Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1103795
Scripture Name( English ): Bhagavati Translated Scripture Name : ભગવતી સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

शतक-६

Translated Chapter :

શતક-૬

Section : उद्देशक-५ तमस्काय Translated Section : ઉદ્દેશક-૫ તમસ્કાય
Sutra Number : 295 Category : Ang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] एएसि णं अट्ठण्हं कण्हराईणं अट्ठसु ओवासंतरेसु अट्ठ लोगंतिगविमाना पन्नत्ता, तं जहा–१. अच्ची २.अच्चीमाली ३. वइरोयणे ४. पभंकरे ५. चंदाभे ६. सूराभे ७. सुक्काभे ८. सुपइट्ठाभे, मज्झे रिट्ठाभे। कहि णं भंते! अच्चि-विमाने पन्नत्ते? गोयमा! उत्तर-पुरत्थिमे णं। कहि णं भंते! अच्चिमाली विमाने पन्नत्ते? गोयमा! पुरत्थिमे णं। एवं परिवाडीए नेयव्वं जाव– कहि णं भंते! रिट्ठे विमाने पन्नत्ते? गोयमा! बहुमज्झदेसभाए। एएसु णं अट्ठसु लोगंतियविमानेसु अट्ठविहा लोगंतिया देवा परिवसंति, तं जहा–
Sutra Meaning : સૂત્ર– ૨૯૫. આ આઠ કૃષ્ણરાજિના આઠ અવકાશાંતરમાં આઠ લોકાંતિક વિમાનો કહ્યા છે – અર્ચી, અર્ચીમાલી, વૈરોચન, પ્રભંકર, ચંદ્રાભ, સૂર્યાભ, શુક્રાભ, સુપ્રતિષ્ઠાભ અને આ બધાની મધ્યે રિષ્ટાભ વિમાન છે. ભગવન્‌ ! અર્ચિવિમાન ક્યાં છે ? ગૌતમ ! ઈશાન ખૂણામાં. અર્ચિમાલી વિમાન ક્યાં છે ? ગૌતમ ! પૂર્વમાં. આ પરિપાટીએ યાવત્‌ વિમાનોના વિષયમાં જાણવું. ભગવન્‌ ! રિષ્ટ વિમાન ક્યાં છે ? ગૌતમ ! આઠ વિમાનોના બહુ મધ્યદેશ ભાગે છે. આ આઠ લોકાંતિક વિમાનમાં આઠ લોકાંતિક દેવો રહે છે, તે આ – સૂત્ર– ૨૯૬. સારસ્વત, આદિત્ય, વણ્હી, વરુણ, ગર્દતોય, તૃષિત અવ્યાબાધ, આગ્નેય તથા મધ્યમાં નવમાં રિષ્ટ. સૂત્ર– ૨૯૭. ભગવન્‌ ! સારસ્વત દેવો ક્યાં રહે છે ? ગૌતમ ! અર્ચિ વિમાનમાં રહે છે. ભગવન્‌ !આદિત્ય દેવો ક્યાં રહે છે ? ગૌતમ ! તે અર્ચિમાલિ વિમાનમાં રહે છે. એ રીતે અનુક્રમે જાણવું યાવત્‌ રિષ્ટ દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! રિષ્ટ દેવો, રિષ્ટ વિમાનમાં રહે છે.. ભગવન્‌ ! સારસ્વત અને આદિત્ય, બે દેવોના કેટલા દેવો, કેટલા સો દેવ પરિવાર છે ? ગૌતમ ! ૭ સ્વામી દેવ અને ૭૦૦ દેવોનો પરિવાર છે. વણ્હી – વરુણ દેવોના ૧૪ દેવો,અને ૧૪,૦૦૦ દેવોનો પરિવાર છે. ગર્દતોય – તૃષિતના ૭ દેવો, ૭૦૦૦ દેવોનો પરિવાર છે. બાકીનાને ૯ – દેવો, અને૯૦૦ દેવોનો પરિવાર છે. સૂત્ર– ૨૯૮. પહેલા યુગલમાં ૭૦૦, બીજામાં ૧૪,૦૦૦, ત્રીજામાં ૭,૦૦૦, બાકીનાનો ૯૦૦ દેવોનો પરિવાર છે. સૂત્ર– ૨૯૯. લોકાંતિક વિમાનો, ભગવન્‌ ! ક્યાં પ્રતિષ્ઠિત છે ? ગૌતમ ! વાયુને આધારે પ્રતિષ્ઠિત છે, એ પ્રમાણે વિમાનોનું પ્રતિષ્ઠાન, બાહલ્ય, ઉચ્ચત્વ, સંસ્થાન – જીવાભિગમના દેવ ઉદ્દેશકમાં કહેલ બ્રહ્મલોકની વક્તવ્યતા મુજબ જાણવું. યાવત્‌ હે ગૌતમ ! અનેકવાર કે અનંતવાર જીવ અહીં ઉત્પન્ન થયા છે. પણ લોકાંતિક વિમાનમાં દેવીપણે નહીં કારણ કે ત્યાં દેવીઓ હોતી નથી. ભગવન્‌ ! લોકાંતિક વિમાનોની સ્થિતિ કેટલા કાળની છે ? ગૌતમ ! તેમની સ્થિતિઆઠ સાગરોપમ છે. લોકાંતિક વિમાનોથી કેટલે અંતરે લોકાંત છે ? ગૌતમ ! અસંખ્ય હજાર યોજનના અંતરે લોકાંત છે. ભગવન્‌ ! તે એમ જ છે, તે એમ જ છે સૂત્ર સંદર્ભ– ૨૯૫–૨૯૯
Mool Sutra Transliteration : [sutra] eesi nam atthanham kanharainam atthasu ovasamtaresu attha logamtigavimana pannatta, tam jaha–1. Achchi 2.Achchimali 3. Vairoyane 4. Pabhamkare 5. Chamdabhe 6. Surabhe 7. Sukkabhe 8. Supaitthabhe, majjhe ritthabhe. Kahi nam bhamte! Achchi-vimane pannatte? Goyama! Uttara-puratthime nam. Kahi nam bhamte! Achchimali vimane pannatte? Goyama! Puratthime nam. Evam parivadie neyavvam java– Kahi nam bhamte! Ritthe vimane pannatte? Goyama! Bahumajjhadesabhae. Eesu nam atthasu logamtiyavimanesu atthaviha logamtiya deva parivasamti, tam jaha–
Sutra Meaning Transliteration : Sutra– 295. A atha krishnarajina atha avakashamtaramam atha lokamtika vimano kahya chhe – archi, archimali, vairochana, prabhamkara, chamdrabha, suryabha, shukrabha, supratishthabha ane a badhani madhye rishtabha vimana chhe. Bhagavan ! Archivimana kyam chhe\? Gautama ! Ishana khunamam. Archimali vimana kyam chhe\? Gautama ! Purvamam. A paripatie yavat vimanona vishayamam janavum. Bhagavan ! Rishta vimana kyam chhe\? Gautama ! Atha vimanona bahu madhyadesha bhage chhe. A atha lokamtika vimanamam atha lokamtika devo rahe chhe, te a – Sutra– 296. Sarasvata, aditya, vanhi, varuna, gardatoya, trishita avyabadha, agneya tatha madhyamam navamam rishta. Sutra– 297. Bhagavan ! Sarasvata devo kyam rahe chhe\? Gautama ! Archi vimanamam rahe chhe. Bhagavan !Aditya devo kyam rahe chhe\? Gautama ! Te archimali vimanamam rahe chhe. E rite anukrame janavum yavat rishta devo kyam vase chhe\? Gautama ! Rishta devo, rishta vimanamam rahe chhe.. Bhagavan ! Sarasvata ane aditya, be devona ketala devo, ketala so deva parivara chhe\? Gautama ! 7 svami deva ane 700 devono parivara chhe. Vanhi – varuna devona 14 devo,ane 14,000 devono parivara chhe. Gardatoya – trishitana 7 devo, 7000 devono parivara chhe. Bakinane 9 – devo, ane900 devono parivara chhe. Sutra– 298. Pahela yugalamam 700, bijamam 14,000, trijamam 7,000, bakinano 900 devono parivara chhe. Sutra– 299. Lokamtika vimano, bhagavan ! Kyam pratishthita chhe\? Gautama ! Vayune adhare pratishthita chhe, e pramane vimanonum pratishthana, bahalya, uchchatva, samsthana – jivabhigamana deva uddeshakamam kahela brahmalokani vaktavyata mujaba janavum. Yavat he gautama ! Anekavara ke anamtavara jiva ahim utpanna thaya chhe. Pana lokamtika vimanamam devipane nahim karana ke tyam devio hoti nathi. Bhagavan ! Lokamtika vimanoni sthiti ketala kalani chhe\? Gautama ! Temani sthitiatha sagaropama chhe. Lokamtika vimanothi ketale amtare lokamta chhe\? Gautama ! Asamkhya hajara yojanana amtare lokamta chhe. Bhagavan ! Te ema ja chhe, te ema ja chhe Sutra samdarbha– 295–299