Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1103792 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-६ |
Translated Chapter : |
શતક-૬ |
Section : | उद्देशक-५ तमस्काय | Translated Section : | ઉદ્દેશક-૫ તમસ્કાય |
Sutra Number : | 292 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] कइ णं भंते! कण्हरातीओ पन्नत्ताओ? गोयमा! अट्ठ कण्हरात्तीओ पन्नत्ताओ। कहि णं भंते! एयाओ अट्ठ कण्हरातीओ पन्नत्ताओ? गोयमा! उप्पिं सणंकुमार-माहिंदाणं कप्पाणं, हव्विं बंभलोए कप्पे रिट्ठे विमानपत्थडे, एत्थ णं अक्खाडग-समचउरंस-संठाणसंठियाओ अट्ठ कण्हरातीओ पन्नत्ताओ, तं जहा–पुरत्थिमे णं दो, पच्चत्थिमे णं दो, दाहिणे णं दो, उत्तरे णं दो। पुरत्थिमब्भंतरा कण्हराती दाहिण-बाहिरं कण्हरातिं पुट्ठा, दाहिणब्भंतरा कण्हराती पच्चत्थिम-बाहिरं कण्हरातिं पुट्ठा, पच्चत्थिमब्भंतरा कण्हराती उत्तर-बाहिरं कण्हरातिं पुट्ठा, उत्तरब्भंतरा कण्हराती पुरत्थिमबाहिरं कण्हरातिं पुट्ठा। दो पुरत्थिम-पच्चत्थिमाओ बाहिराओ कण्हरातीओ छलंसाओ, दो उत्तर-दाहिणाओ बाहिराओ कण्हरातीओ तंसाओ, दो पुरत्थिम-पच्चत्थिमाओ अब्भंतराओ कण्हरातीओ चउरंसाओ, दो उत्तर-दाहिणाओ अब्भंतराओ कण्हरातीओ चउरंसाओ। | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૯૨. ભગવન્ ! કૃષ્ણરાજિ કેટલી છે ? ગૌતમ ! આઠ. ભગવન્ ! તે! કૃષ્ણરાજિ ક્યાં છે ? ગૌતમ ! સનત્કુમાર અને માહેન્દ્ર કલ્પની ઉપર, બ્રહ્મલોક કલ્પના રિષ્ટ વિમાન પ્રસ્તટની નીચે છે. અખાડાની માફક સમચતુરસ્ર આકારે રહેલ આઠ કૃષ્ણરાજિ છે. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તરમાં બબ્બે છે. પૂર્વાભ્યંતર કૃષ્ણરાજિ દક્ષિણ બાહ્ય કૃષ્ણરાજિને સ્પર્શેલી છે. દક્ષિણાભ્યંતર, પશ્ચિમ બાહ્યને સ્પર્શેલી છે. પશ્ચિમાભ્યંતર, ઉત્તર બાહ્યને સ્પર્શેલી છે. ઉત્તરાભ્યંતર, પૂર્વબાહ્યને સ્પર્શેલી છે. પૂર્વ – પશ્ચિમની બે બાહ્ય કૃષ્ણરાજિ છ ખૂણી છે. ઉત્તર – દક્ષિણની બાહ્ય બે કૃષ્ણરાજિ ત્રિકોણ છે. પૂર્વ – પશ્ચિમની બે અભ્યંતર, તે ચોરસ છે. ઉત્તર – દક્ષિણની બે અભ્યંતર કૃષ્ણરાજિઓ ચોરસ છે. સૂત્ર– ૨૯૩. એક ગાથા દ્વારા ઉપરોક્ત વાતને કહે છે – પૂર્વ – પશ્ચિમની છ ખૂણી, દક્ષિણ – ઉત્તરની બાહ્ય કૃષ્ણરાજિ ત્રિખૂણી, બીજી બધી અભ્યંતર કૃષ્ણરાજિ ચોરસ છે. સૂત્ર– ૨૯૪. ભગવન્ ! કૃષ્ણરાજિઓની લંબાઈ, પહોળાઈ, પરિધિથી કેવડી છે ? ગૌતમ ! કૃષ્ણરાજિઓની લંબાઈ અસંખ્યાત હજાર યોજન છે. પહોળાઈ સંખ્યાત હજાર યોજન છે,પરિધિ અસંખ્યાત હજાર યોજન છે ભગવન્ ! કૃષ્ણરાજિ કેટલી મોટી છે ? ગૌતમ ! ત્રણ ચપટી વગાડે એટલા સમયમાં કોઈ દેવ જમ્બૂદ્વીપને ૨૧ વખત પરિકમ્મા કરીને આવે, તેવી શીઘ્ર દિવ્યગતિથી દેવ લગાતાર એક – બે દિવસ યાવત્ અર્ધમાસ ચાલે, ત્યારે ક્યાંક કૃષ્ણરાજિને પાર કરી શકે છે, ક્યાંક કૃષ્ણરાજિને પાર કરી શકતા નથી. ગૌતમ ! કૃષ્ણરાજિ આટલી મોટી છે. ભગવન્ ! શું કૃષ્ણરાજિમાં ઘર કે દુકાન છે? ના,ગૌતમ! ત્યાં ઘર આદિ નથી. ભગવન્ ! શું