Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1103873
Scripture Name( English ): Bhagavati Translated Scripture Name : ભગવતી સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

शतक-७

Translated Chapter :

શતક-૭

Section : उद्देशक-९ असंवृत्त Translated Section : ઉદ્દેશક-૯ અસંવૃત્ત
Sutra Number : 373 Category : Ang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] नायमेयं अरहया, सुवमेयं अरहया, विण्णायमेयं अरहया–रहमुसले संगामे। रहमुसले णं भंते! संगामे वट्टमाणे के जइत्था? के पराजइत्था? गोयमा! वज्जी, विदेहपुत्ते, चमरे असुरिंदे असुरकुमारराया जइत्था; नव मल्लई, नव लेच्छई पराजइत्था। तए णं से कूणिए राया रहमुसलं संगामं उवट्ठियं जाणित्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी– खिप्पामेव भो देवानुप्पिया! भूयानंदं हत्थिरायं पडिकप्पेह, हय-गय-रह-पवरजोह-कलियं चाउरंगिणिं सेनं सण्णाहेह, सण्णाहेत्ता मम एयमाणत्तियं खिप्पामेव पच्चप्पिणह। तए णं ते कोडुंबियपुरिसा कोणिएणं रण्णा एवं वुत्ता समाणा हट्ठतुट्ठचित्तमानंदिया जाव मत्थए अंजलिं कट्टु एवं सामी! तहत्ति अणाए विनएणं वयणं पडिसुणंति, पडिसुणित्ता खिप्पामेव छेयायरियोवएस-मति-कप्पणा-विकप्पेहिं सुनिउणेहिं उज्जलणेवत्थ-हव्वपरिवच्छियं सुसज्जं जाव भीमं संगामियं अओज्झं भूयानंदं हत्थिरायं पडिकप्पेंति, हय-गय-रह-पवरजोहकलियं चाउरंगिणिं सेनं सण्णाहेंति, सण्णाहेत्ता जेणेव कूणिए राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयलपरिग्गहियं दसनहं सिरसावत्तं मत्थए अंजलिं कट्टु कूणियस्स रन्नो तमाणत्तियं पच्चप्पिणंति। तए णं से कूणिए राया जेणेव मज्जणघरं तेणेव उवागच्छति, उवागच्छित्ता मज्जणघरं अनुप्पविसइ, अनुप्पविसित्ता ण्हाए कयबलिकम्मे कयकोउय-मंगल-पायच्छित्ते सव्वालंकारविभू-सिए सन्नद्ध-बद्ध-वम्मियकवए उप्पोलियसरासणपट्टिए पिणद्धगेवेज्ज-विमलवरबद्धचिंधपट्टे गहिया उहप्पहरणे सकोरेंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं चउचामरबालवीजियंगे, मंगलजय-सद्द-कयालोए जाव जेणेव भूयानंदे हत्थिराया तेणेव उवागच्छइ, उवागच्छित्ता भूयानंदं हत्थिरायं दुरूढे। तए णं से कूणिए राया हारोत्थय-सुकय-रइयवच्छे जाव सेयवरचामराहिं उद्धुव्वमाणीहिं-उद्धुव्वमाणीहिं हय-गय-रह-पवरजोहकलियाए चाउरंगिणीए सेनाए सद्धिं संपरिवुडे महया-भडचडगरविंदपरिक्खित्ते जेणेव रहमुसले संगामे तेणेव उवाग-च्छइ, उवागच्छित्ता रहमुसलं संगामं ओयाए। पुरओ य से सक्के देविंदे देवराया एगं महं अभेज्जकवयं वइरपडिरूवगं विउव्वित्ता णं चिट्ठइ। मग्गओ य से चमरे असुरिंदे असुरकुमारराया एगं महं आयसं किढिणपडिरूपगं विउव्वित्ता णं चिट्ठइ। एवं खलु तओ इंदा संगामं संगामेंति, तं जहा–देविंदे य, मणुइंदे य, असुरिंदे य। एगहत्थिणा वि णं पभू कूणिए राया जइत्तए, एगहत्थिणा वि णं पभू कूणिए राया पराजिणित्तए। तए णं से कूणिए राया रहमुसलं संगामं संगामेमाणे नव मल्लई, नव लेच्छई–कासी-कोसलगा अट्ठारस वि गण-रायाणो हय-महिय-पवरवीर-घाइय-विवडियचिंध-द्धयपडागे किच्छपाणगए दिसोदिसिं पडिसेहित्था। