તિકાય પ્રદેશથી ? કદાચ સ્પૃષ્ટ હોય, કદાચ ન હોય. જો સ્પૃષ્ટ હોય તો નિયમા અનંત પ્રદેશથી હોય એ રીતે પુદ્‌ગલાસ્તિકાય, અદ્ધાસમયમાં જાણવું. સૂત્ર– ૫૭૯. ભગવન્‌ ! એક જીવાસ્તિકાય પ્રદેશ કેટલા ધર્માસ્તિકાય પ્રદેશથી સ્પૃષ્ટ છે ? જઘન્યથી ચાર, ઉત્કૃષ્ટથી સાત. એ રીતે અધર્માસ્તિકાય પ્રદેશ વડે પણ જાણવું. કેટલા આકાશાસ્તિકાયથી ? સાત વડે. કેટલા જીવાસ્તિકાયથી ? બાકી બધું ધર્માસ્તિકાય મુજબ છે. ભગવન્‌ ! એક પુદ્‌ગલાસ્તિકાય પ્રદેશ કેટલા ધર્માસ્તિકાય પ્રદેશથી સ્પૃષ્ટ છે ? એ પ્રમાણે જીવાસ્તિકાય મુજબ જાણવું. ભગવન્‌ ! બે પુદ્‌ગલાસ્તિકાય પ્રદેશો કેટલા ધર્માસ્તિકાય પ્રદેશોથી સ્પૃષ્ટ છે ? જઘન્યથી છ, ઉત્કૃષ્ટથી બાર. એ પ્રમાણે અધર્માસ્તિકાય પ્રદેશમાં જાણવું. કેટલા આકાશાસ્તિકાયથી ? બાર. બાકી ધર્માસ્તિકાય મુજબ જાણવું. ભગવન્‌ ! ત્રણ પુદ્‌ગલાસ્તિકાય પ્રદેશો કેટલા ધર્માસ્તિકાય વડે સ્પૃષ્ટ છે ? જઘન્યથી ૮, ઉત્કૃષ્ટથી ૧૭. એ રીતે અધર્માસ્તિકાય પ્રદેશમાં જાણવું. કેટલા આકાશાસ્તિકાયથી ? સત્તર. બાકી ધર્માસ્તિકાય મુજબ જાણવું. આ પ્રમાણે આ આલાવા વડે દશ પ્રદેશ સુધી કહેવું. વિશેષ એ કે જઘન્યપદમાં બે અને ઉત્કૃષ્ટપદમાં પાંચ ઉમેરવા. ચાર પુદ્‌ગલાસ્તિકાયમાં જઘન્યથી દશ, ઉત્કૃષ્ટથી બાવીશ. પાંચમાં જઘન્યથી બાર, ઉત્કૃષ્ટથી સત્તાવીશ. છ માં જઘન્યથી – ૧૪, ઉત્કૃષ્ટથી – ૩૨, સાતમાં જઘન્યથી – ૧૬, ઉત્કૃષ્ટથી – ૨૭, ‘આઠ’માં જઘન્યે ૧૮, ઉત્કૃષ્ટથી – ૪૨, ‘નવ’માં જઘન્યથી – ૨૦, ઉત્કૃષ્ટથી – ૪૭. દશ પુદ્‌ગલ૦ જઘન્યથી – ૨૨, ઉત્કૃષ્ટથી – ૫૨ પ્રદેશો વડે સ્પૃષ્ટ થાય છે. આકાશાસ્તિકાય માટે બધે ઉત્કૃષ્ટ પદ કહેવું. ભગવન્‌ ! સંખ્યાતા પુદ્‌ગલાસ્તિકાય પ્રદેશો કેટલા ધર્માસ્તિકાય પ્રદેશો વડે સ્પૃષ્ટ છે ? જઘન્ય પદમાં તે સંખ્યાતને બમણા કરી તેમાં બે ઉમેરો, ઉત્કૃષ્ટ પદમાં તે સંખ્યાતાને પાંચ ગણા કરીને તેમાં બે ઉમેરવા. અધર્માસ્તિકાય વડે સ્પર્શના આ પ્રમાણે જ જાણવી. કેટલા આકાશાસ્તિકાય૦ વડે ? તે સંખ્યાતને પાંચ ગણા કરી, બે ઉમેરો. કેટલા જીવાસ્તિકાય૦ વડે ? અનંતથી. કેટલા પુદ્‌ગલાસ્તિકાય વડે ? અનંતથી. કેટલા અદ્ધા સમય વડે ? કદાચ સ્પર્શે, કદાચ નહીં. જો સ્પર્શે તો યાવત્‌ અનંત વડે સ્પર્શે. ભગવન્‌ ! અસંખ્યાત પુદ્‌ગલાસ્તિકાય પ્રદેશો કેટલા ધર્માસ્તિકાય વડે સ્પૃષ્ટ છે ? જઘન્યથી તે અસંખ્યાતને બમણા કરી, બે ઉમેરો. ઉત્કૃષ્ટથી તે અસંખ્યાતાને પાંચ ગુણા કરી, બે ઉમેરો. બાકી બધુ સંખ્યાતા મુજબ યાવત્‌ નિયમા અનંત સમયો વડે સ્પર્શે. ભગવન્‌ ! અનંતા પુદ્‌ગલાસ્તિકાય પ્રદેશો કેટલા ધર્માસ્તિકાય વડે સ્પૃષ્ટ છે ? ગૌતમ ! અસંખ્યાતાની માફક ‘અનંતા’ સંપૂર્ણ કહેવા. ભગવન્‌ ! એક અદ્ધાસમય કેટલા ધર્માસ્તિકાય પ્રદેશોથી સ્પૃષ્ટ છે ? સાતથી. કેટલા અધર્માસ્તિકાયથી ? પૂર્વવત્‌. એ પ્રમાણે આકાશાસ્તિકાય વડે પણ છે. કેટલા જીવાસ્તિકાયથી ? અનંત વડે. એ પ્રમાણે યાવત્‌ અદ્ધા સમય વડે. ભગવન્‌ ! ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશો વડે સ્પૃષ્ટ છે ? એક પણ પ્રદેશથી નહીં. કેટલા અધર્માસ્તિકાયથી ? અસંખ્યાત વડે. કેટલા આકાશાસ્તિકાયથી ? અસંખ્યાત વડે – કેટલા જીવાસ્તિકાયથી ? અનંત વડે. કેટલા પુદ્‌ગલાસ્તિકાય પ્રદેશથી ? અનંત વડે. કેટલા અદ્ધા સમયથી ? કદાચ સ્પૃષ્ટ થાય, કદાચ ન થાય. જો સ્પૃષ્ટ થાય, તો નિયમા અનંત વડે થાય. ભગવન્‌ ! અધર્માસ્તિકાય, કેટલા ધર્માસ્તિકાય વડે સ્પૃષ્ટ થાય ? અસંખ્યાત વડે. કેટલા અધર્માસ્તિકાયથી ? એક પણ નહીં. બાકી બધું ધર્માસ્તિકાય મુજબ જાણવું. આ આલાવા વડે બધા જ સ્વ સ્થાનમાં એક પણ પ્રદેશથી સ્પૃષ્ટ ન થાય, પરસ્થાનમાં પહેલાના ત્રણમાં અસંખ્યાત વડે, પછીના અનંત વડે કહેવા યાવત્‌ અદ્ધા સમય, યાવત્‌ કેટલા અદ્ધા સમયથી સ્પૃષ્ટ થાય ? એક પણ નહીં. સૂત્ર સંદર્ભ– ૫૭૮, ૫૭૯
Mool Sutra Transliteration : [sutra] ege bhamte! Dhammatthikayapadese kevatiehim dhammatthikayapadesehim putthe? Goyama! Jahannapade tihim, ukkosapade chhahim. Kevatiehim adhammatthikayapadesehim putthe? Jahannapade chauhim, ukkosapade sattahim. Kevatiehim agasatthikayapadesehim putthe? Sattahim. Kevatiehim jivatthikayapadesehim putthe? Anamtehim. Kevatiehim poggalatthikayapa-desehim putthe? Anamtehim. Kevatiehim addhasamaehim putthe? Siya putthe siya no putthe, jai putthe niyamam anamtehim. Ege bhamte! Adhammatthikayapadese kevatiehim dhammatthikayapadesehim putthe? Goyama! Jahannapade chauhim, ukkosapade satahim. Kevatiehim adhammatthikayapadesehim putthe? Jahannapade tihim, ukkosapade chhahim. Sesam jaha dhammatthikayassa. Ege bhamte! Agasatthikayapadese kevatiehim dhammatthikayapadesehim putthe? Goyama! Siya putthe siya no putthe, jai putthe jahannapade ekkena va dohim va tihim va, ukkosapade sattahim. Evam adhammatthikayapadesehim vi. Kevatiehim agasatthikayapadesehim putthe? Chhahim. Kevatiehim jivatthikayapadesehim putthe? Siya putthe siya no putthe, jai putthe niyamam anamtehim. Evam poggalatthi-kayapadesehim vi, addhasamaehim vi.
Sutra Meaning Transliteration : Sutra– 578. Bhagavan ! Dharmastikayano eka pradesha ketala dharmastikaya pradesho vade sprishta chhe\? Gautama ! Jaghanyapade trana pradeshone ane utkrishtathi chha pradeshone sparshe chhe. Bhagavan ! Dharmastikayano eka pradesha ketala adharmastikaya pradeshathi sprishta chhe\? Gautama ! Jaghanyathi