કૃષ્ણરાજિમાં ગામાદિ છે ? ના,ગૌતમ ! નથી. ભગવન્ ! શું કૃષ્ણરાજિમાં ઉદાર મેઘ સંમૂર્ચ્છે છે ? હા,ગૌતમ ! છે. તે કોણ દેવો, અસુર કે નાગકુમારો કરે છે ? ગૌતમ ! દેવો કરે છે. અસુર કે નાગકુમાર કરતા નથી. ભગવન્ ! શું કૃષ્ણરાજિમાં બાદર સ્તનિત શબ્દો છે ? ઉદાર મેઘવત્ જાણવું. ભગવન્ ! શું કૃષ્ણરાજિમાં બાદર અપ્કાય – અગ્નિકાય – વનસ્પતિકાય છે ? ના,ગૌતમ ! નથી. સિવાય કે વિગ્રહગતિ સમાપન્નક. ભગવન્ ! શું તેમાં ચંદ્ર, સૂર્યાદિ છે? ના, ગૌતમ ! નથી. ભગવન્ ! શું તેમાં ચંદ્રાભાસાદિ છે ? ના, ગૌતમ !નથી. ભગવન્ ! કૃષ્ણરાજિ કેવા વર્ણની છે ? ગૌતમ ! કાળી યાવત્ દેવ. જલદીથી બહાર નીકળી જાય છે. ભગવન્ ! કૃષ્ણરાજિના કેટલા નામ છે? આઠ. કૃષ્ણરાજિ, મેઘરાજિ, મઘાવતી, માઘવતી, વાતપરિઘા, વાતપરિક્ષોભા, દેવપરિઘા, દેવપરિક્ષોભા. ભગવન્! કૃષ્ણરાજિ પૃથ્વી પરિણામરૂપ છે, અપ્ પરિણામરૂપ છે – જીવ પરિણામરૂપ છે કે પુદ્ગલ પરિણામ રૂપ છે ? ગૌતમ ! અપ્ – પરિણામ સિવાય ત્રણે પરિણામરૂપ છે. ભગવન્ ! કૃષ્ણરાજિમાં સર્વે પ્રાણો, ભૂતો, જીવો, સત્ત્વો પૂર્વે ઉત્પન્ન થયા છે ? હા, ગૌતમ ! અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયા છે. પણ બાદર અપ્કાય – અગ્નિકાય – વનસ્પતિકાયપણે ઉત્પન્ન થયાનથી. સૂત્ર સંદર્ભ– ૨૯૨–૨૯૪ | ||
Mool Sutra Transliteration : | [sutra] kai nam bhamte! Kanharatio pannattao? Goyama! Attha kanharattio pannattao. Kahi nam bhamte! Eyao attha kanharatio pannattao? Goyama! Uppim sanamkumara-mahimdanam kappanam, havvim bambhaloe kappe ritthe vimanapatthade, ettha nam akkhadaga-samachauramsa-samthanasamthiyao attha kanharatio pannattao, tam jaha–puratthime nam do, pachchatthime nam do, dahine nam do, uttare nam do. Puratthimabbhamtara kanharati dahina-bahiram kanharatim puttha, dahinabbhamtara kanharati pachchatthima-bahiram kanharatim puttha, pachchatthimabbhamtara kanharati uttara-bahiram kanharatim puttha, uttarabbhamtara kanharati puratthimabahiram kanharatim puttha. Do puratthima-pachchatthimao bahirao kanharatio chhalamsao, do uttara-dahinao bahirao kanharatio tamsao, do puratthima-pachchatthimao abbhamtarao kanharatio chauramsao, do uttara-dahinao abbhamtarao kanharatio chauramsao. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 292. Bhagavan ! Krishnaraji ketali chhe\? Gautama ! Atha. Bhagavan ! Te! Krishnaraji kyam chhe\? Gautama ! Sanatkumara ane mahendra kalpani upara, brahmaloka kalpana rishta vimana prastatani niche chhe. Akhadani maphaka samachaturasra akare rahela atha krishnaraji chhe. Purva, pashchima, dakshina, uttaramam babbe chhe. Purvabhyamtara krishnaraji dakshina bahya krishnarajine sparsheli chhe. Dakshinabhyamtara, pashchima bahyane sparsheli