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–रहमुसले संगामे? गोयमा! रहमुसले णं संगामे वट्टमाणे एगे रहे अणासए, असारहिए, अनारोहए, समुसले महया जनक्खयं, जणवहं, जनप्पमद्दं, जनसंवट्टकप्पं रुहिरकद्दमं करेमाणे सव्वओ समंता परिधावित्था। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–रहमुसले संगामे। रहमुसले णं भंते! संगामे वट्टमाणे कति जणसयसाहस्सीओ वहियाओ? गोयमा! छन्नउतिं जनसयसाहस्सीओ वहियाओ। ते णं भंते! मनुया निस्सीला निग्गुणा निम्मेरा निप्पच्चक्खाणपोसहोववासा रुट्ठा परिकुविया समरवहिया अनुवसंता कालमासे कालं किच्चा कहिं गया? कहिं उववन्ना? गोयमा! तत्थ णं दससाहस्सीओ एगाए मच्छियाए कुच्छिंसि उववन्नाओ। एगे देवलोगेसु उववन्ने। एगे सुकुले पच्चायाए। अवसेसा उस्सन्नं नरग-तिरिक्खजोणिएसु उववन्ना।
Sutra Meaning : સૂત્ર– ૩૭૩. અરહંતોએ આ જાણ્યું છે, પ્રત્યક્ષ કર્યું છે, વિશેષથી જ્ઞાન કર્યું છે કે આ રથમુસલ સંગ્રામ છે. તો હે ભગવન્‌ ! રથમુસલ સંગ્રામ જ્યારે થતો હતો ત્યારે કોણ જીત્યુ, કોણ હાર્યુ ? હે ગૌતમ ! ઇન્દ્ર, કોણિક અને અસુરેન્દ્ર અસુરકુમાર ચમર જીત્યા અને નવ મલ્લકી અને નવ લેચ્છકી રાજા હાર્યા. ત્યારે રથમુસલ સંગ્રામ ઉપસ્થિત થયો જાણીને, કોણિક રાજાએપોતાના સેવકપુરુષોને બોલાવ્યા વગેરે સંપૂર્ણ વર્ણન મહાશિલાકંટક મુજબ જાણવું. વિશેષ એ કે – હસ્તિરાજ ‘ભૂતાનંદ’ નામે હતો. યાવત્‌ કોણિક રાજા રથમુસલ સંગ્રામમાં ઊતર્યો. તેની આગળ દેવેન્દ્ર દેવરાજ શક્ર એ પ્રમાણે પૂર્વવત્‌ યાવત્‌ જાણવું જોઈએ. પાછળ અસુરેન્દ્ર અસુર રાજ ચમર લોઢાના બનેલા એક મહાન કિઠિન પ્રતિરૂપ કવચ વિકુર્વીને રહ્યો. એ પ્રમાણે ત્રણ ઇન્દ્રો સંગ્રામમાં પ્રવૃત્ત થયેલા – દેવેન્દ્ર, મનુજેન્દ્ર, અસુરેન્દ્ર. એ પ્રમાણે એક હાથી વડે પણ કોણિક રાજા જીતવા માટે સમર્થ હતો. યાવત્‌ બાકી બધું પૂર્વવત્‌ કહેવું. યાવત્‌ શત્રુઓ દશે દિશામાં ભાગી ગયા. ભગવન્‌ ! રથમુસલ સંગ્રામને રથમુસલ સંગ્રામ કેમ કહે છે ? ગૌતમ ! રથમુસલ સંગ્રામ વર્તતો હતો ત્યારે એક રથ અશ્વરહિત, સારથિ રહિત, યોદ્ધાઓ રહિત, માત્ર મુસલ સહિત મોટો જનક્ષય, જનવધ, જનપ્રમર્દન, જનપ્રલય સમાન, લોહીરૂપી કીચડ કરતો ચારે તરફ દોડતો હતો. તેથી તેને યાવત્‌ રથમુસલ સંગ્રામ કહે છે. ભગવન્‌ ! જ્યારે રથમુસલ સંગ્રામ થયો, ત્યારે કેટલા લાખ લોકો માર્યા ગયા ? ગૌતમ ! ૯૬ લાખ લોકો માર્યા ગયા. ભગવન્‌ ! તે શીલ રહિત આદિ વિશેષણયુક્ત તે મનુષ્યો મૃત્યુ સમયે મરીને ક્યાં ગયા, ક્યાં ઉત્પન્ન થયા? ગૌતમ ! તેમાના ૧૦,૦૦૦ મનુષ્યો એક માછલીની કુક્ષીમાં ઉત્પન્ન થયા, એક મનુષ્ય દેવલોકે ઉત્પન્ન થયો, એક મનુષ્ય સુકુલમાં જન્મ્યો, બાકીના નરક – તિર્યંચગતિમાં ઉપજ્યા. સૂત્ર– ૩૭૪. ભગવન્‌ ! દેવેન્દ્ર દેવરાજ શક્રે અને અસુરેન્દ્ર અસુરકુમાર ચમરે કોણિક રાજાને કેમ સહાય કરી ? ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ શક્ર તેનો પૂર્વ સંગતિક હતો, અસુરેન્દ્ર અસુરકુમાર રાજ ચમર પર્યાય સંગતિક હતો. એ પ્રમાણે હે ગૌતમ ! શક્ર અને ચમરે કોણિક રાજાને સહાય આપી. સૂત્ર– ૩૭૫. ભગવન્‌ ! ઘણા લોકો પરસ્પર એમ કહે છે કે યાવત્‌ પ્રરૂપે છે, એ પ્રમાણે ઘણા મનુષ્યો કોઈપણ મોટા – નાના સંગ્રામમાં અભિમુખ રહીને લડતા એવા કાળ માસે કાળ કરીને કોઈ દેવલોકમાં દેવપણે ઉપજે છે, હે ભગવન્‌ ! તે કઈ રીતે ? ગૌતમ ! જે ઘણા મનુષ્યો પરસ્પર આ પ્રમાણે કહે છે યાવત્‌ ઉપજે છે, તે એ પ્રમાણે અસત્ય કહે છે. ગૌતમ ! હું એ પ્રમાણે કહું છું યાવત્‌ પ્રરૂપું છું. (આ સંદર્ભમાં ભગવંત એક દૃષ્ટાંત કહે છે.) હે ગૌતમ ! તે કાળે, તે સમયે વૈશાલી નામે નગરી હતી – તેનું વર્ણન ઉવાવાઈ સૂત્રાનુસાર કરવું. તે વૈશાલી નગરીમાં વરુણ નામે નાગનપ્તૃક રહેતો હતો. તે ધનાઢ્ય યાવત્‌ અપરિભૂત હતો. જીવાજીવને જાણતો શ્રાવક હતો યાવત્‌ તે આહાર આદિ દ્વારા શ્રમણને પ્રતિલાભતો એવો નિરંતર છઠ્ઠ – છઠ્ઠની તપસ્યા દ્વારા પોતાના આત્માને ભાવિત કરતો એવો વિચરતો હતો. ત્યારે તે નાગનપ્તૃકને અન્યદા ક્યારેય રાજાનાં આદેશથી, ગણના આદેશથી, બલાભિયોગથી રથમુસલ સંગ્રામમાં જવાની આજ્ઞા થતા તેણે છઠ્ઠ તપને વધારીને અઠ્ઠમનો તપ કર્યો. અઠ્ઠમ તપ કરીને કૌટુંબિક પુરુષને બોલાવ્યા. બોલાવીને આમ કહ્યું – હે દેવાનુપ્રિયો! જલદીથી ચાતુર્ઘંટ અશ્વરથને તૈયાર કરી, શીઘ્ર ઉપસ્થિત કરો સાથે અશ્વ, હાથી, રથ, પ્રવર યોદ્ધાને યાવત્‌ સજ્જ કરો. યાવત્‌ મારી આ આજ્ઞાને મને પાછી સોંપો. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ તેની આજ્ઞા સ્વીકારી યાવત્‌ આજ્ઞા સાંભળીને જલદીથી છત્ર અને ધ્વજ સહિત યાવત્‌ ચાર ઘંટવાળો અશ્વરથ લાવ્યા, અશ્વાદિ સેનાને સજ્જ કરીને જ્યાં વરુણ નાગપૌત્ર હતો યાવત્‌ તેની આજ્ઞા પાછી સોંપી. ત્યારે તે નાગપૌત્ર જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં આવીને કોણિકની રાજાની માફક યાવત્‌ પ્રાયશ્ચિત્ત કરીને, સર્વાલંકાર વિભૂષિત થઈ, કવચ પહેરી, કોરંટપુષ્પની માળાથી યાવત્‌ ધારણ કરીને, અનેકગણ નાયક યાવત્‌ દૂત – સંધિપાલ સાથે સંપરિવરીને સ્નાનગૃહથી નીકળ્યો. નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી. જ્યાં ચોર ઘંટાવાળો રથ હતો, ત્યાં આવ્યો. આવીને ચાતુર્ઘંટ અશ્વરથે આરૂઢ થયો. અશ્વ, હાથી, રથથી યાવત્‌ સંપરિવૃત્ત, મોટા ભટ્ટ, ચડગર૦ થી યાવત્‌ ઘેરાઈને જ્યાં રથમુસલ સંગ્રામ હતો, ત્યાં આવીને રથમુસલ સંગ્રામમાં ઊતર્યો. ત્યારે તે વરુણ નાગનપ્તૃક રથમુસલ સંગ્રામમાં ઊતર્યો ત્યારે આવો અભિગ્રહ ગ્રહણ કર્યો – મારે રથમુસલ સંગ્રામમાં યુદ્ધ કરતા, જે મારા ઉપર પહેલો પ્રહાર કરે, તેને જ મારવો કલ્પે, બીજાને નહીં. આવો અભિગ્રહ ગ્રહણ કરીને તે રથમુસલ સંગ્રામે પ્રવૃત્ત થયો. ત્યારે તે વરુણ નાગપોત્રને રથમુસલ સંગ્રામમાં લડતા, એક પુરુષ, તેના રથ સામે રથ લઈને શીઘ્ર આવ્યો. તે તેના જેવો જ, સમાન ત્વચાવાળો, સમાન વયવાળો, સમાન શસ્ત્ર યુક્ત હતો. ત્યારે તે પુરુષે વરુણ નાગપૌત્રને આમ કહ્યું કે – હે વરુણ નાગપૌત્ર ! પ્રહાર કર – પ્રહાર કર. ત્યારે વરુણ નાગપૌત્રએ તે પુરુષને આમ કહ્યું – હે દેવાનુપ્રિય! જે પહેલાં મારા ઉપર પ્રહાર ન કરે, તેના ઉપર પ્રહાર કરવાનું મને કલ્પતુ નથી, પહેલા તું જ પ્રહાર કર. ત્યારે તે પુરુષે વરુણ નાગપૌત્રને આમ કહેતો સાંભળી, તે ક્રોધિત થયો યાવત્‌ લાલ – પીળો થઈને પોતાનું ધનુષ લીધું. ધનુષ લઈને, યથાસ્થાને બાણ ચડાવ્યું. અમુક આસને સ્થિર થયો. ધનુષને કાન સુધી ખેંચ્યું, એ રીતે ખેંચીને તે પુરુષે ગાઢ પ્રહાર કર્યો. ત્યારે તે વરુણ નાગપૌત્ર તે પુરુષ દ્વારા ગાઢ પ્રહાર થવાથી ક્રોધિત થઈ યાવત્‌ દાંત પીસતો, ધનુષ્યને લે છે, લઈને બાણ ચડાવે છે, બાણ ચડાવીને ધનુષને કાન સુધી ખેંચે છે, ખેંચીને તે પુરુષને એક ઘાએ પથ્થરના ટુકડા થાય તેમ જીવનથી રહિત કરી દીધો. ત્યારપછી તે વરુણ નાગપૌત્ર, તે પુરુષથી ગાઢ પ્રહાર કરાયેલો અશક્ત, અબલ, અવીર્ય, પુરુષાર્થ – પરાક્રમથી રહિત થઈ ગયો. હવે મારું શરીર ટકી નહીં શકે, એમ સમજીને ઘોડાને રોક્યા, રોકીને રથને પાછો વાળ્યો, પાછો વાળીને રથમુસલ સંગ્રામથી બહાર નીકળ્યો, નીકળીને એકાંતમાં ગયો, જઈને ઘોડાને રોક્યા. રોકીને રથને ઊભો રાખ્યો, રાખીને રથની નીચે ઊતર્યો. ઊતરીને ઘોડાને મુક્ત કર્યા, કરીને વિસર્જિત કર્યા. પછી ઘાસનો સંથારો પાથર્યો. પાથરીને પૂર્વ દિશા તરફ મુખ કર્યું. પછી પર્યંકાસને બેસી, બે હાથ જોડી યાવત્‌ આ પ્રમાણે કહ્યું – અરિહંતોને નમસ્કાર થાઓ યાવત્‌ સિદ્ધિગતિને સંપ્રાપ્તને નમસ્કાર થાઓ. મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, આદિકર શ્રમણ ભગવંત મહાવીર, જે સિદ્ધિગતિ પ્રાપ્ત કરનારા છે, તેઓને નમસ્કાર થાઓ. અહીં રહેલો હું, ત્યાં રહેલ ભગવંતને નમસ્કાર કરુ છું, ત્યાં રહેલ ભગવંત મને જુએ. એમ કહીને વંદન – નમસ્કાર કર્યા. કરીને આ પ્રમાણે કહ્યું – પૂર્વે પણ મેં શ્રમણ ભગવંત મહાવીર પાસે જાવજ્જીવને માટે સ્થૂળ પ્રાણાતિપાતના પચ્ચક્‌ખાણ કર્યા હતા. એ રીતે યાવત્‌ જાવજ્જીવને માટે સ્થૂળ પરિગ્રહના પચ્ચક્‌ખાણ કર્યા હતા. અત્યારે પણ હું તે અરિહંત, ભગવંત મહાવીરની સાક્ષીએ સર્વે પ્રાણાતિપાતના જાવજ્જીવના પચ્ચક્‌ખાણ કરું છું, એ પ્રમાણે સ્કંદકની માફક યાવત્‌ સર્વથા પચ્ચક્ખાણ કર્યા, આ શરીરને તેના છેલ્લા શ્વાસોચ્છ્‌વાસે વોસીરાવું છું. એમ કહીને સન્નાહપટ્ટને છોડે છે, છોડીને શલ્યને ઉદ્ધરે છે, ઉદ્ધરીને આલોચના પ્રતિક્રમણ કરી, સમાધિ પામી કાલગત થયા. ત્યારે તે વરુણ નાગપૌત્રનો એક પ્રિય બાલમિત્ર રથમુસલ સંગ્રામમાં સંગ્રામ કરતો, એક પુરુષ વડે ગાઢ પ્રહાર કરાયેલ અશક્ત, અબલ યાવત્‌ શરીરને ટકાવી નહીં શકું એમ કરીને વરુણ નાગપૌત્રને રથમુસલ સંગ્રામથી બહાર નીકળતા જુએ છે, જોઈને પોતાના ઘોડાને