chara, utkrishtathi sata. Ketala akashastikaya pradeshathi sprishta chhe\? Gautama ! Sata. Ketala jivastikaya pradeshathi sprishta chhe? Anamtathi. Ketala pudgalastikayathi sprishta chhe\? Gautama ! Anamtathi. Ketala addha samayathi sprishta chhe\? Kadacha sprishta hoya, kadacha na hoya. Jo sprishta hoya to niyama anamtathi sprishta hoya. Bhagavan ! Eka adharmastikayano pradesha ketala dharmastikaya pradeshathi sprishta chhe\? Gautama ! Jaghanyathi chara, utkrishtathi sata vade. Ketala adharmastikayathi sprishta chhe\? Jaghanyathi trana, utkrishtathi chha vade. Baki badhum dharmastikaya mujaba janavu. Bhagavan ! Eka akashastikaya pradesha ketala dharmastikaya pradesha vade sprishta chhe\? Gautama ! Kadacha sprishta hoya, kadacha sprishta na hoya. Jo sprishta hoya to jaghanyathi eka, be, trana ke chara vade hoya. Utkrishtathi sata vade hoya. E rite adharmastikaya pradeshamam pana janavum. Bhagavan ! Ketala akashastikaya pradeshathi sprishta hoya\? Gautama ! Chha vade. Ketala jivastikaya pradeshathi\? Kadacha sprishta hoya, kadacha na hoya. Jo sprishta hoya to niyama anamta pradeshathi hoya e rite pudgalastikaya, addhasamayamam janavum. Sutra– 579. Bhagavan ! Eka jivastikaya pradesha ketala dharmastikaya pradeshathi sprishta chhe\? Jaghanyathi chara, utkrishtathi sata. E rite adharmastikaya pradesha vade pana janavum. Ketala akashastikayathi\? Sata vade. Ketala jivastikayathi\? Baki badhum dharmastikaya mujaba chhe. Bhagavan ! Eka pudgalastikaya pradesha ketala dharmastikaya pradeshathi sprishta chhe\? E pramane jivastikaya mujaba janavum. Bhagavan ! Be pudgalastikaya pradesho ketala dharmastikaya pradeshothi sprishta chhe\? Jaghanyathi chha, utkrishtathi bara. E pramane adharmastikaya pradeshamam janavum. Ketala akashastikayathi\? Bara. Baki dharmastikaya mujaba janavum. Bhagavan ! Trana pudgalastikaya pradesho ketala dharmastikaya vade sprishta chhe\? Jaghanyathi 8, utkrishtathi 17. E rite adharmastikaya pradeshamam janavum. Ketala akashastikayathi\? Sattara. Baki dharmastikaya mujaba janavum. A pramane a alava vade dasha pradesha sudhi kahevum. Vishesha e ke jaghanyapadamam be ane utkrishtapadamam pamcha umerava. Chara pudgalastikayamam jaghanyathi dasha, utkrishtathi bavisha. Pamchamam jaghanyathi bara, utkrishtathi sattavisha. Chha mam jaghanyathi – 