chhe. Pashchimabhyamtara, uttara bahyane sparsheli chhe. Uttarabhyamtara, purvabahyane sparsheli chhe. Purva – pashchimani be bahya krishnaraji chha khuni chhe. Uttara – dakshinani bahya be krishnaraji trikona chhe. Purva – pashchimani be abhyamtara, te chorasa chhe. Uttara – dakshinani be abhyamtara krishnarajio chorasa chhe. Sutra– 293. Eka gatha dvara uparokta vatane kahe chhe – purva – pashchimani chha khuni, dakshina – uttarani bahya krishnaraji trikhuni, biji badhi abhyamtara krishnaraji chorasa chhe. Sutra– 294. Bhagavan ! Krishnarajioni lambai, paholai, paridhithi kevadi chhe\? Gautama ! Krishnarajioni lambai asamkhyata hajara yojana chhe. Paholai samkhyata hajara yojana chhe,paridhi asamkhyata hajara yojana chhe Bhagavan ! Krishnaraji ketali moti chhe\? Gautama ! Trana chapati vagade etala samayamam koi deva jambudvipane 21 vakhata parikamma karine ave, tevi shighra divyagatithi deva lagatara eka – be divasa yavat ardhamasa chale, tyare kyamka krishnarajine para kari shake chhe, kyamka krishnarajine para kari shakata nathi. Gautama ! Krishnaraji atali moti chhe. Bhagavan ! Shum krishnarajimam ghara ke dukana chhe? Na,gautama! Tyam ghara adi nathi. Bhagavan ! Shum krishnarajimam gamadi chhe\? Na,gautama ! Nathi. Bhagavan ! Shum krishnarajimam udara megha sammurchchhe chhe\? Ha,gautama ! Chhe. Te kona devo, asura ke nagakumaro kare chhe\? Gautama ! Devo kare chhe. Asura ke nagakumara karata nathi. Bhagavan ! Shum krishnarajimam badara stanita shabdo chhe\? Udara meghavat janavum. Bhagavan ! Shum krishnarajimam badara apkaya – agnikaya – vanaspatikaya chhe\? Na,gautama ! Nathi. Sivaya ke vigrahagati samapannaka. Bhagavan ! Shum temam chamdra, suryadi chhe? Na, gautama ! Nathi. Bhagavan ! Shum temam chamdrabhasadi chhe\? Na, gautama !Nathi. Bhagavan ! Krishnaraji keva varnani chhe\? Gautama ! Kali yavat deva. Jaladithi bahara nikali jaya chhe. Bhagavan ! Krishnarajina ketala nama chhe? Atha. Krishnaraji, megharaji, maghavati, maghavati, vataparigha, vataparikshobha, devaparigha, devaparikshobha. Bhagavan! Krishnaraji prithvi parinamarupa chhe, ap parinamarupa chhe – jiva parinamarupa chhe ke pudgala parinama rupa chhe\? Gautama ! Ap – parinama sivaya trane parinamarupa chhe. Bhagavan ! Krishnarajimam sarve prano, bhuto, jivo, sattvo purve utpanna thaya chhe\? Ha, gautama ! Anekavara athava anamtavara utpanna thaya chhe. Pana badara apkaya – agnikaya – vanaspatikayapane utpanna thayanathi. Sutra samdarbha– 292–294 |