અટકાવે છે, પછી વરુણની માફક યાવત્‌ ઘોડાને વિસર્જિત કરે છે. સંથારો પાથરે છે, પાથરીને ત્યાં આરૂઢ થઈ પૂર્વાભિમુખ થઈ યાવત્‌ અંજલિ કરી આમ કહે છે – ભગવન ! જે પ્રમાણે મારા પ્રિય બાલમિત્ર વરૂણનાગપૌત્રને જે શીલવ્રત, ગુણવ્રત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ છે, તે મને પણ થાઓ. એમ કરીને સન્નાહપટ્ટ છોડીને, શલ્યોદ્વાર કરે છે. કરીને અનુક્રમે સમાધિયુક્ત થઈને મૃત્યુ (કાળધર્મ) પામ્યો. ત્યારે વરુણ નાગપૌત્રને કાલગત જાણીને, નીકટ રહેલા વ્યંતર દેવોએ દિવ્ય સુરભિ – ગંધોદક વાસની વૃષ્ટિ કરી, પંચવર્ણી પુષ્પોને વરસાવ્યા, દિવ્ય ગીત – ગંધર્વ – નિનાદ કર્યો. ત્યારે તે વરુણ નાગપૌત્રના, તે દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ, દિવ્ય દેવાનુભાવ સાંભળીને અને જોઈને, ઘણા લોકો પરસ્પર આ પ્રમાણે કહે છે યાવત્‌ પ્રરૂપે છે – ઘણા મનુષ્યો યાવત્‌ દેવ થાય છે. સૂત્ર– ૩૭૬. ભગવન્‌ ! વરુણ નાગપૌત્ર કાળ માસે કાળ કરી ક્યાં ગયો, ક્યાં ઉપજ્યો ? ગૌતમ ! સૌધર્મકલ્પમાં અરુણાભ વિમાને દેવ થયો. ત્યાં કેટલાક દેવોની ચાર પલ્યોપમ સ્થિતિ કહી છે, ત્યાં વરુણ દેવની પણ ચાર પલ્યોપમ સ્થિતિ કહી. તે વરુણદેવ, તે દેવલોકથી આયુષ્યનો, ભવનો, સ્થિતિનો ક્ષય થતા મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ થશે યાવત્‌ સર્વ દુખોનો અંત કરશે. ભગવન્‌ ! વરુણ નાગપૌત્રનો પ્રિય બાલમિત્ર કાળ માસે કાળ કરીને ક્યાં ગયો ? ક્યાં ઉપજ્યો ? ગૌતમ ! સુકુલમાં જન્મ્યો. ભગવન્‌ ! તે ત્યાંથી ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવત્‌ દુઃખનો અંત કરશે. ભગવન્‌ ! આપ કહો છો તે એમ જ છે, તે એમ જ છે સૂત્ર સંદર્ભ– ૩૭૩–૩૭૬
Mool Sutra Transliteration : [sutra] nayameyam arahaya, suvameyam arahaya, vinnayameyam arahaya–rahamusale samgame. Rahamusale nam bhamte! Samgame vattamane ke jaittha? Ke parajaittha? Goyama! Vajji, videhaputte, chamare asurimde asurakumararaya jaittha; nava mallai, nava lechchhai parajaittha. Tae nam se kunie raya rahamusalam samgamam uvatthiyam janitta kodumbiyapurise saddavei, saddavetta evam vayasi– khippameva bho devanuppiya! Bhuyanamdam hatthirayam padikappeha, haya-gaya-raha-pavarajoha-kaliyam chauramginim senam sannaheha, sannahetta mama eyamanattiyam khippameva pachchappinaha. Tae nam te kodumbiyapurisa konienam ranna evam vutta samana hatthatutthachittamanamdiya java matthae amjalim kattu evam sami! Tahatti anae vinaenam vayanam padisunamti, padisunitta khippameva chheyayariyovaesa-mati-kappana-vikappehim suniunehim ujjalanevattha-havvaparivachchhiyam susajjam java bhimam samgamiyam aojjham bhuyanamdam hatthirayam padikappemti, haya-gaya-raha-pavarajohakaliyam chauramginim senam