14, utkrishtathi – 32, satamam jaghanyathi – 16, utkrishtathi – 27, ‘atha’mam jaghanye 18, utkrishtathi – 42, ‘nava’mam jaghanyathi – 20, utkrishtathi – 47. Dasha pudgala0 jaghanyathi – 22, utkrishtathi – 52 pradesho vade sprishta thaya chhe. Akashastikaya mate badhe utkrishta pada kahevum. Bhagavan ! Samkhyata pudgalastikaya pradesho ketala dharmastikaya pradesho vade sprishta chhe\? Jaghanya padamam te samkhyatane bamana kari temam be umero, utkrishta padamam te samkhyatane pamcha gana karine temam be umerava. Adharmastikaya vade sparshana a pramane ja janavi. Ketala akashastikaya0 vade\? Te samkhyatane pamcha gana kari, be umero. Ketala jivastikaya0 vade\? Anamtathi. Ketala pudgalastikaya vade\? Anamtathi. Ketala addha samaya vade\? Kadacha sparshe, kadacha nahim. Jo sparshe to yavat anamta vade sparshe. Bhagavan ! Asamkhyata pudgalastikaya pradesho ketala dharmastikaya vade sprishta chhe\? Jaghanyathi te asamkhyatane bamana kari, be umero. Utkrishtathi te asamkhyatane pamcha guna kari, be umero. Baki badhu samkhyata mujaba yavat niyama anamta samayo vade sparshe. Bhagavan ! Anamta pudgalastikaya pradesho ketala dharmastikaya vade sprishta chhe\? Gautama ! Asamkhyatani maphaka ‘anamta’ sampurna kaheva. Bhagavan ! Eka addhasamaya ketala dharmastikaya pradeshothi sprishta chhe\? Satathi. Ketala adharmastikayathi\? Purvavat. E pramane akashastikaya vade pana chhe. Ketala jivastikayathi\? Anamta vade. E pramane yavat addha samaya vade. Bhagavan ! Dharmastikaya, dharmastikayana ketala pradesho vade sprishta chhe\? Eka pana pradeshathi nahim. Ketala adharmastikayathi\? Asamkhyata vade. Ketala akashastikayathi\? Asamkhyata vade – ketala jivastikayathi\? Anamta vade. Ketala pudgalastikaya pradeshathi\? Anamta vade. Ketala addha samayathi\? Kadacha sprishta thaya, kadacha na thaya. Jo sprishta thaya, to niyama anamta vade thaya. Bhagavan ! Adharmastikaya, ketala dharmastikaya vade sprishta thaya\? Asamkhyata vade. Ketala adharmastikayathi\? Eka pana nahim. Baki badhum dharmastikaya mujaba janavum. A alava vade badha ja sva sthanamam eka pana pradeshathi sprishta na thaya, parasthanamam pahelana tranamam asamkhyata vade, pachhina anamta vade kaheva yavat addha samaya, yavat ketala addha samayathi sprishta thaya\? Eka pana nahim. Sutra samdarbha– 578, 579