sannahemti, sannahetta jeneva kunie raya teneva uvagachchhamti, uvagachchhitta karayalapariggahiyam dasanaham sirasavattam matthae amjalim kattu kuniyassa ranno tamanattiyam pachchappinamti. Tae nam se kunie raya jeneva majjanagharam teneva uvagachchhati, uvagachchhitta majjanagharam anuppavisai, anuppavisitta nhae kayabalikamme kayakouya-mamgala-payachchhitte savvalamkaravibhu-sie sannaddha-baddha-vammiyakavae uppoliyasarasanapattie pinaddhagevejja-vimalavarabaddhachimdhapatte gahiya uhappaharane sakoremtamalladamenam chhattenam dharijjamanenam chauchamarabalavijiyamge, mamgalajaya-sadda-kayaloe java jeneva bhuyanamde hatthiraya teneva uvagachchhai, uvagachchhitta bhuyanamdam hatthirayam durudhe. Tae nam se kunie raya harotthaya-sukaya-raiyavachchhe java seyavarachamarahim uddhuvvamanihim-uddhuvvamanihim haya-gaya-raha-pavarajohakaliyae chauramginie senae saddhim samparivude mahaya-bhadachadagaravimdaparikkhitte jeneva rahamusale samgame teneva uvaga-chchhai, uvagachchhitta rahamusalam samgamam oyae. Purao ya se sakke devimde devaraya egam maham abhejjakavayam vairapadiruvagam viuvvitta nam chitthai. Maggao ya se chamare asurimde asurakumararaya egam maham ayasam kidhinapadirupagam viuvvitta nam chitthai. Evam khalu tao imda samgamam samgamemti, tam jaha–devimde ya, manuimde ya, asurimde ya. Egahatthina vi nam pabhu kunie raya jaittae, egahatthina vi nam pabhu kunie raya parajinittae. Tae nam se kunie raya rahamusalam samgamam samgamemane nava mallai, nava lechchhai–kasi-kosalaga attharasa vi gana-rayano haya-mahiya-pavaravira-ghaiya-vivadiyachimdha-ddhayapadage kichchhapanagae disodisim padisehittha. Se kenatthenam bhamte! Evam vuchchai–rahamusale samgame? Goyama! Rahamusale nam samgame vattamane ege rahe anasae, asarahie, anarohae, samusale mahaya janakkhayam, janavaham, janappamaddam, janasamvattakappam ruhirakaddamam karemane savvao samamta paridhavittha. Se tenatthenam goyama! Evam vuchchai–rahamusale samgame. Rahamusale nam bhamte! Samgame vattamane kati janasayasahassio vahiyao? Goyama! Chhannautim janasayasahassio vahiyao. Te nam bhamte! Manuya nissila nigguna nimmera nippachchakkhanaposahovavasa ruttha parikuviya samaravahiya anuvasamta kalamase kalam kichcha kahim gaya? Kahim uvavanna? Goyama! Tattha nam dasasahassio egae machchhiyae kuchchhimsi uvavannao. Ege devalogesu uvavanne. Ege sukule pachchayae. Avasesa ussannam naraga-tirikkhajoniesu uvavanna.
Sutra Meaning Transliteration : Sutra– 373. Arahamtoe a janyum chhe, pratyaksha karyum chhe, visheshathi jnyana karyum chhe ke a rathamusala samgrama chhe. To he bhagavan ! Rathamusala samgrama jyare thato hato tyare kona jityu, kona haryu\? He gautama ! Indra, konika ane asurendra asurakumara chamara jitya ane nava mallaki ane nava lechchhaki raja harya. Tyare rathamusala samgrama upasthita thayo janine, konika rajaepotana sevakapurushone bolavya vagere sampurna varnana mahashilakamtaka mujaba janavum. Vishesha e ke – hastiraja ‘bhutanamda’ name hato. Yavat konika raja rathamusala samgramamam utaryo. Teni agala devendra devaraja shakra e pramane purvavat yavat janavum joie. Pachhala asurendra asura raja chamara lodhana banela eka mahana kithina pratirupa kavacha vikurvine rahyo. E pramane trana indro samgramamam pravritta thayela – devendra, manujendra, asurendra. E pramane eka hathi vade pana konika raja jitava mate samartha hato. Yavat baki badhum purvavat kahevum. Yavat shatruo dashe dishamam bhagi gaya. Bhagavan ! Rathamusala samgramane rathamusala samgrama kema kahe chhe\? Gautama ! Rathamusala samgrama vartato hato tyare eka ratha ashvarahita, sarathi rahita, yoddhao rahita, matra musala sahita moto janakshaya, janavadha, janapramardana, janapralaya samana, lohirupi kichada karato chare tarapha dodato hato. Tethi tene yavat rathamusala samgrama kahe chhe. Bhagavan ! Jyare rathamusala samgrama thayo, tyare ketala lakha loko marya gaya\? Gautama ! 96 lakha loko marya gaya. Bhagavan ! Te shila rahita adi visheshanayukta te manushyo mrityu samaye marine kyam gaya, kyam utpanna thaya? Gautama ! Temana 10,000 manushyo eka machhalini kukshimam utpanna thaya, eka manushya devaloke utpanna thayo, eka manushya sukulamam janmyo, bakina naraka – tiryamchagatimam upajya. Sutra– 374. Bhagavan ! Devendra devaraja shakre ane asurendra asurakumara chamare konika rajane kema sahaya kari\? Gautama ! Devendra devaraja shakra teno purva samgatika hato, asurendra asurakumara raja chamara paryaya samgatika hato. E pramane he gautama ! Shakra ane chamare konika rajane sahaya api. Sutra– 375. Bhagavan ! Ghana loko paraspara ema kahe chhe ke yavat prarupe chhe, e pramane ghana manushyo koipana mota – nana samgramamam abhimukha rahine ladata eva kala mase kala karine koi devalokamam devapane upaje chhe, he bhagavan ! Te kai rite\? Gautama ! Je ghana manushyo paraspara a pramane kahe chhe yavat upaje chhe, te e pramane asatya kahe chhe. Gautama ! Hum e pramane kahum chhum yavat prarupum chhum. (a samdarbhamam bhagavamta eka drishtamta kahe chhe.) He gautama ! Te kale, te samaye vaishali name nagari hati – tenum varnana uvavai sutranusara karavum. Te vaishali nagarimam varuna name naganaptrika raheto hato. Te dhanadhya yavat aparibhuta hato. Jivajivane janato shravaka hato yavat te ahara adi dvara shramanane pratilabhato evo niramtara chhaththa – chhaththani tapasya dvara potana atmane bhavita karato evo vicharato hato. Tyare te naganaptrikane anyada kyareya rajanam adeshathi, ganana adeshathi, balabhiyogathi rathamusala samgramamam javani ajnya thata tene chhaththa tapane vadharine aththamano tapa karyo. Aththama tapa karine kautumbika purushane bolavya. Bolavine ama kahyum – he devanupriyo! Jaladithi chaturghamta ashvarathane taiyara kari, shighra upasthita karo sathe ashva, hathi, ratha, pravara yoddhane yavat sajja karo. Yavat mari a ajnyane mane pachhi sompo. Tyare te kautumbika purushoe teni ajnya svikari yavat ajnya sambhaline jaladithi chhatra ane dhvaja sahita yavat chara ghamtavalo ashvaratha lavya, ashvadi senane sajja karine jyam varuna nagapautra hato yavat teni ajnya pachhi sompi. Tyare te nagapautra jyam snanagriha hatum tyam avine konikani rajani maphaka yavat prayashchitta karine, sarvalamkara vibhushita thai, kavacha paheri, koramtapushpani malathi yavat dharana karine, anekagana nayaka yavat duta – samdhipala sathe samparivarine snanagrihathi nikalyo. Nikaline jyam bahya upasthanashala hati. Jyam chora ghamtavalo ratha hato, tyam avyo. Avine chaturghamta ashvarathe arudha thayo. Ashva, hathi, rathathi yavat samparivritta, mota bhatta, chadagara0 thi yavat gheraine jyam rathamusala samgrama hato, tyam avine rathamusala samgramamam utaryo. Tyare te varuna naganaptrika rathamusala samgramamam utaryo tyare avo abhigraha grahana karyo – mare rathamusala samgramamam yuddha karata, je mara upara pahelo prahara kare, tene ja maravo kalpe, bijane nahim. Avo abhigraha grahana karine te rathamusala samgrame pravritta thayo. Tyare te varuna nagapotrane rathamusala samgramamam ladata, eka purusha, tena ratha same ratha laine shighra avyo. Te tena jevo ja, samana tvachavalo, samana vayavalo, samana shastra yukta hato. Tyare te purushe varuna nagapautrane ama kahyum ke – he varuna nagapautra ! Prahara kara – prahara kara. Tyare varuna nagapautrae te purushane ama kahyum – he devanupriya! Je pahelam mara upara prahara na kare, tena upara prahara karavanum mane kalpatu nathi, pahela tum ja prahara kara. Tyare te purushe varuna nagapautrane ama kaheto sambhali, te krodhita thayo yavat lala – pilo thaine potanum dhanusha lidhum. Dhanusha laine, yathasthane bana chadavyum. Amuka asane sthira thayo. Dhanushane kana sudhi khemchyum, e rite khemchine te purushe gadha prahara karyo. Tyare te varuna nagapautra te purusha dvara gadha prahara thavathi krodhita thai yavat damta pisato, dhanushyane le chhe, laine bana chadave chhe, bana chadavine dhanushane kana sudhi khemche chhe, khemchine te purushane eka ghae paththarana tukada thaya tema jivanathi rahita kari didho. Tyarapachhi te varuna nagapautra, te purushathi gadha prahara karayelo ashakta, abala, avirya, purushartha – parakramathi rahita thai gayo. Have marum sharira taki nahim shake, ema samajine ghodane rokya, rokine rathane pachho valyo, pachho valine rathamusala samgramathi bahara nikalyo, nikaline ekamtamam gayo, jaine ghodane rokya. Rokine rathane ubho rakhyo, rakhine rathani niche utaryo. Utarine ghodane mukta karya, karine visarjita karya. Pachhi ghasano samtharo patharyo. Patharine purva disha tarapha mukha karyum. Pachhi paryamkasane besi, be hatha jodi yavat a pramane kahyum – Arihamtone namaskara thao yavat siddhigatine sampraptane namaskara thao. Mara dharmacharya, dharmopadeshaka, adikara shramana bhagavamta mahavira, je siddhigati prapta karanara chhe, teone namaskara thao. Ahim rahelo hum, tyam rahela bhagavamtane namaskara karu chhum, tyam rahela bhagavamta mane jue. Ema kahine vamdana – namaskara karya. Karine a pramane kahyum – Purve pana mem shramana bhagavamta mahavira pase javajjivane mate sthula pranatipatana pachchakkhana karya hata. E rite yavat javajjivane mate sthula parigrahana pachchakkhana karya hata. Atyare pana hum te arihamta, bhagavamta mahavirani sakshie sarve pranatipatana javajjivana pachchakkhana karum chhum, e pramane skamdakani maphaka yavat sarvatha pachchakkhana karya, a sharirane tena chhella shvasochchhvase vosiravum chhum. Ema kahine sannahapattane chhode chhe, chhodine shalyane uddhare chhe, uddharine alochana pratikramana kari, samadhi pami kalagata thaya. Tyare te varuna nagapautrano eka priya balamitra rathamusala samgramamam samgrama karato, eka purusha vade gadha prahara karayela ashakta, abala yavat sharirane takavi nahim shakum ema karine varuna nagapautrane rathamusala samgramathi bahara nikalata jue chhe, joine potana ghodane atakave chhe, pachhi varunani maphaka yavat ghodane visarjita kare chhe. Samtharo pathare chhe, patharine tyam arudha thai purvabhimukha thai yavat amjali kari ama kahe chhe – Bhagavana ! Je pramane mara priya balamitra varunanagapautrane je shilavrata, gunavrata, viramanavrata, pratyakhyana, paushadhopavasa chhe, te mane pana thao. Ema karine sannahapatta chhodine, shalyodvara kare chhe. Karine anukrame samadhiyukta thaine mrityu (kaladharma) pamyo. Tyare varuna nagapautrane kalagata janine, nikata rahela vyamtara devoe divya surabhi – gamdhodaka vasani vrishti kari, pamchavarni pushpone varasavya, divya gita – gamdharva – ninada karyo. Tyare te varuna nagapautrana, te divya devariddhi, divya devadyuti, divya devanubhava sambhaline ane joine, ghana loko paraspara a pramane kahe chhe yavat prarupe chhe – ghana manushyo yavat deva thaya chhe. Sutra– 376. Bhagavan ! Varuna nagapautra kala mase kala kari kyam gayo, kyam upajyo\? Gautama ! Saudharmakalpamam arunabha vimane deva thayo. Tyam ketalaka devoni chara palyopama sthiti kahi chhe, tyam varuna devani pana chara palyopama sthiti kahi. Te varunadeva, te devalokathi ayushyano, bhavano, sthitino kshaya thata mahavideha kshetre siddha thashe yavat sarva dukhono amta karashe. Bhagavan ! Varuna nagapautrano priya balamitra kala mase kala karine kyam gayo\? Kyam upajyo\? Gautama ! Sukulamam janmyo. Bhagavan ! Te tyamthi kyam jashe? Kyam utpanna thashe? Gautama ! Mahavideha kshetramam siddha thashe yavat duhkhano amta karashe. Bhagavan ! Apa kaho chho te ema ja chhe, te ema ja chhe Sutra samdarbha– 373–376